Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન સમય:એક ઝાટકે ₹1,400 તૂટ્યો ભાવ, ચાંદી પણ ₹5,588 સસ્તી થઈ; હજુ ₹1 લાખ સુધી ઘટવાની શક્યતા!

18 મિનિટ પેહલા
  • કૉપી લિંક

સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખરીદદારો માટે આ સર્વશ્રેષ્ઠ તક છે. જ્યાં એક બાજુ વાયદા કારોબારમાં ચાંદી સતત ભાવ ઘટવાથી સસ્તી થઈ રહી છે, ત્યાં જ સોનું પણ સસ્તુ થઈ રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે MCX પર સોમવારે સોનું એક ઝાટકે લગભગ 1400 રૂપિયા સસ્તું થઈ ગયું. આ ઘટાડાને જોતા નિષ્ણાંતોનો એ અંદાજો સાચો સાબિત થતો દેખાય રહ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી તૂટી શકે છે.

ચાંદી 11 મહિનામાં સૌથી સસ્તી, ₹1.69 લાખ પર આવી, આજે ₹8,720 ભાવ ઘટ્યા, સોનું પણ ₹1,429 ઘટીને ₹1.34 લાખ

ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીની કિંમત ₹8,720 ઘટીને ₹1.69 લાખ પર આવી ગઈ છે.

ચાંદીના ભાવ 11 મહિના બાદ ₹1.70 લાખથી નીચે આવ્યા છે. આ પહેલાં 1 ડિસેમ્બર 2025ના રોજ ભાવ ₹1.64 લાખ હતા. 2 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીના ભાવ ₹1.73 લાખ હતા.

બીજી તરફ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ₹1,429 ઘટીને ₹1.34 લાખ પર આવી ગયા છે. ગયા અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ એટલે કે 13 નવેમ્બરના રોજ સોનું ₹1.36 લાખ અને ચાંદી ₹1.78 લાખ પર હતી.

આ મહિને ચાંદી અત્યાર સુધીમાં ₹17,000 સસ્તી

આ મહિને અત્યાર સુધીમાં ચાંદી લગભગ 17,000 રૂપિયા અને સોનું લગભગ 6,000 રૂપિયા સસ્તું થયું છે. 30 ઑક્ટોબરે ચાંદી 1.86 લાખ રૂપિયા અને સોનું 1.40 લાખ રૂપિયા પર હતું.

ઓલ ટાઈમ હાઈથી 2.17 લાખ રૂપિયા સસ્તી થઈ ચાંદી

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 2.17 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 42 હજાર રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે.

MCX પર સોના-ચાંદીની સ્થિતિ

સ્થાનિક વાયદા બજારમાં સવારે લગભગ 9.13 વાગ્યે એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર 0.81 ટકાના ઘટાડા સાથે 1,36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે એમસીએક્સ સિલ્વર ફ્યુચર લગભગ 3.16 ટકા તૂટીને 1,71,680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું હતું. એમસીએક્સ પર સોનાનો 4 ડિસેમ્બર 2026નો વાયદો આજે નબળો રહ્યો.

તે 1,35,853 રૂપિયા પર ખુલ્યો અને કારોબાર દરમિયાન 1,35,312 રૂપિયાના નીચલા સ્તર સુધી ગયો, જોકે 1,36,055 રૂપિયાની ઊંચી સપાટી પણ બનાવી. હાલમાં તે 1,237 રૂપિયા એટલે કે 0.90 ટકાના ઘટાડા સાથે 1,35,468 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે અગાઉનો બંધ ભાવ 1,36,705 રૂપિયા હતો. આ કોન્ટ્રેક્ટમાં 1,850 લોટનું વોલ્યુમ અને 15,725 લોટનું ઓપન ઇન્ટરેસ્ટ છે, જેની કુલ કિંમત 25,100.58 લાખ રૂપિયા છે.

ચાંદીમાં તો વધુ મોટું દબાણ જોવા મળ્યું. એમસીએક્સ પર ચાંદીનો 4 ડિસેમ્બર 2026નો વાયદો આજે ભારે દબાણ હેઠળ રહ્યો. તે 1,72,400 રૂપિયા પર ખુલ્યો અને કારોબાર દરમિયાન 1,69,557 રૂપિયાના નીચલા સ્તર સુધી સરકી ગયો, જ્યારે તેની ઊંચી સપાટી પણ 1,72,400 રૂપિયા જ રહી.

હાલમાં તે 5,588 રૂપિયા એટલે કે 3.17 ટકાના મોટા ઘટાડા સાથે 1,70,721 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે અગાઉનો બંધ ભાવ 1,76,309 રૂપિયા હતો. આ કોન્ટ્રેક્ટમાં 3,723 લોટનું વોલ્યુમ અને 17,078 લોટનું ઓપન ઇન્ટરેસ્ટ છે, જેની કુલ કિંમત 1,90,601.22 લાખ રૂપિયા છે.

શહેર24 કેરેટ (₹/10 ગ્રામ)22 કેરેટ (₹/10 ગ્રામ)18 કેરેટ (₹/10 ગ્રામ)
વડોદરા1,36,850
1,25,4501,02,650
અમદાવાદ1,36,850
1,25,4501,02,650
ચેન્નાઈ1,36,800
1,25,4001,02,600
મુંબઈ1,36,8001,25,4001,02,600
દિલ્હી1,36,9501,25,5501,02,750
કોલકાતા1,36,8001,25,4001,02,600
બેંગ્લુરુ1,36,8001,25,4001,02,600
હૈદરાબાદ1,36,8001,25,4001,02,600
કેરલમ1,36,8001,25,4001,02,600
પુણે1,36,8001,25,4001,02,600
જયપુર1,36,9501,25,5501,02,750
લખનઉ1,36,9501,25,5501,02,750

સોનાનો વૈશ્વિક ભાવ

સોનાના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 0.29 ટકા અથવા 11.20 ડૉલરના ઘટાડા સાથે 3,875.10 ડૉલર પ્રતિ ઔંસ રહ્યો છે. જ્યારે, ગોલ્ડ સ્પોટ 0.29 ટકા અથવા 11.08 ડૉલરના ઘટાડા સાથે 3,873.41 ડૉલર પ્રતિ ઔંસ રહ્યો છે.

ચાંદીનો વૈશ્વિક ભાવ

સોનાની સાથે જ ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. કોમેક્સ પર ચાંદીનો ભાવ 3.29 ટકા અથવા 1.62 ડૉલરના ઘટાડા સાથે 47.51 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. જ્યારે, સિલ્વર સ્પોટ 2.49 ટકા અથવા 1.21 ડૉલરના ઘટાડા સાથે 47.52 ડૉલર પ્રતિ ઔંસ રહી છે.

આ પણ વાંચો…

હોલમાર્ક ધરાવતું સોનું શુદ્ધ જ હોય, તેની ગેરંટી નથી

દેશની સૌથી મોટી સરકારી ઓડિટ સંસ્થા કેગ (CAG) એ સોનાની શુદ્ધતા તપાસતી સરકારી સંસ્થા BISની કામગીરીની તપાસ કરી છે. તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે BIS બજારમાં વેચાતા ‘હોલમાર્ક’ સોનાની શુદ્ધતા પર યોગ્ય રીતે નજર રાખી શકી રહી નથી. આથી સામાન્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થવાનું જોખમ વધી ગયું છે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links