- Gujarati News
- Business
- Gold Price Forecast 2026: Expert Prediction & Investment Tips | Sona Bhav
સોનું 10 વર્ષમાં 5 ગણું મોંઘું થયું,હવે ભાવ કેટલે પહોંચશે?:એક્સપર્ટની મોટી ભવિષ્યવાણી, જાણો અત્યારે ગોલ્ડ ખરીદવાથી ફાયદો કે નુકસાન
- કૉપી લિંક

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. હવે ફરી એકવાર સોનાના ભાવમાં મોટા વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સ્થાનિક બજારમાં આગામી 6થી 12 મહિનામાં સોનાનો ભાવ વધીને 1.60 લાખથી 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તાજેતરના અહેવાલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. જે અનુસાર, કેન્દ્રીય બેંકોની સતત ખરીદી અને રોકાણકારોની માગ સોનાના ભાવને ટેકો આપી શકે છે.
આગામી એક વર્ષમાં સોનું ક્યાં સુધી પહોંચી શકે છે?
તાજેતરના ત્રિમાસિક બુલિયન અહેવાલ અનુસાર, સ્થાનિક બજારમાં સોનાનો ભાવ આગામી 6-12 મહિનામાં 1.60 લાખથી 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં મધ્યમ ગાળામાં સોનાનો ભાવ 4,500થી 4,700 ડોલર પ્રતિ ઔંસ સુધી જવાની ધારણા છે. જોકે, ટૂંકા ગાળાની વાત કરીએ તો સ્થાનિક બજારમાં સોનાનો ભાવ આશરે 1.48 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહી શકે છે.
સોનાના ભાવ વધવાનું કારણ શું છે?
સોનાના ભાવ વધારવામાં રોકાણકારોની માગ અને કેન્દ્રીય બેંકોની ખરીદી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સમગ્ર વિશ્વમાં આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે જુએ છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર સંબંધિત નીતિઓ, મોંઘવારી અને ડોલરની ચાલ પણ સોનાના ભાવને અસર કરશે.

સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ શા માટે આવ્યો?
વર્ષ 2025માં સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી હતી, પરંતુ 2026માં પરિસ્થિતિ થોડી અલગ રહી. જાન્યુઆરી 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આશરે 5,600 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદ ભાવમાં ઝડપી ઘટાડો આવ્યો અને ભાવ 4,000 ડોલર પ્રતિ ઔંસથી નીચે જતા રહ્યા.
જોકે, બાદમાં ભાવમાં ફરી સુધારો જોવા મળ્યો. આ ઉતાર-ચઢાવ પાછળ અમેરિકન વ્યાજદરમાં વધારાની આશંકા, મોંઘવારી, ઊંચા બોન્ડ રિટર્ન અને વિશ્વભરની ઘટનાઓને મહત્વપૂર્ણ કારણો માનવામાં આવ્યા છે. એટલે કે, સોનાનો ભાવ હવે માત્ર માંગથી નહીં, પરંતુ વૈશ્વિક આર્થિક નિર્ણયોથી પણ પ્રભાવિત થઈ રહ્યો છે.
છેલ્લા 10 વર્ષમાં સોનું 5 ગણું મોંઘું થયું
લાંબાગાળામાં સોનાના ભાવમાં કેટલી તેજી આવી છે, તેનો અંદાજ છેલ્લા 10 વર્ષના ભાવ પરથી લગાવી શકાય છે. વર્ષ 2016માં દિવાળીની આસપાસ સ્થાનિક બજારમાં સોનું આશરે 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. બીજી તરફ, 2026માં તેનો ભાવ આશરે 1.5 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો. એટલે કે, એક દાયકામાં સોનાનો ભાવ લગભગ પાંચ ગણો થઈ ગયો.
આગળ સોનાના ભાવ કઈ બાબતો પર નિર્ભર રહેશે?
વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનું સુરક્ષિત રોકાણ તરીકે પોતાની મહત્વતા જાળવી રાખે છે. જોકે, આવનારા સમયમાં તેના ભાવની દિશા કેટલાક મોટા પરિબળો દ્વારા નક્કી થશે. અમેરિકામાં વ્યાજદર વધે છે કે ઘટે છે, તેની અસર સોનાની માગ અને ભાવ પર પડી શકે છે. મોંઘવારી વધે ત્યારે રોકાણકારો સોના તરફ વળી શકે છે.

અમેરિકન ડોલર મજબૂત અથવા નબળો થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રભાવિત થાય છે. અમેરિકન બોન્ડથી મળતું વાસ્તવિક વળતર વધે ત્યારે સોનાની માગ પર દબાણ આવી શકે છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો કેટલું સોનું ખરીદે છે, તે પણ ભાવ માટે મહત્વપૂર્ણ રહેશે.
શું અત્યારે સોનું ખરીદવું જોઈએ?
જો તમે સોનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો માત્ર ભાવ 1.68 લાખ રૂપિયા સુધી પહોંચવાના અનુમાનના આધારે નિર્ણય ન લો. આગામી 6-12 મહિનામાં તેજીનું અનુમાન ચોક્કસપણે વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે.
તેથી રોકાણ કરતા પહેલાં તમારી જરૂરિયાત, રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતાને સમજવી જરૂરી છે. એકસાથે મોટી રકમ રોકાણ કરવાને બદલે અલગ-અલગ સમયે રોકાણ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી શકાય છે. રોકાણનો નિર્ણય લેતા પહેલાં કોઈ પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
---------------------------
આ સમાચાર પણ વાંચો:
ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMI સંપૂર્ણપણે ફ્રી નથી:પ્રોસેસિંગ ફી, 18% GSTથી ખિસ્સા પર વધારાનો બોજ પડશે; ખરીદી પહેલાં 5 ફેક્ટ તપાસો

દેશભરમાં દિવાળીના અવસર પર લોકો કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ફટાકડા અને ગિફ્ટ્સની ખરીદી માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને સ્ટોર્સ પર મોટા પાયે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. એકસાથે મોટી રકમનું પેમેન્ટ કરવાથી બચવા માટે ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
જો તમે પણ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા માટે નો-કોસ્ટ EMIનો વિકલ્પ જોઈ રહ્યા હોવ તો થોભો, કારણ કે અહીં નો-કોસ્ટનો અર્થ સંપૂર્ણપણે ફ્રી નથી. તેમાં લાગતી પ્રોસેસિંગ ફી, 18% GST અને તરત મળતા ડિસ્કાઉન્ટનો લાભ ન મળવાથી તમારી ખરીદી ઘણી મોંઘી પડી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
















