Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

સન્ડે જઝબાતઃ અમે રેટ માઈનર્સ ઉંદરની જેમ પહાડ ખોદીએ છીએ:ઘરના લોકોને અજાણ રાખી ઉત્તરાખંડ પહોંચ્યા, વૃદ્ધાના પતિને ન શોધી શક્યા તે આજે પણ ખૂંચે છે

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

મારું નામ ફિરોઝ કુરેશી છે. હું ઉત્તર પ્રદેશના કાસગંજનો રહેવાસી છું. અમને રૅટ માઇનર્સ (Rat Miners) કહેવામાં આવે છે, કારણ કે અમે દેશમાં મોટી મોટી સુરંગો બનાવીએ છીએ. આ કામ ઉંદરોના દર બનાવવાની જેમ હોય છે. જે રીતે ઉંદરો માટી ખોદે છે અને બાકીની માટી પાછળ ફ

.

દેશભરમાં જ્યારે પણ કોઈ મોટી સુરંગ દુર્ઘટના થાય છે, ત્યારે અમને બચાવ કાર્ય માટે બોલાવવામાં આવે છે. અમે ક્યારેક સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢીએ છીએ તો ક્યારેક બોરવેલમાં પડી ગયેલા બાળકને. તેમને બચાવતી વખતે અમે અમારી જિંદગી દાવ પર લગાવી દઈએ છીએ, પરંતુ અમને તેનું યોગ્ય મહેનતાણું મળતું નથી. સરકાર પણ કોઈ મદદ કરતી નથી.

મને તેલંગાણા સુરંગ દુર્ઘટનામાં બનારસની એક વૃદ્ધ મહિલાના પતિને ન શોધી શકવાનો ખૂબ અફસોસ છે. સુરંગની બહાર તેમનું રડવું આજે પણ મારા દિલમાં ખૂંચે છે.

ઉત્તરાખંડ સુરંગ દુર્ઘટનામાં 14 મજૂરોને બહાર કાઢવા બદલ રાષ્ટ્રપતિએ અમને અભિનંદનનું સર્ટિફિકેટ આપ્યું. અમને દેશના જાણીતા સિંગિંગ પ્રોગ્રામ ઇન્ડિયન આઇડલમાં બોલાવવામાં આવ્યા. સની દેઓલ જેવા ઘણા ફિલ્મ સ્ટાર્સ અમને મળ્યા.

એક વિદેશી પ્રોડક્શન હાઉસે પણ અમારા પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી, પરંતુ અમારી હાલત જેમની તેમ જ છે. અમારી પાસે ઈલાજ કરાવવા માટેના પણ પૈસા નથી. અત્યારે અમને શ્રીલંકા બોલાવવામાં આવ્યા છે, ત્યાં જવાની તૈયારી કરી રહ્યા છીએ.

ફિરોઝ કુરેશી વચ્ચે બેઠા છે, તેમણે સંપૂર્ણ કાળી ટી-શર્ટ પહેરી છે. તેમને અને તેમની ટીમને દેશભરમાં મોટા ટનલ અકસ્માતોમાં લોકોને બચાવવા માટે બોલાવવામાં આવે છે. તેઓ બચાવ કામગીરી કરતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ તેમને યોગ્ય વળતર મળતું નથી. સરકાર કોઈ સહાય પૂરી પાડતી નથી.
ફિરોઝ કુરેશી વચ્ચે બેઠા છે, તેમણે સંપૂર્ણ કાળી ટી-શર્ટ પહેરી છે. તેમને અને તેમની ટીમને દેશભરમાં મોટા ટનલ અકસ્માતોમાં લોકોને બચાવવા માટે બોલાવવામાં આવે છે. તેઓ બચાવ કામગીરી કરતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ તેમને યોગ્ય વળતર મળતું નથી. સરકાર કોઈ સહાય પૂરી પાડતી નથી.

સૌપ્રથમ હું મારા રૅટ માઇનર બનવાની કહાણીથી વાત શરૂ કરું છું. ભણેલો-ગણેલો ન હોવાથી મારી પાસે કોઈ કામ નહોતું. મુંબઈમાં રહેતા મારા નાના ભાઈ પાસે ગયો. તે ત્યાં જમીનની અંદર પાણી, સીવર અને ગેસ પાઇપલાઇન નાખવાનું કામ કરતો હતો. તેની સાથે 12 વર્ષ કામ કર્યું. જ્યાં મેં જમીનની અંદર પાઇપ નાખવાનું અને સુરંગ ખોદવાનું કામ શીખ્યું.

જમીનની અંદર પાઇપલાઇન નાખવાનું આ કામ ખૂબ જ ખતરનાક છે. આ માટે પહેલા 20થી 40 ફૂટ ઊંડો ખાડો કરવો પડે છે. ખાડો ખોદાઈ ગયા પછી પાઇપ નાખવાનું કામ શરૂ થાય છે. પાઇપ નંખાઈ ગયા પછી અમે પાઇપની અંદર જઈએ છીએ. અંદર બેસીને અમે પથ્થર અને લોખંડને કુટીએ છીએ. ત્યારબાદ સુરંગ બનાવતા બનાવતા પાઇપને આગળ વધારીએ છીએ. આ કામ સતત 8 થી 18 કલાક સુધી ચાલે છે. આ કામ મશીનો આજે પણ સારી રીતે કરી શકતી નથી.

આ કામ દરમિયાન અમે મોતની સામે હોઈએ છીએ. પાઇપની અંદર સૌથી મોટી મુશ્કેલી ઘણીવાર યોગ્ય રીતે શ્વાસ ન લઈ શકવાની હોય છે. તેમાં જીવલેણ ગેસ ભરાઈ જાય તો શ્વાસ રૂંધાઈ જાય છે. આ ઉપરાંત, તે જ પાઇપમાંથી પાણી ખેંચવામાં આવે છે. ઘણીવાર તેમાં કરંટ ઉતરી આવે છે. ઘણીવાર તો આંખોની સામે લોકોને મરતા જોયા છે. તમે વિચારી શકો છો કે આ કેટલું ખતરનાક હોય છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ આ કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મુંબઈમાં આ કામ લાંબા સમય સુધી કર્યું. કામ ખૂબ મુશ્કેલ હતું, પણ પૈસા ખાસ મળતા નહોતા. ભાઈ સાથે પ્લાન બનાવ્યો અને દિલ્હી આવી ગયો. અહીં દિલ્હી શહેરમાં મોટી મોટી સીવર લાઇનો નાખી.

જીવલેણ હોવાને કારણે હું આ કામ વિશે ઘરના લોકોને જણાવતો નથી. તેમને કહું છું કે અમે બિલ્ડિંગ બનાવવાનું કામ કરીએ છીએ, પરંતુ ઉત્તરાખંડની સિલક્યારા સુરંગ દુર્ઘટનામાં અમારું નામ બધાની સામે આવી ગયું. ત્યાં સુરંગમાં મજૂરો ફસાયા હોવાના સમાચાર આવ્યા. અમારી ટીમને બોલાવવામાં આવી. તે સમયે અમારા એક સાથીની બહેનના લગ્ન હતા. તેણે લગ્ન છોડી દીધા. એક સાથીના ભાઈની પત્ની હોસ્પિટલમાં દાખલ હતી, પરંતુ અમે અમારા ઘરના લોકોને જણાવ્યા વગર ટીમના 6 સાથી ત્યાં પહોંચ્યા.

ત્યાં પહોંચ્યા તો દેશ-વિદેશની ઘણી મોટી મશીનો અને સરકારની ટીમો બચાવ કાર્યમાં લાગી હતી. બધા નિષ્ફળ થઈ રહ્યા હતા, અંદર ૪૧ મજૂરોની જિંદગીનું કશું નક્કી નહોતું. બધું નિષ્ફળ થતાં અમારી ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું. દરરોજ મુશ્કેલ લાગી રહ્યું હતું, પણ ધીમે ધીમે અમે અમારા મિશનમાં સફળ થઈ રહ્યા હતા. મજૂરોને ફસાયેલા આજે 17 દિવસ થઈ ગયા હતા. 17મા દિવસે અમારું મિશન સફળ થઈ ગયું. અમે એક પછી એક એમ બધા 41 મજૂરોને બહાર કાઢી લીધા.

મિશન સફળ થતાં જ ટીવી પર અમારા ફોટા આવવા લાગ્યા. મારા દીકરાએ મને ટીવી પર જોયો. તેણે તરત ફોન કરીને પૂછ્યું – 'અબ્બુ શું તમે ઉત્તરાખંડમાં છો?' મેં કહ્યું કે ના, તેં મારા જેવો દેખાતા કોઈ બીજાને જોયો હશે. ત્યારબાદ ટીવી પર મારા નાના ભાઈની તસવીર ચાલી. ઘરના લોકોએ તેને જોયો તો દીકરાએ ફરી ફોન કર્યો. તેણે કહ્યું - અબ્બુ ટીવી પર કાકા પણ દેખાય છે. આખરે ત્યારે મેં જણાવી દીધું કે - હા, અમે ઉત્તરાખંડમાં છીએ. અહીં સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢી ચૂક્યા છીએ. તે દિવસે જ અમારા પરિવારોને ખબર પડી કે અમે સુરંગનું કામ કરીએ છીએ.

આ રીતે મોટી મોટી મશીનોના નિષ્ફળ થયા પછી અમારી સફળતા દુનિયાભરમાં ચર્ચામાં આવી. રાષ્ટ્રપતિએ અમને અભિનંદનનું સર્ટિફિકેટ મોકલ્યું. ઉત્તરાખંડ સરકારે 50-50હજાર રૂપિયા આપ્યા.

મિશન સફળ થયા પછી ઘરે આવ્યો. અહીં અમને રૅટ માઇનર્સ કહેવામાં આવી રહ્યા હતા. તે દિવસે પહેલીવાર ખબર પડી કે આ કામ કરનારા લોકોને રૅટ માઇનર્સ કહેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે અમે ઉંદરોની જેમ સુરંગ ખોદવાનું કામ કરીએ છીએ.

હીરો તો બન્યા, પણ આર્થિક હાલત ઝીરો મીડિયામાં અમારી ખૂબ ચર્ચા ચાલી રહી હતી. ત્યારબાદ દેશના જાણીતા સિંગિંગ પ્રોગ્રામ ઇન્ડિયન આઇડલમાં અમને બોલાવવામાં આવ્યા. ફિલ્મ સ્ટાર સની દેઓલ જેવા કલાકારો અમને મળ્યા, પરંતુ ઇન્ડિયન આઇડલમાં જે પૈસા મળવાના હતા, તે વચેટિયો ખાઈ ગયો. એક રીતે ત્યાં નામ થયું, પણ કોઈ મદદ ન મળી.

તે દરમિયાન વિદેશમાં પણ અમારી ચર્ચા હતી. એક વિદેશી પ્રોડક્શન હાઉસ આવીને અમને મળ્યું. તેણે અમારા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. આ ઉપરાંત ઘણા નેતાઓએ અમને બોલાવીને સન્માનિત કર્યા, પણ સાચું એ છે કે અમને માત્ર અભિનંદન જ મળ્યા. દેશની નજરોમાં અમે હીરો બન્યા, પણ અમારા આર્થિક હાલત ઝીરો છે.

ઉત્તરાખંડ સુરંગ દુર્ઘટના પછી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ તેલંગાણા સુરંગ દુર્ઘટના થઈ. તે દુર્ઘટના 400 મીટર ઊંચા પહાડ પર બની રહેલી સુરંગમાં થઈ હતી, જેમાં 8 મજૂરો દબાઈ ગયા હતા. તે સુરંગ ૫૨ કિલોમીટરની બનાવવામાં આવી રહી હતી, પરંતુ ૧૪ કિલોમીટર બન્યા પછી અચાનક બેસી ગઈ હતી. સુરંગની અંદર પાણીની સાથે હજારો ટન લોખંડ આવીને જમા થઈ ગયું હતું. હાલત એવા હતા કે તેની અંદર કોઈ જવા તૈયાર નહોતું. સરકારની ટીમોએ હાથ ઊંચા કરી દીધા હતા.

અમારી ટીમને બોલાવવામાં આવી. ત્યાં પહોંચવા પર અમને સુરંગમાં એક ટ્રેનથી અંદર લઈ જવામાં આવ્યા. સુરંગ જ્યાં બેસી ગઈ હતી ત્યાં પાણી અને લોખંડનો ભારે કીચડ હતો. ટ્રેનને તે કીચડથી પહેલા રોકી દેવામાં આવી. ત્યારબાદ અમે કીચડમાં ઉતર્યા અને સફાઈ શરૂ કરી. તે કીચડ 4 કિલોમીટર સુધી હતો. તેને સાફ કરવામાં ઘણા દિવસો લાગી ગયા. કીચડ સાફ થયો તો ખબર પડી કે આગળના સાડા ત્રણસો મીટર સુધી પથ્થર અને લોખંડનો કાટમાળ છે. તે જ કાટમાળમાં 8 મજૂરો દબાયેલા હોવાની આશંકા હતી. અમે તેની પણ સફાઈ શરૂ કરી. સૌથી પહેલા અમને તેમાં એક મૃતદેહ મળ્યો, જે પંજાબના રહેવાસી ગુરમીત સિંહનો હતો. તેને અમે બહાર કાઢીને લાવ્યા.

સુરંગની બહાર બનારસથી એક વૃદ્ધ મહિલા આવ્યાં હતાં. દબાયેલા 8 મજૂરોમાં એક તેમના પતિ પણ હતા. તે સુરંગની બહાર બેસીને રડતા રહેતાં. સવારે જ્યારે હું સુરંગની અંદર જવા લાગતો તો તે રડતા રડતા મને પતિને શોધવાની વિનંતી કરતા. લગભગ 18 કલાક સુરંગની અંદર રહીને જ્યારે અમે બહાર આવતા તો તે ત્યાં જ બેઠેલા મળતા. બહાર આવવા પર તે તેમના પતિ વિશે પૂછતા, પરંતુ અમારી પાસે કોઈ જવાબ નહોતો.

ત્યાં સુધી અમે બે મૃતદેહ કાઢી ચૂક્યા હતા, પરંતુ તેમના પતિનો મૃતદેહ હજી સુધી મળ્યો નહોતો. આ દરમિયાન જેમ જેમ અમે સુરંગમાં આગળ વધ્યા, હાલત ખરાબ થઈ રહી હતી. આ દરમિયાન સરકારનો આદેશ આવ્યો. કહેવામાં આવ્યું કે હવે આગળ કોઈ મજૂર નહીં જાય. આગળ જવાથી અમારો જીવ જઈ શકે છે. ત્યારબાદ અધિકારીઓએ અમને બાકીના મૃતદેહો શોધવાની ના પાડી દીધી. અમે બહાર નીકળી આવ્યા. મેં સરકારી અધિકારીઓને મૃતદેહો શોધવા માટે વિનંતીઓ કરી. અમને વિશ્વાસ હતો કે અમે શોધી લઈશું, પણ તેઓ ન માન્યા. અમને સખ્તાઈથી રોકી દીધા.

પેલી બાજુ, બહાર બેઠેલી બનારસની તે વૃદ્ધ મહિલાને જોઈ રહ્યો હતો. તે રડ્યે જ જઈ રહ્યાં હતાં. વિચારતો હતો કે તેમના પતિનો મૃતદેહ મળી જાત તો પણ સંતોષ મળી જાત, પણ અમે મજબૂર હતા. છ મૃતદેહ સુરંગની અંદર રહી ગયા. તે દિવસે હું ભારે મને કાસગંજ પાછો ફરી રહ્યો હતો. તે વૃદ્ધ મહિલાનો ચહેરો મારી આંખોમાં તરી રહ્યો હતો. આજે પણ તે મહિલાનો રડતો ચહેરો અવારનવાર આંખો સામે આવે છે. તેમના પતિનો મૃતદેહ ન કાઢી શકવો દિલમાં ખૂંચે છે.

આ જ રીતે બીજો કેસ રાજસ્થાનના કોટપૂતલીનો છે. જ્યાં 130 ફૂટ ઊંડા બોરવેલમાં એક ત્રણ વર્ષની બાળકી પડી ગઈ હતી. અમને બોલાવવામાં આવ્યા. ત્યાં સરકારી ટીમ પહેલાથી જ લાગેલી હતી, પણ તે બાળકીને બચાવી શકતા નહોતા. બાળકીના માતા-પિતા અને પરિવારજનોનું રડી રડીને ખરાબ હાલત હતી. તેઓ વારંવાર અમારી સામે હાથ જોડી રહ્યા હતા, પણ સરકારી ટીમના લોકો અમને અંદર જવા દેતા નહોતા. તેમણે પરિવારજનોને ડરાવી રાખ્યા હતા કે અમે લોકો બાળકીને બચાવવાના વધુ પૈસા લઈએ છીએ. એ પણ કહ્યું હતું કે જો તેઓ બાળકી રૅટ માઇનર્સ પાસે કઢાવશે અને કોઈ ભૂલ થશે તો સરકારની કોઈ જવાબદારી નહીં હોય. કોઈ વળતર નહીં મળે.

પરંતુ તે સમયે અમે જોયું કે સરકારી ટીમ જે રીતે કામ કરી રહી હતી, તે બાળકીને બચાવી શકે તેમ નહોતી. આખરે આમ કરતાં આઠ દિવસ વીતી ગયા અને બાળકી મરી ગઈ. ત્યારબાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. તે બાળકી પણ અવારનવાર યાદ આવે છે. વિચારું છું, અમને બચાવવા મોકલ્યા હોત તો કદાચ તે જીવતી હોત.

આ તો તે દુર્ઘટનાઓ છે, જેના વિશે તમને બધાને મીડિયા દ્વારા ખબર છે, પણ અમે દેશમાં થતા એવા ઘણા બધા અકસ્માતોમાં જઈએ છીએ, જેનો મીડિયામાં ઉલ્લેખ પણ થતો નથી. સરકાર તેમને સામે જ આવવા દેતી નથી.

અત્યારે અમને શ્રીલંકા બોલાવવામાં આવ્યા છે. ત્યાં જવા માટે અમે પાસપોર્ટ બનાવી રહ્યા છીએ.

આખરે કહીશ - અમે અમારા કામને પૂરા જુસ્સાથી કરીએ છીએ. જીવની પણ પરવા કરતા નથી, પણ અમને તેના યોગ્ય પૈસા મળતા નથી. માત્ર અભિનંદન અને વખાણ મળે છે અને વખાણથી ઘર ચાલતું નથી. અમારી હાલત એવી છે કે જો આજે અમારા ઘરેથી કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ જાય તો તેનો ઇલાજ પણ કરાવી શકતા નથી. એક રીતે, અમે અમારી આર્થિક મજબૂરીઓની સુરંગમાં ફસાયેલા છીએ. સરકાર અમારી મદદ કરે.

ફિરોઝ કુરેશી કહે છે, "અમને ફક્ત અભિનંદન અને પ્રશંસા મળે છે, અને ફક્ત પ્રશંસાથી ઘર ન ચાલે. અમારી પરિસ્થિતિ એવી છે કે જો આજે અમારા પરિવારમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો અમે સારવાર પણ પોસાય તેમ નથી."
ફિરોઝ કુરેશી કહે છે, "અમને ફક્ત અભિનંદન અને પ્રશંસા મળે છે, અને ફક્ત પ્રશંસાથી ઘર ન ચાલે. અમારી પરિસ્થિતિ એવી છે કે જો આજે અમારા પરિવારમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો અમે સારવાર પણ પોસાય તેમ નથી."

(ફિરોઝ કુરેશીએ પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા છે.)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links