- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Patna Murder: Son Amit Shot 5 Times; Daughter in law's Lover Suspect CCTV Footage Arrest
સન્ડે જઝબાત: વહુના ફઈના દીકરાએ મારા દીકરાને ગોળી મારી:બેશરમ હત્યારો હોસ્પિટલ, અંતિમ સંસ્કારમાં સાથે-સાથે રહ્યો; CCTVથી પકડાયો; હવે દિવાળી, છઠ્ઠ નહીં મનાવું
- કૉપી લિંક

મારા સાત બાળકોમાં અમિત મારો સૌથી નાનો દીકરો હતો. તે BSc અને MBA કર્યા પછી પટનાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. એક ગરીબ છોકરીનું સગપણ આવ્યું. અમે તેની સાથે લગ્ન નહોતાં કરાવવા માગતા, પણ તેણે કહ્યું, "મા, ગરીબ છોકરી સાથે લગ્ન કરવાથી ભગવા
મને ખબર નહોતી કે તે છોકરી મારા ઘરનો દીવો બુઝાવી દેશે. તે પ્રેમીએ મારા દીકરાને 5 ગોળીઓ મારી. બધા પુરાવા મિટાવા દીધા અને દીકરાના મૃતદેહની સાથે-સાથે રહ્યો. પોલીસે CCTV ફૂટેજથી તેને પકડ્યો. હવે તો ભગવાન પરથી પણ ભરોસો ઊઠી ગયો છે. હવેથી ન તો છઠ્ઠ, ન દિવાળી મનાવીશ.

મારું નામ સુશીલા દેવી છે. બિહારના પટના શહેરની રહેવાસી છું. એક ઓળખીતા સંબંધીથી મારા સૌથી નાના દીકરા અમિતના લગ્નનું સગપણ આવ્યું. છોકરી ગરીબ પરિવારમાંથી હતી. અમને સગપણ થોડું ઓછું પસંદ હતું. અમે અમિતને કહ્યું હતું કે થોડા દિવસ રોકાઈ જા, પહેલાં સગપણ વિશે જાણકારી મેળવી લઈએ, પછી લગ્નની વાત કરવી. પણ અમિત ન માન્યો. તેણે કહ્યું કે નહીં મા, ગરીબ ઘરની છોકરી છે, આપણે ના પાડીશું તો પાપ લાગશે. તેને ઘરે લાવીશું તો ભગવાન ખુશ થશે. પણ અમને ક્યાં ખબર હતી કે આ ગરીબ ઘરની છોકરી મારા ઘરનો દીવો બુઝાવી દેશે.
ગત 7 માર્ચના રોજ લગ્ન નક્કી થયાં. લગ્ન નજીક આવતાં જ અમે અમારું ઘર સજાવવાનું શરૂ કર્યું. અમિતને સજાવટનો બહુ શોખ હતો. દીવાલ પર જે ડિઝાઇન છે, તે બધું તેણે જ કરાવ્યું હતું. પોતાના લગ્ન પહેલાં તો તે ઘર સજાવવા માટે કેટલીય રાત જાગ્યો હતો. ઘરના છેલ્લા લગ્ન હોવાથી અમે પણ ધામધૂમથી કર્યા.
લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું. નવી પરણેલી વહુ ચાંદની અવારનવાર મોડેથી ઊઠતી હતી, પણ અમે નવી માનીને કંઈ કહેતા નહોતા. હકીકતમાં, તેને રોજ રાતે અવારનવાર કોઈનો ફોન આવતો હતો. ફોન આવતાં જ તરત જ છત પર ભાગતી હતી. કહેતી હતી કે મમ્મીનો ફોન છે. પણ તે કલાકો સુધી ફોન પર વાત કરતી હતી. અમે પણ વિચારતા હતા કે મા-દીકરીની વાતો હશે, એકબીજાની યાદ આવતી હશે. રોકવી યોગ્ય નથી.
ઘણી વાર પૂછ્યું પણ ખરું કે નીચે કેમ વાત નથી કરતી, તો કહેતી હતી કે અહીં મોબાઇલનું નેટવર્ક નથી આવતું. દીકરાને પણ અંદાજ નહોતો કે આખરે ચાલી શું રહ્યું છે. અમિત તેની સાથે ક્યાંય હનીમૂન પર પણ નહોતો ગયો. હકીકતમાં, તે સમયે મારી મોટી વહુ ગર્ભવતી હતી, તો તે કહેવા લાગ્યો કે ઘરમાં એક નાનું બાળક આવી જાય તો બધા સાથે ફરવા જશું.
પછી 2 મેનો એ મનહૂસ દિવસ આવ્યો. દરરોજની જેમ અમે બધા સવારે ઊઠ્યા. અમિતે નાસ્તો કર્યો અને લગભગ 12:30 વાગ્યે બાઇક લઈને ઓફિસ માટે નીકળી રહ્યો હતો. તે સમયે તેની ભાભી નેહાએ તેની સાથે કંઈક મજાક કરી હતી. તેના પર તેણે કહ્યું હતું કે રાતે આવીને જવાબ આપશે. તે ખભા પર બેગ લટકાવીને ઘરથી નીકળી ગયો.
બપોરે લગભગ 1:30 વાગ્યે તેની ઓફિસના મિત્ર શશિએ મારી વહુ નેહાને ફોન કરીને પૂછ્યું કે અમિત ક્યાં છે, હજી સુધી ઓફિસ નથી પહોંચ્યો. પછી વહુએ અમિતને ફોન કર્યો, તો કોઈ રાહદારી રાજમિસ્ત્રીએ ઉપાડ્યો અને જણાવ્યું કે કોઈએ તેમને ગોળી મારી દીધી છે. તે જમીન પર પડ્યા છે. વહુએ ગભરાઈને અમને જણાવ્યું. હું તો સાંભળીને બેભાન થઈ ગઈ. વહુએ રાજમિસ્ત્રીને અમિતને હોસ્પિટલ પહોંચાડવાની વિનંતી કરી.
તે પછી અમે બધા એક ટેમ્પો લઈને તરત હોસ્પિટલ પહોંચ્યા. અમિતનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના છાતી પર પાંચ ગોળીઓ મારવામાં આવી હતી. હોસ્પિટલમાં મારા તો રડી-રડીને ખરાબ હાલ થયા હતા. સાથે નવી વહુ ચાંદની પણ હતી. તેણે તરત જ પોતાના મામા અને ફઈના દીકરાને ફોન કરીને હોસ્પિટલ બોલાવી લીધા. અમે અમિતનો મૃતદેહ ઘરે લઈને આવ્યા. આ દરમિયાન અંતિમ સંસ્કાર સુધી તે બેશરમ ફઈનો દીકરો સાથે-સાથે રહ્યો, જેણે અમિતને ગોળી મારી હતી.

ઘટનાના બે દિવસ સુધી ચાંદની અમારા ઘરે જ રહી. તે સમયે દરરોજ તેનો ફઈનો દીકરો અમારા ઘરે મળવા આવતો હતો. ત્રીજા દિવસે ચાંદનીના પિયરના લોકો તેને સાથે લઈ ગયા.
બીજી તરફ, પોલીસ તપાસમાં ખબર પડી કે ચાંદનીના ફઈના દીકરાએ જ મારા દીકરાની ગોળી મારીને હત્યા કરી છે. તેણે છાતીમાં પાંચ ગોળીઓ મારી હતી. પુરાવા મિટાવવા માટે તેણે પોતાના કપડાં ઉતારીને સળગાવી દીધા હતા અને દીકરાની બાઇક ગંડક નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે સીસીટીવી કેમેરાથી તેને પકડ્યો હતો.
હકીકતમાં, ચાંદનીનો ફઈનો દીકરો તેને પ્રેમ કરતો હતો, જેના કારણે તેણે અમિતને રસ્તામાંથી હટાવી દીધો. આખરે તે એક વાર પણ મને કહેત કે તે ચાંદનીને પસંદ કરે છે તો હું પોતે જ તેના લગ્ન ચાંદની સાથે કરાવી દેત. અમને તો જરા પણ શંકા નહોતી થઈ.
વિચારું છું કે આખરે ફઈનો દીકરો કેટલો ઢીઠ અને બેશરમ હતો. મારા દીકરાની હત્યા કરીને તે અમારી સાથે હોસ્પિટલમાં રહ્યો અને અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો. બીજા બે દિવસ સુધી ઘરે ચાંદનીને મળવા પણ આવતો રહ્યો. અમે તો એ જ વિચારતા રહ્યા કે બંને ભાઈ-બહેન છે, એટલે મળી રહ્યા હશે.
મારો દીકરો જતો રહ્યો. હવે ન તો મને ઊંઘ આવે છે કે ન ક્યારેય વ્યવસ્થિત રીતે ખાઉં છું. વિચારો જરા મારો દીકરો કેટલો શરીફ હતો. તેની ક્યારેય કોઈની સાથે લડાઈ નહોતી થઈ. તે કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો. વિશ્વાસ જ નથી થતો કે કોઈ તેને ગોળી મારી દેશે. તે પોતાની હોસ્પિટલ ખોલવા માગતો હતો.
અમિતને ખાવામાં ગળ્યું બહુ પસંદ હતું. અવારનવાર અમે તેની પસંદના પેંડા, ખાજા, હલવો, સેવૈયા બનાવતા હતા. હવે ઘરે ક્યારેય ગળ્યું નહીં બનાવું. દિવાળી આવવાની છે. ચારે બાજુ રોશની હશે, પણ તેના વિના મારા ઘર અને જીવનમાં અંધારું થઈ ચૂક્યું છે. મહોલ્લામાં સૌથી સારી રોશની મારા ઘરની થતી હતી.
આ ઘર તેણે જ બનાવ્યું હતું. આ કેવું બનશે, દીવાલો પર કયો રંગ હશે. ઘરનો સામાન ક્યાંથી આવશે, બધું તેણે જ નક્કી કર્યું હતું. તહેવારો પર ઘર સજાવવાને લઈને તો તેની ઊંઘ ઊડી જતી હતી. ભલે, તે મારા ઘરમાં સૌથી નાનો હતો, પણ સમજમાં સૌથી મોટો હતો. આખું ઘર તે જ મેનેજ કરતો હતો.
હું અહીં દરવાજા પર બેસી રહું છું. લાગે છે કે તે હમણાં ખભા પર બેગ લટકાવીને આવશે. અહીં બેગ મૂકશે, સવારે ત્યાં બ્રશ કરશે, અહીં બેસીને જમશે. અમે એટલા દુઃખી છીએ કે હવેથી કોઈ તહેવાર નહીં મનાવીએ. ન જિતિયા (યુપી, બિહાર, ઝારખંડ તરફ ઉજવાતો તહેવાર), ન નવરાત્રી, ન દિવાળી, ન છઠ્ઠ. આ વખતે જ નહીં, ક્યારેય નહીં. હવે તો ભગવાન પરથી પણ ભરોસો ઊઠી ગયો છે. તેની કોઈ ભૂલ હોત તો મનને મનાવી પણ કરી લેત, પણ તેણે કંઈ ખોટું નહોતું કર્યું.
મારા પતિ રેલવેમાંથી રિટાયર થયા છે. અમારા નાના ખુશહાલ પરિવારને ખબર નહીં કોની નજર લાગી ગઈ. આ ઘરમાં હવે ક્યારેય અજવાળું નહીં થાય. દીકરાએ ગરીબ સમજીને છોકરી સાથે લગ્ન કર્યા, પણ તેણે મારો દીવો બુઝાવી દીધો!

(સુશીલા દેવીએ પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા છે.)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















