- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Mohanlal From Gaya Witnesses His Own Funeral To Escape Debt
સંડે જઝબાતઃ ઠાઠડીમાં સૂતેલા મોહનલાલ અચાનક ઊભા થયા:લોકોની આંખો પહોળી થઈ ગઈ, કહ્યું- મારા મર્યા પછી બધા શું કહે છે એ સાંભળવું હતું
- કૉપી લિંક

મારું નામ મોહનલાલ છે. બિહારના ગયાજીના પોચી ગામનો રહેવાસી છું. વિશ્વમાં કદાચ એકમાત્ર એવો માણસ છું, જેણે જીવતેજીવ પોતાની શબયાત્રા જોઈ. આ વાત અમુક નજીકના લોકોને જ ખબર હતી. મરવાનું આ બધું નાટક કોઈ ખાસ કારણસર કરવામાં આવ્યું હતું.
મારા સાથી લોકોએ દરેક તૈયારી એવી જ કરી હતી, જેવી કે કોઈની શબયાત્રા પર કરવામાં આવે છે. દરેક વિધિ નિભાવવામાં આવી. શબયાત્રા કાઢતા પહેલાં નવડાવવું, લાકડાની ઠાઠડી પર સુવડાવવું, ફૂલમાળાઓ ચઢાવવી, કફન અને પીતાંબરી ચઢાવવા વગેરે. જે લોકો નહોતા જાણતા કે આ બધું નાટક થઈ રહ્યું છે, તેઓ ખૂબ રડી રહ્યા હતા. જેમ જેમ લોકોને ખબર પડી રહી હતી કે મારું મૃત્યુ થઈ ગયું છે, તેઓ મારા ઘરે એકઠા થવા લાગ્યા.
સ્મશાન ભૂમિ લઈ જવા પહેલાં શબયાત્રાની પૂરી તૈયારી થઈ ચૂકી હતી. મેં જાતે શ્વાસ રોકી લીધો અને શબ બનીને ઠાઠડી પર સૂઈ ગયો. કફનમાં લપેટાયેલો માત્ર મારો ચહેરો દેખાઈ રહ્યો હતો. નાક પર રૂના પૂમડાં ફસાવી દેવાયા હતા. શબ ફૂલોથી લદાયેલું હતું. સાચે જ મને શ્વાસ આવવાનું બંધ થઈ ગયું. મારા નજીકના લોકો સિવાય કોઈ સત્ય નહોતું જાણતું.

તમામ વિધિ પછી શબયાત્રા શરૂ થઈ. આગળ-પાછળ લોકો બોલી રહ્યા હતા- રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. મારા અચેતન શરીરમાં કોઈ હલનચલન નહોતી. અંદાજ પણ નહોતો લગાવી શકાતો કે જીવતો છું. રામ નામ સત્ય કરનારાઓથી આગળ વાજાવાળા હતા. ધામધૂમથી શબયાત્રા કાઢવામાં આવી રહી હતી. લોકો કદાચ આ શબયાત્રાને હંમેશા યાદ રાખશે. જ્યારે શબને સ્મશાન ભૂમિમાં લઈ જઈને મૂકી દેવામાં આવ્યું અને બેન્ડ વાજાનો શોર ખતમ થઈ ગયો, તો સંભળાવા લાગ્યું કે લોકો શું-શું વાતો કરી રહ્યા છે. તેઓ બોલી રહ્યા હતા કે મોહન બાબુ આ ગામ માટે જે કરી ગયા, તેવું કોઈ નથી કરી શકતું. કેટલાક લોકો રુદન કરતા વાતો કરી રહ્યા હતા કે અરે હમણાં તો ઠીક હતા, અચાનક કેવી રીતે મરી ગયા. કેટલાક અવાજો મારા કાનોમાં આવ્યા કે બાળકો નથી આવ્યા શું. કોઈ બોલી રહ્યું હતું કે ભલા માણસ હતા.
વિચારી રહ્યો હતો કે જો સાચેમાં મરી ગયો હોત તો આ બધું મને અહીં છોડીને પોત-પોતાના ઘરે ચાલ્યા જાત. મૃત શરીર અહીં એકલું સળગી રહ્યું હોત. આનો અર્થ છે કે પૃથ્વી પર રહેનારા પોતાના લોકો બસ સ્મશાન સુધી સાથે હોય છે. આગળની સફર એકલા નક્કી કરવાની હોય છે.
સત્ય કહું તો જોવા માંગતો હતો કે અંતિમ સમય કેવો હોય છે, શું લાગે છે, લોકો શું બોલે છે. આનંદ પણ આવી રહ્યો હતો કે આખરે દુનિયાના ઝઘડાઓ, મોહ, માયા, કપટની દુનિયાથી દૂર નવી દુનિયામાં જઈ રહ્યો છું. પરિવારના કષ્ટોમાંથી છુટકારો મળી રહ્યો છે. આરામ અનુભવી રહ્યો હતો.
શબ બનેલો પડ્યો હતો. આંખો ખોલીને તો જોઈ નહોતો શકતો, પરંતુ જ્યારે બાળવાનો વારો આવ્યો તો હું ઊભો થઈ ગયો. ત્યાં હાજર લોકો હક્કા-બક્કા રહી ગયા. તેમના મોબાઇલ ઓન થઈ ગયા, તેઓ વીડિયો બનાવવા લાગ્યા. તેના પછી બધાને જણાવ્યું કે આ બધું કેમ કરવામાં આવ્યું. મેં જણાવ્યું કે જોવા માંગતો હતો કે મારી શબયાત્રામાં કેટલા લોકો આવે છે. બીજું, એ પણ ઈચ્છતો હતો કે તે સ્મશાન ઘાટનું ઉદ્ઘાટન મારા જ શબથી થાય.
બહુ ખુશ છું કે મેં જીવતેજીવ મારી શબયાત્રા જોઈ, જે કોઈ નથી જોઈ શકતું. તેના પછી જીવન તો સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યું છે. હવે કોશિશ કરી રહ્યો છું કે મારાથી કોઈ ભૂલ ન થાય. લોકો અંતિમ સમયમાં એવી જ વાતો કરે છે, તે જ વાતો કરે છે, જેવું આપણે જીવન જીવ્યું હોય છે. હું હવે શાંતિથી રહેવા માંગુ છું.
આ તમામ પ્રકારના કામોની પ્રેરણા દશરથ માંઝી છે. જો તે પહાડ કાપી શકે છે, તો હું સમાજ માટે નાના-મોટા કામ તો કરી શકું છું. નિઃશંક, માંઝીએ પત્ની માટે પહાડ કાપ્યો હતો, પરંતુ સમાજ માટે પણ બલિદાન આપી શકાય છે. ગૌતમ બુદ્ધની ધરતી પર તેમની પાસેથી આ પ્રેરણા લઉં છું કે પરિવારનો ત્યાગ કરીને સમાજ માટે જીવાય છે.

ઇન્ટરમીડિએટનો અભ્યાસ કર્યા પછી વર્ષ 1971માં વાયુસેનામાં ભરતી થઈ ગયો હતો. 21 વર્ષની નોકરી પછી વોરંટ અધિકારીના પદથી વીઆરએસ લીધું. ગામમાં એક કોચિંગ સેન્ટર ચલાવવાનું શરૂ કર્યું, જેમાં બાળકોને આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, સીઆરપીએફ માટે કોચિંગ આપવાનું શરૂ કર્યું. ઘણા બાળકો સિલેક્ટ પણ થયા, પરંતુ કોવિડમાં કોચિંગ સેન્ટર બંધ કરવું પડ્યું.
માતા-પિતા તો ઘણા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા. આ જ વચ્ચે મારી પત્ની પણ 11 ઑગસ્ટ વર્ષ 2011ના રોજ છોડી ગઈ. પત્ની તો કરોડોમાં એક હતી. ખૂબ પ્રેમ કરતી હતી મને. તેના મૃત્યુના સમયે મારા બાળકો મોટા થઈ ચૂક્યા હતા. મારે બે દીકરા અને એક દીકરી છે. એક દીકરો ડૉક્ટર અને એક એન્જિનિયર છે. બધાના લગ્ન થઈ ચૂક્યા છે.
પાંચ-છ વર્ષથી મારા પોતાના મોટા દીકરા સાથે વાતચીત બંધ છે. તે કોલકાતામાં એમબીબીએસ ડૉક્ટર છે, જ્યાં તેણે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. બાકી બે બાળકો સાથે પણ નામ માત્ર વાત થાય છે.
આ રીતે બાળકો પોત-પોતાની દુનિયામાં સેટલ છે. તેમને ડિસ્ટર્બ કરવા નહોતો માંગતો. તેઓ સામાજિક કામો પર પૈસા ખર્ચ કરવા પર મને ટોકતા હતા. મેં પણ તેમને કહી દીધું કે તમારા લોકોને ડૉક્ટર, એન્જિનિયર બનાવી દીધા છે, હવે પોતાના ખર્ચા જાતે ઉઠાવો અને મારા પૈસા મને મારી ઈચ્છાથી ખર્ચ કરવા દો. તેઓ હવે ન તો મને કોઈ સલાહ આપે છે, ન કોઈ વિચાર. હું તેમની કોઈ સલાહ માનતો પણ નથી. તેમણે પણ કહી દીધું કે જે મનમાં આવે તે કરો. તેથી સમાજ સાથે જોડાવા સિવાય મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો.

બસ પરિવારનો રુખ જોઈને મેં પોતાને એટલો વ્યસ્ત કરી લીધો કે મારી પાસે ફુરસદ નથી હોતી. મારી પાસે ડિપ્રેશન માટે સમય નથી. એવું નથી કે મારી પાસે કારણ નહોતા ડિપ્રેશનના, પરંતુ મેં બધા સુખ, દુઃખ સહન કર્યા અને જુસ્સો જાળવી રાખ્યો.
પત્નીના ગયા પછી એકલતા પણ અનુભવવા લાગી. પરંતુ મેં પોતાને સંભાળવાનું એકમાત્ર સાધન બનાવ્યું કામને. દરેક કામ તેની યાદમાં કરવાનું શરૂ કરી દીધું. પોતાના પૈસા લગાવીને જીવન જ્યોતિ નામથી એક હૉસ્પિટલ ખોલી, જે પોતાની પત્નીને સમર્પિત કરી. હૉસ્પિટલ બનવામાં મારા 50 લાખ રૂપિયાથી વધારે લાગી ગયા. આથી પરિવારનો સાથ ન મળવો જ મારા સામાજિક કામો તરફ વળવાનું કારણ બન્યું.
આમ જ એક વાર વિચાર્યું કે કેમ ન અહીંના સ્મશાન ભૂમિને મુક્તિધામમાં બદલી દઈએ. જોતો હતો કે અહીં લોકો વરસાદમાં શબ બાળવા માટે કલાકો રાહ જોતા હોય છે કે ક્યારે વરસાદ બંધ થાય અને અંતિમ સંસ્કાર કરે. કંઈ પણ નહોતું અહીં. કેટલાક લોકોની મદદથી પોતાના આઠ લાખ રૂપિયા લગાવીને અહીંની સ્મશાન ભૂમિને મુક્તિધામમાં બદલી દીધી. ધીમે ધીમે તેને સુંદર બનાવી રહ્યો છું. અહીં ઝાડ-પાન લગાવવામાં આવી રહ્યા છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્મશાન બન્યા પછી દેશ-વિદેશમાં મશહૂર થઈ ગયું છે. ઘણી જગ્યાઓથી ફોન આવી રહ્યા છે. (ભારતીય સેનામાં વોરંટ અધિકારીના પદથી વીઆરએસ લેનારા મોહનલાલે પોતાની આ લાગણીઓ ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કરી છે.)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















