- Gujarati News
- Bhaskar khaas
- Ram vanvas yatra
- Built A Cottage On Kamadagiri, Bharata Ruled By Placing Rama On The Charanpaduka Throne.
ચિત્રકૂટમાં રામ-ભરત મિલાપ:કામદગિરિ પર કુટિર બનાવી વસ્યા, ભરતે રામની ચરણપાદુકા સિંહાસન પર મૂકી શાસન ચલાવ્યું
- કૉપી લિંક

ક્યાંઃ ચિત્રકૂટ, મંદાકિની નદીના કિનારે વસેલું છે. તે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર છે.
ઉંમરઃ રામ વનવાસ પછી સૌથી પહેલાં અહીં જ વસ્યા. તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી. તેઓ અહીં 3થી 4 મહિના રહ્યા.
શું કર્યુંઃ અહીં લક્ષ્મણે કામદ ગિરિ પર કુટિર બનાવી, જ્યાં રામ, સીતા અને લક્ષ્મણ રહેતાં હતાં. અહીં રામનો મોટાભાગનો સમય સાધુ-સંતોને મળવામાં પસાર થયો. રામને શોધતાં શોધતાં ભરત અયોધ્યાવાસીઓની સાથે અહીં આવ્યા હતા. રામ-ભરત મિલાપ અહીં થયો હતો. અહીં રામને દશરથના મૃત્યુના સમાચાર મળ્યા, તેમણે સીતા અને લક્ષ્મણની સાથે દશરથનું શ્રાદ્ધકર્મ કર્યું. ભરત અને સમગ્ર અયોધ્યાવાસીઓ 2થી 3 દિવસ અહીં રહ્યા હતા. તેઓ રામને પાછા લઈ જવા માગતા હતા, રામ માન્યા નહીં તો ભરતે તેમની ચરણપાદુકા લઈ લીધી. જેને સિંહાસન પર મૂકીને તેમણે અયોધ્યાનું શાસન ચલાવ્યું. ભરતના પરત ફર્યાના થોડા દિવસ બાદ શ્રીરામ, સીતા અને લક્ષ્મણ અહીંથી આગળ નીકળી ગયાં, કારણ કે રામને આશંકા હતી કે અયોધ્યાથી નજીક હોવાના કારણે ભરત વારંવાર અહીં આવતા રહેશે.
- વાલ્મીકિ રામાયણ પ્રમાણે
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















