Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

રામજન્મભૂમિનો ઈતિહાસ
રામમંદિરને તોડીને મસ્જિદ કોણે બનાવી?:ક્યારે શરૂ થયો વિવાદ અને કેવી રીતે બન્યું રામમંદિર...જાણો મંદિર વિવાદનું સંપૂર્ણ સત્ય

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

અયોધ્યાનું ભવ્ય રામમંદિર આજે દરેકના હોઠે છે. પરંતુ શું છે આ મંદિર સાથે જોડાયેલો 500 વર્ષ જૂનો વિવાદ?

.

અયોધ્યા બનવાથી લઈને પૂજા-નમાજને લઈને ઝઘડા અને પછી રામમંદિરના નિર્માણની કહાની શું છે?

ભાસ્કરની ખાસ સિરીઝ રામજન્મભૂમિના ઈતિહાસમાં જાણીએ રામરાજ્યથી લઈને રામમંદિર સુધીની સમગ્ર સફર...

ઈતિહાસકાર કહે છે અયોધ્યા 3000 વર્ષ જૂનું...વૈદિક જાણકારો અનુસાર આ ગણતરી ખોટી છે વેદ-પુરાણ, ઉપનિષદ અને વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાનો ઉલ્લેખ છે, પરંતુ આ ગ્રંથોના આધારે અયોધ્યાની ઉંમર ગણવી અસંભવ લાગે છે. ઈતિહાસકાર એ.એલ. બશમ અનુસાર, ઋગ્વેદ જેમાં સરયૂનો ઉલ્લેખ છે તે લગભગ 3500 વર્ષ પહેલાં સંકલિત કરવામાં આવ્યો હતો. જ્યારે અયોધ્યાનો ઉલ્લેખ જે અથર્વવેદમાં મળે છે, તેનું સંકલન 3000 વર્ષ પહેલાં પૂરું થયું છે.

આ કારણે કેટલાક ઈતિહાસકારો તર્ક આપે છે કે અયોધ્યાની ઉંમર અથર્વવેદ જેટલી જ હશે. ડો. યાકોબી મેક્ડોનાલ્ડથી લઈને મોનિયર વિલિયમ્સ જેવા ઈતિહાસકાર પણ માને છે કે રામનો જન્મ આજથી 2500થી 3000 વર્ષ પહેલાં થયો છે.

જોકે વેદો અને પુરાણોના હિસાબે ગણતરી કરનારા તેનાથી સહમત નથી. એવું માનવામાં આવે છે કે વેદોનું અસ્તિત્વ તેમના સંકલનના ઘણા સમય પહેલાંથી છે અને તે શ્રુતિ પરંપરાથી ચાલતું આવ્યું છે. એટલે કે તેને લખવાની જગ્યાએ બોલીને આવનારી પેઢીને શિખવાડવામાં આવતું હતું. શ્રુતિ પરંપરામાં અયોધ્યાનો ઉલ્લેખ અથર્વવેદના સંકલનના ઘણા સમય પહેલાં કરવામાં આવ્યો હતો અને તેથી તેનું અસ્તિત્વ પણ આના ઘણા પહેલાં હતું.

ઉજ્જૈનના વિક્રમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ બી.કે શર્મા કહે છે કે રામનો જન્મ ત્રેતાયુગની શરૂઆતમાં થયો હતો. દરેક યુગનો સમય ઉમેરો તો રામનો જન્મ લગભગ 8.70 લાખ વર્ષ પહેલાં થયો હશે.

હવે જુઓ ઐતિહાસિક દસ્તાવેજોમાં અયોધ્યાનો ક્યાં ઉલ્લેખ મળે છે...

રામનો જન્મ અને અવતાર પર ઈતિહાસ મૌન છે.

જુઓ, શું છે પૌરાણિક માન્યતાઓમાં રામની કથા...

રામના રાજા બનવા પછી...

રામના રાજા બનવા પછી, અયોધ્યા લાંબા સમય સુધી નાના રાજાઓ વચ્ચેની ખેંચતાણમાં ફસાયેલી રહી. અયોધ્યાનો ઉલ્લેખ કુશાણ વંશથી લઈને ગુપ્ત વંશ સુધી ઘણી વખત કરવામાં આવ્યો છે, પરંતુ તે પછી સત્તાનું કેન્દ્ર ધીરે ધીરે અહીંથી ખસી રહ્યું હતું.

દિલ્હી સલ્તનતના ઉદય સાથે, અયોધ્યા સહિત અવધનો સમગ્ર વિસ્તાર મોટાભાગે સલ્તનત હેઠળ રહ્યો.

રામમંદિરને તોડીને મસ્જિદ કોણે બનાવી, તેનો સ્પષ્ટ જવાબ કોઈ ઈતિહાસમાં નથી મળતો

મસ્જિદના નિર્માણનાં 300 વર્ષ પછી પહેલી લડાઈ

મસ્જિદ બન્યાના લગભગ 300 વર્ષ પછી અયોધ્યામાં પહેલીવાર હિંદુ-મુસ્લિમ ઝઘડા શરૂ થયા હતા. 1855માં મુસ્લિમ પક્ષ દ્વારા હનુમાનગઢી પર દાવો કરવામાં આવ્યો હતો.

રામમંદિર પર રાજનીતિ આઝાદી પછી શરૂ થઈ

1950માં રામમંદિરની લડાઈ ફરીથી કોર્ટ પહોંચી. આ વખતે ખાસ એ હતું કે પહેલી વખત રામ જન્મસ્થળના માલિકી હકને લઈને બંને પક્ષે અરજી દાખલ કરી હતી.

મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના રોજ થયું હતું અને 2024માં ગર્ભગૃહ તૈયાર થયું. 27 વર્ષથી ટેન્ટમાં રહેતા રામલલ્લાને આખરે તેમનું ભવ્ય મંદિર મળ્યું…

વિશેષ આગ્રહ: દિવ્ય ભાસ્કરના આ સમાચારને તમારા પરિવાર, પ્રિયજનો અને સોશિયલ ગ્રૂપમાં શેર કરો. રામમંદિરના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો- રામમંદિર વિશેષ

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links