Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરીઃ કોલેજમાં મોબાઈલ કવર વેચતો, હવે 5 કરોડનો બિઝનેસ:મિત્રો પાસેથી ઉછીના લઈ એક લાખ ભેગા કર્યા અને સ્પોર્ટ્સ ઇવેન્ટ કંપની શરૂ કરી; ટીમમાં 250 લોકો

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

'મારા કોલેજના દિવસોની વાત છે. ગ્રેજ્યુએશનમાં હતો. નાનપણથી જ મને રમતગમતમાં ખૂબ જ રસ હતો. એકવાર કોલેજમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ યોજાઈ. રમત શરૂ થાય એ પહેલાં એવું લાગતું હતું કે બધું ખૂબ સારું થશે, મજા આવશે, પરંતુ જ્યારે રમત શરૂ થઈ ત્યારે હું વિચારવા લાગ્યો- જ

.

જોકે એ સમયે એવું વિચાર્યું નહોતું કે એક દિવસ એ કંપની બની જશે અને 5 કરોડ રૂપિયાથી વધુનો વાર્ષિક બિઝનેસ કરવા લાગશે.

નોઈડાની એક ઓફિસમાં અભિદેવ ચક્રવર્તી પોતાની હથેળીમાં ફૂટબોલ ફેરવતા એ દિવસોની આ વાતો ફરી કહી રહ્યા છે. અભિદેવ ‘AAA સ્પોર્ટ્સ’ કંપનીના ફાઉન્ડર છે.

AAA સ્પોર્ટ્સ ક્રિએશન કંપનીના ફાઉન્ડર અભિદેવ ચક્રવર્તી કોલકાતાના રહેવાસી છે.
AAA સ્પોર્ટ્સ ક્રિએશન કંપનીના ફાઉન્ડર અભિદેવ ચક્રવર્તી કોલકાતાના રહેવાસી છે.

અભિદેવની ઓફિસની દીવાલો પર હોકી ખેલાડીઓના પોસ્ટર લાગેલા છે. જોકે હજુ સુધી હું તેમની કંપનીના કામને સીધી રીતે સમજી શક્યો નથી. હું મનમાં વિચારી રહ્યો છું કે અભિદેવ સ્પોર્ટ્સમાં એવું શું કરે છે કે તે વાર્ષિક કરોડોનો બિઝનેસ કરી રહ્યા છે.

અભિદેવ તેના લેપટોપ પર એક વીડિયો બતાવે છે, જેમાં ગેમની દરેક મોમેન્ટના શોટ્સ છે. રમતના મેદાનમાં બેનરો લગાવવાથી માંડીને લોખંડ કટિંગ મશીન સુધી….

અભિદેવ કહે, ‘અમે આ જ તો કરીએ છીએ. કોઈપણ રમતનું મેદાન કેવું દેખાશે? એની ચમક-ધમક કેવી હશે? રમત જોવા આવતા લોકો કયા ગેટથી એન્ટ્રી કરશે?

રમત જોયા પછી દર્શકો કયા ગેટથી જશે? છગ્ગા-ચોગ્ગા પર કયું સંગીત વાગશે? કેવા પ્રકારની લાઈટો લગાવવામાં આવશે? સ્પોન્સરનાં બેનરો જે ગ્રાઉન્ડ પર લગાવવામાં આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે એની સ્થિતિ શું હશે?

એક આખી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ટીમ આ માટે કામ કરે છે. અમારી કંપની આમાંથી અમુક કામ કરે છે. આજકાલ, લગ્ન માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ જે રીતે છે એવો જ અમારો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ બિઝનેસ છે.

સ્ટેડિયમમાં બેનરો લગાવવાથી લઈને લાઈટ એન્ડ સાઉન્ડ... આ બધું કામ અભિદેવની કંપની કરે છે.
સ્ટેડિયમમાં બેનરો લગાવવાથી લઈને લાઈટ એન્ડ સાઉન્ડ... આ બધું કામ અભિદેવની કંપની કરે છે.

અભિદેવની આખી ટીમ હાલમાં દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારી રમતની તૈયારી માટે ગઈ છે. ઓફિસમાં કેટલાક સ્ટાફ છે. તેઓ બંગાળીમાં પણ વાત કરે છે.

કહે છે, 'હું કોલકાતાનો છું. ત્યાંથી ગ્રેજ્યુએશન સુધીનો મારો અભ્યાસ પૂરો કર્યો. મારા પહેલાં પરિવારમાં કોઈએ કોઈ બિઝનેસ કર્યો નહોતો. મારી શરૂઆત વિશે પણ એક રસપ્રદ કિસ્સો છે.

2004-05ની વાત છે. એ સમયે બજારમાં કીપેડ મોબાઈલ આવી ગયા હતા. મારા પિતાએ મને ખર્ચ માટે આપેલા પૈસામાંથી હું દરરોજ થોડાક રૂપિયા બચાવતો હતો. લગભગ એક હજાર રૂપિયા ભેગા થયા.

મેં જથ્થાબંધ મોબાઈલ ફોનના કવર ખરીદીને વેચવાનું શરૂ કર્યું. પરિવારના સભ્યોને ઘણા મહિનાઓ સુધી આ વાતની ખબર ન હતી. એક દિવસ માને ખબર પડી. પરિવારજનો ગુસ્સો થયા અને કહ્યું- ભણવાની ઉંમરમાં આ બધું કરી રહ્યો છે. કોઈ માનશે નહીં, આ એક હજારથી મેં 6.5 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. નફો લગભગ 1.5 લાખ રૂપિયા થયો હતો.

અભિદેવની કેટલીક જૂની તસવીરો. શરૂઆતમાં તેઓ પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગનું કામ કરતા હતા.
અભિદેવની કેટલીક જૂની તસવીરો. શરૂઆતમાં તેઓ પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગનું કામ કરતા હતા.

તો પછી કોલકાતાથી દિલ્હી કેવી રીતે…?

‘એ દરમિયાન પિતાની બદલી દિલ્હીમાં થઈ અને મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હવે મને લાગ્યું કે મારે કોલકાતામાંથી બહાર નીકળવું જોઈએ. હું દિલ્હી આવ્યો. પ્રાઈવેટ યુનિવર્સિટીમાંથી માસ્ટરમાં એડમિશન લીધું.

મિડલ ક્લાસ ફેમિલી. મારા મનમાં હંમેશાં આ વિચાર આવતો હતો કે મારે ભણ્યા પછી નોકરી કરવી છે, પરંતુ હું વિવિધ પ્રકારના બિઝનેસ અજમાવતો રહ્યો. તમને એક ઘટના કહું. એક સમયે સીડી-ડીવીડી કેસેટનું ચલણ હતું. હું એને ખરીદતો હતો અને લોકોને ભાડે આપતો હતો.

આ કહેતાં અભિદેવ હસી પડે છે. તેમણે કહ્યું, 'કોલેજમાંથી પાસ આઉટ થતાં જ મેં વિચાર્યું કે હું માર્કેટિંગ અને ડિઝાઇનિંગનું થોડું કામ કરીશ. રમતગમત વિશે તો વિચાર્યું પણ નહોતું. મેં મારા પિતાને કહ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા. કહ્યું- પહેલા ત્રણ જોબ ઑફર લેટર લાવો, પછી પોતાનો બિઝનેસ શરૂ કરો.

મને એક-બે મહિનામાં 3 ઑફર લેટર્સ મળ્યા. જ્યારે હું બિઝનેસની વાત કરતો ત્યારે મારા મિત્રો મારી મજાક ઉડાવતા. તેઓ કહેતા - પોતાની કારકિર્દી બરબાદ કરી રહ્યો છે. ખબર નહીં કોણ આવી સારી ત્રણ નોકરીને લાત મારે છે.

અભિદેવની ટીમ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાનારી કોઈપણ ઇવેન્ટ માટે સંપૂર્ણ તૈયારીઓ કરે છે.
અભિદેવની ટીમ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાનારી કોઈપણ ઇવેન્ટ માટે સંપૂર્ણ તૈયારીઓ કરે છે.

…તો તમે બિઝનેસ શરૂ કર્યો?

'એ 2009નું વર્ષ હતું. મેં મારી પોતાની ડિઝાઇન કંપની શરૂ કરી. તમે માનશો નહીં. મારી પાસે કંપની રજિસ્ટર કરાવવા માટે પણ પૈસા નહોતા. એક લાખ રૂપિયાની જરૂર હતી. મિત્રો પાસેથી ઉધાર લેવા પડ્યા.

શરૂઆતમાં કોઈ વ્યક્તિ પ્રિન્ટ કરાવવા અથવા ડિઝાઇન માટે કેટલાંક સેમ્પલ આપતા હતા. આ પ્રકારનું કામ કરતો હતો. માંડ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાનો બિઝનેસ થયો.

2012-13 પછી સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં વધુ જોડાવા લાગ્યો. એક ટુર્નામેન્ટ હતી. મેં કોલેજમાં મેનેજમેન્ટનું કામ કર્યું હતું. આ ટુર્નામેન્ટ માટે ટેન્ડર ભર્યું. સેમ્પલ તરીકે પોલ પર લાઈટ લગાવવાની હતી. મેં લગાવી દીધી. ટીમને કામકાજ ગમ્યું. તેમણે મને આ કામ આપી દીધું.

આ કામ લગભગ લાખ, સવા લાખ રૂપિયાનું હતું. એ સમયે મારા માટે બહુ મોટી વાત હતી. એ પછી મને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટનું કામ મળવા લાગ્યું. મેં બ્રાન્ડિંગ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો હતો, તેથી રમતના મેદાનની બાબતોને સમજવામાં કોઈ સમસ્યા નહોતી.

અભિદેવની સાથે તેના કો-ફાઉન્ડર વસીમ પણ છે. વસીમ બિહારના ભાગલપુરના રહેવાસી છે.
અભિદેવની સાથે તેના કો-ફાઉન્ડર વસીમ પણ છે. વસીમ બિહારના ભાગલપુરના રહેવાસી છે.

અભિદેવ કહે છે, 'આમાં સૌથી મોટો પડકાર ડેડલાઈનનો હોય છે. ધારો કે મેચ સાંજે 4 વાગ્યે શરૂ થવાની છે. જો ટેલિકાસ્ટ થવાનું હોય તો એ જ સમયે થશે. એક સેકન્ડ પણ આમ તેમ નહીં ચાલે.

એ પહેલાં અમારે બધું કામ પૂરું કરવું પડશે. જો કોઈ રમતમાં કોઈ ખામીઓ હશે તો તમને હવેથી ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ નહીં મળે. હું આ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી છું, પરંતુ આજ સુધી હું કોઈપણ પ્રોજેક્ટમાં ડેડલાઈનને ફેલ કરી શક્યો નથી.

એક વખત આસામમાં ‘ખેલો ઈન્ડિયા’ની રમત ચાલી રહી હતી. આ પ્રોજેક્ટ એક અઠવાડિયામાં પૂરો કરવાનો હતો, પરંતુ વિસ્તાર વધારવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર વિસ્તાર પણ એક જ સપ્તાહમાં પૂર્ણ કરવાનો હતો.

અચાનક દિલ્હીથી બે ડઝન કામદારોને ફ્લાઇટ દ્વારા આસામ બોલાવવા પડ્યા, કારણ કે ત્યાં ડેડલાઈનનો સવાલ હતો. આ રીતે જ આ ઈન્ડસ્ટ્રીમાં કામ મળે છે. માઉથ પબ્લિસિટી દ્વારા. એક ઇવેન્ટમાં સારું કામ કરવાથી 4 ઇવેન્ટમાં ભાગ લેવાની અને ટેન્ડર ભરવાની તક મળે છે.

તસવીરમાં અભિદેવ તેમની પત્ની મંજીરા ચક્રવર્તી સાથે. તેમની માતાને કેન્સર હોવાનું નિદાન થતાં બંનેએ 2016માં લગ્ન કરી લીધાં હતાં.
તસવીરમાં અભિદેવ તેમની પત્ની મંજીરા ચક્રવર્તી સાથે. તેમની માતાને કેન્સર હોવાનું નિદાન થતાં બંનેએ 2016માં લગ્ન કરી લીધાં હતાં.

વાતચીતની વચ્ચે જ અભિદેવનો ફોન રણક્યો. તેમનાં પત્ની ફોન કરી રહ્યાં છે. થોડા સમય પછી ફોન હેંગ અપ કરતી વખતે, અભિદેવ કહે છે, 'અમારાં લગ્ન 2016માં થયાં હતાં. આ વર્ષે મારી માતાને સ્ટેજ-4 કેન્સર હોવાનું નિદાન થયું હતું. એક તરફ અમને ધીમે ધીમે સ્પોર્ટસમાં પ્રોજેક્ટ મળવા લાગ્યા અને બીજી તરફ, કેન્સર….

પ્રોજેક્ટ વચ્ચે મારે મારી માતાને કીમો માટે લઈ જવું પડતાં હતાં. એ પણ જાણતો હતો કે તેઓ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે નહીં. તેમણે મને કહ્યું કે તે મારા લગ્ન જોવા માગે છે.

અમારે ઉતાવળમાં બધું જ પ્લાન કરવું પડ્યું. લગ્ન પછી લોકો હનિમૂન માટે જાય છે. બીજા દિવસે હું મારી માતા સાથે હોસ્પિટલમાં હતો. એને એક સંયોગ કહો કે તેના દસમા દિવસે જ નિધન થયું. એ જ દિવસે અમારે એક સ્પોર્ટ્સ ઈવેન્ટનો પ્રોજેક્ટ પણ પૂરો કરવાનો હતો. અહીં જે પણ થશે, રમત સમયપત્રક મુજબ જ થાય છે.

હાલમાં 250થી વધુ લોકો અભિદેવ સાથે કામ કરી રહ્યા છે. અભિદેવ કહે છે, 'મારો વ્યવસાય માત્ર પૈસા કમાવવાનો નથી. લોકોને કામ આપવાનું પણ છે. મને યાદ છે - કેટલાક લોકો એવા છે, જેઓ એક સમયે મારી સાથે 200 રૂપિયાના દૈનિક વેતન પર કામ કરતા હતા. આજે તેઓ 10-20 લાખ રૂપિયાનું કામ કરી રહ્યા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links