Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરી: ધૂપ-કપૂર વેચીને ₹3 કરોડનો બિઝનેસ:4 વર્ષની હતી ત્યારે પિતાનું નિધન થયું; 10 હજાર રૂપિયાના રોકાણથી કંપની શરૂ કરી હતી

2 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

વર્ષ 1989ની વાત છે. અમે કોલકાતામાં હતા. તે સમયે મારી ઉંમર લગભગ 4 વર્ષ હશે. બે બહેનો, માતા અને પિતા, ઘરમાં બધું બરાબર ચાલતું હતું, પછી એક દિવસ પિતાને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું.

.

અમારી પાસે બે રેસ્ટોરન્ટ હતી, એક કોલકાતામાં અને બીજી બેંગલુરુમાં. બધું અટકી ગયું. બહેન મારાથી 7 વર્ષ મોટી છે. હવે ઘરની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે કમાવાવાળું કોઈ નહીં. માતા ગૃહિણી હતાં. તેમણે ક્યારેય કામ કર્યું ન હતું. મારા મામાનું ઘર દિલ્હીમાં હતું. અમે કોલકાતાથી દિલ્હી શિફ્ટ થયા. ઘર ચલાવવા માટે માતાએ સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું.

એરોમાથેરાપી નેચરલ પ્રોડક્ટ્સ બનાવતી કંપની 'નેતારા'ની કો-ફાઉન્ડર તારા મલ્હોત્રા શરૂઆતના દિવસોની વાતો કહેતાં જણાવી રહી છે. તેના ચહેરા પર ઉદાસીને બદલે ગંભીર ભાવ સાથે સ્મિત છે.

તારા કહે છે, ‘હું મારી માતા અને બહેન પાસેથી આ સંઘર્ષ શીખી છું. જો મેં 2019માં જોખમ લઈને આ કંપની શરૂ ન કરી હોત તો આજે હું કરોડો રૂપિયાની કંપની ચલાવી રહી ન હોત.

તારા મલ્હોત્રા બ્યુટી કેર અને એરોમાથેરાપી કેટેગરીમાં પ્રોડક્ટ બનાવતી 'નેતારા'ની કો-ફાઉન્ડર છે.
તારા મલ્હોત્રા બ્યુટી કેર અને એરોમાથેરાપી કેટેગરીમાં પ્રોડક્ટ બનાવતી 'નેતારા'ની કો-ફાઉન્ડર છે.

હું તારાને મળવા દિલ્હી નજીક આવેલા નોઈડાના સેક્ટર 57માં આવ્યો છું. આ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે. તારાની સાથે તેના પતિ અધીર અવસ્થી પણ છે.

જ્યારે પૂછવામાં આવ્યું તો, તારા કેટલીક પ્રોડક્ટ બતાવે છે અને કહે છે, 'અમે નેતારાની શરૂઆત બ્યુટી પ્રોડક્ટ્સથી કરી હતી, પરંતુ આજે અમે તેની સાથે એરોમાથેરાપી પ્રોડક્ટ્સ પણ બનાવી રહ્યા છીએ. હું સાબુ, શેમ્પૂ, અગરબત્તી, હવન સામગ્રી, એર ફ્રેશનર, કાર ફ્રેશનર, હોમ ડેકોર સહિત 35થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવું છું.

તારા મને તેનું પ્રોડક્શન યુનિટ બતાવી રહ્યાં છે. મહિલાઓ પેકેજિંગનું કામ કરી રહી છે. અલગ-અલગ સુગંધમાં ધૂપ કપ,પ્રોસેસ્ડ કપૂર પેક કરવામાં આવી રહી છે.

આ પૈકીની એક મહિલા અગાઉ તારાના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી. આજે તે આ કંપનીમાં સુપરવાઈઝર છે. તે પ્રોડક્શન યુનિટમાં કામ કરતી મહિલાઓની ટીમ લીડર છે.

પહેલાં તારા પોતાના ઘરે જાતે જ પ્રોડક્ટનું પેકેજિંગ કરતાં હતાં.
પહેલાં તારા પોતાના ઘરે જાતે જ પ્રોડક્ટનું પેકેજિંગ કરતાં હતાં.

તારા કહે છે, 'મારા માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે મેં આ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી છે. હવે તેઓ સ્કિલ્ડ છે. જો મારી માતા ભણેલાં ન હોત, ભણાવતાં ન હોત તો આજે અમે અહીં ન હોત.

આજે અમે 25થી વધુ લોકોને રોજગાર આપી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે મારી માતા જોબ કરતાં હતાં. તેમનાથી જ ઘરનો ખર્ચ ચાલતો હતો. આજે પણ તેઓ જોબ કરે છે.

ઘરની પરિસ્થિતિ એવી હતી કે માતા હંમેશાં ઈચ્છતાં હતી કે હું ભણું અને સારી નોકરી કરું. હિસ્ટ્રીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ માર્કેટિંગમાં MBA કર્યું. તે સમયે વોકેશનલ કોર્સનો ટ્રેન્ડ હતો.

ગ્રેજ્યુએશન કર્યા પછી તરત જ કામ કરવાનું શરૂ કર્યું. 15 વર્ષ સુધી વિવિધ કોર્પોરેટ હાઉસ સાથે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ક્ષેત્રમાં જોબ કરી.

આ તારાનો ફેમિલી ફોટો છે. આમાં તે તેની બહેન અને માતા સાથે છે.
આ તારાનો ફેમિલી ફોટો છે. આમાં તે તેની બહેન અને માતા સાથે છે.

તો પછી આ સાબુ-શેમ્પૂ, એરોમાથેરાપીનો બિઝનેસ કેવી રીતે…?

હું તારાને પૂછું છું...

તે હસીને કહે છે, ‘સ્કૂલમાં મીણબત્તી બનાવવાનો વર્કશોપ હતો. તે સમયે હું 11મા ધોરણમાં હતી. મેં 15,000 રૂપિયાની મીણબત્તીઓ પણ વેચી હતી, પરંતુ તે સમયે મને લાગ્યું ન હતું કે હું ક્યારેય આ બધું કરીશ. માતાએ તેમના જીવનમાં એટલા બધા પડકારો જોયા કે તેમને હંમેશાં જોખમથી ડર લાગતો હતો.

રોજ એ જ વાતો, એ જ જીવન... કોર્પોરેટ લાઈફમાં એક દાયકા સુધી કામ કર્યા પછી, તે મારા માટે કંટાળાજનક બની ગયું હતું. 2019ની વાત છે. કોઈ પ્રોડક્ટ બનાવવા માટે કેટલાક ફોર્મ્યુલેશન રિલેટેડ સર્ટિફિકેટ કોર્સ કર્યો.

જેમાં સાબુ-શેમ્પૂ અને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવાનું શિખવવામાં આવ્યું હતું. પછી મને સમજાયું કે આપણે જે સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ તેમાં પામ ઓઈલ જેવી હાનિકારક ચીજ પણ હોય છે. તેથી, મેં જાતે ઘરે સાબુ બનાવવાનું શરૂ કર્યું.

તારા ફ્રેગરન્સ અને સાબુ વિશે જણાવે છે.
તારા ફ્રેગરન્સ અને સાબુ વિશે જણાવે છે.

વિવિધ ફ્રેગરન્સમાં સાબુ મૂકવામાં આવ્યા છે. તારાના કહેવા મુજબ, તેમાં કોઈ કેમિકલ કે પામ ઓઈલ નથી.

તે કહે છે, ‘2020માં કોવિડને કારણે બધું બંધ થઈ ગયું હતું. લોકો માનસિક રીતે અસ્વસ્થ હતા. આ સમય દરમિયાન, એરોમાથેરાપી સેક્ટરમાં ગેપ દેખાયો. બજારના જેટલા પણ પ્લેયર્સ છે, તમામ પોટેશિયમ નાઈટ્રેટ અને પેરાબેનનો ઉપયોગ કરે છે.

અમે કુદરતી રીતે અગરબત્તીઓ બનાવવાનું શરૂ કર્યું. આ પછી, તેમણે વિવિધ સુગંધમાં એર ફ્રેશનર પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું.

જ્યારે સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર આવવા લાગ્યા, ત્યારે મેં મારે ત્યાં કામ કરતી બહેન (મેડ)ને મારી સાથે કામ કરવા કહ્યું. 2021માં, મેં મારી નોકરી છોડી દીધી અને કંપની સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગઈ.

2023માં, અધીરે બેંકિંગ ક્ષેત્રમાં તેની 18 વર્ષ જૂની જોબ છોડી દીધી અને તેની પત્નીની કંપની 'નેતારા' માં જોડાયા હતા.
2023માં, અધીરે બેંકિંગ ક્ષેત્રમાં તેની 18 વર્ષ જૂની જોબ છોડી દીધી અને તેની પત્નીની કંપની 'નેતારા' માં જોડાયા હતા.

તારાના પતિ અધીર અમારી વાતચીત સાંભળી રહ્યા છે. હું અધીરને તેમના વિશે પૂછું છું.

ફોટો બતાવતા અધીર કહે છે, 'હું થોડા મહિના પહેલાં જ કેન્સરમાંથી સાજો થયો છું.'

કેન્સર...? હું ચોંકીને પૂછું છું.

અધીર કહે છે, 'યોગાનુયોગ, જ્યારે 2023માં કંપનીના ઓર્ડર વધી રહ્યા હતા, ત્યારે તારાએ મને પણ તેમાં જોડાવા કહ્યું. ત્યાં સુધીમાં હું 18 વર્ષ સુધી બેન્કિંગ સેક્ટરમાં જોબ કરતો હતો. કંપની સ્ટેબલ થઈ ગઈ હતી, તેથી મેં જોડાવાનું નક્કી કર્યું.

હું કંપનીમાં જોડાયો તેના બીજા જ દિવસે મને કેન્સર હોવાનું નિદાન થયું. કેન્સર સ્ટેજ 3 હોજકિન લિમ્ફોમા હતું. તે સમયે અમારા માટે પોતાને સંભાળવા ખૂબ જ મુશ્કેલ હતું. અમે અમારી ટીમમાંથી કોઈને કહ્યું પણ નથી.

ખરેખરમાં, જિમ કરતી વખતે સ્લિપ ડિસ્ક થઈ ગઈ હતી. ગરદનમાં સોજો હતો. મેં વિચાર્યું કે તે સામાન્ય હશે. ડૉક્ટરે લક્ષણો જોઈને ટેસ્ટ કરાવવાની સલાહ આપી. જ્યારે રિપોર્ટ આવ્યો, બધું બદલાઈ ગયું.

આ અધીરનો ફેમિલી ફોટો છે અને તે કેન્સરથી પીડિત હતા ત્યારનો ફોટો છે.
આ અધીરનો ફેમિલી ફોટો છે અને તે કેન્સરથી પીડિત હતા ત્યારનો ફોટો છે.

અધીર આર્મી પરિવારમાંથી છે. તે કહે છે, '2000ની આસપાસ સેનામાં સેલરી પણ ઘણી ઓછી હતી. 12મા પછીથી જ જોબ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા કોટક મહિન્દ્રા બેંકમાં કામ કર્યું.

જ્યારે તારાએ એરોમાથેરાપી બ્યુટી સેગમેન્ટમાં બિઝનેસ પ્લાન બનાવ્યો ત્યારે તેમણે તેને આર્થિક રીતે માર્ગદર્શન આપ્યું. લાખોનું રોકાણ કરવા માટે અમારી પાસે પૂરતા પૈસા નહોતા. બજારમાં પ્રોડક્ટની શું માંગ હશે તે કહી શકાય નહીં.

યાદ છે- તારાએ તેની શરૂઆત માત્ર 10 હજાર રૂપિયાથી કરી હતી. પહેલા વર્ષમાં આ બિઝનેસ લગભગ 3 લાખ રૂપિયાનો થયો હતો. ધીમે-ધીમે પ્રોડક્ટની રેન્જ વધવાની સાથે અમારો ગ્રોથ પણ વધવા લાગ્યો હતો.

અમે B 2 C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમરમાં મહત્તમ બિઝનેસ કરી રહ્યા છીએ. હવે અમે B 2 B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસમાં ડીલ કરવાનું શરૂ કર્યું છે.

તારાની કંપનીમાં મોટાભાગની મહિલાઓ કામ કરે છે.
તારાની કંપનીમાં મોટાભાગની મહિલાઓ કામ કરે છે.

તારા કહે છે, ‘અમે સોશિયલ મીડિયા દ્વારા જ પ્રોડક્ટનું વેચાણ શરૂ કર્યું હતું. પછી કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને ઓનબોર્ડ કર્યા. હવે અમે તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર હાજર છીએ.

પહેલા દિવસે બે-ચાર ઓર્ડર આવતા હતા. આજે અમે મહિને અઢીથી ત્રણ હજાર ઓર્ડર ડિલિવર કરીએ છીએ. ઘણી વખત એવું બન્યું છે કે કોર્પોરેટ હાઉસ . 2, 3 રૂપિયાના કારણે ડીલ કેન્સલ કરી દે છે.

તેમને કહેવું પડશે કે માર્કેટમાં જે પ્રોડક્ટ મળે છે, તે ન તો આપણા સ્વાસ્થ્ય માટે સારી છે અને ન તો પર્યાવરણ માટે. હવે તમે મને કહો, અમે અગરબત્તીમાં વાંસનો ઉપયોગ કરીએ છીએ. ચારકોલનો ઉપયોગ. આર્ટિફિશિયલ કપૂર સળગાવી રહ્યા છીએ.

જો કે, કેટલાક ગ્રાહકો એવા છે જેઓ ફક્ત અમારી પાસેથી જ પ્રોડક્ટ ખરીદે છે. ગયા વર્ષે અમારું વાર્ષિક ટર્નઓવર લગભગ 3 કરોડ રૂપિયા હતું. આ વર્ષે અમારું પ્રોજેક્શન ટર્નઓવર રૂ. 8 કરોડ છે. જો મેં 2019માં જોખમ ન લીધું હોત તો આજે પણ હું જોબ જ કરી રહી હોત.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links