Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરી- જાડી હોવાને કારણે લોકો ટોણા મારતા:મારી માતાને કહેતા, પુત્રી પાટા પરથી ઉતરી રહી છે; મારી સાઈઝના કપડાં મળતા નહી, તો કંપની શરૂ કરી, વાર્ષિક આવક 2.5 કરોડ

2 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

'હું નાનપણથી જ હેલ્ધી છું. પરિવારના સભ્યો કંઈ કહેતા નહીં, પરંતુ જ્યારે પણ આડોશ-પાડોશના લોકો ઘરે આવતા ત્યારે તેઓ મારા માટોપા વિશે ચોક્કસ ટિપ્પણી કરતા. જ્યારે પણ સંબંધીઓ ઘરે આવે, ત્યારે તેઓ માતાને એક વાત ચોક્કસ કહે છે - દીકરી છે. તેને વજન ઘટાડવાનું કહો

.

જ્યારે કોઈએ મને મારા શરીર વિશે કહેતા, તો મને ખરાબ લાગતુ હતું. હું કંઈ બોલતી નહી. ચૂપચાપ માથું નીચું કરી લેતી. શું કહુ, કોનું - કોનું મોંઢુ બંધ કરતી? હવે તેમને કોણ સમજાવશે કે જો કોઈનું વજન વધી રહ્યું છે તો તેની પાછળ ડઝનબંધ કારણો હોઈ શકે છે.

જ્યારે મેં કોલેજમાં એડમિશન લીધું ત્યારે ત્યાં પણ મારા મિત્રો મારા શરીર અને કપડાં વિશે કોમેન્ટ કરતા હતા. આનાથી કંટાળીને મેં પ્લસ સાઈઝ અને મિડ સાઈઝ પર બ્લોગ લખવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ દેશભરમાંથી હેલ્થી મહિલાઓ મારી સાથે જોડાવા લાગી. જો કે, તે સમયે મને કલ્પના નહોતી કે એક દિવસ તે કપડાના બિઝનેસમાં ફેરવાઈ જશે.

હું દિલ્હીના સાકેત વિસ્તારમાં રહું છું. 30 વર્ષની વિશાખા ભાસ્કર આ વાતો જણાવી રહી છે. વિશાખા પ્લસ સાઈઝની મહિલાઓ માટે સ્ટાઇલિશ ડ્રેસ બનાવે છે. તે એપેરલ કંપની 'અંગરખા'ની કો-ફાઉન્ડર છે.

'અંગરખા'ના કો-ફાઉન્ડર વિશાખા ભાસ્કર છે. વિશાખા દિલ્હીની રહેવાસી છે. 2018માં તેણે તેની એપેરલ બ્રાન્ડ શરૂ કરી હતી.
'અંગરખા'ના કો-ફાઉન્ડર વિશાખા ભાસ્કર છે. વિશાખા દિલ્હીની રહેવાસી છે. 2018માં તેણે તેની એપેરલ બ્રાન્ડ શરૂ કરી હતી.

વિશાખા કહે છે, 'કૉલેજના દિવસોની વાત છે. હું મારા ગ્રુપ સાથે મોલમાં કપડાં ખરીદવા ગઈ હતી. મારા સિવાય બધાએ પોતાની પસંદગીના કપડાં ખરીદ્યા. આ 2012-13ની વાત છે.

હું XL સાઈઝ કરતા મોટા કપડા પહેરતી હતી. તમે કહી શકો કે હું મિડ સાઈઝના અથવા પ્લસ-સાઇઝના કપડાં પહેરતી હતી. તે સમયે મોટી બ્રાન્ડ પણ આ રેન્જમાં સારા કપડા બનાવતી ન હતી.

થયું એવું કે મારે જે કપડાં ખરીદવા હતા તે મારી સાઈઝ પ્રમાણે મળતા નહોતા. હું ખૂબ જ નર્વસ થઈ જતી હતી. એક દિવસ, હું જે ડ્રેસ પહેરીને કૉલેજ ગઈ, તેના પર એક છોકરાએ નેગેટિવ કોમેન્ટ કરી.

તે પછી, જ્યારે મેં કપડાંની સાઇઝ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને ખબર પડી કે મારા જેવા લોકો મિડ અને પ્લસ સાઈઝની કેટેગરીમાં આવે છે. મેં આ શબ્દ પહેલાં ક્યારેય સાંભળ્યા નહોતા.

મેં ઓનલાઈન બ્લોગિંગ લખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે દેશભરમાંથી ડઝનબંધ હેલ્ધી મહિલાઓ મારા સંપર્કમાં આવવા લાગી.

વિશાખાની કેટલીક જૂની તસવીરો છે. તે બાળપણથી જ હેલ્થી છે. આ કારણે લોકો તેને ચીડવતા પણ હતા.
વિશાખાની કેટલીક જૂની તસવીરો છે. તે બાળપણથી જ હેલ્થી છે. આ કારણે લોકો તેને ચીડવતા પણ હતા.

વિશાખા કેટલાક ડ્રેસ બતાવી રહી છે. તેઓ સ્ટાઇલિશ અને યુનીક દેખાય છે. તે કહે છે, 'મારી પાસે ફેશન સંબંધિત બેકગ્રાઉન્ડ પણ નહોતું અને ઘરમાં કોઈ બિઝનેસવાળું પણ નહોતું.

મમ્મી એડવોકેટ છે અને પપ્પા સરકારી નોકરીમાં છે. 12મા પછી અર્થશાસ્ત્ર વિષયમાંથી બેચલરમાં એડમિશન લીધુ. કોલેજમાં ગયા પછી મને સમજાયું કે અર્થશાસ્ત્ર મારા માટે નથી.

હું ભણતી વખતે આખો સમય ચિંતિત રહેતી. હું વિચારતી હતી કે હવે મારી કારકિર્દીનું શું થશે. આ દરમિયાન, જ્યારે લોકો મને મોટાપાના કારણે ચીડવતા, ત્યારે મેં ફેશન ઇન્ડસ્ટ્રી વિશે વિચારવાનું શરૂ કર્યું.

2015માં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે દિલ્હીમાં એક ફેશન બેઝ્ડ અપેરલ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં હું મારી બિઝનેસ પાર્ટનર અસાના સાથે મુલાકાત થઈ હતી.

વિશાખાની સાથે તેની બિઝનેસ પાર્ટનર અસાના છે. અસાના મણિપુરની રહેવાસી છે. ઘણા સમય પહેલા તે કમાવવા માટે મણિપુરથી દિલ્હી આવી હતી.
વિશાખાની સાથે તેની બિઝનેસ પાર્ટનર અસાના છે. અસાના મણિપુરની રહેવાસી છે. ઘણા સમય પહેલા તે કમાવવા માટે મણિપુરથી દિલ્હી આવી હતી.

વિશાખાએ દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)માંથી ઈકોનોમિક્સ ઓનર્સ કર્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે, 'મારા પરિવારના સભ્યોને ખાતરી હતી કે મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, હું કાં તો આગળનો અભ્યાસ કરીશ અથવા કોઈ કંપનીમાં કામ કરીશ.

જ્યારે મારા પરિવાર અને આસપાસના લોકોને ખબર પડી કે હું ફેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કરું છું ત્યારે બધાએ મને ટોણા મારવા માંડ્યા. મને તે હજુ પણ યાદ છે. જ્યારે એક આન્ટીને ખબર પડી કે મને SRCCમાં એડમિશન મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું- મને વિશાખા પર ગર્વ છે. તેને આટલી સારી કોલેજનાં એડમિશન મળી ગયું છે.

પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું કોલેજ પછી મારી પોતાની બ્રાન્ડ શરૂ કરી રહી છું, હું પ્લેસમેન્ટમાં નથી બેઠી, નોકરી નથી કરતી, ત્યારે આન્ટીએ મારી માતાને કહ્યું - જુઓ, તમારી પુત્રી પાટા પરથી ઉતરી રહી છે. એવું ન થાય કે તેનું ભવિષ્ય બગડે.

મારી માતાને પણ વિશ્વાસ નહોતો કે હું આ બધું કરી શકીશ.

વિશાખાની કંપની પ્લસ સાઇઝની મહિલાઓ માટે સ્ટાઇલિશ ડ્રેસ બનાવે છે.
વિશાખાની કંપની પ્લસ સાઇઝની મહિલાઓ માટે સ્ટાઇલિશ ડ્રેસ બનાવે છે.

વિશાખા કહે છે, 'મેં પ્લસ સાઈઝની મહિલાઓ માટે કપડાં બનાવવાના ઉદ્યોગમાં મોટી ગેપ જોઈ. દિલ્હીમાં થોડા મહિના કામ કર્યા પછી હું મુંબઈ ગઈ. ત્યાં બીજી ફેશન બ્રાન્ડ સાથે કામ કર્યું.

હું નાનપણથી જ સ્કેચિંગ અને ડ્રોઈંગ કરતી હતી. ક્રિએટિવ કાર્યમાં રસ હતો. અસાના સાથે મળીને બિઝનેસ પ્લાનિંગ શરૂ કર્યું. તે મણિપુરની રહેવાસી છે. નોર્થમાં રહેતા લોકોને, નોર્થ- ઈસ્ટના લોકો બીજી દુનિયાના લાગે છે.

લોકો તેમના ચહેરા, વાણી અને કપડાં પર ટિપ્પણી કરે છે, પરંતુ જ્યારે હું અસાનાને પહેલીવાર મળી ત્યારે મેં તે જ ક્ષણે મારું મન બનાવી લીધું હતું કે હું અસાના સાથે જ બિઝનેસ કરીશ. સફળ બિઝનેસ માટે પરફેક્ટ બિઝનેસ પાર્ટનર હોવું જરૂરી છે.

વર્ષ 2017-18 હતું. હું અને અસાના બંને દિલ્હીના અલગ-અલગ ફેબ્રિક માર્કેટમાં જતા અને કપડાં જોતા. મને એ પણ સમજાયું નહિ. અસાના આ બાબતમાં એક્સપર્ટ છે.

વિશાખાની ડિઝાઇનિંગ ટીમ પહેલા કલર કોમ્બિનેશન સાથે સેમ્પલ તૈયાર કરે છે. પછી તેને બનાવવા માટે મેન્યુફેક્ચરરને મોકલે છે.
વિશાખાની ડિઝાઇનિંગ ટીમ પહેલા કલર કોમ્બિનેશન સાથે સેમ્પલ તૈયાર કરે છે. પછી તેને બનાવવા માટે મેન્યુફેક્ચરરને મોકલે છે.

2018માં વિશાખાએ તેની બ્રાન્ડ 'અંગરખા' શરુ કરી હતી. તે કહે છે, 'અમને પણ ડર હતો કે બિઝનેસ ટકી શકશે કે નહીં. શરૂઆતમાં, અમે બંનેએ દરેકે 10,000 રૂપિયા એટલે કે કુલ 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ પૈસાથી તેમણે બજારમાંથી કપડાં ખરીદ્યા અને બે દરજીઓ સાથે ડ્રેસ ડિઝાઇન કરાવ્યો. જ્યારે તેને ઓનલાઈન લોન્ચ કરવામાં આવ્યો, ત્યારે તમામ પ્રોડક્ટ્સ થોડા મહિનામાં જ વેચાઈ ગઈ હતી. પહેલા વર્ષમાં 7 લાખ રૂપિયાનો બિઝનેસ થયો હતો.

તે પછી અમને લાગ્યું કે અમે બિઝનેસ કરી શકીએ છીએ. ધીમે ધીમે અમે વિવિધ કેટેગરી સાથે પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. સમગ્ર ભારતની હેલ્થી મહિલાઓ બ્લોગિંગ દરમિયાન મારી સાથે જોડાયેલ છે.

જ્યારે અમે તેમને કપડા વેચ્યા ત્યારે તેમને ખૂબ ગમ્યા. તે પછી અમે ડિજિટલ માર્કેટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો આભાર, બિઝનેસ વધવા લાગ્યો. જો કે, કોવિડના સમયે બજાર ડાઉન થઈ ગયું હતું.

એક સમય એવો આવ્યો જ્યારે ઓછા ઓર્ડરને કારણે અમને લાગ્યું કે અમારે અમારી બ્રાન્ડ બંધ કરવી પડશે.

વિશાખા તેની પ્રોડક્ટનું પોતે મોડેલિંગ પણ કરે છે. હાલમાં તેની ટીમમાં 10થી વધુ લોકો કામ કરી રહ્યા છે.
વિશાખા તેની પ્રોડક્ટનું પોતે મોડેલિંગ પણ કરે છે. હાલમાં તેની ટીમમાં 10થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

તમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે?

'અત્યારે અમે આઉટસોર્સિંગ કરી રહ્યા છીએ. અમે બે દરજીઓ સાથે અમારી બ્રાન્ડ શરૂ કરી. આજે દિલ્હી ખાતે બે મોટા મેન્યુફેક્ચરર છે જેમની સાથે અમે ડ્રેસ બનાવીએ છીએ.

ખરેખરમાં, જો આપણે શરૂઆતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું પ્લાનિંગ કરીએ, તો તેના માટે વધુ પૈસાની જરૂર પડશે. એવા ઘણા મેન્યુફેક્ચરર ​​​​​​છે જેઓ કોઈપણ બ્રાન્ડ નામ વિના વિવિધ બ્રાન્ડ માટે કપડાં તૈયાર કરે છે.

અત્યારે અમે દર મહિને 20-25 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છીએ. વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 2.5 કરોડ છે. 15થી વધુ લોકોની ટીમ છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links