Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરી: ખાણ માટે ડિવાઈસ બનાવી:દાલમિયા, અદાણી જેવી માઇનિંગ કંપનીઓ કસ્ટમર છે, આજે ટર્નઓવર 1.5 કરોડ

2 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

2015-16ની વાત છે. કૉલેજમાંથી માઈનિંગ એન્જિનિયરિંગ કર્યા પછી કેટલીક માઈનિંગ સાઈટ પર ગયો, જ્યાં ખાણોમાં ખોદકામ કરવામાં આવે છે. ત્યાં જોયું કે મોટા મશીનો દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું.

.

ખાણમાંથી મશીનો દ્વારા માલ ઉપાડવામાં આવી રહ્યો છે. લોડ કરવામાં આવી રહ્યો છે.

એક માઈનિંગ સાઈટ પર ઘણા મશીનો અને ડઝનેક લોકો એકસાથે કામ કરી રહ્યા હતા, પરંતુ આ બધી બાબતોનું મોનિટરિંગ એક પેન અને કાગળ પર થઈ રહ્યું હતું.

માઈનિંગ સાઈટથી પાછા આવ્યા પછી, હું ઘણા દિવસો સુધી વિચારતો રહ્યો કે શું આનો કોઈ ઉકેલ છે? પછી, મારા મિત્ર સાથે મળીને, મેં MDT એટલે કે મોબાઈલ ડેટા ટર્મિનલ ડિવાઈસ અને 'Minocooler' નામનું પ્લેટફોર્મ બનાવ્યું. આ ડિવાઈસ અને પ્લેટફોર્મ દ્વારા માઈનિંગ કંપનીઓની સમગ્ર એક્ટિવિટી એક સાથે ટ્રેક થવા લાગે છે. આજે દાલમિયા, અદાણી જેવી કંપનીઓ અમારા કસ્ટમર છે.

આ વાત કહી રહ્યા છે છત્તીસગઢના રહેવાસી મોહિત સાહુ. તેમના હાથમાં એક ડિવાઈસ છે. તેને મોબાઈલ ડેટા ટર્મિનલ ડિવાઈસ કહેવામાં આવે છે.

મોહિત સાહુ MDT ડિવાઈસ બતાવી રહ્યા છે. આ ડિવાઈસ ખાણોમાં કામકાજ પર નજર રાખે છે.
મોહિત સાહુ MDT ડિવાઈસ બતાવી રહ્યા છે. આ ડિવાઈસ ખાણોમાં કામકાજ પર નજર રાખે છે.

આ ડિવાઈસ શું કરે છે? મેં મોહિતને પૂછ્યું

તેમણે કહ્યું, 'જેમ કારમાં જીપીએસ લગાવેલું હોય છે. જેની મદદથી તમે ગાડીનું લોકેશન ટ્રેક કરી શકો છો. આ ડિવાઈસ પણ બરાબર એ જ રીતે કામ કરે છે. ખાણમાં ખોદકામ કરતી વખતે, વિવિધ પ્રકારના મેનપાવર અને મશીનો ઘણા સ્તરે કામ કરી રહ્યા હોય છે.

સાઇટમાં પણ જુદા જુદા પોઈન્ટ હોય છે. ધારો કે માઈનિંગ એરિયા 5 કિલોમીટર સુધી ફેલાયેલો છે, તો તેના પણ જુદા જુદા લોકેશન હશે. ત્યાં જે મશીનો છે. તેમાં આ ડિવાઈસ સેટ કરવામાં આવે છે.

તેનાથી મેન્યુઅલી મોનિટરિંગ કરવાની ઝંઝટ રહેતી નથી. અમે એક જગ્યાએ બેસીને મોનિટરિંગ કરી શકીએ છીએ. અમે બનાવેલ ડિવાઈસ એલર્ટથી લઈને મશીન બગડવા સુધીની માહિતી મળે છે.

ખાણકામ પહેલા સાઈટનો સર્વે કરવામાં આવે છે. મોહિત તેનો ગ્રાફ અને નકશો બતાવી રહ્યા છે.
ખાણકામ પહેલા સાઈટનો સર્વે કરવામાં આવે છે. મોહિત તેનો ગ્રાફ અને નકશો બતાવી રહ્યા છે.

મોહિત વધુમાં કહે છે કે, આ ડિવાઈસ આપણને ખાણકામ સંબંધિત લગભગ તમામ અપડેટ્સ આપે છે. કયા વાહનને મેન્ટેનેન્સની જરૂર છે? જો બે ગાડીઓ સામસામે આવે, અથવા ખૂબ નજીક હોય તો તેનું એલર્ટ. મશીન ચલાવવા માટે કેટલું ઓઈલ વાપરવામાં આવે છે. દૈનિક પ્રોડક્શન કેટલું છે? આવી ઘણી મહત્વની બાબતો પર આ ડિવાઈસ અપડેટ આપે છે.

મોહિતના હાથમાં એક લેપટોપ છે. આમાં તેઓ નકશો બતાવી રહ્યા છે. તેને માર્ક કરાયેલ છે.

મોહિત કહે છે, 'કોઈ પણ સાઈટ પર માઈનીંગ કરતા પહેલા તે વિસ્તારનો સર્વે કરવામાં આવે છે. પછી ડ્રિલિંગ થાય છે. ત્યાર બાદ બ્લાસ્ટ કરવામાં આવે છે. પછી ખોદકામની પ્રક્રિયા શરૂ થાય છે. તે ચાર સ્ટેપમાં ફોલો કરવામાં આવે છે.

મોહિતની સાથે પુરુ અગ્રવાલ છે. પુરુ અગ્રવાલના પિતા CA છે.
મોહિતની સાથે પુરુ અગ્રવાલ છે. પુરુ અગ્રવાલના પિતા CA છે.

મોહિતની સાથે તેનો મિત્ર પુરુ અગ્રવાલ પણ છે. મોહિત કહે છે, ‘છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર એક જિલ્લો છે - રાયગઢ. હું ત્યાંનો રહેવાસી છું. પપ્પા પોલીસમાં હતા. છત્તીસગઢમાં ઘણી જગ્યાએ માઈનિંગ ચાલી રહ્યું છે.

12મા ધોરણ પછી જ્યારે હું આગળના અભ્યાસ વિશે વિચારી રહ્યો હતો ત્યારે કોઈએ મારા પિતાને કહ્યું કે તમારા દીકરાને માઈનિંગ એન્જિનિયરિંગ કરાવો, તેમાં ખુબ પૈસા છે. સારો પગાર મળશે. તેમણે મને માઈનિંગમાં એડમિશન લેવા કહ્યું.

મારો શોખ કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી માટે હતો, પરંતુ મારે મારા પરિવારની વાત માનવી પડી. જ્યારે હું કૉલેજમાં આવ્યો ત્યારે મારા અભ્યાસની સાથે મેં સાયબર સિક્યુરિટી પર ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ સાથે કામ કર્યું.

હવે પપ્પા પૂછવા લાગ્યા કે, કેમ ચોરી-ચકારીવાળું કામ કરો છો? માઈનિંગ પર ધ્યાન આપો. આ દરમિયાન હું પુરુને મળ્યો. અમે શરૂઆતમાં કેટલાક સોફ્ટવેર અને ટેક-એજ્યુકેશન સ્ટાર્ટઅપ્સ પણ શરૂ કર્યા, પરંતુ ફેલ ગયા.

મોહિત એક કિસ્સો કહે છે, 'બાયજુની જેમ અમે પણ ડિજિટલ એજ્યુકેશન બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ સ્કેલના અભાવે તેને થોડા મહિના પછી બંધ કરવો પડ્યો.

કોલેજના બાકીના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયું હતું અને અમે અમારું કામ કરવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. જ્યારે પુરુએ કહ્યું કે છત્તીસગઢ માઈનિંગ હબ છે અને માઈનિંગ મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર અને હાર્ડવેરમાં સમસ્યા છે, તો અમે તેમાં બિઝનેસનો સ્કોપ જોયો.

આ મોહિતની ટીમનો ફોટો છે. હાલમાં તેની ટીમમાં 20થી વધુ લોકો કામ કરી રહ્યા છે.
આ મોહિતની ટીમનો ફોટો છે. હાલમાં તેની ટીમમાં 20થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

અમે બંને શરૂઆતથી જ પરિવાર સાથે રહીએ છીએ, ક્યારેય એકલા રહેતા નથી. તેથી દૂર રહીને જોબ કે બિઝનેસ કરવો મુશ્કેલ હતો. 2016માં અમે બંનેએ સાથે મળીને 'બ્લુ બેનયન' શરૂ કરી હતી.

મોહિત કહે છે, 'અમે બંનેએ આ MDT ડિવાઈસ લગભગ 6 મહિનામાં તૈયાર કર્યું. 20 લાખનું પ્રથમ રોકાણ ફંડ છત્તીસગઢ સરકાર તરફથી મળ્યું હતું. જે બાદ IIM અમદાવાદ તરફથી 35 લાખ રૂપિયાનું ફંડ મળ્યું હતું.

માઈનિંગ સેક્ટર ખૂબ નાનું છે. આ એક ઓપન સેક્ટર પણ નથી. કોઈપણ માઈનિંગ કંપની પોતાનું માર્કેટિંગ કરાવતી નથી. શરૂઆતમાં અમે નાની માઇનિંગ કંપનીઓનો સંપર્ક કર્યો. તેમને આ ડિવાઈસ વિશે જણાવ્યું. આ પછી, અમને રેફરન્સ દ્વારા બીજા-ત્રીજા ક્લાઈન્ટ મળવા લાગ્યા.

આજે અમે 5થી વધુ ક્લાઈન્ટ સાથે તેમની માઇનિંગ સાઇટ્સ પર કામ કરી રહ્યા છીએ. તેમાં દાલમિયા, અદાણી જેવી મોટી માઈનિંગ કંપનીઓ પણ છે.

આ રીતે સાઇટ પર બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. તે પછી માઈનિંગ થાય છે.
આ રીતે સાઇટ પર બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. તે પછી માઈનિંગ થાય છે.

મોહિત તેના બિઝનેસ મોડલને સમજાવે છે. તેઓ કહે છે, 'અમે આ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ અથવા સબસ્ક્રિપ્શનના આધારે માઇનિંગ કંપનીને પ્રોવાઈડ કરીએ છીએ. જે કંપની સબ્સ્ક્રિપ્શન મૉડલ લે છે, તેમાં ડિવાઇસના ઇન્સ્ટોલેશનથી લઈને ટેકનિકલ મોનિટરિંગ સુધી બધું જ અમારી ટીમ કરે છે.

હાલમાં કંપનીમાં 20થી વધુ લોકો છે. અમારી ટીમમાં કેટલાક એવા લોકો છે જેમને મેં શીખવ્યું છે. ખરેખર, શરૂઆતમાં હું લેક્ચરમાં હાજરી આપવા કોલેજ જતો હતો. ત્યાંથી પણ કેટલાક લોકોની ટીમ બનાવી. આજે કંપનીનો વાર્ષિક બિઝનેસ રૂ. 1.5 કરોડનો છે. પહેલા વર્ષમાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે બિઝનેસ માંડ 20 લાખ રૂપિયાનો થયો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links