- Gujarati News
- Bhaskar khaas
- Positive story
- Positive Story Lost Memory In An Accident
પોઝિટિવ સ્ટોરી: એક્સિડન્ટમાં યાદશક્તિ ગુમાવી દીધી:લોકો મને ચીડવતા, 50 હજારથી ચોકલેટ બિઝનેસ શરૂ કર્યો; આજે 30 લાખની ચોકલેટ કંપનીનો માલિક
- કૉપી લિંક

'આ 2009ની વાત છે. ધોરણ 12ની પરીક્ષા આપી હતી. પરિણામ એકાદ-બે મહિના પછી આવવાનું હતું, તે પહેલાં એક એવી ઘટના બની જેણે મારું આખું જીવન બદલી નાખ્યું.
એક દિવસ હું મોટરસાઈકલ પર શહેરમાં જઈ રહ્યો હતો. જ્યાં સુધી મને યાદ છે, હું એકલો હતો. હાઈવે બ્રેકર ક્રોસ કરતાની સાથે જ મારી બાઇક સ્લીપ થઈ ગઈ અને હું રસ્તાની સાઈડના ખાડામાં પડી ગયો.
તે પછી પરિસ્થિતિ શું હતી તે વિશે મને કંઈ યાદ નથી. પપ્પા કહે છે કે મારું આઈડી જોઈને કોઈએ મને ઓળખ્યો. તેમને ફોન કરીને બોલાવ્યા, પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. માથામાં ગંભીર ઈજા થઈ હતી. યાદશક્તિ ગુમાવી દીધી હતી.
આ બધું જે તમે જોઈ રહ્યા છો તે છેલ્લાં 6 વર્ષમાં બનાવવામાં આવ્યું છે. એક સમય એવો આવ્યો જ્યારે લોકો માટે હું કોઈ કામનો નહોતો.
ગુરુગ્રામ ખાતે ચોકલેટ મેન્યુફેક્ચરિંગ કંપની 'સોલ્ટ ઇન માય કોક'ના ફાઉન્ડર અર્ચિત અગ્રવાલ આ વાતો કહેતાં-કહેતાં જોર જોરથી હેડકી ખાવા લાગે છે.

અર્ચિત સોરી કહેતા કહે છે, 'આ બીમારી પણ નાનપણથી જ છે. હવે તે ઘણું સારું થઈ ગયું છે. આ કારણે સ્કૂલમાં મને બીજાં બાળકો ચીડવતાં. ભેદભાવ કરતાં હતાં. બાદમાં જ્યારે અકસ્માતને કારણે યાદશક્તિ નબળી પડી ત્યારે વધુ એક સમસ્યા ઊભી થઈ!
આજે પણ હું ઘણી વાતો ભૂલી જાઉં છું. ક્યારેક મને મારા મિત્રો પણ યાદ નથી રહેતા.
સારું…
તે અકસ્માત બાદ હું એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યો. મારું નામ પણ યાદ નહોતું. દરરોજ કાઉન્સેલર પાસે જવું પડતું હતું. તેઓ મારું કાઉન્સેલિંગ કરતા હતા. મને મારી જૂની વસ્તુઓ યાદ કરાવવાના પ્રયત્ન કરતા હતા.
મને યાદ પણ નહોતું કે મારી સાથે શું થયું. આ ઘટના કેવી રીતે બની?

વાત કરતી વખતે અર્ચિત મને તેમની ચોકલેટની ફેક્ટરી બતાવી રહ્યા હતા. આમાં કોકો બીન્સને પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે. કેટલોક સ્ટાફ ફ્રિજમાં ચોકલેટનો સંગ્રહ કરી રહ્યા છે.
અર્ચિત ચોકલેટને ટેસ્ટ કરવા માટે આપે છે. આ ચોકલેટ નમકીન લાગી રહી છે. કેટલીક મીઠી ચોકલેટ પણ છે. અર્ચિત કહે છે, ‘આ મારી યુએસપી (યુનિક સેલિંગ પોઈન્ટ) છે. બજારમાં નમકીન ચોકલેટ બહુ ઓછી મળે છે.
ખરેખરમાં, મારો ફેમિલી બિઝનેસ સ્ટીલ મેન્યુફેક્ચરિંગનો છે. નાનપણથી જ હું ઘરમાં બિઝનેસની વાતો સાંભળીને મોટો થયો છું. હું કાનપુરનો રહેવાસી છું, પરંતુ મારા પિતા ઘણા સમય પહેલાં ગાઝિયાબાદ શિફ્ટ થયા હતા.
અમે ત્રણ ભાઈઓ છીએ. જ્યારે બંને ભાઈઓ અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરવા લાગ્યા ત્યારે પિતાએ વિચાર્યું કે હું તેમનો બિઝનેસ સંભાળી લઈશ. અકસ્માત બાદ ડૉક્ટરે મને કંઈક ક્રિએટિવ વર્ક કરવાની સલાહ આપી હતી.

પછી…
‘મેં દિલ્હીની એક પ્રાઈવેટ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. તે પછી, થોડાં વર્ષો સુધી કાપડ પ્રિન્ટિંગ કંપનીમાં કામ કર્યું. મને ચોકલેટ ખાવાની ટેવ હતી.
એમ જ કામ કરતો રહેતો હતો. એક દિવસ, ચોકલેટ બનાવતી વખતે, મેં કોકો બીન્સને પ્રોસેસ કર્યા પછી થોડું મીઠું ઉમેર્યું. જ્યારે મેં તેનો સ્વાદ ચાખ્યો ત્યારે તે ખાવામાં સારું લાગ્યું.
2018ની વાત છે. મેં મારા ઘરેથી જ ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે પિતાને ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા. તેમણે વિચાર્યું કે હું આ બધું કેવી રીતે કરી શકીશ? મને કંઈ યાદ નથી.
તેમણે કહ્યું કે મારે ફેમિલી બિઝનેસમાં જોડાવું જોઈએ.

અર્ચિત કહે છે, 'મારી પાસે માંડ 50 હજાર રૂપિયા હશે. કેટલાક પૈસા માતાના, કેટલાક ભાઈના અને કેટલાક મારા હતા. આ રીતે મેં ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. કેરળ અને તમિલનાડુ સહિત દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં કોકો બીનની ખેતી કરવામાં આવે છે. ત્યાંથી રો-મટીરિયલ મંગાવવા લાગ્યો.
શરૂઆતમાં, તે અન્ય કંપનીઓ પાસે પ્રોડક્ટ બનાવતો અને વેચતો હતો, પરંતુ જ્યારે આ બિઝનેસ ચાલવા લાગ્યો ત્યારે તેણે પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યુ. તેમાં ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું.
અર્ચિત કોરોના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. તે કહે છે, 'બિઝનેસ થોડો વધારે ચાલે તે પહેલાં જ કોરોના આવી ગયો. તમામ કંપનીઓ બંધ હતી. મેં વિચાર્યું કે મારે ધંધો બંધ કરવો પડશે.
વેચાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. જ્યારે આપણે કોરોનામાંથી બહાર આવ્યા, ત્યારે વસ્તુઓ અમુક અંશે ફરી સંભાળી. અગાઉ અમે બિઝનેસ ટુ બિઝનેસ પ્રોડક્ટ્સ વેચતા હતા. જેમ કે, કોઈ મોટી કોર્પોરેટ કંપની છે, તેના ગિફ્ટિંગ ઓર્ડર અમે લેતા હતા.
આ સાથે જથ્થાબંધ ઓર્ડર મળે છે. હવે અમે બિઝનેસથી ગ્રાહક એટલે કે B ટુ C સુધી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

અર્ચિત કહે છે, 'મારી પાસે સેમસંગ, ગૂગલ સહિતનાં મોટાં કોર્પોરેટ હાઉસ તરફથી ગિફ્ટિંગ ઓર્ડર છે. આ કંપનીઓ સાથે કામ કરવાની સૌથી સારી બાબત એ છે કે જો અમારો આઈડિયા ફ્રેશ છે, તો તેઓ સૌથી પહેલા અમને ઓર્ડર આપે છે.
શરૂઆતમાં હું ફૂડ એક્ઝિબિશનમાં જતો હતો. પોતાની પ્રોડક્ટને ડિસ્પ્લે કરતો હતો. તેના કારણે ગ્રાહકો જોડાવા લાગ્યા. ગયા વર્ષે મેં 30 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે તે 40 થી 50 લાખની વચ્ચે રહેવાનો અંદાજ છે. કંપનીની વેલ્યૂ પણ 30 લાખ રૂપિયાથી વધુ છે.
જે બાળકો મને ચીડવતાં હતાં, તેઓ પણ મારી બનાવેલી ચોકલેટ ખાય છે.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















