Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરીઃ યોગ ટ્રેનર છું, વાર્ષિક 3 કરોડની કમાણી:લોન લઈને હરિદ્વાર ભણવા ગયો, સંબંધીઓ કહેતા- ત્યાં તો લોકો સાધુ- સંત બનવા જાય છે

2 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

સાંજના 4 વાગ્યા છે. હું ચંદીગઢની બાજુમાં મોહાલીમાં આવેલ યોગ સ્ટુડિયો 'યોકલ્પ'માં છું. અહીં લગભગ એક ડઝન લોકો સ્ટુડિયોની અંદર યોગ કરી રહ્યા છે. ‘ॐ’ થી શરૂઆત થાય છે. ત્યાર બાદ વિવિધ પ્રકારના પ્રાણાયામ કરાવવામાં આવે છે.

.

હું આ સ્ટુડિયોના ફાઉન્ડર વિદ્યા સાગરને મળવા આવ્યો છું.

થોડીવાર પછી, વિદ્યા સાગર પોતાનો સ્ટુડિયો બતાવે છે અને કહે છે, 'તેની શરૂઆત 15 વર્ષ પહેલાં ઘરે-ઘરે જઈને યોગ શીખવીને થઈ હતી. ક્યારેય વિચાર્યું ન હતું કે યોગથી પણ કરોડોનો બિઝનેસ થઈ શકે છે. હાલમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ રૂપિયા છે. 5 સ્ટુડિયો છે. દર મહિને હું એક હજારથી વધુ લોકોને યોગ શીખવું છું.

એક વ્યક્તિની ફી 5 થી 8 હજાર રૂપિયા છે. એક સમય હતો જ્યારે ફી માત્ર હજાર રૂપિયા હતી. તેમાં પણ લોકો પૂછતા હતા કે તમે યોગ શીખવવા માટે પણ પૈસા લો છો.

વિદ્યા સાગર મોહાલી ખાતેના સ્ટુડિયોમાં યોગ કરી રહ્યા છે. તેમણે 2009માં ઘરે-ઘરે યોગ શીખવીને કરિયરની શરૂઆત કરી હતી.
વિદ્યા સાગર મોહાલી ખાતેના સ્ટુડિયોમાં યોગ કરી રહ્યા છે. તેમણે 2009માં ઘરે-ઘરે યોગ શીખવીને કરિયરની શરૂઆત કરી હતી.

જ્યાં વિદ્યા સાગરનો સ્ટુડિયો છે, તે મોહાલીનો પછાત વિસ્તાર છે.

શું તમે મોહાલીના છો? હું વિદ્યા સાગરને પૂછું છું.

તેઓ કહે છે, 'ના, હું પંજાબના ફાઝિલ્કાથી આવું છું. આ જિલ્લો પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. તમારે સમજવું જ પડશે કે આ પછાત જિલ્લાઓમાંનો એક છે. કોઈ સુખ- સુવિધાઓ નથી.

જ્યારે હું ગામમાં રહેતો હતો ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. પપ્પા એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક હતા. ગામની જ એક સ્કૂલમાં ભણાવતા હતા. માતા કપડાં પર ભરતકામ કરતાં હતાં. ઘરમાં આર્થિક સમસ્યા પણ હતી, પરંતુ અમારા પરિવારના સભ્યોએ ક્યારેય અમને ભાઈ-બહેનોને એનો અહેસાસ ન થવા દીધો.

મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું યોગ શીખીશ અને શિખવાડીશ. હું માત્ર શિક્ષક બનવા માંગતો હતો, તેથી તે મોટી વાત છે. ખરેખર, મારા વિસ્તારમાં ન તો કોઈ ઉદ્યોગ હતો કે ન તો કોઈ ફેક્ટરી. કાં તો લોકો ખેતી કરતા હતા, જેઓ ભણેલા હતા તેઓ શિક્ષક બની જતા હતા.

આ વિદ્યા સાગરનો ફેમિલી ફોટો છે. તેમાં તેનાં પિતા, માતા અને બે બહેનોનો સમાવેશ થાય છે.
આ વિદ્યા સાગરનો ફેમિલી ફોટો છે. તેમાં તેનાં પિતા, માતા અને બે બહેનોનો સમાવેશ થાય છે.

પરિવારના સભ્યો શું ઈચ્છતા હતા?

‘પપ્પાને આધ્યાત્મિકતાનો શોખ હતો. બાદમાં મેં પણ આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. મારી બહેન હરિદ્વારમાં યોગનો અભ્યાસ કરતી હતી. આ તે સમય હતો જ્યારે લોકો યોગ વિશે જાણતા પણ ન હતા.

જે લોકો જાણતા હતા તેઓ પણ માનતા હતા કે યોગ સાધુ- સંતો દ્વારા કરવામાં આવે છે. બહેન ભણવા જતી ત્યારે એ સમયે પણ લોકો અને સંબંધીઓ કહેતા કે યોગ શીખીને શું કરીશ. કોણ પોતાની દીકરીને યોગ શીખવા હરિદ્વાર મોકલે છે? ત્યાં તો સાધુ- સંતો રહે છે.

2006-07ની વાત છે. મેં મારી બહેનનો અભ્યાસક્રમ જોયો. જ્યારે મેં યોગ વિશે વાંચ્યું ત્યારે મને તેમાં રસ જાગવા લાગ્યો. મેં પણ યોગમાં એડમિશન લીધું. મિત્રો અને સંબંધીઓ પાસેથી લોન લઈને પપ્પાએ મને હરિદ્વાર મોકલ્યો હતો.

સાચું કહું તો લોકો આની પણ મજાક ઉડાવતા હતા. કહેતા- મેં સાંભળ્યું છે કે લોકો પોતાના બાળકને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માટે લોન લે છે. યોગ શીખવવા માટે આવું કોણ કરે છે? પહેલીવાર જોયા. યોગમાં ડિગ્રી મેળવીને પણ શું કરશે?

વિદ્યા સાગરે હરિદ્વારની દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીમાંથી યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ તેના કોલેજના દિવસોની તસવીર છે.
વિદ્યા સાગરે હરિદ્વારની દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીમાંથી યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ તેના કોલેજના દિવસોની તસવીર છે.

વિદ્યા સાગર તેના શરૂઆતના દિવસોની કહાની કહે છે. તે કહે છે, 'મારા માટે હરિદ્વારમાં પણ રહેવું સરળ નહોતું. રોજના 5 રૂપિયા મળતા હતા. એટલામાં જ સવારનો નાસ્તો કરવાનો રહેતો. 3 રૂપિયાનું ફણગાવેલું કઠોળ અને 2 રૂપિયાની ચા. આનાથી જ કામ ચલાવવું પડતું હતું.

જ્યારે હું મારી ડિગ્રી પૂરી કરીને મોહાલી આવ્યો ત્યારે અહીં કોઈને યોગ વિશે ખબર પણ નહોતી. દેશમાં યોગને લઈને થોડાં વર્ષોથી જાગૃતિ વધી છે. હું ઘરે ઘરે જઈને યોગ શીખવતો.

મહિને હજાર રૂપિયા મળતા હતા. આર્થિક તંગી એવી હતી કે મારી પાસે બાઇક ખરીદવાના પણ પૈસા નહોતા. બહેન અને મિત્ર પાસેથી લોન લઈને સેકન્ડ હેન્ડ બાઇક ખરીદી. તેનાથી જ યોગ શીખવવા જતો હતો.

એ વખતે બહુ દુઃખ થતું જ્યારે હું ઘરે સાંભળતો- તેમનો દીકરો મહિને આટલું કમાય છે, તમે તો કંઈ કમાતા નથી. આ યોગથી શું થશે?

2009 થી 2019 સુધી, વિદ્યા સાગર પાસે એક જ યોગ સ્ટુડિયો હતો. કોરોના પહેલાં તેણે બીજો યોગ સ્ટુડિયો શરૂ કર્યો હતો.
2009 થી 2019 સુધી, વિદ્યા સાગર પાસે એક જ યોગ સ્ટુડિયો હતો. કોરોના પહેલાં તેણે બીજો યોગ સ્ટુડિયો શરૂ કર્યો હતો.

યોગ સ્ટુડિયોની શરૂઆત કેવી રીતે થઈ? વિદ્યા સાગર કહે છે, '2009 થી 2012 સુધી હું મોહાલી અને આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે યોગ શીખવતો હતો. ક્યારેય વિચાર્યું ન હતું કે હું યોગ સ્ટુડિયો ખોલીશ. એક સાથે સેંકડો લોકોને યોગ શીખવીશ.

મારી પાસે એક ક્લાયન્ટ હતો જેણે મને મારો પોતાનો સ્ટુડિયો ખોલવાનું સૂચન કર્યું હતું. તેમણે મને જગ્યા આપી, પછી મેં લગભગ 2 લાખ રૂપિયાના ખર્ચે સ્ટુડિયો ખોલ્યો. હાલમાં, સ્ટુડિયો ખોલવા માટે 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

તે સમયે, જ્યારે પણ મેં કોઈ પ્રોપર્ટી પ્રોવાઈડરને કહ્યું કે મને યોગ સ્ટુડિયો માટે જગ્યાની જરૂર છે, ત્યારે તેઓ સીધું જ કહેતા- યોગ કરવા માટે કોણ પૈસા આપશે? તમે તેનું ભાડું પણ આપી શકશો નહીં.

વિદ્યા સાગર માને છે કે યોગ કરવા માટે શાંત વાતાવરણ જરૂરી છે. જીમમાં મોટેથી ગીતો વગાડવામાં આવે છે. તે સારું નથી.
વિદ્યા સાગર માને છે કે યોગ કરવા માટે શાંત વાતાવરણ જરૂરી છે. જીમમાં મોટેથી ગીતો વગાડવામાં આવે છે. તે સારું નથી.

યોકલ્પ પાસે આજે 5 સ્ટુડિયો છે. હવે વિદ્યા સાગર ફ્રેન્ચાઈઝી મોડલ પર કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, 'મને અહીં પહોંચતા 12 વર્ષથી વધુ સમય લાગ્યો છે. આમાં પણ ઘણા પડાવ આવ્યા. 2019 સુધી મારી પાસે એક જ સ્ટુડિયો હતો.

હું યોગ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. જેના કારણે આસપાસના લોકોમાં જાગૃતિ આવવા લાગી. લોકો જાતે જ યોગ શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે પૈસા આપવા લાગ્યા.

તે લગભગ 2019ની વાત છે. હું બીજો સ્ટુડિયો ખોલવાનો હતો. સંપૂર્ણ સેટઅપ તૈયાર હતું. આ દરમિયાન, મારા પિતરાઈ ભાઈને ગામમાં સાપ કરડ્યો. પપ્પાએ સમાચાર આપ્યા.

તેના તેરમા પછી હું મોહાલી આવવાનો હતો, પરંતુ મારા પરિવારે બીજો સ્ટુડિયો ખોલવાની ના પાડી. પપ્પાએ ત્યાં સુધી કહ્યું - જો તમે હવે સ્ટુડિયો ખોલીશ તો હું ક્યારેય નહીં આવું.

હું થાકેલા મને મોહાલી પાછો આવ્યો. અહીં ફરી સ્ટુડિયો ખોલ્યો. થોડાં વર્ષો પછી જ્યારે ગ્રોથ દેખાવા લાગ્યો ત્યારે પરિવારના સભ્યો પણ માની ગયા હતા.

વિદ્યા સાગર સવાર-સાંજ યોગ બેચ ચલાવે છે. એક બેચમાં 150 થી 200 લોકો યોગ શીખે છે.
વિદ્યા સાગર સવાર-સાંજ યોગ બેચ ચલાવે છે. એક બેચમાં 150 થી 200 લોકો યોગ શીખે છે.

તે કહે છે, 'એક સમયે લોકો કહેતા હતા - યોગ શીખવવા માટે તો કોઈ પૈસા આપતું હશે? તે સમયે હું માત્ર એક હજાર રૂપિયા લેતો હતો. આજે લોકો 5-8 હજાર રૂપિયા આપીને યોગ શીખવા આવે છે.

યોકલ્પનો વાર્ષિક બિઝનેસ 3 કરોડ રૂપિયાની આસપાસ છે. તમે સમજી શકો છો કે યોગ કેટલો લાભદાયી છે. સ્વસ્થ શરીરની સાથે સાથે કરોડોનો બિઝનેસ પણ છે.

વિદ્યા સાગર મને બીજા માળે એક સ્ટુડિયોમાં લઈ જાય છે. અહીં ડઝનબંધ મશીનો ટ્રેડિંગ મીલની જેમ એક કતારમાં રાખવામાં આવે છે.

પૂછતાં તેઓ કહે છે, 'આ પિલાટીઝ મશીન છે.' અમે તેને જાતે બનાવીએ છીએ. તેના સ્ટુડિયો મોટાભાગે મુંબઈમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં બહુ ઓછા છે. જ્યારે મેં Pilates વિશે વાંચવાનું શરૂ કર્યું, ત્યારે મેં જોયું કે આ મશીન ખૂબ મોંઘું હતું.

એક મશીનની કિંમત 5 લાખ રૂપિયા છે. મેં મારા ગામના એક વિક્રેતા પાસેથી કસ્ટમાઇઝ કરીને આ મશીનો બનાવડાવ્યાં છે. હવે અમે તેનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય પણ કરીએ છીએ.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links