- Gujarati News
- Bhaskar khaas
- Positive story
- Positive Story A Youth From Vadodara Created A Unique Edible Spoon
પોઝિટિવ સ્ટોરીઃ વડોદરાના યુવાને બનાવી એડિબલ સ્પૂન:લોટમાંથી બનેલી ચમચીની વિદેશમાં ધમાલ, કંપની બનાવે છે રોજની 3 લાખ ખાઈ શકાય એવી ચમચી
- કૉપી લિંક

થોડા મહિના પહેલાં મારા એક પરિચિતે એક રીલ શેર કરી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં એક કંપની છે, જે વિશ્વની સૌથી અદ્ભુત સ્પૂન એટલે કે ચમચી બનાવે છે. જ્યારે મેં વીડિયો જોયો ત્યારે હું પણ ચોંકી ગયો.
જે ચમચીથી આપણે ખાવાનું ખાઈએ છીએ એ ચમચીને પણ ભોજન પૂરું કર્યા પછી ખાઈ શકીએ છીએ. મને કહાની રસપ્રદ લાગી. તો આ પ્રકારની ચમચી બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને કંપની વિશે જાણવા માટે હું મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ગુજરાતના વડોદરા શહેર પહોંચ્યો.
પહેલી મુલાકાત 'ત્રિશૂલા'ના ફાઉન્ડર ક્રુવિલ પટેલ સાથે છે, જે કંપની એડિબલ સ્પૂન બનાવે છે. ક્રુવિલ કહે છે, "તમે એક સ્પૂનને લઈને ખાવાનો પણ પ્રયાસ કરી શકો છો," પછી વાતચીત થતી રહેશે.

ક્રુવિલના સ્ટાફની નિધિ એક સીલબંધ પેકેટમાંથી ચમચી કાઢીને આપે છે. તે ચોકલેટ ફ્લેવરમાં સ્પૂન છે, એટલે કે એનો સ્વાદ ચોકલેટ જેવો છે. આ ચમચી બિલકુલ વૂડન સ્પૂન જેવી દેખાય છે. ખાવામાં સ્પૂનનો ટેસ્ટ બિસ્કિટ, કૂકી કે સ્નેક્સ જેવો હોય છે.
ક્રુવિલ હસીને કહે છે, 'અત્યારસુધી આપણે ફક્ત વૂડન કે પ્લાસ્ટિક અથવા સ્ટીલની ચમચીનો ઉપયોગ કરતા હતા.' આ એડિબલ સ્પૂન છે, એટલે કે તમે એનાથી ભોજન કરવાની સાથે તેને ખાઈ પણ શકો છો.
ક્રુવિલ કેટલાંક વધુ સેમ્પલ બતાવે છે. એમાં ફક્ત 15-20 પ્રકારની સ્પૂન રાખવામાં આવી છે. બીજા ડબ્બામાં સ્ટ્રો અને છરીઓ પણ રાખવામાં આવી છે. ક્રુવિલ કહે છે, "અમે શરૂઆત ચમચી બનાવવાથી કરી હતી, હવે અમે 25થી વધુ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. આમાંથી 22 પ્રોડક્ટ અમારી પેટન્ટ પ્રોડક્ટ છે.
આ વર્ષ 2017ની વાત છે. કોલેજ પૂરી થયાને થોડાં વર્ષો થયાં હતાં. મેં રાજસ્થાનના ઉદયપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એક દિવસ હું કોલેજની કેન્ટીનમાં જમતો હતો. પ્લાસ્ટિકની સ્પૂન મારા દાંતમાં વાગી ગઈ. એ જ ક્ષણે મારા મગજમાં આ વાત ખટકી ગઈ.
હું પણ ભટકતો રહ્યો છું. બાઇક પર અહીં-તહીં ફરતો હતો. આ દરમિયાન મેં જોયું કે લોકો ખોરાક ખાધા પછી ડિસ્પોજેબલ વાટકો અને ચમચી ફેંકી દેતા હતા. હું વિચારી રહ્યો હતો કે શું આવું કંઈક બનાવવું શક્ય છે કે આપણે જેપણ ચીજથી ખાઈએ એ ચીજ પણ ભોજન પૂર્ણ કર્યા પછી ખાઈ શકીએ.
મેં વિવિધ દેશો વિશે વાંચવાનું શરૂ કર્યું. આવી કોઈ પ્રોડક્ટ મળી નથી. પછી મેં એડિબલ સ્પૂન બનાવવાનું વિચાર્યું.

ક્રુવિલના ઓફિસ ટેબલના એક ખૂણામાં રમકડાની કારનાં કેટલાંક પૈડાં રાખવામાં આવ્યાં છે. પૂછવામાં આવતાં તે હસીને કહે છે, 'ખરેખર 2017 પહેલાં હું કાર શોરૂમ ખોલવા માગતો હતો.' રેસિંગ કાર વેચવાનો અને ગાડી ચલાવવાનો શોખ હતો.
જ્યારે મેં પ્લાન કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એને ચલાવવા માટે કરોડો રૂપિયાની જરૂર પડશે. આટલા રૂપિયા ક્યાંથી આવશે?
પછી જ્યારે મેં સ્પૂન બનાવવાનું વિચારવાનું શરૂ કર્યું ત્યારે બધાએ કહ્યું કે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી આવા પ્રયોગ કરવાનો શું ફાયદો થશે? આજ સુધી એવી સ્પૂન જોઈ નથી કે જેનાથી આપણે ખોરાક ખાઈ શકીએ અને પછી ખોરાક ખાધા પછી એને પણ ખાઈ શકીએ. તમે તમારો સમય બગાડી રહ્યા છો.
મેં પપ્પાને એટલું જ કહ્યું- મને ફક્ત એક વર્ષનો સમય આપો. જો એ નહીં થાય તો હું બીજું કંઈક કરીશ. મેં લોટ ખરીદ્યો અને એને જાતે શેકવાનું શરૂ કર્યું. હું કલાકો સુધી બેસીને ચમચી બનાવવાની પ્રેક્ટિસ કરતો, પણ એને બનાવી શકાતી નહોતી.

શું સ્પૂન લોટથી બને છે? હું ચોંકી ગયો, ક્રુવિલને પૂછું છું.
"સ્પૂનની બનાવટ અને ફિનિશિંગ ખૂબ જ સરળ છે," ક્રુવિલ કહે છે. તમને વિશ્વાસ નહીં આવે કે એ કોઈ અનાજમાંથી બને છે, પણ એ ઘઉંના લોટમાંથી બને છે.
આમાં કોઈ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થતો નથી. લોટ, પાણી અને મીઠું એ ઘટકો છે. સ્પૂન બનાવતાં પહેલાં મેં ક્યારેય લોટ પણ બાંધ્યો નહોતો. જાતે જ લોટ બાંધીને એનાથી ચમચીનો આકાર બનાવવાનો પ્રયાસ કરતો રહેતો હતો.
પછીથી હું એક શેફને મળ્યો, જેને હું જાણતો હતો, જેણે મને સ્પૂનની રેસિપી બનાવવવામાં મદદ કરી. લગભગ 8 મહિના પછી એક સ્પૂન બનાવવામાં આવી. એ દિવસે મને લાગ્યું કે હવે એ બનશે જ. હું કરીશ. મેં સ્પૂન બનાવવા માટે મેંડાઇ ડિઝાઇન કરી.
એડિબલ સ્પૂન બનાવ્યા પછી એનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ત્યાર બાદ લોકોના સવાલો આવવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે ખાવાની સ્પૂન દુનિયાની પહેલી એવી સ્પૂન છે.
અમને એક જ વારમાં બે હજાર, ચાર હજાર નંગના ઓર્ડર મળવા લાગ્યા.

હવે ક્રુવિલ મને તેની ફેક્ટરી બતાવવા લઈ જાય છે. તેની ફેક્ટરી શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર છે.
રસ્તામાં ક્રુવિલે કહે છે, 'જ્યારે મેં મારા પરિવાર પાસે સ્પૂનની ફેક્ટરી શરૂ કરવા માટે પૈસા માગ્યા ત્યારે બધાએ ના પાડી.' પપ્પાએ કહ્યું કે ખાવાની ચમચી કોણ ખરીદશે? એમાં શું બિઝનેસ હશે. કોઈ સ્કોપ નથી. તું મારું જીવન બરબાદ કરી રહ્યો છે.
આપણી પોતાની કેમિકલ ફેક્ટરી છે. પપ્પા ઇચ્છતા હતા કે હું ફેમિલી બિઝનેસમાં જોડાઉં. તેમણે કહ્યું હતું કે જો તારે પોતાનું કંઈક કરવું છે તો તને એક રૂપિયો પણ નહીં આપું.
મેં લગભગ 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. મારી પાસે થોડી બચત પણ હતી. મિત્રો પાસેથી થોડા ઉછીના લીધા. આ રીતે મેં પ્રોડકેશન શરૂ કર્યું.
ક્રુવિલ કહે છે કે સોશિયલ મીડિયા પર એડિબલ સ્પૂનનો ફોટો પોસ્ટ કર્યા પછી એને એડવાન્સ ઓર્ડર અને પેમેન્ટ પણ મળવા લાગ્યું.
ક્રુવિલે એક વર્ષ પહેલાં જ 3 લાખ ચોરસ ફૂટની નવી ફેક્ટરી સેટલ કરી છે. આ પહેલાં તેની પાસે એક નાની ફેક્ટરી હતી.
તેઓ મને નવી ફેક્ટરી બતાવી રહ્યા છે. પ્લાન્ટના એક ભાગમાં મશીન દ્વારા ઘઉંનો લોટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મશીનમાં ફિટ કરેલા ટ્રેક પર આને મૂકીને ચમચી બનાવવામાં આવી રહી છે. હમણાં એક પિત્ઝા કંપની માટે પિત્ઝા સેવરનું પ્રોડક્શન ચાલી રહ્યું છે.
ક્રુવિલ સમજાવે છે, એક સમયે એક જ પ્રકારની પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે. અમે 32 દેશોમાં સ્પૂન જેવી 25 પ્રકારની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ત્યાંના લોકોમાં આ પ્રકારની પ્રોડક્ટની સ્વીકૃતિ છે.
ભારતીય બજારમાં લોકો હજુ પણ આવી પ્રોડક્ટ ખરીદવા માગતા નથી. મને યાદ છે, શરૂઆતમાં જ્યારે હું સ્પૂન બનાવવા માટે આમ-તેમ ભટકતો હતો ત્યારે હું દરરોજ મારા સ્કૂટર પર અલગ અલગ જગ્યાએ ફેક્ટરીમાં જતો હતો.
જ્યારે પણ હું ગાર્ડને કહેતો કે મને સ્પૂન બનાવવા માટે ડાઇની જરૂર છે, ત્યારે તે મને ઠપકો આપતો અને મને દૂર ભગાડી દેતો. હવે જ્યારે અમે સ્પૂન, છરી વગેરે જેવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે તોપણ ભારતીય બજારમાં કોઈ મોટો પ્લેયર પણ એને ખરીદવા માગતો નથી.
તે કહે છે કે 3 રૂપિયાની ચમચી કોણ ખરીદશે. હું કહીશ કે કોઈ મોટી બ્રાન્ડ 500, 1000 રૂપિયાની પ્રોડક્ટ વેચી રહી છે. આપણે પર્યાવરણ માટે ઓછામાં ઓછું આટલું તો કરી શકીએ છીએ. જો ભલે કોઈ આ સ્પૂન ન ખાય તોપણ એને પશુઓ તો ખાઈ શકે છે.
અમે જર્મની, અમેરિકા, ઇસ્લામિક દેશોમાં પણ એક્સપોર્ટ કરી છે. 4 લાખ રૂપિયાથી શરૂ થયેલી આ કંપની હવે વાર્ષિક 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી રહી છે. રોજ 3 લાખ સ્પૂન બનાવવાની ક્ષમતા છે.

સ્પૂન બનાવવાની પ્રક્રિયા શું છે?
પ્રોડક્શન યુનિટ બતાવતાં ક્રુવિલ કહે છે, 'અમારી પ્રોડક્ટ પેટન્ટ કરાયેલી છે, તેથી હું ડાઇ બતાવી શકતો નથી. મશીનમાં ફિટ કરેલી ડાઇમાંથી સ્પૂન જેવી પ્રોડક્ટ બનતી રહે છે. જેવી પ્રોડક્ટ જોઈએ, એવી ડાઈ લગાવાય છે.
ત્યાર બાદ એને 300 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીને બનાવવામાં આવે છે. ફિનિશિંગ પછી પેકેજિંગ થાય છે. હવે અમે પ્લેટો અને નાના-નાના વાટકા બનાવવાનું પણ કામ કરી રહ્યા છીએ. આશા છે કે આગામી સમયમાં આવી પ્રોડક્ટ ભારતીય બજારમાં પણ વેચાશે.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















