Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

પોઝિટિવ સ્ટોરી-12 પાસ, ઉંમર 21 વર્ષ, 11 કરોડનો બિઝનેસ:પપ્પાની વેલ્ડીંગની દુકાન હતી; કોલેજ છોડીને 5 લાખ રૂપિયાથી કંપની શરૂ કરી હતી

2 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હતો. બિઝનેસની નવી કહાનીઓ શોધી રહ્યો હતો. એક પરિચિત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પુણેમાં વોલ્ડ (Vold) નામની એક કંપની છે, જે એનર્જી ડ્રિંક બનાવે છે.

.

રસપ્રદ વાત એ છે કે તેના ફાઉન્ડરની ઉંમર માત્ર 21 વર્ષ છે. માત્ર 14 મહિનામાં કંપનીએ 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

પુણેમાં હું વોલ્ડના ફાઉન્ડર દેવેશ મહેશ બોચરેને મળ્યો. દેવેશને જોઈને લાગતું નથી કે આટલી નાની ઉંમરમાં કોઈ આટલો મોટો બિઝનેસ ઉભો કરી શકે.

દેવેશ કહે છે, 'જ્યારે મેં આ કંપની શરૂ કરી અને એનર્જી ડ્રિંકની રેસિપી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓ મારી ઉંમર સાંભળીને ફોન ડિસ્કનેક્ટ કરી નાખતા હતા.

જ્યારે પણ કોઈ વાત કરે તો કહેતા હતા - તમારી ઉંમર કેટલી છે? 20-21 વર્ષના છો. બે-ચાર મહિનામાં બિઝનેસનું ભૂત ઉતરી જશે. તમે રમતા રમતા જ આ બધું કરવાનું શરૂ કર્યું છે.

દેવેશ મહારાષ્ટ્રના અહમદનગરના નિખોજનો રહેવાસી છે. પુણેથી અહમદનગરનું અંતર અંદાજે 70 કિલોમીટર છે.
દેવેશ મહારાષ્ટ્રના અહમદનગરના નિખોજનો રહેવાસી છે. પુણેથી અહમદનગરનું અંતર અંદાજે 70 કિલોમીટર છે.

મને એ જાણવાની પણ ઉત્સુકતા છે કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો બિઝનેસ કેવી રીતે શરૂ થયો?

હસતાં હસતાં દેવેશ કહે છે, 'હું ભણવામાં હોશિયાર છું, પણ મને ક્યારેય ભણવાનું મન થયું નથી. જ્યારે હું મિત્રો સાથે બજારમાં જતો ત્યારે ખૂબ એનર્જી ડ્રિંક પીતો હતો. સારું લાગતું હતું.

સમસ્યા એ હતી કે તે મોંઘું હતું. એક જ વારમાં હજાર રૂપિયાનું બિલ બની જાય. એક બોક્સની કિંમત 125 રૂપિયાની આસપાસ છે. 8-9 મિત્રો હોય, હજાર રૂપિયા ખર્ચ થઈ જય..

હું મનમાં વિચારતો હતો કે આટલું મોંઘું વેચાતા આ એનર્જી ડ્રિંકમાં શું છે?

દેવેશે અહમદનગરથી જ બિઝનેસ શરૂ કર્યો હતો. આજે પણ તેનું ગોડાઉન ત્યાં છે. પુણેના ટ્રેડ સેન્ટરમાં તેમની ઓફિસ છે.

દેવેશને જોઈને લાગે છે કે તે હજુ ભણી રહ્યો છે.

પૂછવા પર તે કહે છે, 'હું 12 પાસ છું. આ 2020ની વાત છે. ડિપ્લોમા ઇન ફાર્મસીમાં એડમિશન લીધું, પણ એક વર્ષ પછી છોડી દીધું. મારો પરિવાર ઈચ્છતો હતો કે હું મેડિકલ ક્ષેત્રે કંઈક કરું, પણ હું બિઝનેસ કરવા માંગતો હતો.

ખરેખર, પપ્પાની વેલ્ડીંગની દુકાન છે. માતા મસાલાનું કામ કરે છે. જોકે, તે બંને ઈચ્છતા હતા કે હું સરકારી નોકરીની તૈયારી કરું. કોઈ સારી પોસ્ટ પર લાગી જાઉ.

હું નાનો હતો ત્યારે પપ્પાએ વેલ્ડીંગની દુકાન શરૂ કરી હતી. આ વિશે એક કિસ્સો પણ છે - દાદા પોલીસમાં હતા. ખબર નહીં કેમ, પપ્પા પોલીસકર્મીઓથી નફરત કરતા હતા. તેઓ મને એક જ વાત કહેતા - કંઈ પણ કરો, ઘરે બેઠા ખાઓ, પણ પોલીસમાં ન જાઓ. જો કે, માતા ઈચ્છતા હતા કે હું ઓછામાં ઓછું પોલીસમાં જોડાઈ જાઉ.

પપ્પા નાના હતા ત્યારે તેમણે ઘણા ધંધાઓ કર્યા હતા. કાર ધોવાથી લઈને ગેરેજ ચલાવવા સુધી. એક વખત તેઓ પડોશની વેલ્ડીંગની દુકાને કોઈ કામ માટે ગયા હતા. તે વેલ્ડિંગવાળા માણસે ગેરવર્તન કરતા પપ્પાને ભગાડી દીધા. જે બાદ તેમણે આગામી 4 દિવસમાં પોતાની વેલ્ડીંગની દુકાન ખોલી. દરરોજ થોડાક પૈસા કમાતા હતા. આજે અમારી પાસે ગામમાં સૌથી મોટી દુકાન છે.

દેવેશના પિતાની વેલ્ડીંગની દુકાન છે. તેઓ લોખંડની વસ્તુઓ બનાવે છે.
દેવેશના પિતાની વેલ્ડીંગની દુકાન છે. તેઓ લોખંડની વસ્તુઓ બનાવે છે.

દેવેશ એનર્જી ડ્રિંક ટેસ્ટ કરવાનું કહે છે. હું બે ઘુટડા પીવ છું. આ સ્વાદ સામાન્ય રીતે અન્ય મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ જેવો જ ​​છે. જો કે, હું ક્યારેય એનર્જી ડ્રિંક પીતો નથી, કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે. તમારે પણ પીવાનું ટાળવું જોઈએ.

દેવેશ કહે છે, 'ભારતમાં અત્યાર સુધી જે પણ એનર્જી ડ્રિંક ઉપલબ્ધ છે તે વિદેશી કંપની બનાવે છે. વેચી રહી છે. એવી કોઈ બ્રાન્ડ નથી કે જે યોગ્ય કિંમતે સારી ગુણવત્તા પ્રદાન કરે. હું ફક્ત જાણતો હતો કે કેવી રીતે પીવું. આ કેવી રીતે બને છે? કેવી રીતે પ્રોડક્શન થાય છે? કંઈ ખબર નહોતી.

ફુડ બાબતે પણ કોઈ બેકગ્રાઉન્ડ ન હતું. સાચું કહું તો મેં એનર્જી ડ્રિંકની રેસીપી યુટ્યુબ પરથી જોઈને શીખી છે. દેશમાં ઘણી કંપનીઓ છે, જે એનર્જી ડ્રિંકની રેસિપી બનાવે છે અને વેચે છે. તમે ઇચ્છો તે રેસીપી ખરીદી શકો છો. તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

મેં આવી ડઝનબંધ કંપનીઓનો સંપર્ક કર્યો. માંડ એક કંપની મારી સાથે કામ કરવા માટે સંમત થઈ, નહીં તો બધી કંપનીઓએ વિચાર્યું કે તે થોડા મહિના પછી બંધ થઈ જશે.

એનર્જી ડ્રિંકમાં શું છે? મેં દેવેશને પૂછ્યું.

તે કહે છે, 'કાર્બન ડાયોક્સાઈડ સિવાય તેમાં કેફીન, શુગર, ટૌરીન અને ઈનોસીટોલ હોય છે. કેફીન ઊંઘને ​​અટકાવે છે, જ્યારે ઇનોસીટોલ શરીરના સેરોટોનિન હોર્મોનને વધારે છે. આનાથી આપણને સારુ ફીલ થાય છે.

દેવેશ ગુજરાતમાં વડોદરા ખાતેની એક કંપનીમાંથી એનર્જી ડ્રિંક બનાવડાવે છે. તે કહે છે, 'કોઈપણ વિક્રેતા પાસેથી બનાવેલી પ્રોડક્ટ મેળવવા માટે ન્યૂનતમ ક્વોન્ટિટી ઓર્ડર (MoQ)નું પાલન કરવું પડશે. મારે 500 બોક્સ માટે પહેલો ઓર્ડર આપવાનો હતો.

એનર્જી ડ્રિંકનો બિઝનેસ પણ શરૂ કર્યો કારણ કે અન્ય બિઝનેસની સરખામણીમાં તેમાં ઓછું રોકાણ હતું. જ્યારે હું રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક એવા બિઝનેસ છે જેમાં 40-50 લાખ રૂપિયા સુધીનું રોકાણ છે. હવે મારી પાસે એટલા બધા રૂપિયા તો નહોતા.

એનર્જી ડ્રિંકના બિઝનેસ માટે શરૂઆતમાં રૂ.5 લાખની જરૂર હતી. હવે, જ્યારે આના માટે રૂપિયા ન હતા, તો હું મારું પોતાનું ઉત્પાદન કેવી રીતે શરૂ કરી શકું? લગભગ 2021ની વાત છે. મેં મારા પપ્પાને કહ્યું કે મારે એનર્જી ડ્રિંકનો બિઝનેસ શરૂ કરવો છે. થોડા રૂપિયાની જરુર છે.

તેમણે પૂછ્યું- કેટલા?

મેં કહ્યું- 5 લાખ...

પપ્પા અને મમ્મી બંને ચોંકી ગયા. પપ્પાએ કહ્યું કે આ ઈન્ડસ્ટ્રીમાં ઘણી મોટી કંપનીઓ કામ કરી રહી છે. વળી પ્રોડક્ટ ચાલશે કે નહીં તેની પણ ખબર નથી. જે પણ રૂપિયાનું રોકાણ કરશો તે પણ ડુબી જશે. મધ્યમ વર્ગીય પરિવાર, આટલા રૂપિયા ક્યાંથી આવશે?

ઘણી મહેનત પછી બંને સંમત થયા. 5 લાખની લોન લીધી. લગભગ સાડા ત્રણ લાખ પ્રોડક્ટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો. બાકીના રૂપિયા માર્કેટિંગ અને મુસાફરી પાછળ ખર્ચવામાં આવ્યા હતા. હું મહિનામાં 20 દિવસ બહાર હતો. હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો અને મારી ડિસ્ટ્રિબ્યુશન શિપ લેવા માટે લોકોનો સંપર્ક કરતો હતો.

દેવેશ વડોદરાની કંપનીમાંથી તેની રેસીપી મુજબ એનર્જી ડ્રિંક બનાવડાવે છે. હાલમાં વોલ્ડનું પ્રોડક્શન બંધ છે.
દેવેશ વડોદરાની કંપનીમાંથી તેની રેસીપી મુજબ એનર્જી ડ્રિંક બનાવડાવે છે. હાલમાં વોલ્ડનું પ્રોડક્શન બંધ છે.

દેવેશ કહે છે, 'સૌથી પહેલા, મેં માર્કેટિંગને સમજવા માટે એક મહિના સુધી ડિસ્ટ્રીબ્યુટર સાથે કામ કર્યું. ફેક્ટરીમાંથી પ્રોડક્ટ ગ્રાહક સુધી કેવી રીતે પહોંચે છે તે સમજ્યો.

એ પછી મેં એક વ્યક્તિને નાસિકમાં ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો. તેને એક સેલ્સ પર્સન આપવામાં આવ્યો હતો, જે ફિલ્ડમાં જઈને પ્રોડક્ટનું માર્કેટિંગ કરતો હતો. પ્રથમ ઓર્ડર 100 બોક્સનો હતો. મારી પ્રથમ મહિનાની આવક 1 લાખ રૂપિયા હતી.

ત્યાંથી શરૂ થયેલો બિઝનેસ આજે 11 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. અમારી 10થી વધુ લોકોની ટીમ કામ કરી રહી છે. અમે સ્ટેટવાઈઝ કેરી ફોરવર્ડ એજન્ટ (CFA) દ્વારા ડિસ્ટ્રીબ્યુટરને પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. જ્યાંથી તે રિટેલ સ્ટોર્સમાં જાય છે. મારું લક્ષ્ય આગામી 3 વર્ષમાં 100 કરોડ રૂપિયાની કંપની બનાવવાનું છે.

નોંધ- આ પ્રકારના એનર્જી ડ્રિંક આર્ટિફિશિયલ હોય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links