- Gujarati News
- Bhaskar khaas
- Pariwarraj
- When Akhilesh Had A Fight With His Father's Girlfriend
પરિવાર રાજજ્યારે પિતાની પ્રેમિકા સાથે અખિલેશનો ઝઘડો થયો:ભાઈને અવગણીને દીકરાને કેવી રીતે સોંપી સત્તા; મુલાયમ સિંહ પરિવારના કિસ્સા
- કૉપી લિંક

વર્ષ 1982ની વાત છે... ઔરૈયા જિલ્લાના બિધુના નિવાસી કમલાપતિની 23 વર્ષની પુત્રી સાધના ગુપ્તા નર્સિંગની તાલીમ લઈ રહી હતી. સાધનાને રાજનીતિમાં રસ હતો, તેથી જ તે તાલીમની સાથે રાજકીય કાર્યક્રમોમાં પણ ભાગ લેવા લાગી. આવા જ એક કાર્યક્રમમાં તેઓ મુલાયમ સિંહ યાદ
43 વર્ષીય મુલાયમ તે સમયે લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા. પહેલી જ મુલાકાતમાં મુલાયમને સુંદર સાધના ગુપ્તા પસંદ આવી ગઈ.
અખિલેશ યાદવની બાયોગ્રાફી 'બદલાવ કી લહર'માં સુનીતા એરોન લખે છે, 'સાધના અને મુલાયમ રાજકીય કાર્યક્રમોમાં અવારનવાર મળવા લાગ્યાં. જ્યારે મુલાયમની માતા મૂર્તિ દેવી બીમાર પડી ત્યારે તેમને લખનૌના નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે સમયે સાધના તેની ખૂબ કાળજી લેતી. જ્યારે માતાને સૈફઈ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે સાધના પણ તેમની સાથે જ રહી.
સુનીતા લખે છે, 'સાધનાની આ સેવાએ મુલાયમને આકર્ષિત કર્યા. આ પછી જ તેમના સંબંધો શરૂ થયા. 1982થી 1988 સુધી અમર સિંહ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેઓ મુલાયમ અને સાધનાની લવ સ્ટોરી વિશે જાણતા હતા. જો કે અમરસિંહે આ વાત કોઈને જણાવી ન હતી. કહે પણ કેવી રીતે? મુલાયમ પહેલાંથી જ પરિણીત હતા અને તેમના ઘરે પત્ની માલતી દેવી અને પુત્ર અખિલેશ હતાં.
1988માં 15 વર્ષના અખિલેશ પહેલીવાર સાધના ગુપ્તાને મળ્યા હતા. વરિષ્ઠ પત્રકાર નેહા દીક્ષિતે 'કારવાં' મેગેઝિનમાં પરિવારની નજીકના વ્યક્તિના હવાલાથી લખ્યું હતું કે, 'અખિલેશને સાધના સાથે બનતું નહોતું અને આ દરમિયાન સાધનાએ કથિત રીતે અખિલેશને થપ્પડ પણ મારી હતી. આ પછી અખિલેશને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતા હતા.
'દેશના શક્તિશાળી રાજકીય પરિવારોની શ્રેણી 'પરિવાર રાજ'ના પાંચમા એપિસોડમાં ઉત્તરપ્રદેશના મુલાયમ સિંહ યાદવ પરિવારની કહાની…

જ્યારે એક અંગ્રેજી શિક્ષક અને કુસ્તીબાજ રાજકીય અખાડામાં કૂદી પડ્યા
22 નવેમ્બર 1939, ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં સુધીર સિંહ યાદવના ઘરે મુલાયમ યાદવનો જન્મ થયો. ઊંચાઈમાં નાના મુલાયમ બાળપણથી જ મજબૂત શરીર ધરાવતા હતા. મુલાયમના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા, તેથી 1963માં બીએ પાસ કર્યા બાદ મુલાયમ પરિવાર ચલાવવા માટે કરહાલ ઈન્ટર કોલેજમાં અંગ્રેજી ભણાવવા લાગ્યા.
કોલેજમાં ભણાવવાની સાથે સાથે મુલાયમ સમાજવાદી રેલીઓમાં પણ જતા હતા અને કુસ્તી પણ કરતા હતા. મુલાયમના પિતા ખેડૂત હતા, તેથી જ મુલાયમનું ધ્યાન ખેતી પર પણ હતું.
આ કિસ્સો 1966નો એટલે કે 58 વર્ષ જૂનો છે. ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં એક દંગલ ચાલી રહ્યું હતું. આ જોવા માટે પ્રજા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નાથુસિંહ પહોંચ્યા હતા. ત્યારે તેમની નજર કુસ્તી કરતા યુવક પર પડી. નાથુ તેની યુક્તિઓ જોઈને એટલા ખુશ થયા કે તેમણે તે જ દિવસે તેને રાજકારણમાં પોતાનો શિષ્ય બનાવ્યો.

ઈતિહાસના સૌથી યુવા ધારાસભ્ય બન્યા મુલાયમ 1967માં જ્યારે ઉત્તરપ્રદેશમાં ખેતરોની સિંચાઈના પાણીના ભાવમાં વધારો થયો ત્યારે સમગ્ર રાજ્યમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું. મનોહર લોહિયાએ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. લોહિયાના ભાષણથી પ્રભાવિત થઈને મુલાયમ પણ 'નહેર રેટ' આંદોલનમાં જોડાઇ ગયા.
આ આંદોલનને દબાવવા માટે કોંગ્રેસે રામમનોહર લોહિયાની ધરપકડ કરી હતી અને તેમની સાથે 28 વર્ષના મુલાયમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડથી આખા વિસ્તારમાં મુલાયમની છબી એક એગ્રેસિવ યુવા નેતા તરીકે ઊભરી આવી હતી.
મુલાયમના જૂના સહયોગી સત્યદેવ ત્રિપાઠીનું કહેવું છે કે આ વલણથી ખુશ થઈને નાથુસિંહના કહેવા પર લોહિયાએ તેમને ધારાસભ્યની ટિકિટ આપી. માત્ર 28 વર્ષની ઉંમરે ચૂંટણી જીતીને મુલાયમ સિંહ યાદવ આઝાદી બાદ સૌથી યુવા ધારાસભ્ય બન્યા.
10 વર્ષ બાદ 1977માં ઉત્તરપ્રદેશમાં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે મુલાયમ સિંહ યાદવને સહકારી મંત્રી બનાવવામાં આવ્યા હતા.
સહકારી આંદોલનના માધ્યમથી મુલાયમ પોતાના પરિવારને રાજકારણમાં લાવ્યા
મુલાયમ પણ સહકારી મંત્રાલય ઈચ્છતા હતા. મુલાયમને લાગ્યું કે આ તે વિભાગ છે જેના દ્વારા અમલદારોની લાલફીતાશાહી પ્રજાના હાથમાં જશે. મુલાયમ પહેલાંથી જ ઈટાવા કો-ઓપરેટિવ બેંકો સાથે જોડાયેલા હતા. મંત્રી બન્યા બાદ તેમણે તેમના ભાઈ શિવપાલ યાદવને સહકારી આંદોલન સાથે જોડ્યા.
મુલાયમે ઉત્તરપ્રદેશના સહકારી વિભાગમાં ઘણા ફેરફારો કર્યા. આ ફેરફારો દ્વારા શિવપાલ યાદવ પહેલા ઇટાવા જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ બન્યા, પછી સમગ્ર દેશની સહકારી બેંકો પર નિયંત્રણ મેળવ્યું. આજે પણ શિવપાલની પત્ની સરલા દેવી અને પુત્ર આદિત્ય અંકુર યાદવ સહકારી બેંકો સાથે જોડાયેલાં છે.

'નાના કદના મુલાયમને કોણ પોતાનો નેતા માનશે?' રાષ્ટ્રીય લોકદળના ભૂતપૂર્વ સંગઠન પ્રભારી ડૉ. રાજકુમાર સાંગવાને ભાસ્કરને જણાવ્યું હતું કે ખેડૂત મસીહા ચૌધરી ચરણસિંહે જ મુલાયમ સિંહની નેતૃત્વ ક્ષમતાને ઓળખી હતી.
તે સમયે મુલાયમ સિંહ મંચો પર કહેતા હતા કે તેઓ ચૌધરી ચરણસિંહના વારસદાર છે. તેઓ હંમેશાં ખુલ્લેઆમ પોતાને ચૌધરી સાહેબના વારસદાર ગણાવતા હતા. જ્યારે તેમના પુત્ર ચૌધરી અજિત સિંહ તેમના કાયદેસરના વારસદાર કહેવાતા હતા.
1977માં જ્યારે તમામ વિપક્ષી દળોએ મળીને ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ જનતા પાર્ટીની રચના કરી ત્યારે મુલાયમ આ જનતા પાર્ટીમાં મોટા નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
જોકે, સપાના નેતા બેની પ્રસાદ વર્માનું એક નિવેદન મુલાયમ અને ચરણસિંહ વચ્ચેના સંબંધોને જાણવા અથવા સમજવા માટે એક અન્ય પરિપ્રેક્ષ્ય આપે છે.
બીબીસી સાથે વાત કરતા બેની પ્રસાદે કહ્યું હતું કે, 'મને મુલાયમ સિંહ ખૂબ જ પસંદ હતા. 1979માં રામનરેશ યાદવને સીએમ પદેથી હટાવ્યા બાદ મેં ચરણસિંહને મુલાયમસિંહ યાદવને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ ચરણસિંહ મારી સલાહ પર હસી પડ્યા અને કહ્યું- આટલા નાના કદના વ્યક્તિને કોણ પોતાનો નેતા માનશે. પછી મેં કહ્યું- નેપોલિયન અને લાલ બહાદુર શાસ્ત્રી પણ નાના કદના જ હતા. જ્યારે તે નેતા બની શકે છે તો મુલાયમ કેમ નહીં? તે સમયે ચરણસિંહે મારી દલીલ સ્વીકારી ન હતી.
1980માં જ્યારે મુલાયમ સિંહ ઈટાવાથી ચૂંટણી હારી ગયા તે પછી ચૌધરી ચરણસિંહે જ મુલાયમ સિંહને વિધાન પરિષદના સભ્ય બનાવ્યા.
ચૌધરી ચરણસિંહની વિરાસત માટે તેમના પુત્ર અજિતસિંહ સાથે ટકરાયા મુલાયમ સિંહ
1980માં મુલાયમ સિંહ યાદવ લોકદળના અધ્યક્ષ બન્યા, જે પાર્ટીનું આગળ જઇને જનતા દળમાં વિલિનીકરણ થઇ ગયું. ચૌધરી ચરણસિંહનું 1987માં અવસાન થયું હતું. આ પછી પક્ષ અને સત્તા માટે ચૌધરી અજિત સિંહ અને મુલાયમ યાદવ વચ્ચે રાજકીય યુદ્ધ શરૂ થયું. લોકદળ બે ભાગમાં વહેંચાઈ ગયું.
એક હિસ્સા પર હેમવતી નંદન બહુગુણા અને બીજા ભાગ પર અજિત સિંહનો કબજો હતો. મુલાયમના હાથમાંથી માત્ર પાર્ટી જ નહીં પરંતુ વિપક્ષના નેતાની ખુરશી પણ છીનવાઈ ગઈ હતી.
મુલાયમે ડાબેરી અને ચંદ્રશેખરની જનતા પાર્ટી સહિત 7 પક્ષોનું ગઠબંધન કરીને ક્રાંતિ મોરચો બનાવ્યો. તેના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. આ સમયે મુલાયમ 1988માં વીપી સિંહના નેતૃત્વમાં બનેલી જનતા દળ પાર્ટીના સભ્ય હતા. આખા ઉત્તર પ્રદેશમાં એક સ્લોગન ચાલતું હતું- જિસકા જલવા કાયમ હૈ, ઉસકા નામ મુલાયમ હૈ.
1989માં મુલાયમ મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી પદના શપથ લેતી વખતે મુલાયમે ભાવુક થઈને કહ્યું હતું કે, 'ગરીબના પુત્રને મુખ્યમંત્રી બનાવવાનું લોહિયાનું જૂનું સપનું સાકાર થયું છે.'

જ્યારે ચંદ્રશેખર સાથેના વિવાદ પછી મુલાયમે બનાવ્યો પોતાનો નવો પક્ષ
1989થી 1992ની વચ્ચે મુલાયમ રાજકીય મૂંઝવણમાં હતા. પરિણામ એ આવ્યું કે તેમણે વીપી સિંહના જનતા દળ સાથેના સંબંધો તોડી નાખ્યા અને ચંદ્રશેખરની એસજેપીમાં જોડાયા. 2 નવેમ્બર, 1990એ જ્યારે કારસેવકો બાબરી મસ્જિદ તોડવા જતા હતા ત્યારે મુલાયમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. પોલીસે કારસેવકો પર લાઠીઓ અને ગોળીઓ ચલાવી હતી, જેમાં એક ડઝન કારસેવકો માર્યા ગયા હતા. આ પછી મુલાયમ સિંહ યાદવને 'મુલ્લા મુલાયમ' કહેવા લાગ્યા.
આ ઘટના બાદ મુલાયમ સિંહ યાદવની સરકાર પડી. હવે મુલાયમને પોતાની અલગ પાર્ટીની જરૂર લાગવા લાગી. 4 ઓક્ટોબર, 1992ના રોજ ચંદ્રશેખર સાથેના વિવાદ બાદ મુલાયમ સિંહ યાદવે 'સમાજવાદી પાર્ટી'ના નામથી પોતાની અલગ પાર્ટી બનાવી હતી.

જ્યારે મુલાયમ-શિવપાલ પર માયાવતી પર હુમલાનો આરોપ લાગ્યો
વર્ષ 1993 એટલે કે લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને રોકવા માટે મુલાયમ સિંહ યાદવની સપા અને કાંશીરામની બસપાએ ગઠબંધન કર્યું. ત્યારે સૂત્રોચ્ચાર થયા- 'મિલે મુલાયમ કાંશીરામ, હવામેં ઊડ ગયે જય શ્રીરામ'. આ સમયે યુપીમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 422 હતી.
વિધાનસભા ચૂંટણીમાં સપાને 109 અને બસપાને 67 બેઠકો મળી હતી. ડાબેરીઓ, કોંગ્રેસ અને અન્યોની મદદથી ગઠબંધન સરકાર રચાઈ. આ સરકારમાં મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ ટીએસ આર સુબ્રમણ્યમ તેમના પુસ્તક 'જર્ની થ્રુ બાબુડમ એન્ડ નેતાલેન્ડ'માં લખે છે, એક વખત જ્યારે તેઓ સીએમ હતા ત્યારે મુલાયમને કાંશીરામને મળવા માટે 4 કલાક રાહ જોવી પડી હતી.
મુલાયમે જ્યારે પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે સાહેબ દાઢી બનાવી રહ્યા છે. આ પછી સ્નાન કર્યા બાદ તે મળશે. આ ઘટનાના થોડા દિવસો પછી, 2 જૂન, 1995એ બસપાએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી, જેના કારણે મુલાયમ સિંહ યાદવની સરકાર પડી.

તે સમયે લખનૌના મીરાબાઈ માર્ગ સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસનો રૂમ નંબર 1 માયાવતીનું ઠેકાણું હતું.
સરકારનું અલ્પમતમાં આવવું સપાના નેતાઓને પસંદ ના આવ્યું. પાર્ટીના કેટલાક ધારાસભ્યો અને નેતાઓએ તેમના કાર્યકરો સાથે માયાવતી પર હુમલો કર્યો. તે સમયે માયાવતી ગેસ્ટ હાઉસના રૂમમાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી રહી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓએ ગેસ્ટ હાઉસ પર કબજો જમાવી લીધો હતો.
જ્યારે બસપાના ધારાસભ્યોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ લાતો અને મુક્કા ખાવા પડ્યા. બસપાના 5 ધારાસભ્યોને ખેંચીને ગાડીમાં બેસાડવામાં આવ્યા અને પછી તેમને મુખ્યમંત્રી નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.
માયાવતી તેમની આત્મકથા 'મારું સંઘર્ષમય જીવન અને બહુજન સમાજ આંદોલનની સફર'માં લખે છે- 'તે દિવસે, ભીડ વિશે માહિતી મળતા હું તરત જ એક રૂમમાં સંતાઇ ગઇ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જ્યારે સપા સમર્થકોને માહિતી મળી તો તેઓ તે રૂમનો દરવાજો જોર-જોરથી ખખડાવવા લાગ્યા. મને અપશબ્દો બોલીને રૂમમાંથી બહાર આવવાની ધમકી આપતા હતા.
લગભગ બે કલાક સુધી ગેસ્ટ હાઉસમાં હિંસાનો માહોલ રહ્યો હતો. આખરે મોડી સાંજે ડીએમ રાજીવ ખરે ગેસ્ટ હાઉસ પહોંચ્યા અને પોલીસની મદદથી માયાવતીને સુરક્ષિત બચાવી લીધા. બીજેપી, કોંગ્રેસ, લેફ્ટ અને બીએસપીના 282 ધારાસભ્યોની મદદથી માયાવતી બીજા દિવસે મુખ્યમંત્રી બન્યા.
30 વર્ષ પહેલા થયેલા લખનૌ ગેસ્ટ હાઉસ કાંડના મુખ્ય કાવતરાખોર મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ યાદવ હોવાનું કહેવાય છે.

મુલાયમે પોતાની સીટ છોડીને બંને ભાઈઓને રાજકારણમાં ઉતાર્યા
1996માં સપાના વડા મુલાયમ સિંહ યાદવે તેમની જસવંતનગર બેઠક તેમના નાના ભાઈ શિવપાલ માટે ખાલી કરી દીધી. સાથે જ મૈનપુરીથી લોકસભાની ચૂંટણી લડી. ત્યારથી જ શિવપાલ સિંહ યાદવનો જસવંતનગર વિધાનસભા બેઠક પર કબજો અકબંધ છે.
1999માં મુલાયમ બે બેઠકો સંભલ અને કન્નૌજ પરથી ચૂંટણી લડ્યા હતા. 2004માં મુલાયમે સંભલ સીટ તેમના બીજા ભાઈ રામગોપાલ યાદવ માટે છોડી દીધી હતી. રામગોપાલ આ સીટ પરથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.
પત્ની સાથે ફરવા ગયા હતા અખિલેશ, પિતાએ ફોન પર કહ્યું– તારે ચૂંટણી લડવાની છે
'અખિલેશ યાદવઃ વિન્ડ્સ ઑફ ચેન્જ' પુસ્તકની લેખિકા સુનિતા એરોને ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે સિડનીમાં અભ્યાસ કરતી વખતે અખિલેશ યાદવે રાજકારણમાં આવવાનું વિચાર્યું પણ નહોતું. તે બાળપણથી જ સેનામાં જોડાવા માંગતા હતા, તેથી જ જો મુલાયમ તેમને રાજનીતિમાં ન લાવ્યા હોત તો કદાચ તે સેનામાં હોત.
તેમના મિત્ર ચંદ્રશેખરે જણાવ્યું કે તે અઠવાડિયાના 120 ડોલરનો ખર્ચ કરતા હતા, જ્યારે અખિલેશ માંડ 90 ડોલરનો ખર્ચ કરી શકતા હતા. સિડનીમાં એક દિવસ અખિલેશ તેના મિત્રો સાથે ફરવા નીકળ્યા હતા અને આ દરમિયાન તેમણે જોયું કે કેવી રીતે સિડનીમાં ફાસ્ટ ફૂડ ચેઈનનો બિઝનેસ ઝડપથી વિસ્તરી રહ્યો છે.
થોડીવાર વિચાર કર્યા પછી અખિલેશ યાદવે તેમના મિત્રને કહ્યું કે આપણે પણ અહીં આવા કોઈ વ્યવસાય વિશે વિચારવું જોઇએ. શું આપણે મેકડોનાલ્ડના બર્ગરની જેમ લિટ્ટી ચોખાની ચેઇન ના શરૂ કરી શકીએ. મને ખાતરી છે કે તે ખૂબ જ લોકપ્રિય થશે.
સુનીતા એરોન જણાવે છે કે લગ્ન બાદ અખિલેશ અને ડિમ્પલ ડિસેમ્બર 1999માં રજાઓ ગાળવા દેહરાદૂન ગયા હતા. આ બંને દેહરાદૂનના એક મોલમાં ખરીદી કરી રહ્યા હતા, ત્યારે અખિલેશને મુલાયમ સિંહનો ફોન આવ્યો. તેમણે કહ્યું, તમારે ચૂંટણી લડવી પડશે. અખિલેશ હા કે નામાં જવાબ આપે તે પહેલા જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. અખિલેશે 1999માં કન્નૌજ બેઠક પરની પેટાચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો.

મુલાયમની બીજી પત્નીનો કિસ્સો 2 જુલાઈ, 2005એ વિશ્વનાથ ચતુર્વેદીએ મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી. પૂછ્યું કે 1979માં 79 હજારની સંપત્તિ ધરાવતો સમાજવાદી કરોડોનો માલિક કેવી રીતે બન્યો?,
સુપ્રીમ કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસ કરાવી. રિપોર્ટમાં ખુલાસો થયો કે 1994થી મુલાયમને બીજી પત્ની અને એક બાળક છે. હકીકતમાં, 1994માં પ્રતિક ગુપ્તાએ મુલાયમ સિંહનું સત્તાવાર સરનામું તેમના કાયમી રહેઠાણમાં શાળાના ફોર્મમાં લખ્યું હતું. આ સાથે માતાનું નામ સાધના ગુપ્તા અને પિતાનું નામ એમએસ યાદવ લખવામાં આવ્યું હતું.
આ રીતે, સાધના અને મુલાયમની લવ સ્ટોરી, જે અત્યાર સુધી ફક્ત પરિવારને જ ખબર હતી, તે હવે આખી દુનિયાની સામે આવી ગઈ. સાધનાના પુત્ર પ્રતીક રાજકારણમાં સક્રિય નથી, પરંતુ પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ છે.
આઝમ-શિવપાલને નારાજ કરીને મુલાયમે અખિલેશને સીએમ બનાવ્યા
12 વર્ષ સાંસદ રહ્યા બાદ અખિલેશે પોતાના પિતા પાસેથી રાજકારણના તમામ દાવ-પેંચ શીખી લીધા હતા. હવે તક હતી ઉત્તરપ્રદેશમાં 2012ની વિધાનસભા ચૂંટણીની.
માયાવતીને સત્તા પરથી હટાવવા માટે અખિલેશે રાજ્યમાં 410 સભાઓ કરી અને 12 હજાર કિલોમીટરની રથયાત્રા કાઢી. આ સિવાય તેમણે 250 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કર્યું અને યુવાનોને પાર્ટી સાથે જોડ્યા.
પરિણામ એ આવ્યું કે યુપી વિધાનસભાની 403 બેઠકોમાંથી સપાએ 224 બેઠકો જીતી. પિતાના કારણે આ જીતનો શ્રેય અખિલેશને મળ્યો.
યુપીના પૂર્વ માહિતી કમિશનર વીરેન્દ્ર સક્સેના કહે છે, 'ચૂંટણીના પરિણામો પછી મુલાયમ પરિવારના કુળ-પૂરોહિતને તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા. પંડિતજીએ એક કાગળની સ્લિપ પર મુલાયમનું નામ, શપથ લેવાની તારીખ અને સમય લખીને તેમને આપ્યો. મુલાયમે એ સ્લિપ પાછળ બેઠેલા પરિવારના અન્ય સભ્યોને આપી દીધી.
આ પછી તેમણે થોડું નમીને પંડિતજીને કહ્યું કે તેઓ અખિલેશ વિશે પણ માહિતી આપે. પંડિતજીએ કાગળની સ્લિપ પર અખિલેશનું નામ લખ્યું અને શપથ લેવાનો શુભ સમય નોંધ્યો. આ બધું જોઈને શિવપાલ સહિત પરિવારના તમામ સભ્યો સમજી ગયા કે નેતાજીએ પોતાના પુત્રને સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે.
વરિષ્ઠ પત્રકાર રાહુલ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર મુલાયમ યાદવે અખિલેશને સીએમ બનાવવાની વાત કરતા જ શિવપાલ અને આઝમ તેમનાથી નારાજ થઈ ગયા. જો કે, મુલાયમે આઝમને સમજાવ્યા અને તેમના દ્વારા ધારાસભ્યોની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે અખિલેશનું નામ પ્રસ્તાવિત કરાવ્યું. આ રીતે તમામ વરિષ્ઠ નેતાઓની નારાજગી છતાં અખિલેશ રાજ્યના સીએમ બન્યા.

જ્યારે મુલાયમની સામે તેમના પુત્ર અને ભાઈ વચ્ચે ઝપાઝપી થઈ
22 ઓક્ટોબર 2016એ અખિલેશ યાદવે તેમના કાકા શિવપાલ યાદવને પોતાની પાર્ટીમાંથી બરતરફ કર્યા. તેના બીજા દિવસે શિવપાલે રામગોપાલ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.
પત્રકાર રાહુલ શ્રીવાસ્તવનું કહેવું છે કે સીએમ બન્યા બાદ અખિલેશ સતત વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરી રહ્યા હતા. મોટાભાગના નિર્ણયો તે પોતે જ લેતા હતા. આ કારણે શિવપાલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેમનાથી નારાજ હતા. આ નારાજગી અખિલેશ અને શિવપાલ વચ્ચેના અંતરનું કારણ હતું.
24 ઓક્ટોબરે મુલાયમે પાર્ટીની બેઠક બોલાવી હતી. આ મીટિંગમાં પહેલા અખિલેશ રડ્યા અને પછી શિવપાલે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. જે બાદ મુલાયમે આ બેઠકમાં કહ્યું કે શિવપાલ અને અમર સિંહ મારા ભાઈઓ છે. જો અમર ન હોત તો હું 7 વર્ષ જેલમાં ગયો હોત. હું આ બંને વિરૂદ્ધ એક શબ્દ પણ સાંભળીશ નહીં.

આ પછી મંચ પર બોલવા આવેલા અખિલેશ યાદવે કહ્યું કે હાલમાં જ અખબારમાં તેમને ઔરંગઝેબ કહીને એક લેખ છપાયો હતો. અમર સિંહે આ લેખ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. આ સાંભળીને શિવપાલ યાદવે અખિલેશ યાદવ પાસેથી માઈક છીનવી લીધું અને પૂછ્યું કે તમે જૂઠું કેમ બોલો છો. આ પછી સ્ટેજ પર જ બંને નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી. મુલાયમ ગુસ્સે થઈને બેઠક છોડીને ચાલ્યા ગયા.
યુપી વિધાનસભાની ચૂંટણી લગભગ એક મહિના પછી ડિસેમ્બર 2016માં આવવાની હતી. અખિલેશે કોઈને પૂછ્યા વગર પોતાના મનપસંદ લોકોને ટિકિટ આપી. આનાથી નારાજ મુલાયમે અખિલેશને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. તેમના નિર્ણયના કારણે અખિલેશના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પરિણામ, થોડા જ દિવસોમાં અખિલેશને પાર્ટીમાં પાછા લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ નારાજ શિવપાલે પાર્ટી છોડી દીધી. અહીંથી આખા પરિવારમાં બે ફાંટા પડી ગયા. પાર્ટીની સંપૂર્ણ કમાન અખિલેશ યાદવના હાથમાં આવી ગઈ.
રાજકીય નિષ્ણાત અભય કુમાર દુબેના જણાવ્યા અનુસાર, સપા પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ ઈચ્છતા હતા કે સરકાર મુખ્યમંત્રી અખિલેશ યાદવ ચલાવે અને ચૂંટણી તેમના કાકા શિવપાલ યાદવના અનુભવી નેતૃત્વ હેઠળ લડવામાં આવે. પરંતુ ચૂંટણીની તૈયારીઓની લગામ શિવપાલના હાથમાં આવતા જ મુખ્યમંત્રીની છાવણીમાંથી તેમને નબળા પાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા. અહીંથી સપાની કમાન સંભાળવા માટે બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો.
પરિણામ, થોડા જ દિવસોમાં અખિલેશને પાર્ટીમાં પાછા લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ નારાજ શિવપાલે પાર્ટી છોડી દીધી. અહીંથી આખા પરિવારમાં બે ફાંટા પડ્યા. પાર્ટીની સંપૂર્ણ કમાન અખિલેશ યાદવના હાથમાં આવી ગઈ. 2019માં શિવપાલ યાદવે સપાથી અલગ થઈને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાની રચના કરી. જો કે, 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ફરીથી સપામાં જોડાયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં શિવપાલ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર બદાઉનથી ચૂંટણી લડી રહ્યા છે. આજે અખિલેશ યુપીમાં વિપક્ષના સૌથી મોટા ચહેરા તરીકે ઓળખાય છે.
'પરિવાર રાજ' શ્રેણીના છઠ્ઠા એપિસોડમાં 11મી એપ્રિલે મહારાષ્ટ્રના બાળાસાહેબ ઠાકરે પરિવારના કિસ્સા વાંચો...
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















