Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

પંથ: મંદિરમાં લોકો કબૂતર ચઢાવે છે:જેના ઘરે કબૂતર બેસે છે તેમને પૈસાની અછત નથી થતી એવી માન્યતા; પંડિતોને ખાસ વરદાન

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

આજે હું જ્યાં છું એ જગ્યાનું નામ લુમ સોહપેતબનંગ ઉમિયમ છે. એ મેઘાલયની રાજધાની શિલોંગથી 25 કિલોમીટરના અંતરે ઊંચી ટેકરી પર આવેલું ગામ છે.

.

ગામ ખૂબ જ સુંદર છે, ઊંચાઈથી જોવામાં આવે તો લાગે છે કે કદાચ સ્વર્ગ આટલું જ સુંદર હશે. જ્વાલામાઈના નામે એક મંદિર પણ છે.

આ મંદિરના આર્કિટેક્ટ હિંદુ નેપાળી સમુદાયના લોકો છે. તેમના પૂર્વજો ઘણા દાયકાઓથી અહીં પૂજા કરતા આવ્યા છે. અહીં રહેતા ખ્રિસ્તી સમુદાયના લોકો મંદિરની આસ્થામાં વિશ્વાસ રાખે છે.

આ છે પંડિત ટીકારામ. તેમના પિતા 1992થી આ મંદિરની પૂજા કરતા હતા, જેમના મૃત્યુ પછી ટીકારામે જવાબદારી લીધી.
આ છે પંડિત ટીકારામ. તેમના પિતા 1992થી આ મંદિરની પૂજા કરતા હતા, જેમના મૃત્યુ પછી ટીકારામે જવાબદારી લીધી.

આ મંદિરમાં જવા માટે મેં શિલોંગથી ટેક્સી લીધી. લીલાછમ વૃક્ષોથી આચ્છાદિત આકાશ અને સ્થાનિક નદીઓના કિનારેથી પસાર થઈને ટેક્સી એક મોટા દરવાજા પાસે પહોંચી.

આ મંદિરમાં ખીચડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદ મુખ્ય પૂજારીના પરિવારના સભ્ય જ બનાવી શકે છે.
આ મંદિરમાં ખીચડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદ મુખ્ય પૂજારીના પરિવારના સભ્ય જ બનાવી શકે છે.

ગામ લુમ સોહપેતબનંગ ઉમિયમ અહીંથી લગભગ દસ કિલોમીટર ચઢાવ પર છે. ઉપર સુધી ટેક્સી જાય છે એટલે મારે ચઢવું ન પડ્યું. રસ્તામાં અમે કેટલાક લોકોને મળીએ છીએ, જેઓ પગપાળા ચડતા હોય છે. મોટા દરવાજાની અંદર ઉપર તરફ જતા સાંકડા રસ્તા છે.

પ્રસાદ ખીચડીની બધી સામગ્રી એક વાસણમાં નાખીને ચૂલા પર મૂકવામાં આવે છે.
પ્રસાદ ખીચડીની બધી સામગ્રી એક વાસણમાં નાખીને ચૂલા પર મૂકવામાં આવે છે.

હું મંદિરના પંડિત ટીકારામ પરજાલીને મળું છું. મેં તેમને મારા આગમનની પહેલેથી જ જાણ કરી દીધી હતી. અમે મળતાંની સાથે જ તેમણે કહ્યું હતું કે તમે પહેલા મંદિરના પ્રાંગણમાં આવો. ત્યાં પહોંચતાં જ મેં દૂરથી જોયું કે એક મહિલા ચૂલા પર કંઈક રાંધી રહી છે. પંડિતજીએ કહ્યું- જે મહિલા રસોઈ બનાવે છે તે તેમની પત્ની છે.

હવે હું જાણવા માગતી હતી કે આ ખીચડી સામાન્ય ખીચડીથી કેટલી અલગ છે? મને કહેવામાં આવ્યું કે આ ખીચડીમાં કેટલી દાળ ઉમેરવામાં આવશે એની ચોક્કસ ગણતરી છે. ઉદાહરણ તરીકે, દોઢ કિલો દાળમાં એક કિલો ચોખા ઉમેરવામાં આવે છે.

આ ગામના નેપાળી પરિવારોની પ્રિય દેવી છે અને માત્ર ગામડામાંથી જ નહીં, આસપાસના જિલ્લાઓ અને ગુવાહાટીથી પણ લોકો પોતાની ઈચ્છા સાથે અહીં આવે છે.
આ ગામના નેપાળી પરિવારોની પ્રિય દેવી છે અને માત્ર ગામડામાંથી જ નહીં, આસપાસના જિલ્લાઓ અને ગુવાહાટીથી પણ લોકો પોતાની ઈચ્છા સાથે અહીં આવે છે.

મંદિર પર લાગેલા એક પથ્થર મુજબ, દસ્તાવેજો અનુસાર, આ મંદિર 1946થી અહીં છે, પરંતુ મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. તે જણાવે છે કે સ્થાનિક વડીલોનું કહેવું છે કે આ પહાડ પરથી એક જ્યોત આકાશ તરફ ગઈ હતી, જેના કારણે આખું આકાશ ચમકવા લાગ્યું હતું. એ જ્વાળાએ પોતે અહીં તેની સ્થાપના માટે કહ્યું અને ત્યારથી અહીં જ્વાલા માઈનું મંદિર સ્થાપિત થયું છે.

મન્નત તો દરેક મંદિર-મસ્જિદમાં માગવામાં આવે છે. મારે એ જાણવું હતું કે અહીં આટલાં કબૂતર કેમ છે.

પંડિત ટીકારામ સમજાવે છે કે અહીંની મુખ્ય માન્યતા એ છે કે લોકો અહીં મન્નત માગે છે. જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય છે ત્યારે અહીંના લોકો કબૂતરની જોડી ચડાવે છે.

કબૂતરોની ઓળખ અલગ રાખવામાં આવે છે. કેટલાક લોકો તેમના પગમાં અલગ પ્રકારનો દોરો બાંધે છે અને કેટલાક તેમના પીછાને રંગ કરે છે.
કબૂતરોની ઓળખ અલગ રાખવામાં આવે છે. કેટલાક લોકો તેમના પગમાં અલગ પ્રકારનો દોરો બાંધે છે અને કેટલાક તેમના પીછાને રંગ કરે છે.

મને વાત ન સમજાઈ, આથી મેં પૂજારીને વિનંતી કરી કે મને વિગતવાર જણાવો.

પૂજારી ટીકારામ કહે છે, 'ખરેખર, ગામમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મન્નતવાળાં કબૂતરો તેમના ઘરે આવીને બેસે. ગામલોકોએ એની પાંખો કાપી નાખે છે, જેથી તે લાંબા અંતર સુધી ઊડી ન શકે. આવી સ્થિતિમાં કબૂતરો ફક્ત ગામનાં ઘરોમાં જ રહે છે.

મંદિરમાં આવેલી સીતા વિશ્વા જણાવે છે કે અહીં દરેક ગામમાંથી લોકો આવે છે. ખાસ કરીને રામનવમી દરમિયાન અહીં પૂજા કરવામાં આવે છે. મંગળવાર અને શનિવારે ભારે ભીડ હોય છે.
મંદિરમાં આવેલી સીતા વિશ્વા જણાવે છે કે અહીં દરેક ગામમાંથી લોકો આવે છે. ખાસ કરીને રામનવમી દરમિયાન અહીં પૂજા કરવામાં આવે છે. મંગળવાર અને શનિવારે ભારે ભીડ હોય છે.

મન્નતવાળાં કબૂતરની વાત રહી ગઈ? પૂજારી કહે છે- 'હા, આ કબૂતરો માટે ફરીથી મન્નત એટલે હોય છે, કારણ કે એવું પણ માનવામાં આવે છે કે જેના ઘરે કબૂતર આવે છે અને બેસી જાય છે તે વ્યક્તિના ઘરમાં પૈસાની કમી નથી રહેતી. તે ધનવાન બની જાય છે, તેથી જ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ કબૂતરો તેમના આંગણે આવે.

અહીં મંદિરની નીચે પાણી છે. પાણી ક્યાંથી આવ્યું એની કોઈને ખબર નથી. એવું પણ કહેવાય છે કે એ પાણી પર જ મંદિરનું નિર્માણ થયું છે. ત્યાંથી નાળા મારફત પાણી કાઢવામાં આવ્યું છે. આખું ગામ એ કાઢેલું પાણી પીવે છે.

અહીંના પંડિતોને વરદાન છે

આ ગામના લોકો પોતપોતાનાં ઘરેથી જ્વાલા મંદિરમાં ચોખા લાવે છે. ચોખા જોઈને પંડિત લોકોની સમસ્યાઓ કહે છે અને એનું નિરાકરણ પણ કરે છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links