- Gujarati News
- Bhaskar khaas
- Panth
- Chhattisgarh Adivasi Devi Devta Temple Mystery | Bhangaram Devi Temple
પંથ: અદાલત, જેમાં કઠેડામાં દેવી-દેવતા:માઈ સંભળાવે છે સજા, ગુનો સાબિત થતાં દેવતાઓને જવું પડે છે જેલમાં
- કૉપી લિંક

હું છત્તીસગઢમાં છું. અહીં કેશકાલ નામનું એક નાનું શહેર છે. આ નગર કોંડાગાંવ જિલ્લામાં આવેલું છે. મુખ્ય માર્ગ પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આથી હવામાં ધૂળ છે.
ઉપરના રસ્તાથી જમણી બાજુએ ખીણની અંદર જતો એક સાંકડો રસ્તો છે. આ વળાંકવાળા રસ્તાઓમાંથી મારે 'ભંગારામ દેવી'ના મંદિરે પહોંચવાનું છે. ભંગારામ દેવીને ન્યાયની દેવી માનવામાં આવે છે, જે દેવી-દેવતાઓને પણ તેમના અપરાધો માટે સજા આપે છે. સ્થાનિક લોકો તેને માઈ કહે છે.
દેવી-દેવતાઓને સજા થાય છે, જ્યારે મેં આ પહેલીવાર સાંભળ્યું ત્યારે મને વિશ્વાસ ન થયો. મારી ઉત્સુકતા એટલી વધી ગઈ કે મેં મુંબઈથી છત્તીસગઢ જવાનો પ્લાન બનાવ્યો. આખા રસ્તે હું વિચારતી રહી કે શું આ ખરેખર શક્ય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ દેવી-દેવતાઓથી નારાજ થાય છે ત્યારે તે તેમની ફરિયાદ કરે છે. વધુમાં વધુ બે-ત્રણ દિવસ પૂજા ન કરે, પરંતુ સજા...

હવે હું ભંગારામ દેવીના દરબારમાં જવા નીકળું છું. આ આદિવાસી વિસ્તાર છે. અહીંની પરંપરા અલગ છે. હું આ વિસ્તારથી પરિચિત નથી, તેથી સ્થાનિક વરિષ્ઠ પત્રકાર અને માનવશાસ્ત્રી કૃષ્ણ દત્ત ઉપાધ્યાય મદદ માટે મારી સાથે છે.
જ્યારે મેં કૃષ્ણ દત્તને અહીં આવવા કહ્યું તો તેમણે ચેતવણી આપી, જેમકે - વાર્ષિક જાત્રા દિવસ નિમિત્તે મહિલાઓને આ મંદિરમાં જવાની મનાઈ છે. તે શાપિત દેવ છે, સાચા દેવ નથી. સ્ત્રીઓ નબળી હોય છે, તેથી તેઓ સરળતાથી જકડી લે છે. જેલ દેવતાઓની, ખૂબ નજીક તમે ન જતા. તમે સહન કરી શકશો નહીં.
મેં હા પાડી, પછી તે મારી સાથે જવા રાજી થઈ ગયા. હવે હું ભંગારામ દેવીના દરબાર પાસે છું. અમને જે રસ્તો કહેવામાં આવ્યો હતો એ મંદિરનો મુખ્ય દરવાજો હતો, એના પર એક મોટું તાળું હતું. બહાર મંદિરના નામનું બોર્ડ નથી. આ બધું જોઈને એવું લાગતું હતું કે અમે મંદિર સુધી પહોંચી શકીશું નહીં.
પછી મેં વિચાર્યું કે જવું તો કોઈપણ સંજોગોમાં છે, તેથી હું અહીંતહીં જોવા લાગી અને રસ્તો શોધવા લાગી. અમે કાંટાળા તારની નીચેથી એક નાની બારી જોઈ. આના દ્વારા વ્યક્તિ અંદર પ્રવેશી શકે છે. એકવાર મને લાગ્યું કે કદાચ હું આ બારીમાં ફસાઈ જઈશ, તો મેં વિચાર્યું કે કદાચ હું બહાર નીકળી શકીશ. મેં જોખમ લઈને કાંટાળો તાર ઓળંગ્યો.
લગભગ 500 મીટર ચાલ્યા પછી મંદિર આવે છે. મંદિરની પાછળ ગાઢ જંગલ છે. ભંગારામ દેવીનું મંદિર તદ્દન અલગ છે. અહીં કોઈ ગુંબજ નથી, કોઈ ધ્વજ નથી, કોઈ ભવ્યતા નથી, કોઈ પૂજારી નથી, કોઈ લોકો નથી. એવું લાગે છે કે જાણે હું ધોળા દિવસે કોઈ ભૂતિયા સ્થળે પહોંચી ગઈ છું.
મંદિરની જાળી પર તાળું લાગેલું છે. મેં જાળીની અંદર જોયું કે ઘોડા અને ગાયના આકારની કેટલીક મૂર્તિઓ હતી. અહીં કેટલીક પથ્થરની આકૃતિઓ પણ છે.

મંદિરની બહાર એક નાનું પથ્થરનો ચબૂતરો છે અને એની નજીક એક પથ્થરની આકૃતિ છે. એની પાસે એક જૂની લાકડાંની ઝૂલતી આકૃતિ દેખાય છે. આ લાકડાંની આકૃતિ પણ અહીંના સ્થાનિક દેવતા છે. પ્રતીકો પણ અહીંનાં સ્થાનિક દેવી-દેવતાઓ છે.
જો હું કૃષ્ણ દત્ત ઉપાધ્યાય સાથે ન આવી હોત તો મેં એને પથ્થર માની લીધો હોત અને આ લાકડાંને ઝૂલો ગણ્યો હોત, પરંતુ ખૂબ જ આદરથી મેં પણ એને દેવતા માનીને માથું નમાવ્યું. ભંગારામ દેવીના મંદિરમાં આરોપી દેવતાઓની અરજી પહેલાંથી જ દાખલ છે.

હવે કોઈ ગામવાસી કે કોઈ દેવી-દેવતાના પૂજારીના પંડમાં કોઈ સિરહાએ પ્રવેશ કર્યો છે, એટલે કે તેમના પિતૃ અથવા ભગવાન. સિરહા નૃત્ય કરી રહ્યા છે, અહીંથી ત્યાં દોડી રહ્યો છે, હંગામો મચાવી રહ્યો છે. તેઓ કંઈક કહી રહ્યા છે, જે હું સમજી શકતી નથી. તેઓ ઉત્પાતી લાગે છે અને તેઓ જે પણ બોલે છે એ દરેક જણ ધ્યાનથી સાંભળે છે. આ જ તેઓ વડા છે, જે કાં તો ભગવાન/દેવીને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરશે અથવા તેમને ગુનેગાર જાહેર કરશે.
પુરુષો દેવ આંગામાં તેમની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. આંગાને કેટલીક જગ્યાએ ચાંદીના કામ સાથે લાકડાંમાંથી બનાવવામાં આવે છે. નર દેવતાને આંગા પર બેસાડી લાવવામાં આવે છે. દેવીને પડદાવાળી પાલખીમાં બેસાડીને લાવવામાં આવે છે.
સિરહા બોલી રહ્યો છે અને આ દેવતા અહીં બેઠા સુનાવણીની રાહ જુએ છે. એક પછી એક સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

કૃષ્ણ દત્ત ઉપાધ્યાય સમજાવે છે કે સિરહા વ્યક્તિના માથા પર આવે છે. તે કાં તો ગ્રામીણ હોય છે અથવા પૂજારી છે. તે બીજી દુનિયાની ભાષા હોય છે. મનુષ્ય સમજતો નથી. એ ભાષા સમજવા માણસની જરૂર પડે છે. જે સિરહા બોલતો રહે છે તે સ્થાનિક ભાષામાં દરેકને સંભળાવતો રહે છે, જેમાં ખ્યાલ આવે છે કે આ દેવી-દેવતાઓ દોષિત છે કે નહીં.
આ બધું જાણ્યા પછી મારા મનમાં જિજ્ઞાસા વધી કે આ દેવતાઓનો કયો ગુનો હશે? કૃષ્ણ દત્ત ઉપાધ્યાય કહે છે, ‘આદિવાસી પરંપરાઓ આડંબરોથી દૂર છે. તેમનામાં ભવ્યતા અને આડંબર માટે કોઈ સ્થાન નથી. આટલું બધું હોવા છતાં આ લોકોની શ્રદ્ધા એટલી ઊંડી છે કે તમે તેના વિશે વિચારી પણ ન શકો. આ લોકો કોઈપણ પથ્થરને વાંકાચૂકા આકારવાળા પથ્થરને પોતાના દેવ કે દેવી બનાવીને પૂજા કરવાનું શરૂ કરે છે. તેઓ દરરોજ એને પ્રાર્થના કરે છે અને માનતા માને છે. તેઓ એની સાથે વાત કરે છે અને ફરિયાદ પણ કરે છે.
જો કામ ન થાય તો તેઓ તેને ઠપકો આપે છે. તેઓ ભગવાનને પણ પડકાર ફેંકે છે કે સારું, મેં તમારી પાસે આ માંગ્યું અને તમે એ ન આપ્યું, મારું પ્રાણી મરી ગયું કે મારા ઘરમાં અણધારી રીતે કોઈ મૃત્યુ પામ્યું, તમે તેને કેમ ન બચાવ્યો? તમે તમારી જાતને ભગવાન કહો છો, આ બધું તમારા સમયમાં થયું, તમારાં પાપો માફ નહીં થાય, હવેથી તમે મારા ભગવાન નથી. દર વર્ષે આવાં દેવી-દેવતાઓ સામે કોર્ટ બેસે છે.

સુનાવણીની પદ્ધતિ શું છે? આ સવાલના જવાબમાં ઉપાધ્યાય કહે છે, 'ભંગારામ દેવીના મંદિરમાં દર વર્ષે કોર્ટમાં આરોપી દેવતાઓને લાવવામાં આવે છે. તેની સુનાવણી અહીં થાય છે. સુનાવણીમાં જોવામાં આવે છે કે ખરેખર ગ્રામજનો પર અત્યાચાર થયો છે કે નહીં. મતલબ કે ગામલોકોને દેવ પાસેથી માગેલી વસ્તુઓ મળી કે નહીં. માત્ર ભંગારામ, ન્યાયની દેવી, જે દેવતા દોષિત ઠરે છે તેને સજા કરે છે. આ સજા ભંગારામ જાત્રા દરમિયાન સંભળાવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના શનિવારે જાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સાત શનિવાર માટે કરવામાં આવે છે. જાત્રાના પ્રથમ સપ્તાહમાં આવતા શનિવારથી છઠ્ઠા શનિવાર સુધી સેવા પૂજા કરવામાં આવે છે. જેમાં દેવીની પૂજા કરવામાં આવે છે. બકરાની બલિ ચઢાવવામાં આવે છે. બકરાની સામે કાચા ચોખા મૂકવામાં આવે છે અને જો બકરો ચોખા ખાય તો જ એનો બલિ ચઢાવવામાં આવે છે. ચોખા ખાધા પછી જ એવું માનવામાં આવે છે કે માતાએ બલિદાન સ્વીકાર્યું છે. કોર્ટ સાતમા શનિવારે રાખવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓના પૂજારીઓ, ગુનિયા, માંઝી, મુખિયા અને ગાયતા બધા આવે છે. સિરહા અને દેવી-દેવતાઓના પૂજારીઓને માળા અર્પણ કરવામાં આવે છે.
જેલ ગણાતા ખાડાને હું નજીકથી જોવા માગતી હતી. સ્થાનિક અનિલ ઉસંદી મને ત્યાં જતા રોકે છે. કૃષ્ણ દત્ત ઉપાધ્યાયે પણ મને આ વાત કહી હતી. મેં બંનેની વાત ન સાંભળી અને ખાડા પાસે પહોંચી ગઈ. જોયું કે પાછળના ભાગે ખાઈમાં ખાડો હતો. એની પાછળ ગાઢ જંગલ છે. વિવિધ પ્રકારના દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ત્યાં પડી છે.

કેટલાક દેવતાઓ કાંટાળી ઝાડી પાછળ પડ્યા છે અને કેટલાક ધૂળમાં પડ્યા છે. એવું લાગે છે કે જે વ્યક્તિએ તેને છોડ્યુા તેના હૃદયમાં ખૂબ જ ગુસ્સો છે. એટલું જ નહીં, મંદિરમાં લાલ ચૂંદડી, કેટલાંય નારિયેળ, ફોટોગ્રાફ્સ અને મૂર્તિઓ ઉપરાંત પૂજા માટે ઉપયોગમાં લેવાતી અન્ય વસ્તુઓ પણ ખાડામાં પડી છે.
કૃષ્ણ દત્ત ઉપાધ્યાય કહે છે કે એમાં સોનું અને ચાંદી પણ મળી શકે છો. હું ફોટો ક્લિક કરવા માટે થોડો નજીક જવા લાગી. આના પર કૃષ્ણ દત્ત ઉપાધ્યાય બૂમો પાડવા લાગ્યા. તેઓ કહે, 'અરે, ત્યાં ન જાઓ, પાછા આવો, તમને આ દેવી-દેવતાઓની ખબર નથી. આ બધા તમને નુકસાન પહોંચાડશે, પાછા આવો. વધુ તસવીરો ન લો, ચાલો... અહીંથી નીકળીએ. મારે તેમની વાતને અવગણવી પડી. મેં પત્રકાર તરીકે મારું કામ કર્યું અને ત્યાંથી નીકળી ગઈ.
અને હા, આ વિસ્તાર છોડતાં પહેલાં તમને જણાવી દઉં કે સજા પામેલા અમુક જ દેવો પાછા પોતાનાં મંદિરોમાં બેસી શકે છે. શરત માત્ર એટલી છે કે જેમની માનતા પૂર્ણ થઈ નથી તેને પૂર્ણ કરવામાં આવે અને ન્યાય પુનઃસ્થાપિત કરવામાં આવે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















