Mon, Nov 16, 2026Updated 02:36 PM IST
Google Preferred Source CTA

પંથ
ગોકુળમાં કૃષ્ણ જન્મ પહેલાં છઠ્ઠી ઊજવવામાં આવે છે:લોકો સંતાનપ્રાપ્તિની માનતા માને છે, લાલાના બાળપણનો ઝૂલો ઝૂલવા ભક્તોની ભીડ ઊમટે છે

3 વર્ષ પેહલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

આમ તો તમે દર શનિવારે પંથ સિરીઝ વાંચો છો. આ વખતે બે દિવસ પહેલાં એટલે કે આજે વાંચો, કારણ કે જન્માષ્ટમીના અવસરે અમે ખાસ તમારા માટે ગોકુલધામ પહોંચ્યા છીએ. આજે ગોકુળ કેવું દેખાય છે, ગોકુળના રહેવાસીઓ કેવા છે અને અહીં જન્માષ્ટમી કેવી રીતે ઊજવવામાં આવે છે. આ

.

મથુરાથી ગોકુળ 10-12 કિલોમીટરના અંતરે છે. અહીં પહોંચીને એવું લાગે છે કે જાણે દરેકના પગ ગોકુળ તરફ આગળ વધી રહ્યા છે. સૂર્યનો તાપ થોડો ઓછો થયો છે. આવી સ્થિતિમાં ચાલવું થોડું સરળ લાગે છે. જ્યાં જુઓ ત્યાં લોકોનાં માથાં પર બેગ અને કોથળીઓ છે. પીળા કપડામાં તેઓ દરેક ગલીમાં રાધે-રાધે કહીને મંઝિલ તરફ આગળ વધી રહ્યા છે.

જોકે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ધામધૂમથી ઊજવવામાં આવે છે, પરંતુ ગોકુળનો નજારો જરા અલગ છે. લગભગ 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના બાળપણનાં 11 વર્ષ અને એક મહિના જેટલો સમય આ સ્થાન પર વિતાવ્યો હતો. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણે ઠૂમક-ઠૂમક ચાલતા અહીંથી જ શીખ્યું હતું. અહીં માખણ અને મીઠાઈની પણ ચોરી થતી હતી અને ગાયો પણ અહીં ચરાવવામાં આવતી હતી. તેમણે ગોકુળના ઘાટ પર જ બાળલીલા કરી હતી.

દરેક ગલીમાં માખણચોર કૃષ્ણની લીલાઓનાં એવાં ચિહ્નો છે કે એકવાર તો લાગશે કે આપણે એ યુગના ગોકુળમાં પહોંચી ગયા છીએ, જ્યાં કૃષ્ણ કોઈપણ ગલીના અંધારા ખૂણામાં છુપાયેલા હશે.
દરેક ગલીમાં માખણચોર કૃષ્ણની લીલાઓનાં એવાં ચિહ્નો છે કે એકવાર તો લાગશે કે આપણે એ યુગના ગોકુળમાં પહોંચી ગયા છીએ, જ્યાં કૃષ્ણ કોઈપણ ગલીના અંધારા ખૂણામાં છુપાયેલા હશે.

અહીં પહોંચ્યા પછી અનુભવ્યું કે ધર્મગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર કૃષ્ણે જે જીવન જીવ્યું એને ગોકુળવાસીઓએ ભૂતકાળ નથી થવા દીધો. બદલાતા જમાના સાથે આજે પણ બધું એવું જ છે, જેવું એ સમયે હતું.

ગોકુળ પહોંચ્યા પછી મને ક્યાંય ડામર કે કોંક્રીટનો રસ્તો દેખાતો નથી. આજે પણ પથ્થરના રસ્તાઓ છે. સૌથી પહેલા મેં અહીં કદમનું ઝાડ જોયું, જ્યાં કૃષ્ણ બેસીને મુરલી વગાડતા હતા.

લોકો અહીંના નંદભવન મંદિરમાંથી મળતું અંગવસ્ત્ર કદમના ઝાડ પર બાંધીને માનતા માગે છે. આ તે ઘાટ પણ છે, જ્યાં માતા યશોદાએ કૃષ્ણની છઠ્ઠીનાં કપડાં ધોયાં હતાં. આને પતિતપાવન કુંડ કહેવાય છે.
લોકો અહીંના નંદભવન મંદિરમાંથી મળતું અંગવસ્ત્ર કદમના ઝાડ પર બાંધીને માનતા માગે છે. આ તે ઘાટ પણ છે, જ્યાં માતા યશોદાએ કૃષ્ણની છઠ્ઠીનાં કપડાં ધોયાં હતાં. આને પતિતપાવન કુંડ કહેવાય છે.

મધુબન જંગલ પતિતપાવન કુંડની બહાર છે. અહીં કૃષ્ણ ગાયો ચરાવવા જતા હતા. ગોકુળધામની ગલીઓ સાંકડી છે. એક સમયે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે. આને કુંજ ગલી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ આ શેરીઓમાંથી માખણ ચોરીને ભાગી જતા હતા અને ગોપીઓ આ શેરીઓમાં પોતાનું દૂધ અને માખણ વેચવા આવતી હતી.

હું જોઉં છું કે અહીં દરેક ગલીમાં લસ્સી અને માખણની દુકાન છે. કહેવાય છે કે અહીંની લસ્સી અને માખણનો સ્વાદ બીજે ક્યાંય મળતો નથી. ગોકુળમાં આવ્યા અને લસ્સી-માખણ ન ખાધાં એવું તો શક્ય નથી. મેં પણ અજમાવ્યું, ખરેખર આવો સ્વાદ મહિનાઓ સુધી જીભ પર રહે.

ગલીમાંથી પસાર થતી વખતે હું ખોવાઈ ગઈ. સેંકડો વર્ષ જૂનાં મકાનો નજરે પડે છે. ઘર બહુ આધુનિક નથી. વિકાસથી દૂર છે. ઘણાં ઘરોને તાળાં લાગેલાં છે. હું સંપૂર્ણપણે મૂંઝવણમાં પડી ગઈ. મારી મૂંઝવણ કદાચ કોઈ ઉમદા વ્યક્તિ સમજી. દૂરથી બૂમો પાડીને કહ્યું- કોઈ સ્થાનિક માણસને સાથે લઈ જાઓ, નહીં તો કુંજ ગલીઓમાં ખોવાઈ જશો.

તે સત્ય કહી રહ્યો છે. અહીં શેરીઓનું એવું જાળું છે કે પહેલીવાર ભટકી જવું સ્વાભાવિક છે. ચાલતાં ચાલતાં હું એક અંધારી ગલીમાં પહોંચું છું, જ્યાં લખ્યું છે કે 'ગલી-ગલી મેં શોર હૈ, કાન્હા માખનચોર હૈ' છે. આ કદાચ ગોકુલની સૌથી સુંદર શેરી છે. એને માખણચોર ગલી કહેવાય છે. અહીંની દરેક ગલીનાં અલગ-અલગ નામ છે, જેમ કે નંદ ગલી, માખણચોર ગલી, ગોપી ગલી વગેરે.

કુંજની અંધારી, સાંકડી ગલીઓમાં બાળ કૃષ્ણના મનોરંજનને દર્શાવતાં ચિત્રો છે. કેટલાંકમાં યશોદા કાન્હાના કાન ખેંચી રહી છે તો કોઈમાં તેઓ માખણ ચોરીને ખાઈ રહ્યા છે.
કુંજની અંધારી, સાંકડી ગલીઓમાં બાળ કૃષ્ણના મનોરંજનને દર્શાવતાં ચિત્રો છે. કેટલાંકમાં યશોદા કાન્હાના કાન ખેંચી રહી છે તો કોઈમાં તેઓ માખણ ચોરીને ખાઈ રહ્યા છે.

મને કહેવામાં આવ્યું હતું કે થોડાં વર્ષો પહેલાં અહીંના રસ્તાઓ કાચા હતા. યોગી આદિત્યનાથ સરકારે શેરીઓ પહોળી કરી છે અને એને તીર્થધામ જાહેર કર્યું છે. ગોકુલ, બરસાના, વૃંદાવન, ગોવર્ધન અને મથુરા એમ પાંચ ગામો માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ જન્માષ્ટમી સહિત રાધા-કૃષ્ણને લગતા કોઈપણ કાર્યનું આયોજન બેઠક કરીને નક્કી કરે છે.

દરમિયાન મેં એક વ્યક્તિને ગાયને ચારો ખવડાવતી જોઈ. મેં ધ્યાનથી જોયું તો દેખાયું કે અહીં દરેક ઘરની સામે ચારો રાખવામાં આવ્યો છે. ખરેખર, અહીંના મોટા ભાગનાં ઘરોમાં એક કે બે ગાયો છે. જેમની પાસે ઘરમાં નથી તેઓ ઘરની બહાર ચારો રાખે છે. કૃષ્ણનો ગાય સાથેનો સંબંધ ગોકુલના રહેવાસીઓએ ક્યારેય જૂનો થવા નથી દીધો. ગાય અહીં દરેક ઘરની સભ્ય છે.

બહારથી આવેલા લોકો પણ ગાયોની પૂજા કરી રહ્યા છે. અહીં ચાર મોટી ગૌશાળા છે અને આ નાનકડા ગામમાં 10,000થી વધુ ગાયો છે. અહીંના લોકો ક્યારેય ગાયો વેચતા નથી.
બહારથી આવેલા લોકો પણ ગાયોની પૂજા કરી રહ્યા છે. અહીં ચાર મોટી ગૌશાળા છે અને આ નાનકડા ગામમાં 10,000થી વધુ ગાયો છે. અહીંના લોકો ક્યારેય ગાયો વેચતા નથી.

શેરીઓમાંથી પસાર થઈને હું નંદ મહેલ પહોંચું છું. ગોકુલનું મુખ્ય મંદિર નંદ મહેલ મંદિર છે. એની પાસેથી યમુના વહે છે. આ એ જ નંદ મહેલ છે, જ્યાં વાસુદેવે કૃષ્ણને ટોપલીમાં મૂકીને યમુના પાર કરીને નંદ મહેલ મૂક્યા હતા. પાછા ફરતી વખતે તેઓ યોગમાયા એટલે કે યશોદાની પુત્રીને પોતાની સાથે લઈ ગયા.

એવું માનવામાં આવે છે કે કૃષ્ણ બાળ સ્વરૂપમાં દરેકની મનોકામના પૂરી કરે છે. મંદિરના મુખ્ય પૂજારી ભગવાન દાસ કહે છે કે કૃષ્ણે કિશોરાવસ્થા પછી જ આ સ્થાનની મુલાકાત લીધી હતી. તેથી જ અહીં મોટા ભાગે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

પૂજારી ભગવાન દાસના કહેવા પ્રમાણે, જો તમે બાળક પાસેથી કંઈક માગો છો, તો તે સહજ ભાવથી આપી દે છે. આવા અમારા બાળકૃષ્ણ છે, જે દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
પૂજારી ભગવાન દાસના કહેવા પ્રમાણે, જો તમે બાળક પાસેથી કંઈક માગો છો, તો તે સહજ ભાવથી આપી દે છે. આવા અમારા બાળકૃષ્ણ છે, જે દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

પૂજારી ભગવાન દાસ કહે છે, 'નંદ મંદિરમાં અંગવસ્ત્ર આપવામાં આવે છે. એ અંગવસ્ત્ર મેળવવા માટે પણ લોકો દૂર-દૂરથી આવે છે. એને પૂજા ઘર અથવા તિજોરીમાં રાખવામાં આવે છે. જો તમે કોઈ ખાસ કામથી જઈ રહ્યા હોવ તો એને તમારી સાથે લઈ જવામાં આવે છે.

આ મંદિરનો મુખ્ય પ્રસાદ માખણ અને મિશ્રી છે. પ્રસાદ લીધા પછી મેં મંદિરની બારીમાંથી નીચે જોયું. નીચે યમુના વહી રહી છે. મંદિરમાં એક નાની કાચી જગ્યા પણ છોડી દેવામાં આવી છે, જેથી લોકો એ સમયની માટીને નમન કરી શકે. મંદિરમાં નંદબાબા, યશોદા, બલરામ, બલરામનાં પત્ની, કૃષ્ણ અને યોગમાયાની મૂર્તિઓ પણ છે.

ઉખાલ બંધન મંદિરની બરાબર સામે છે. કહેવાય છે કે આ ઉખલ બંધનમાં માતા યશોદા કાન્હા માટે માખણ બનાવતી હતી. એની બરાબર બાજુમાં પૂતના મોક્ષ મંદિર છે. એને ચોરાસી ખંબા મંદિર પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરનાં દર્શન કરવાથી ચાર ધામનું ફળ મળે છે.

આ કુંજ ગલીઓ વચ્ચે એક ક્રોસ રોડ છે, જેને નંદ ચૌરાહા કહે છે. સામાન્ય દિવસોમાં પણ નંદ ચાર રસ્તા પર ઊભા રહેવાની જગ્યા હોતી નથી, પરંતુ આજે દેશ અહીં ભેગો થયો છે. આજે અહીં લાલાની છીછીનું વિતરણ કરવામાં આવશે. લોકો લાલાની છીછીના એક છાંટા માટે આતુર છે.

છીછી આખરે શું છે? હું આ જાણવા માગતી હતી. ગોકુળના અધ્યક્ષ સંજય મિશ્રા કહે છે, 'છીછી એક ક્વિન્ટલ દૂધ, એક ક્વિન્ટલ દહીં, એક ક્વિન્ટલ માખણ, કેસર, હળદર અને કેટલાંક ક્વિન્ટલ ફળો મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. એને બનાવવા માટે મોટાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ છીછી ભક્તો પર છાંટવામાં આવે છે.

હું જોઉં છું કે લોકો પોતાના પર પડે એ માટે એક ટીપું ઝંખે છે. ગોકુળમાં એને નંદોત્સવ કહે છે. લોકો આખું વર્ષ આ નંદોત્સવની રાહ જોતા હોય છે. લોકો અહીંથી અંગવસ્ત્ર અને કામધેનુ ગાયની મૂર્તિ પણ લઈ જઈ રહ્યા છે.

આ પહેલાં સવારે 10 વાગ્યે નંદ મહેલ મંદિરથી શોભાયાત્રા નીકળે છે, જેમાં પાલખીમાં કાન્હા, ગોપીઓ અને ગોવાળો હોય છે. છેલ્લાં 50 વર્ષથી ખુદા બક્ષ બાબુ લાલ આ પ્રસંગે શરણાઈ વગાડે છે. હાથી, ઘોડા અને પાલખી પણ છે. નંદચોકના રાસ ચબૂતરા સુધી પહોંચ્યા બાદ લાલાની છીછી લૂંટવામાં છે, જેમાં મંદિરના મુખ્ય પૂજારી અને બ્રજનાં પાંચેય ગામોના અધ્યક્ષ છે.

જન્માષ્ટમીના એક દિવસ પહેલાં અહીં ભગવાન કૃષ્ણની છઠ્ઠી ઊજવવામાં આવે છે. જોકે બાળકના જન્મ પછી છઠ્ઠી વિશ્વમાં દરેક જગ્યાએ ઊજવવામાં આવે છે, પરંતુ માત્ર ગોકુલમાં જ કાન્હાના જન્મ પહેલાં છઠ્ઠી ઊજવવામાં આવે છે. એનું કારણ એ છે કે કાન્હાના જન્મની ખુશીમાં માતા યશોદા એક વર્ષ સુધી તેમની છઠ્ઠી ઊજવવાનું ભૂલી ગયાં હતાં.

ગોકુળમાં આખું વર્ષ ઉત્સવો ઉજવાતા રહે છે. તેથી કાન્હાના જન્મ પહેલા છઠ્ઠી ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ મંદિરમાં ભજન કરે છે. પુરી, હલવો અને શાકનો ભોગ ચડે છે. આ પ્રસાદ દરેક ભક્તને આપવામાં આવે છે. આ મંદિરના પ્રમુખ મથુરાના જિલ્લા ન્યાયાધીશ છે. મંદિરમાં સરકારનો એક માણસ બિરાજમાન રહે છે.

ભક્તોમાં મીઠાઈઓ વહેંચવામાં છે. જેને મળે તેનું નસીબ છે. આ એટલા માટે કરવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે નંદબાબાના ત્યાં કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. તેઓ ગોકુળના સૌથી મોટા ધનિકોમાંના એક હતા જેમની પાસે નવ લાખ ગાયો હતી. ખુશીમાં તેઓએ સોનું, ચાંદી, હીરા, ફળો, રમકડાં, કપડાં અને મીઠાઈઓ વહેંચી હતી. 5000 વર્ષ પછી પણ ગોકુલમાં નંદોત્સવ ઉજવાય છે.

સંજય દીક્ષિતના જણાવ્યા અનુસાર, મોટા ભાગના ભક્તો 254 કિલોમીટરમાં ફેલાયેલા બ્રજના ગોકુળમાં સંતાનપ્રાપ્તિનું વ્રત માગવા આવે છે.
સંજય દીક્ષિતના જણાવ્યા અનુસાર, મોટા ભાગના ભક્તો 254 કિલોમીટરમાં ફેલાયેલા બ્રજના ગોકુળમાં સંતાનપ્રાપ્તિનું વ્રત માગવા આવે છે.

સંજય દીક્ષિત એ પણ જણાવે છે કે આજે પણ ગોકુળનાં ઘરોમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થતો નથી. હોળી નિમિત્તે છડીમાર હોળી રમવામાં આવે છે, કારણ કે જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે તેઓ યશોદા સાથે હોળી રમવાની જીદ કરતા હતા ત્યારે યશોદાએ લાકડી વડે ધોલાઈ કરી હતી. ગોકુળની હોળીને છડીમાર હોળી કહેવાય છે.

આવી ઘણી ધાર્મિક વિધિઓ છે, જે ફક્ત ગોકુળમાં જ નિભાવવામાં આવે છે. ગોકુળના પીઢ પંડિત દ્વારકા પ્રસાદ કહે છે કે આજે પણ બરસાનામાં ગોકુળની છોકરીઓનાં લગ્ન નથી થતાં. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ રાધાને બરસાનાથી લઈને આવ્યા હતા. આજે પણ બરસાનાના લોકો ગોકુળના રહેવાસીઓની સામે હાથ જોડીને ઊભા રહે છે કે તેમની દીકરી ગોકુળ જઈ શકે.

જ્યારે બરસાનાની દીકરીઓ દુલ્હન બનીને ગોકુળ આવે છે, ત્યારે બધા સાથે મળીને ઉજવણી કરે છે. ગોકુળની કન્યાઓનાં લગ્ન વૃંદાવન, ગોવર્ધન, રાધાકુંડ, પતિપુરાણ વગેરે સ્થળોએ થાય છે. આ સિવાય નંદગાંવમાં પણ ગોકુલની છોકરીઓનાં લગ્ન નથી થતાં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links