Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

પંથ
દરગાહ, જ્યાં પિશાચોની ભરાય છે અદાલત:ખરાબ પિશાચને અપાય છે ફાંસી, વીંછીને હાથમાં લઈને માનતા માગે છે લોકો

3 વર્ષ પેહલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

પિશાચોની કોર્ટ. હા, તમે સાચું સાંભળ્યું. તમારી જેમ મેં પણ તેમના વિશે અત્યારસુધી માત્ર સાંભળ્યું હતું. આજે જોવાનો મોકો મળ્યો. પંથની નવી વાર્તા માટે હું ઉત્તરપ્રદેશના અમરોહામાં બિછ્છુવાલી દરગાહ પહોંચી છું.

.

આ હઝરત શાહ વિલાયતની દરગાહ છે. તેમને અમરોહાના બાદશાહ કહેવામાં આવે છે. આ એક એવી દરગાહ છે, જ્યાં સાપ અને વીંછી ડંખ મારવાની પોતાની પ્રકૃતિ ભૂલી જાય છે. અહીં આવતા લોકો હાથમાં વીંછી લઈને માનતા માને છે.

બીજાને આમ કરતાં જોઈને મને પણ વીંછી હાથમાં લેવાની ઈચ્છા થઈ. વીંછી હવે મારા હાથ પર છે, એ થોડો સરકે છે, પરંતુ ડંખતો નથી. મને આ વાત માનવામાં આવતી નથી. મેં તેને ઘણી વખત મારા હાથમાં લીધો. એને પણ ઊંધો-ચત્તો કર્યો, પણ વીંછી શાંત રહ્યો.

એને બોલચાલમાં બિછ્છુવાલી દરગાહ કહેવામાં આવે છે. સાચું નામ હઝરત સૈયદ હુસૈન શરફુદ્દીન શાહ વિલાયત નકવીની દરગાહ છે.
એને બોલચાલમાં બિછ્છુવાલી દરગાહ કહેવામાં આવે છે. સાચું નામ હઝરત સૈયદ હુસૈન શરફુદ્દીન શાહ વિલાયત નકવીની દરગાહ છે.

હું અહીં જુમેરાતની બપોરે, એટલે કે ગુરુવારે પહોંચી છું. ગુરુવાર હોવાથી દરગાહમાં ઘણી ગતિવિધિઓ જોવા મળે છે. શાહ વિલાયત સરકારના દરવાજે આશીર્વાદ લેવા માટે લોકો દૂર-દૂરથી આવ્યા છે. કેટલાક લોકો મળ્યા, જેમની માનતાઓ પૂરી થઈ છે. તે લોકો અહીં લાડુ વહેંચી રહ્યા છે. અહીં દરેક ધર્મના લોકો હાજર છે.

લોકો દુષ્ટતાથી બચવા માટે ઝાડ-ફૂંક કરાવવા અહીં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજર ટળી જાય છે.
લોકો દુષ્ટતાથી બચવા માટે ઝાડ-ફૂંક કરાવવા અહીં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજર ટળી જાય છે.

સાંજ પછી જેમ જેમ રાત વધતી જાય છે એમ એમ દરગાહમાં ચીસોનો અવાજ વધી રહ્યો છે. રડવાનું અને પીટવાનું પણ વધી રહ્યું છે. રુદન પણ એવું છે કે સાંભળનારનું હૃદય કંપી ઊઠે.

એવો દાવો કરવામાં આવે છે કે અહીં દર ગુરુવારે પિશાચોની અદાલત ભરાય છે. શાહ વિલાયત સરકાર તેમનો નિર્ણય કરે છે. તે સારા પિશાચોને ગુલામ બનાવે છે અને ખરાબ પિશાચોને ફાંસી આપે છે.

ગુરુવારે દરગાહ પર મોટી ભીડ ઊમટી પડે છે. સાંજે મુખ્ય દરવાજાથી શાહ વિલાયત સરકાર સુધી ભીડમાંથી પસાર થવું પડે છે. અહીં રસ્તામાં વિવિધ પ્રકારના સામાનની દુકાનો આવેલી છે. બંગડીઓ, ખોરાક, રમકડાં, કપડાં વગેરે.

મારે કોઈ ખાસ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, કારણ કે હું બપોરે જ અહીં આવી પહોંચી હતી. ભેજના કારણે દરેક લોકો પરસેવાથી લથબથ છે. સહેજ પણ પવન ફૂંકાતો નથી, ઉપરથી ચારેબાજુ બૂમો પડી રહી છે.

આ દરગાહની અંદર દુધાધારી અફઝલ મિયાંની દરગાહ પણ છે. અહીં પિશાચોની હાજરી ચાલી રહી છે.
આ દરગાહની અંદર દુધાધારી અફઝલ મિયાંની દરગાહ પણ છે. અહીં પિશાચોની હાજરી ચાલી રહી છે.

અમરોહાથી જ આવેલી રેહાના અહીંથી ત્યાં બેચેનીથી ફરે છે. તેણે તેની પીઠ પાછળ હાથ બાંધ્યા છે. બસ સતત ચક્કર લગાવે છે અથવા ગોળ ગોળ ફરવા લાગે છે. અહીં કોઈની સાથે વાત કરવી શક્ય નથી. કોઈ તેમના હોશમાં જ નથી.

અચાનક મારી પાછળથી ધમાક કરતો અવાજ આવે છે. મેં પાછળ જોયું તો પાછળ એક મહિલા ગુલાંટીઓ ખાઈ રહી હતી. તે સતત ગુલાંટી ખાઈ રહી છે. તેને ન તો ડર લાગે છે કે ન તો ઈજા થાય છે. મારા હાથમાં કોપી-પેન અને મોબાઈલ જોઈને આ લોકોની સાથે આવેલા સંબંધીઓ સમજી ગયા કે હું પત્રકાર છું.

એક પછી એક હવે આ લોકો મારી પાસે આવ્યા અને મને ધમકાવવા લાગ્યા - 'મેડમ વીડિયો ના બનાવ્યો, મોબાઈલ તો દેંગે.' અહીં કોઈને સમજાવવા સહેલું નથી, તેથી હું મારો મોબાઈલ મારા ખિસ્સામાં રાખીને જતી રહી. ત્યારે દરગાહની એક વ્યક્તિએ મને કહ્યું કે ચાલો, હું તમને એક રૂમમાં લઈ જાઉં, જ્યાંથી તમે આ બધા લોકોને જોઈ શકો અને ફોટોગ્રાફ પણ લઈ શકો છો. હું એક રૂમમાં જાઉં છું. ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યાંથી હું દરેકને આરામથી જોઈ શકું છું. મેં સીસીટીવી કેમેરામાંથી જ ફોટા લીધા.

એવું માનવામાં આવે છે કે અહીં હાજર વીંછી મનુષ્યને પોતાના મિત્ર બનાવે છે. બાળકો અને પુખ્ત વયના લોકો બધા હાથ ઊંચા કરીને એને જોઈ રહ્યાં છે.
એવું માનવામાં આવે છે કે અહીં હાજર વીંછી મનુષ્યને પોતાના મિત્ર બનાવે છે. બાળકો અને પુખ્ત વયના લોકો બધા હાથ ઊંચા કરીને એને જોઈ રહ્યાં છે.

રેહાના હવે થોડી શાંત લાગે છે. મેં પૂછ્યું કે તમે અહીં ક્યારથી આવો છો. તે કહે છે, 'હું ત્રણ મહિનાથી આવું છું. મારી અંદર એક પિશાચ છે. એ પરેશાન છે. મેં પૂછ્યું કે પિશાચ કેવી રીતે ખલેલ પહોંચાડે છે, એના પર તે કહે છે, હું પરિવારના સભ્યોને મારું છું. હું મારી માતાને અપશબ્દો કહું કરું છું. અહીં આવ્યા પછી હું ઘણી હદ સુધી ઠીક થઈ છું. મારામાં રહેલા પિશાચને સરકાર દ્વારા ગુલામ બનાવવામાં આવ્યો છે.

મેરઠથી આવેલી જાંદીનો પણ દાવો છે કે તેની અંદર એક પિશાચ છે. અચાનક તે રડવા લાગે છે. તેના પતિનું કહેવું છે કે તેની અંદર રહેલો પિશાચ તેને અજીબોગરીબ કામો કરાવે છે. ક્યારેક અચાનક તે મોટેથી રડે છે. કોઈ દિવસે તે સતત રડતી જ રહે છે.

કેટલાક માથું હલાવે છે, કેટલાક રડે છે, કેટલાક ચીસો કરે છે, કેટલાક અચાનક કૂદવાનું શરૂ કરે છે, કેટલાક અચાનક દોડવા લાગે છે. મારા જેવાં લોકોએ આ દરગાહ પર ખૂબ કાળજી રાખવી પડે છે, ખબર નથી કે ક્યાંથી કોઈ આવીને તેમની સાથે ટકરાઈ શકે છે.

હવે રાતના આઠ વાગ્યા છે. દરગાહ પર નમાજ અદા કરવામાં આવી રહી છે. અંદર, જ્યાં ચાદર ચઢાવવામાં આવે છે, ત્યાં ફક્ત પુરુષો છે. મહિલાઓ બહાર છે. દુઆ પછી બધા ત્યાં હાજર મોટા દીવામાં તેલ રેડતા હોય છે. અગરબત્તીઓ સળગાવે છે. તેઓ પોતાની મનોકામનાલખીને ઝાડ પર લટકાવી રહ્યા છે. લખનારાઓમાં હિંદુ, મુસ્લિમ અને શીખ બધા ​​છે.

ભારતી નાસિકથી અહીં આવી છે. તે જણાવે છે કે તે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી આ દરગાહ સાથે જોડાયેલી છે. તે વર્ષમાં ત્રણ વખત આ દરગાહની મુલાકાત લે છે. મેં પૂછ્યું કે આ દરગાહમાં શ્રદ્ધા વધારવાનું કારણ શું છે?

તે કહે છે, 'સરકારના દરબારમાં મારી દરેક ઈચ્છા પૂરી થઈ છે. જ્યારે તેમણે મારી વાત સાંભળી છે ત્યારે તેમનો આભાર માનવો મારી ફરજ છે, તેથી જ હું વર્ષમાં ત્રણ વખત અહીં હાજરી આપું છું. હું અહીં ત્રણ-ચાર દિવસ રોકાઉં છું.

ભારતી દર વર્ષે નાસિકથી અહીં આવે છે. તે તેની મનોકામના તો જણાવતી નથી, પરંતુ તે કહે છે કે તેણે અહીં જે માગ્યું હતું એ બધું મળી ગયું છે.
ભારતી દર વર્ષે નાસિકથી અહીં આવે છે. તે તેની મનોકામના તો જણાવતી નથી, પરંતુ તે કહે છે કે તેણે અહીં જે માગ્યું હતું એ બધું મળી ગયું છે.

હું ભારતી સાથે વાત કરી રહી હતી ત્યારે જોર જોરથી રડવાનો અવાજ આવ્યો. મેં બીબી બખોઈ (સરકાર શાહ વિલાયત નકવીની બહેન)ની દરગાહ પર એક માણસને રડતો જોયો. તે કહે છે કે હે માતા, મેં આજ સુધી કોઈને કંઈ કહ્યું નથી, મેં કોઈની પાસેથી કંઈ માંગ્યું નથી, માતા, મેં આજ સુધી કોઈની સામે હાથ જોડ્યા નથી, હું ફક્ત તારી સામે હાથ જોડી રહ્યો છું.

સરકાર શાહ વિલાયત નકવીની બહેનની દરગાહ પર એક વ્યક્તિ જોર જોરથી રડી રહી છે. તે કહે છે કે મારે કાંઈ નથી જોઈતું, મારે બસ તું જોઈએ છે મા. રડતાં રડતાં તે હાંફવા લાગે છે.
સરકાર શાહ વિલાયત નકવીની બહેનની દરગાહ પર એક વ્યક્તિ જોર જોરથી રડી રહી છે. તે કહે છે કે મારે કાંઈ નથી જોઈતું, મારે બસ તું જોઈએ છે મા. રડતાં રડતાં તે હાંફવા લાગે છે.

મને મળેલી બીજી છોકરી પણ થોડા સમય પહેલાં પોતાને મારતી હતી. મેં હિંમત એકઠી કરી વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે તેની અંદર બેઠેલો પિશાચ બ્લેડથી તેનો હાથ કાપી નાખે છે. હું તેના કપાયેલા હાથ તરફ જોઉં છું. તેણે તેનો વીડિયો બનવા દીધો નહીં, પરંતુ હાથનો ફોટો લેવા દીધો.

હઝરત શાહ વિલાયતની દરગાહની સંભાળ કોણ રાખે છે? હું આ જાણવા માગતી હતી. જાણવા મળ્યું કે ખાદિમ એટલે કે નોકરના રૂપમાં એક પરિવાર છે, જે અહીં દર ગુરુવારે વારાફરતી બેસે છે. હું એ પરિવારના મન્સૂર આલમ કાદરીને મળું છું.

ખાદિમ મન્સૂર આલમ કાદરી કહે છે કે શાહ વિલાયતની આ દરગાહ 750 વર્ષ જૂની છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં સાપ અને વીંછી કરડતા નથી. આ દરગાહ પર લગભગ 15-20 વીંછીઓ છે. ઘણા લોકોએ આ અંગે સંશોધન કર્યું છે. તાજેતરમાં જ ઓડિશાની એક વ્યક્તિ અહીં એક મોટો ઝેરી વીંછી લાવ્યો હતો, પરંતુ તેણે પ્રકૃતિની વિરુદ્ધ કોઈને ડંખ માર્યો નહોતો.

અહીંની માટીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે કે કદાચ અહીંની માટીના વીંછીઓ ઝેરી નથી. શાહ વિલાયત નકવીએ 750 વર્ષ પહેલાં કહ્યું હતું કે મારી કબર પર સાપ અને વીંછી રહેશે, પરંતુ કોઈને ડંખશે નહીં.

ખાદિમ મન્સૂર આલમ કાદરીએ પડકાર ફેંક્યો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન એટલે કે દુનિયાના કોઈપણ ખૂણેથી અહીં વીંછી લાવો, એ ડંખશે નહીં.
ખાદિમ મન્સૂર આલમ કાદરીએ પડકાર ફેંક્યો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન એટલે કે દુનિયાના કોઈપણ ખૂણેથી અહીં વીંછી લાવો, એ ડંખશે નહીં.

ખાદિમ કાદરીના જણાવ્યા અનુસાર, પિશાચથી પરેશાન લોકોની હાજરી ગુરુવારે થાય છે. એની અરજી સરકારની કોર્ટમાં છે. પછી એ એપ્લિકેશનને ઝાડ સાથે જોડવામાં આવે છે. આ પછી પિશાચ અહીં કેદ થઈ જાય છે. એને પિશાચોની હાજરી અથવા પિશાચોની પેશગી કહેવામાં આવે છે. અહીં આવ્યા પછી પિશાચ પોતાના વિશે જણાવે છે કે તે ક્યાંથી આવ્યો હતો અને શા માટે કબજો જમાવ્યો હતો.

દરગાહનું સંચાલન એક બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે, જે રાજ્ય સરકાર હેઠળ કામ કરે છે. બોર્ડના સભ્ય શુજા હસનના જણાવ્યા અનુસાર, લગભગ 750 વર્ષ પહેલા શાહ વિલાયત તેમના પિતા સાથે ઈરાનથી અહીં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમના ગુરુએ તેમને કહ્યું કે જ્યાં તમને કેરી અને રોહુ માછલી ખાવા માટે મળે ત્યાં પડાવ નાખવો.

શાહ વિલાયત અમરોહા પહોંચ્યા ત્યારે તેઓ ભૂખ્યા હતા. એક સ્ત્રીએ તેમને પૂછ્યું, તમને ભૂખ લાગી છે? તેમણે હા પાડી. મહિલાએ તેમને ખાવાનું આપ્યું, જેમાં કેરી, રોહૂ અને રોટલી હતી. ભોજનમાં આ બધું જોઈને શાહ વિલાયત ત્યાં જ રોકાઈ ગયા. ત્યારથી આ જગ્યાનું નામ અમરોહા પડ્યું.

શુજા હસન કહે છે, 'જ્યારે શાહ વિલાયત અમરોહા પહોંચ્યા ત્યારે નસીરુદ્દીન સાહિબ અહીં એક મજાર પર અગાઉથી જ રહેતા હતા. તેઓ આખા શહેરમાં પ્રખ્યાત હતો. જ્યારે તેમને ખબર પડી કે શાહ વિલાયત અહીં રહેવા આવ્યા છે, ત્યારે તેમણે માટીના વાસણમાં પાણી ભરીને સરકારને મોકલ્યું, જેનો અર્થ એ થયો કે અમરોહામાં પહેલાંથી જ ઘણા સૂફી અને વડીલો છે, તમે અહીં રહી શકો નહીં.

આના પર શાહ વિલાયતે એ માટીના વાસણમાં એક ફૂલ નાખ્યું અને તેમને પાછું મોકલ્યું, જેનો અર્થ હતો કે હું અહીં પાણીમાં ફૂલની જેમ રહીશ. ત્યારે બાબા નસીરુદ્દીને સંદેશો મોકલ્યો કે જ્યાં તમે આશ્રય બનાવ્યો છે ત્યાં સાપ અને વીંછી છે. જવાબમાં શાહ વિલાયત સરકારે કહ્યું કે એ ચોક્કસ હશે, પણ મારી મજાર પર કયામત સુધી તેઓ કોઈને ડંખશે નહીં.

એ જ રીતે શાહ વિલાયત સરકારે નસીરુદ્દીન સાહેબને કહ્યું કે તમારી મજાર પર પણ ગધેડા અને ઘોડા છે. આના પર નસીરુદ્દીન સાહેબે કહ્યું કે બેશક છે, પરંતુ જ્યાં સુધી તે દુનિયામાં જીવશે ત્યાં સુધી મારી મજાર પર પેશાબ નહીં કરે. એટલું જ નહીં, અમરોહાના તમામ ખોવાયેલા ગધેડા મારી કબર પર મળી જશે.'

આ શુજા હસન છે. તેઓ દરગાહના મેનેજમેન્ટ બોર્ડના સભ્ય છે.
આ શુજા હસન છે. તેઓ દરગાહના મેનેજમેન્ટ બોર્ડના સભ્ય છે.

આખી વાર્તા સાંભળ્યા પછી મેં પૂછ્યું - એવું થયું ખરૂં?

શુજા હસને કહ્યું, 'એવું જ થયું. ઠીક છે, હવે અમરોહામાં ગધેડા નથી, પરંતુ જ્યારે બધા કામ ગધેડાથી થતા હતા અને લોકોના ગધેડા ખોવાઈ જતા, ત્યારે તે નસીરુદ્દીન બાબાની મજાર પર આપોઆપ મળી જતા.

નોંધ: અમે ભૂત-પ્રેત-પિશાચ હોવાનો કે ન હોવાનો દાવો કરતા નથી. અમે લોકોની આસ્થા સાથે જોડાયેલી વાતો તમારી સામે લાવ્યા છીએ.

25 ઓગસ્ટ, શુક્રવારના રોજ 'પંથ' શ્રેણીમાં ધર્મ, આસ્થા અને આસ્થાની વધુ એક અનોખી વાર્તા વાંચો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links