Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: માણસને અવકાશમાં મોકલનાર પ્રથમ પ્રાઇવેટ કંપની:મંગળ પર કોલોની બનાવવા SpaceX બનાવી, પહેલું રોકેટ લોન્ચ થયાના 25 સેકન્ડમાં જ દરિયામાં પડ્યું હતું

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

તારીખ- 19 માર્ચ, 2025, સમય- સવારે 3:27. સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓને લઈને આવતી કેપ્સ્યુલે ફ્લોરિડાના કિનારે સમુદ્રમાં લેન્ડ કરી હતી.

.

સમુદ્રની સપાટી પર આવ્યા બાદ ચારેય અવકાશયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કન્ટ્રોલ સેન્ટરે અવકાશયાત્રીઓનાં નામ લેતા કહ્યું, 'નિક, એલેક, બૂચ, સુની...નું સ્પેસએક્સ તરફથી ઘરે પરત આવવા પર સ્વાગત છે.

આ ડ્રેગન કેપ્સ્યુલ જે અવકાશયાત્રીઓને પરત લાવી હતી તે અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સની હતી. જેનો પાયો 2002માં ઈલોન મસ્કે નાખ્યો હતો. આજે તેની આવક 1.12 લાખ કરોડ રૂપિયા છે.

આજે મેગા એમ્પાયરમાં કહાની એરોસ્પેસ અને અવકાશ પરિવહનમાં પ્રથમ પ્રાઇવેટ કંપની સ્પેસએક્સની...

અવકાશયાત્રીઓ નિક, એલેક, બૂચ, સુનિતા વિલિયમ્સ 19 માર્ચ, 2025ના રોજ પાછા ફર્યાં હતાં.
અવકાશયાત્રીઓ નિક, એલેક, બૂચ, સુનિતા વિલિયમ્સ 19 માર્ચ, 2025ના રોજ પાછા ફર્યાં હતાં.

SpaceX એક અમેરિકન એરોસ્પેસ અને સ્પેસ ટ્રાન્સપોર્ટેશન કંપની છે, જેની સ્થાપના 6 મે, 2002ના રોજ ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. મસ્કને હંમેશાં અંતરિક્ષમાં રસ હતો. તેમણે વિચાર્યું કે અન્ય ગ્રહો સુધી પહોંચવા માટે સ્પેસ ટ્રાવેલનું ભાડું ઘટાડવું ખૂબ જ જરૂરી છે. આથી SpaceX કંપની શરૂ કરવામાં આવી હતી. જે સ્પેસ ટેક્નોલોજીને સસ્તી, સુરક્ષિત અને રી-યુઝેબલ રોકેટ બનાવવાના મિશન પર કામ કરી રહી છે.

ખરેખરમાં, ઈલોન મસ્કનું સપનું હતું કે મનુષ્યને એક મલ્ટિ-પ્લેનેટરી પ્લેસીજ બનાવવામાં આવે, જે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર રહી શકે. સાથે જ મસ્ક મંગળ પર પણ કોલોની બનાવવા માંગતા હતા.

તે સમયે કોઈ પ્રાઈવેટ કંપની સ્પેસ મિશન પર આટલો મોટો દાવ લગાવવા તૈયાર નહોતી. તેમ છતાં, મસ્ક કોઈપણ કિંમતે આ કંપની શરૂ કરવા માંગતા હતા. આ માટે મસ્કે તેની એક જૂની કંપની વેચી દીધી. ખરેખરમાં, 1999માં મસ્કે ઓનલાઈન બેંકિંગ સ્ટાર્ટઅપ X.com શરૂ કર્યું હતું. બાદમાં આ કંપની PayPalમાં બદલાઈ ગઈ. 2002માં eBayએ PayPalને ખરીદી લીધી.

આ ડીલથી મસ્કને લગભગ 1,494 કરોડ રૂપિયા મળ્યા. આ રકમ સાથે મસ્કે સ્પેસએક્સની શરૂઆત કરી. આ રૂપિયા સ્પેસએક્સમાં રોકવામાં આવ્યા હતા અને કંપની 10-15 કર્મચારીઓ સાથે શરૂ કરવામાં આવી હતી.

સ્પેસએક્સની ફાઉન્ડિંગ ટીમમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે: ટોમ મુલર, ગ્વિન શોટવેલ અને જિમ કેન્ટ્રરેલ. તેઓ નાસાના પૂર્વ કર્મચારી અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના એન્જિનિયર હતા.

ટોમ મ્યુલર, સ્પેસએક્સના કો-ફાઉન્ડર માનવામાં આવે છે

ટોમ મુલર રોકેટ એન્જિન ડેવલપમેન્ટમાં એક્સપર્ટ હતા.
ટોમ મુલર રોકેટ એન્જિન ડેવલપમેન્ટમાં એક્સપર્ટ હતા.

સ્પેસએક્સના પ્રથમ રોકેટ એન્જિન Merlin અને Kestrelને બનાવવામાં ટોમ મ્યુલરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગ્વિન શોટવેલ, સ્પેસએક્સના President અને COO.

ગ્વિન શોટવેલ SpaceX કંપની શરૂ થયા પછી તરત જ એમાં જોડાયાં.
ગ્વિન શોટવેલ SpaceX કંપની શરૂ થયા પછી તરત જ એમાં જોડાયાં.

શોટવેલ બિઝનેસ ડેવલપમેન્ટ અને કોમર્શિયલ વ્યૂહરચનાઓને લીડ કરે છે.

જિમ કેન્ટરેલ, એરોસ્પેસ એન્જિનિયર અને સ્પેસ મિશન એક્સપર્ટ

જિમ કેન્ટરેલ ઇલોન મસ્કના શરૂઆતી સલાહકાર અને સ્પેસએક્સની સ્થાપક ટીમના સભ્ય હતા.
જિમ કેન્ટરેલ ઇલોન મસ્કના શરૂઆતી સલાહકાર અને સ્પેસએક્સની સ્થાપક ટીમના સભ્ય હતા.

જિમે થોડા સમય પછી કંપની છોડી દીધી અને પોતાની એરોસ્પેસ કંપની શરૂ કરી, જે નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ બનાવી રહી છે.

સ્પેસએક્સનું પ્રથમ મિશન નિષ્ફળ ગયું

સ્પેસએક્સનું પ્રથમ મિશન Falcon-1 Flight-1 હતું. કંપનીનું પ્રથમ રોકેટ 24 માર્ચ, 2006ના રોજ માર્શલ આઈલેન્ડના ક્વાજાલિન એટોલથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઓછા ખર્ચવાળું રોકેટ હતું જે લોન્ચ થયાના 25 સેકન્ડમાં જ સમુદ્રમાં પડ્યું હતું.

રોકેટની ફ્યુઅલ લાઇન લીક થઈ ગઈ હતી, જેના કારણે મિશન નિષ્ફળ ગયું. Falcon 1ના નિષ્ફળ લોન્ચ પછી પણ, SpaceX મિશન સતત ત્રણ વખત નિષ્ફળ ગયા.

ત્યારે સ્પેસએક્સ પાસે છેલ્લા લોન્ચ માટેના જ માત્ર પૈસા બચ્યા હતા. જો આ પણ નિષ્ફળ જાય તો કંપની બંધ થઈ શકતી હતી. જોકે ચોથો પ્રયાસ સફળ રહ્યો હતો. 28 સપ્ટેમ્બર 2008ના રોજ ફાલ્કન-1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું.

ફાલ્કન-1ના સફળ લોન્ચ પછી, નાસાએ સ્પેસ સ્ટેશન પર સામાન પહોંચાડવા માટે સ્પેસએક્સને લગભગ 13,000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

આ પછી કંપનીએ ફાલ્કન 9 નામનું નવું રોકેટ બનાવ્યું, જે વધુ વજન ઉઠાવી શકે છે. 2012માં, ડ્રેગન કેપ્સ્યુલ આ રોકેટ સાથે પ્રથમ વખત સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલું હતું. આ પ્રથમ વખત થયું જ્યારે એક પ્રાઈવેટ કંપનીએ તેનું યાન સ્પેસ સ્ટેશન સાથે જોડ્યું હતું.

2015માં, SpaceXએ સફળતાપૂર્વક તેનું રોકેટ પૃથ્વી પર પાછું લેન્ડ કર્યું જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. અગાઉના રોકેટ એક વખત ઉપયોગમાં લીધા પછી નકામાં થઈ જતાં હતાં. આ કારણોસર અવકાશ મિશન ખૂબ ખર્ચાળ હતાં. જો કે, આ નવી ટેક્નોલોજીથી સ્પેસ ટ્રાવેલના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

6 ફેબ્રુઆરી, 2018ના રોજ, સ્પેસએક્સે કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડામાંથી ફાલ્કન હેવી નામનું રોકેટ લોન્ચ કર્યું. આ એક સુપર પાવરફુલ રોકેટ હતું. તેમાં કુલ 27 Merlin એન્જિન હોય છે- જે તેને 5 મિલિયન પાઉન્ડથી વધુ થ્રસ્ટ પહોંચાડવાની તાકાત આપે છે.

સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યૂલ.
સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યૂલ.

તે એક લાખ કિલોગ્રામ સુધીના પેલોડને LEO (લો અર્થ ઓર્બિટ)માં લઈ જઈ શકે છે. પેલોડ એટલે રોકેટ, સેટેલાઇટ અથવા એરક્રાફ્ટમાંનો તે ભાગ અથવા વસ્તુ જે લક્ષ્ય સુધી પહોંચાડવાનું હોય છે. આ રોકેટ વડે મસ્કે તેની ટેસ્લા રોડસ્ટર કારને પેલોડ તરીકે મોકલ્યું, જેમાં એક ડમી ડ્રાઈવર પણ હતો. કારને સૂર્યની ઓર્બિટમાં મોકલવામાં આવી હતી અને તે આજે પણ હજુ ત્યાં ફરી રહી છે.

30 મે, 2020ના રોજ, SpaceXએ Crew Dragon દ્વારા NASAના બે અવકાશયાત્રીઓને સફળતાપૂર્વક સ્પેસ સ્ટેશન પર પહોંચાડ્યા. પ્રાઈવેટ કંપનીમાં આવું પહેલીવાર બન્યું હતું જેણે માનવને અવકાશમાં મોકલ્યા.

હવે સ્પેસએક્સ સ્ટારશિપ, ફાલ્કન 9 અને ક્રૂ ડ્રેગન જેવી ટેક્નોલોજી સાથે ટૂંક સમયમાં જ મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીના આ રોકેટ વડે ચંદ્ર અને મંગળ પર માનવ કોલોની વસાવવાનો ઉદ્દેશ્ય છે. SpaceX દર વર્ષે સેંકડો સેટેલાઈટ લોન્ચ કરે છે અને નાસા, પેન્ટાગોન અને પ્રાઈવેટ કંપનીઓ સાથે કામ કરે છે.

કેલિફોર્નિયામાં સ્પેસએક્સનું હેડક્વાર્ટર.
કેલિફોર્નિયામાં સ્પેસએક્સનું હેડક્વાર્ટર.

30 જાન્યુઆરી, 2021ના રોજ, સ્પેસએક્સે સ્ટારશિપ SN9નું હાઈ-એલ્ટિટ્યુડ પરીક્ષણ કર્યું, જેમાં તેને લગભગ 10 કિલોમીટરની ઊંચાઈ પર મોકલવામાં આવ્યું. જોકે લેન્ડિંગ સફળ રહ્યું ન હતું, પરંતુ આ પરીક્ષણમાંથી SpaceXને આગામી પેઢીના અવકાશયાન માટે ડેટા મળ્યો. સ્પેસએક્સે વર્ષ 2024 સુધીમાં 400થી વધુ રોકેટ લોન્ચ કર્યા છે.

આજે કંપનીની વેલ્યુએશન આશરે 14.9 લાખ કરોડ રૂપિયા છે. કંપનીનું હોડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. આ ઓફિસ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, ડિઝાઇન લેબ,મિશન કંટ્રોલ, રોકેટ એસેમ્બ્લી અને ટેસ્ટિંગ સુવિધાઓ પણ છે. હાલમાં કંપનીમાં 13 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સ્પેસએક્સ પ્રથમ પ્રાઈવેટ કંપની બની જેણે લિક્વિડ ફ્યૂઅલ રોકેટ વડે ઓર્બિટમાં પહોંચવાનું કામ કર્યું.

રિસર્ચ- રતન પ્રિયા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links