- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire Tata's Judo For The Middle Class
મેગા એમ્પાયરઃ મિડલ ક્લાસ માટે ટાટાનો Zudio:કંપની જાહેરાતો પર ખર્ચ કરતી નથી, ડિસ્કાઉન્ટ આપતી નથી; છતાંય આવક 7000 કરોડ
- કૉપી લિંક

તમે ક્યારેક ને ક્યારેક Zudio સ્ટોરની મુલાકાત લીધી હશે. આ સવાલ તમારા મનમાં આવ્યો હશે કે Zudio આટલાં સસ્તાં કપડાં કેમ વેચે છે? આજે મેગા એમ્પાયરમાં આપણે તેની ચર્ચા કરીશું અને તેના એમ્પાયર બનવાની કહાની જાણીશું.
જે લોકો નથી જાણતા તેમને જણાવીએ કે Zudio એ ભારતમાં ફેશન રિટેલ ચેઇન છે. આ ટાટા ગ્રૂપની કંપની Trent. Ltdનો ભાગ છે, જેની આવક રૂ. 12,375.11 કરોડ છે. તેમાંથી એકલા જુડિયોની આવક 7000 કરોડ રૂપિયા છે.
જુડિયો તેની મધર કંપની ટ્રેન્ટને તેની કુલ આવકના ત્રીજા ભાગથી વધુ યોગદાન આપે છે. જે થોડાં વર્ષો પહેલાં 8% હતો.

Zudio થોડા જ સમયમાં દેશની ફેવરિટ બ્રાન્ડ બની ગઈ. હાલમાં દેશના 163 શહેરોમાં તેના 545 સ્ટોર્સ છે.
આ મહિને કંપની તેના બિઝનેસને વિસ્તારવા માટે દુબઈમાં Zudio સ્ટોર ખોલવા જઈ રહી છે. દુબઈનો સ્ટોર સિલિકોન ઓએસિસ મોલમાં બનાવવામાં આવ્યો છે.

નહેરુના સૂચનથી શરૂઆત કરી હતી Zudioની મધર કંપની ટ્રેન્ટની કહાની ભારતને અંગ્રેજોથી આઝાદી મળ્યાના થોડાં વર્ષો પછી શરૂ થાય છે. 1950માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિદેશી ખર્ચ ઘટાડવા અને સેલ્ફ રેલેવેન્સી વધારવા વિશે દેશની જનતા સાથે વાત કરી હતી. આ હેતુ માટે નહેરુએ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારતીય કોસ્મેટિક બ્રાન્ડ શરૂ કરવાનું સૂચન કર્યું. તેમના વિચારોને ધ્યાનમાં રાખીને, ટાટા ગ્રૂપે 1952માં 'લેક્મે' કોસ્મેટિક બ્રાન્ડની શરૂઆત કરી. લેક્મે લાંબા સમય સુધી દેશની ટોપ કોસ્મેટિક બ્રાન્ડ રહી.
નહેરુના સૂચન પર ટાટાએ રિટેલ ઉદ્યોગ પર નવેસરથી કામ કર્યું. ટાટા 1886થી ભારતીય મજૂરોને તેમની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં 'પીપલ ફર્સ્ટ'નું સૂત્ર આપીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા, માટે તેમને આ કામમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.
1998માં લેક્મે લિટલવુડ્સ ઈન્ટરનેશનલ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડને ટેકઓવર કરે છે. આ પછી લેક્મે એક્સપોર્ટ્સ લિમિટેડને LIIPL સાથે મર્જ કરવામાં આવે છે અને નવી કંપનીની બનાવવામાં આવે છે. આ કંપનીનું નામ છે – ટ્રેન્ટ લિમિટેડ. ટ્રેન્ટ રૂ. 1.65 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપની છે.
Zudioની 3 સ્ટ્રેટેજી
સસ્તી કિંમત, સારી પ્રોડક્ટઃ ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે દેશના વધુ ને વધુ લોકો સસ્તી કિંમતે સારી ગુણવત્તાનાં કપડાં ખરીદી શકે.
ટ્રેન્ડી: Zudioના ટાર્ગેટ ગ્રાહકો યુવાનો અને મધ્યમ વર્ગ છે જેમને તે ટ્રેન્ડી, ફેશનેબલ કપડાં અને એસેસરીઝ પ્રદાન કરે છે.
ઇન હાઉસ ડિઝાઇનર: કંપની પાસે ઇન-હાઉસ ડિઝાઇનિંગ ટીમ છે, જેઓ કરન્ટ ટ્રેન્ડ અને ફેશન અંગે રિસર્ચ કરે છે અને લગભગ 12 દિવસમાં પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરે છે.

ઓછી કિંમતે પ્રોડક્ટ વેચવાનું કારણ ખરેખરમાં, કોઈપણ મોટી કંપની ડ્રેસ ડિઝાઇન કરવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. ઘણી વખત તે પ્રખ્યાત ડિઝાઇનરોને હાયર કરે છે. પછી તમામ ખર્ચ ઉમેર્યા પછી, તે ડ્રેસ અથવા આઉટફિટની કિંમત નક્કી કરે છે. Zudioની સ્ટ્રેટેજી આનાથી અલગ છે.
તેની પાસે પોતાની ઇન-હાઉસ ફેશન ડિઝાઇનિંગ ટીમ છે. જેમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને કામ કરવાનો મોકો મળે છે. આ પછી પોતાની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ કારણે, Zudioનો ડિઝાઇનિંગ ખર્ચ નહિવત્ રહે છે. નવી ડિઝાઈનની સાથે સાથે તે માર્કેટમાં હાજર જૂની ડિઝાઈનની પણ કોપી કરે છે, જેનાથી ખર્ચમાં વધુ ઘટાડો થાય છે.
એટલું જ નહીં, Zudio જથ્થાબંધ મેન્યુફેક્ચર કરે છે. આને કારણે, તેની પ્રતિ યુનિટ મેન્યુફેક્ચરિંગ કિંમત નોંધપાત્ર રીતે નીચે આવે છે, તેથી તે સરળતાથી સસ્તા ભાવે પ્રોડક્ટ વેચવામાં સક્ષમ છે.

જાહેરાતની મદદ લેતા નથી કોઈપણ મોટી કંપની ગ્રોથ કરવા માટે જાહેરાતનો આધાર રાખે છે. વિશ્વની ટોપ કંપનીઓ જાહેરાતો પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. ટાટા ગ્રૂપ પોતે કારથી માંડીને મીઠા સુધીની જાહેરાતો કરે છે. Zudio માટે તેણે અલગ અભિગમ અપનાવ્યો છે. Zudio તેના સ્ટોર માટે મોલ અથવા કોમ્પ્લેક્સનો સેન્ટ્રલ વિસ્તાર પસંદ કરે છે, જ્યાં લોકોની સતત અવર-જવર રહેતી હોય છે. આમ કરવાથી ન ઈચ્છવા છતાં લોકોનું ધ્યાન તેના સ્ટોર પર જાય છે.
એકવાર ગ્રાહક સ્ટોરમાં પ્રવેશે છે, તેને ઉત્પાદનની સારી ગુણવત્તા અને ઓછી કિંમત વિશે ખબર પડે છે, પછી તે વારંવાર ત્યાં જાય છે. તે ગ્રાહક પણ બીજાને આ સ્ટોર વિશે જણાવતો રહે છે. આ માઉથ-ટુ-માઉથ પ્રબ્લિસિટી કરે છે અને Zudioને જાહેરાતની જરૂર પડતી નથી.

ઈન્ફ્લુએન્સર અને બ્લોગરની ભૂમિકા Zudioની જાહેરાતમાં ઈન્ફ્લુએન્સર અને બ્લોગર્સની મોટી ભૂમિકા હોય છે. ઈન્ફ્લુએન્સર અને બ્લોગર્સ Zudio સ્ટોર્સની મુલાકાત લે છે. તેના વીડિયોમાં તે લોકોને લેટેસ્ટ કલેક્શન, કિંમત અને તેની પર્સનલ રિવ્યૂ વિશે જણાવે છે. જેના કારણે લાખો લોકો સ્ટોર વિશે જાણવા માટે આવે છે. જેના કારણે ગ્રાહકો પણ સ્ટોર તરફ આકર્ષાયા છે.

Zudioની કોઈ ડિસ્કાઉન્ટ પોલિસી નથી મોટી બ્રાન્ડ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ પોલિસીનો ઉપયોગ કરે છે. તેમાં એવું થાય છે કે વર્ષમાં લગભગ ત્રણથી ચાર વખત સેલ રાખવામાં આવે છે. જેમાં ઈયર એન્ડિંગ સેલ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ બ્રાન્ડ્સ વિશેષ ઑફર્સ આપે છે. લોકો સસ્તા ભાવે બ્રાન્ડેડ કપડાં ખરીદવા માટે આખું વર્ષ આ ઇવેન્ટની રાહ જોતા હોય છે
Zudio સમગ્ર વર્ષ દરમિયાન વાજબી ભાવે તેની પ્રોડક્ટનું વેચાણ કરે છે, તેથી તેને આ પદ્ધતિઓ અપનાવવાની જરૂર નથી. આ કારણે તેના ગ્રાહકોને સારી ડીલ માટે રાહ જોવી પડતી નથી.
રિસર્ચ- વેદિકા પાટીદાર
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















