Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: પિતા સાથેના મતભેદને કારણે માન્યવર શરૂ કરી:10 હજારથી પાયો નાખ્યો હતો; આજે 32 હજાર કરોડ રૂપિયાની કંપની છે

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

વર્ષ- 1991

.

સ્થળ- કોલકાતાનું AC માર્કેટ રવિ મોદીના પિતાની 140 ચોરસ ફૂટની જગ્યામાં કપડાની દુકાન હતી. તે સમયે રવિ મોદીની ઉંમર 13 વર્ષની આસપાસ હશે. સ્કૂલેથી ઘરે આવ્યા પછી તે દરરોજ તેના પિતાની દુકાને જતો અને ત્યાં કામમાં મદદ કરતો હતો. આ કરતા-કરતા તેને લગભગ 9 વર્ષ વીતી ગયા હતા.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા સૌથી અમીર ભારતીયોની યાદીમાં રવિ મોદી 64મા નંબરે છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા સૌથી અમીર ભારતીયોની યાદીમાં રવિ મોદી 64મા નંબરે છે.

દુકાન સંભાળવાની સાથે-સાથે રવિએ પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. હવે તે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માંગતો હતો. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું - મારે MBA કરવું છે.

પુત્રની વાત સાંભળીને પિતા ગુસ્સે થઈ ગયા. તેમણે ઠપકો આપતા કહ્યું - હવે તારે કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી. શાંતિથી દુકાન સંભાળ.

રવિ સંમત થયો, તેના પિતાની સલાહ માનીને દુકાન સંભાળવા લાગ્યો. તેનો આંતરિક આત્મવિશ્વાસ વધવા લાગ્યો.

એક દિવસ, તેના પિતાને પૂછ્યા વિના, તેણે 20,000 રૂપિયાનો બિઝનેસ સંબંધિત નિર્ણય લીધો. જેના કારણે રવિના પિતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ગુસ્સામાં તેમને કહ્યું - તુ એક દિવસ મને બરબાદ કરીશ. મારે આત્મહત્યા કરવી પડશે. આનાથી રવિને દુઃખ થયું અને તેણે તેના પિતાની દુકાને ન બેસવાનું નક્કી કર્યું.

તે સમયે કોઈને ખબર ન હતી કે અહીંથી રવિ મોદી એક એવી કપડાંની બ્રાન્ડ શરૂ કરશે જે આજે દરેક લગ્ન, પર્વ અને તહેવારોમાં લોકોની ઓળખ બની જશે. 10 હજાર રૂપિયાથી શરૂ થયેલી બ્રાન્ડ 'માન્યવર' આજે 32 હજાર કરોડ રૂપિયાની બની ગઈ છે.

માન્યવરે 2011માં ભારતની બહાર દુબઈમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો હતો.
માન્યવરે 2011માં ભારતની બહાર દુબઈમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો હતો.

માતા પાસેથી 10 હજાર રૂપિયા લીધા, પુત્રના નામે કંપની શરૂ કરી

પિતાનો બિઝનેસ છોડ્યા બાદ રવિએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. રવિના મગજમાં આ બધું ચાલતું હતું તે સમયે કપડાનું માર્કેટ અનઓર્ગેનાઈઝ્ડ હતું. તેને લાગ્યું કે જો મેન્સ કેટેગરીમાં ટ્રેડિશનલ ડ્રેસ વેચવામાં આવે તો બિઝનેસ સારો થઈ શકે છે. તેણે તેની માતા પાસેથી 10 હજાર રૂપિયા લીધા અને કોલકાતામાં ટ્રેડિશનલ ડ્રેસ બનાવવાનું શરૂ કર્યું. આ પછી, તેણે તેને ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં 'માન્યવર' બ્રાન્ડ નામ સાથે વેચવાનું શરૂ કર્યું.

તેનો બિઝનેસ જામ્યો. માત્ર 3 વર્ષ પછી વર્ષ 2002માં તેમણે તેમના પુત્રના નામ પર કંપનીનું નામ 'વેદાંત ફેશન પ્રાઇવેટ લિમિટેડ' રાખ્યું. ત્યાં સુધીમાં કંપની 20 થી 25 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી હતી.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રવિ મોદીએ કહ્યું, 'હું મર્સિડીઝ કાર ખરીદવા માંગતો હતો. જ્યારે પિતાને આ વાતની જાણ થઈ તો તેઓ ફરી ગુસ્સે થઈ ગયા. તેણે મને કડક શબ્દોમાં પૂછ્યું - શું તું મર્સિડીઝ લેવા માંગે છો? મેં કહ્યું હા.

તેમણે ફરીને બીજો પ્રશ્ન કર્યો - હવે તારી પાસે આનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતી સંપત્તિ છે. મેં ફરીથી હા પાડી.

આ પછી તેમણે મને જે કહ્યું તેને હજી પણ મનમાં ગાંઠ મારીને યાદ રાખુ છે. પપ્પાએ કહ્યું- થોડા દિવસની તકલીફ અને જીવનભરનો આરામ કે થોડા દિવસનો આરામ અને આજીવન તકલીફ.

તે પછી મેં મોંઘી કાર ખરીદવાનું સપનું છોડી દીધું. 15 વર્ષ સુધી જૂની હોન્ડા કાર ચલાવી. મારી પાસે જેટલા પૈસા હતા તે મેં મારા બિઝનેસમાં રોક્યા.

2005-06 સુધીમાં, 'માન્યવર' દેશભરમાં લોકપ્રિય બની ગયું હતું. ‘મન્યવરના કપડા મોટા શહેરોના સુપર માર્કેટ અને રિટેલર સ્ટોર્સમાં મળતા હતા.

આ તસવીરમાં રવિ મોદી સાથે તેમની પત્ની શિલ્પા અને પુત્ર વેદાંત છે. બંને વેદાંત ફેશન લિમિટેડમાં ભાગીદાર છે.
આ તસવીરમાં રવિ મોદી સાથે તેમની પત્ની શિલ્પા અને પુત્ર વેદાંત છે. બંને વેદાંત ફેશન લિમિટેડમાં ભાગીદાર છે.

10 રૂપિયાના નુકસાને મૉલમાં કુર્તા વેચતા હતા

રવિ મોદી કહે છે, 'ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટી સમસ્યા એ છે કે રૂપિયા બજારમાં ફસાઈ જાય છે. માલને ઘણા મહિનાઓ સુધી ક્રેડિટ પર વેચવો પડે છે. જ્યાં પણ તેણે કપડાં વેચ્યા ત્યાં પેમેન્ટ મળવામાં સમય લાગ્યો.

હવે બજારને વિસ્તારવા માટે વર્કિંગ કેપિટલની જરૂર હતી. તેથી, જથ્થાબંધ બજારમાં ઉત્પાદનો પ્રોડક્ટની સાથે, તેઓએ વિશાલ મેગા માર્ટ સહિતના વિવિધ મોલમાં વેચાણ કરવાનું શરૂ કર્યું. અહીં રવિએ મન લગાવ્યું.

ખરેખર, સુપરમાર્કેટ રોકડમાં પ્રોડક્ટ ખરીદે છે. તે સમયે 200 રૂપિયાના કુર્તા પર 10 રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મેં મોલ સાથે પ્રોડક્ટનું વેચાણ ચાલુ રાખ્યું. આ કારણે પ્રોડક્ટ વધુ લોકપ્રિય બની.

જો કે મારું ગણિત સારું હતું. મેં ગણતરી કરી કે હું કુલ પ્રોડક્ટના 20% વિશાલ મેગા માર્ટ અને વિવિધ સુપર માર્કેટને વેચીશ, જેથી રુપિયા મળતા રહે. બાકીના 80% કપડા બજારમાં વેચીને હું નફો કમાઈશ. શરૂઆતના દિવસોમાં, મારા દ્વારા બનાવેલા કપડાં કાશ્મીર વસ્ત્રાલય કલેક્શન અને કલા મંદિર જેવા આઉટલેટ્સ પર વેચાતા હતા.

ગ્રાહકોને સમજવા માટે પોતાનું આઉટલેટ શરૂ કર્યું

બધું બરાબર ચાલી રહ્યું હતું, આ દરમિયાન રવિ મોદીના પિતાની તબિયત લથડી હતી. તે 6 મહિના સુધી બિઝનેસથી દૂર રહ્યો. જોકે તેની આખી ટીમ બિઝનેસ સંભાળી રહી હતી. તેને સમજાયું કે તે બિઝનેસમાં સામેલ ન હોય તો પણ કંપનીની કામગીરી ચાલુ રહી શકે છે.

રવિએ નક્કી કર્યું કે હવેથી તે કંપનીમાં વેલ્યુ વધારવાના નિર્ણયોમાં જ સામેલ થશે. ત્યાં સુધીમાં વધુ કંપનીઓ માર્કેટમાં આવી ગઈ હતી. રવિએ જોયુ કે મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ્સ ગ્રાહકોના ફિડબેક અને ડેટા પર ધ્યાન આપતા નથી.

તે પછી તેણે ગ્રાહકો સાથે સીધા કનેક્ટ થવાની યોજના બનાવી અને 2008માં ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પહેલું આઉટલેટ ખોલ્યું. ત્યાં સુધીમાં 'માન્યવર'નું વાર્ષિક ટર્નઓવર 70 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. છેલ્લા 6 વર્ષમાં તેનો બિઝનેસ ત્રણ ગણો વધી ગયો હતો. 2010 સુધીમાં માન્યવરના દેશભરમાં 100થી વધુ આઉટલેટ હતા. બિઝનેસ રૂ. 125 કરોડે પહોંચ્યો હતો.

માન્યવરનું બિઝનેસ મોડલ

હાલમાં મન્યાવર FOFO (ફ્રેન્ચાઇઝ-ઓન-ફ્રેન્ચાઇઝ-ઓપરેટેડ) બિઝનેસ મોડલ પર કામ કરી રહ્યું છે. જો કે, તેના શરૂઆતના દિવસોમાં કંપનીએ COCO (કંપની-માલિકી-કંપની-સંચાલિત) અને COFO (કંપની-માલિકી-ફ્રેન્ચાઇઝી-સંચાલિત) જેવા બિઝનેસ મોડલ પર કામ કર્યું હતું.

એટલે કે, શરૂઆતમાં કંપની પાસે તેના પોતાના આઉટલેટ્સ હતા, પરંતુ જેમ જેમ કંપનીએ માર્કેટને સ્કેલ કર્યું, તે ફ્રેન્ચાઇઝ મોડેલમાં ફેરવાઈ ગઈ. એટલે કે, જો કોઈ કપડાંની દુકાન ખોલવા માંગે છે, તો તે નિયમો અને શરતો અનુસાર ફ્રેન્ચાઇઝ લઈને 'માન્યવર'નું આઉટલેટ ખોલી શકે છે. 2016-17 પછી કંપની હવે આ મોડલ પર કામ કરી રહી છે.

મન્યાવરે 2017-18માં માત્ર જાહેરાત પાછળ અંદાજે રૂ. 150 કરોડનો ખર્ચ કર્યો હતો.
મન્યાવરે 2017-18માં માત્ર જાહેરાત પાછળ અંદાજે રૂ. 150 કરોડનો ખર્ચ કર્યો હતો.

માન્યવર મોટા સ્ટાર્સને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે 2014માં 'માન્યવર'નું વાર્ષિક ટર્નઓવર લગભગ 300 કરોડ રૂપિયા હતું, જે 2024માં વધીને લગભગ 1300 કરોડ રૂપિયા થઈ ગયું છે. માન્યવર દેશની સૌથી મોટી એથનિક વિયર બ્રાન્ડ્સમાંની એક છે. તેના બ્રાન્ડ બનવા પાછળ ઘણા મોટા કારણો છે. આમાં સૌથી અગ્રણી કંપની મોટા સ્ટાર્સને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે.

2016માં કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના નવા કેપ્ટન વિરાટ કોહલીને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. આ પછી, તેના લગ્ન પહેલા, કંપનીએ અનુષ્કા શર્માને પણ એડ કરી. વિરાટ-અનુષ્કાના લગ્ન થઈ ગયા અને તેનો ફાયદો મન્યાવરને મળ્યો.

કંપનીએ 2018માં માર્કેટિંગ પર 80 કરોડ રૂપિયા અને 2019માં 67 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને કાર્તિક આર્યન છે. જ્યારે હાલમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર સાઉથ સુપરસ્ટાર રામ ચરણ છે.

રિસર્ચ- વિશ્વાસ શર્મા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links