Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: ભાઈ પાસેથી ઉછીના રૂપિયા લઈ BYD શરૂ કરી:હવે ટેસ્લાને પછાડવાની તૈયારી; ભારતમાં દર વર્ષે 6 લાખ ઇલેક્ટ્રિક કાર બનાવશે

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ચીનની કંપની BYD (Build Your Dreams) ભારતીય બજારમાં તેની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ કંપની હૈદરાબાદમાં તેનો EV પ્લાન્ટ પણ લગાવશે. BYDની આ કાર ટેસ્લાની ઇલેક્ટ્રિક કારને ટક્કર આપશે. કંપનીએ આ કારને સુપર ઈ-પ્લેટફોર્મ નામ આપ્યું છે.

.

આ કાર 5 મિનિટ ચાર્જ કર્યા બાદ 400 કિલોમીટર સુધી ચાલશે. BYD, રિચાર્જેબલ બેટરીનું પ્રોડક્શન કરતી કંપની, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક કાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઉધાર લઈને શરૂ થયેલી કંપનીની આવક આજે 7.9 લાખ કરોડ રૂપિયા છે.

મેગા એમ્પાયરમાં આજે કહાની ચીનની ઓટોમોબાઈલ કંપની BYDની

BYDની શરૂઆત વર્ષ 1995માં ચીનના શેન્ઝેન શહેરમાં કરવામાં આવી હતી. ચીનના એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક વાંગ ચુઆનફુએ કંપનીનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ કંપની રિચાર્જેબલ બેટરી બનાવતી હતી. ખાસ કરીને મોબાઈલ ફોન અને કેમેરા માટે.

વાંગનો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે મિડલ સ્કૂલમાં અભ્યાસ સમયે જ તેનાં માતા-પિતાને ગુમાવ્યાં હતાં. વાંગે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ બેઇજિંગ નોનફેરસ મેટલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર્સ કર્યું હતું.

વાંગ ચુઆનફુ જેમણે BYD કંપનીની સ્થાપના કરી. કંપનીએ રિચાર્જેબલ બેટરી બનાવીને શરૂઆત કરી હતી.
વાંગ ચુઆનફુ જેમણે BYD કંપનીની સ્થાપના કરી. કંપનીએ રિચાર્જેબલ બેટરી બનાવીને શરૂઆત કરી હતી.

તે 1990ની વાત છે. ચીનમાં બેટરીની ભારે માંગ હતી, ખાસ કરીને મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સાધનો માટે. જાપાન અને કોરિયાની બેટરી કંપનીઓ ચીનને મોંઘી બેટરી વેચતી હતી. વાંગને લાગ્યું કે જો ચીનમાં સસ્તી અને સારી બેટરી બનાવવામાં આવે તો દેશમાં ટેકનોલોજી અને ઉદ્યોગને જબરદસ્ત પ્રોત્સાહન મળી શકે છે.

વાંગ બેટરી અને એનર્જી સ્ટોરેજની ટેક્નોલોજીમાં નિષ્ણાત હતા. વાંગે પોતાની કંપની બનાવવાનું વિચાર્યું, પરંતુ તેમની પાસે ભંડોળ નહોતું. તેની બચત ઉપરાંત, વાંગે તેના પિતરાઈ ભાઈ પાસેથી લગભગ 3.52 લાખ ડોલર એટલે કે 3.01 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા.

ચીનની સરકાર ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહી હતી. BYDને સરકારી યોજનાઓ અને સબસિડીનો પણ લાભ મળ્યો.

કંપનીએ વર્ષ 1995માં 20 લોકોની નાની ટીમ સાથે શરૂઆત કરી હતી. કંપનીના નામ વિશે વાત કરતા, વાંગે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે શરૂઆતમાં નામ માત્ર ત્રણ ચાઈનીઝ કેરેક્ટર બી અથવા ડી હતું, પાછળથી તે મોટિવેશનલ અર્થ સાથે જોડાયું હતું. એટલે કે Build Your Dreams તમારા સપના બનાવો.

વર્ષ 2000માં, BYD એ Motorolaને બેટરી સપ્લાય કરવાનું વિચાર્યું. વાંગનું અંગ્રેજી સારું ન હતું, પરંતુ તેમણે મોટોરોલાના અધિકારીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી પડતી હતી. વાંગ માટે આ ડીલ ઘણી મુશ્કેલ હતી, પરંતુ તે સમયે માર્કેટમાં મોટોરોલા મોબાઈલનો દબદબો હતો. વાંગ કોઈપણ કિંમતે આ ડીલ કરવા માંગતા હતા.

BYDએ મોટોરોલા માટે બેટરી બનાવવાનું શરૂ કર્યું. આનાથી કંપનીનો નફો વધ્યો.
BYDએ મોટોરોલા માટે બેટરી બનાવવાનું શરૂ કર્યું. આનાથી કંપનીનો નફો વધ્યો.

તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા. આખરે, ઓછી કિંમતને કારણે, મોટોરોલાએ BYD બેટરીનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને કંપની સાથે મોટી ડીલ કરી. આ પછી, BYDનો ગ્રોથ ઝડપી બન્યો.

2003માં, BYDએ ઓટો સેક્ટરમાં પ્રવેશ કર્યો. તેણે ચીનની એક નાની કાર કંપની 'કિંચુઆન ઓટોમોબાઈલ' ખરીદી અને પછી પોતાના નામથી કંપની શરૂ કરી. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર બનાવવાનું શરૂ કર્યું.

વર્ષ 2005માં, BYDએ BYD F3 નામની તેની પ્રથમ કાર લોન્ચ કરી. આ કાર ચીનમાં ઘણી લોકપ્રિય બની અને તેના કારણે ઓટો સેક્ટર BYDને ઓળખ મળી.

આ પછી કંપનીએ પેટ્રોલ વાહનોની સાથે પ્લગ-ઇન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન શરૂ કર્યું. 2008માં, BYDએ વિશ્વનું પ્રથમ પ્લગ-ઇન હાઇબ્રિડ કાર BYD F3DM લોન્ચ કરી. આ એક એવા સમયે ક્રાંતિકારી પગલું હતું જ્યારે અન્ય કંપનીઓ હજુ પણ EVs વિશે વિચારી રહી હતી.

BYDની નવી ઇલેક્ટ્રિક કાર ટેસ્લા સાથે સ્પર્ધા કરશે. હવે તે ભારતમાં EV પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.
BYDની નવી ઇલેક્ટ્રિક કાર ટેસ્લા સાથે સ્પર્ધા કરશે. હવે તે ભારતમાં EV પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.

વર્ષ 2008માં, બર્કશાયર હેથવે, એક કંપની જે વિશ્વભરના મોટા ઉદ્યોગોમાં રોકાણ કરે છે, તેણે BYDમાં રોકાણ કરવાનું નક્કી કર્યું. ખરેખર, વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેના રોકાણ સલાહકાર ડેવિડ સોકોલ ચીન ગયા હતા. તેઓ BYDના સંસ્થાપક વાંગ ચુઆનફુને મળ્યા.

સોકોલ વાંગનું વિઝન અને EV ટેક્નોલોજીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બફેટને કહ્યું, વાંગ 'થોમસ એડિસન, જેક વેલ્ચ અને બિલ ગેટ્સના કોમ્બિનેશન છે.' આપણે તેમની કંપનીમાં રોકાણ કરવું જોઈએ.

બર્કશાયર હેથવેએ BYDનો 20% હિસ્સો ખરીદ્યો. આ માટે તેણે BYDને 1 હજાર 968 કરોડ રૂપિયા એટલે કે 230 મિલિયન ડોલર આપ્યા. આ BYD માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.

થોડાં વર્ષોમાં, BYDના શેરમાં 10 ગણો વધારો થયો. આ પછી, 2009માં, BYDએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર e6 લોન્ચ કરી અને 16 વર્ષમાં, BYD વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ.

વાંગનું માનવું હતું કે ઇલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય બેટરી ટેક્નોલોજી પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું હતું- જો તમે બેટરી ટેક્નોલોજીમાં નિપુણતા મેળવો છો, તો તમે EV ઈન્ડસ્ટ્રીમાં તમારું પોતાનું સ્થાન બનાવી શકો છો.

એક રિસર્ચ કંપની રોડિયમ ગ્રુપ અનુસાર, 2015 અને 2020ની વચ્ચે, BYDને સરકાર તરફથી રૂ. 36,800 કરોડ અથવા 4.3 બિલિયન ડોલરનો સહયોગ મળ્યો હતો.

BYDએ વર્ષ 2020માં બ્લેડ બેટરી લોન્ચ કરી

આ બેટરી તેની સલામતી, લાસ્ટિંગ અને ઈફેક્ટિવ કોસ્ટ માટે પ્રખ્યાત છે. આનાથી ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં કંપનીની એક અલગ ઓળખ ઊભી થઈ. આ બેટરીનો ઉપયોગ ટેસ્લા સહિત અન્ય કાર બનાવતી કંપની પણ કરી રહી છે.

આ ખાસ કરીને લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરી છે. તે સમયે અન્ય કંપનીઓ ઓછી ઊર્જા સંગ્રહને કારણે તેનો ઉપયોગ કરતી ન હતી, પરંતુ BYDએ ટેક્નોલોજીમાં સુધારો કર્યો.

BYDએ 2020માં બ્લેડ બેટરી લોન્ચ કરી, જેણે કંપનીને અલગ ઓળખ અપાવી.
BYDએ 2020માં બ્લેડ બેટરી લોન્ચ કરી, જેણે કંપનીને અલગ ઓળખ અપાવી.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ સુધારા પછી આ બેટરીઓ લાંબા અંતરનાં વાહનો માટે પણ યોગ્ય બની ગઈ છે. આ વર્ષે, BYD કારનું વેચાણ વધ્યું અને 2020માં કંપનીએ 1 લાખ 30 હજાર ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું.

BYD એ કોવિડ દરમિયાન N95 માસ્ક બનાવ્યાં

કોવિડ -19 દરમિયાન, વિશ્વમાં માસ્કની અછત હતી, તે સમયે વાંગે તેના ઉત્પાદન પ્લાન્ટનો ઉપયોગ માસ્ક બનાવવા માટે કર્યો હતો. કંપનીએ માત્ર 3 દિવસમાં માસ્ક બનાવવાનું પ્લાનિંગ કર્યું. મશીનો 7 દિવસમાં તૈયાર થઈ ગયા અને પહેલો ઓર્ડર 10 દિવસમાં તૈયાર કરી લીધો હતો.

માત્ર 24 દિવસમાં, BYDએ વિશ્વનો સૌથી મોટો માસ્ક પ્લાન્ટ બનાવ્યો અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું. કંપનીએ દરરોજ અંદાજે 10 કરોડ N95 માસ્ક બનાવ્યાં. થોડાં અઠવાડિયામાં BYD વિશ્વની સૌથી મોટી માસ્ક મેન્યુફેક્ચરિંગ કંપની બની.

વાંગ ચુઆનફુએ COVID-19 રોગચાળા દરમિયાન માસ્ક બનાવવાનું નક્કી કર્યું. BYD માસ્ક વિવિધ દેશોમાં જવા લાગ્યાં.
વાંગ ચુઆનફુએ COVID-19 રોગચાળા દરમિયાન માસ્ક બનાવવાનું નક્કી કર્યું. BYD માસ્ક વિવિધ દેશોમાં જવા લાગ્યાં.

કંપનીને જાપાનના સોફ્ટબેંક ગ્રુપ અને અમેરિકાના કેલિફોર્નિયામાંથી માસ્ક બનાવવાના મોટા ઓર્ડર મળ્યા હતા. જે બાદ BYDને 8 હજાર 560 કરોડથી વધુનો નફો થયો. BYD દ્વારા બનાવેલા માસ્ક 80થી વધુ દેશોમાં મોકલવાનું શરૂ કર્યું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, BYDએ ચીનની બહાર પણ તેની પકડ મજબૂત કરી છે. CNBCના અહેવાલ મુજબ, દક્ષિણપૂર્વ એશિયાના ઇલેક્ટ્રિક વાહન બજારમાં BYDનો 43% હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે BYD ટેસ્લા જેવી મોટી કંપનીઓને કાંટાની ટક્કર આપી રહી છે.

BYDની નવી કાર, ટેસ્લાના સુપરચાર્જર કરતાં બમણી ઝડપી

કંપનીના ફાઉન્ડર વાંગ ચુઆનફુએ કંપનીના શેન્ઝેન હેડક્વાર્ટરથી લાઇવસ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં જણાવ્યું હતું કે - BYDની નવી સુપર ઇ-પ્લેટફોર્મ કાર 15 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ ટેસ્લાના V3 સુપરચાર્જરની ઝડપ કરતાં લગભગ બમણી છે.

BYDએ તેની કારમાં પોતાની વિકસિત બ્લેડ બેટરી અને સુપર ડીસી ચાર્જિંગ ટેકનો ઉપયોગ કર્યો છે. તેમાં 800V આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ચાર્જિંગને સુપરફાસ્ટ બનાવે છે.

BYDની નવી સુપર ઈ-પ્લેટફોર્મ કાર જે 5 મિનિટના ચાર્જિંગમાં 400 કિમી સુધી ચાલશે.
BYDની નવી સુપર ઈ-પ્લેટફોર્મ કાર જે 5 મિનિટના ચાર્જિંગમાં 400 કિમી સુધી ચાલશે.

BYD માત્ર વાહનો પૂરતું મર્યાદિત નથી પરંતુ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, ઈલેક્ટ્રિક બસો અને આઈપેડ અને આઈફોન જેવા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સનું પણ ઉત્પાદનમાં પણ આગળ છે. 2024માં, કંપનીએ વૈશ્વિક સ્તરે 42 લાખ 68 હજાર વાહનોનું વેચાણ કર્યું, જે 2020ની સરખામણીએ દસ ગણું વધારે છે.

BYD હૈદરાબાદમાં EV પ્લાન્ટનું આયોજન કરી રહ્યું છે

BYD ભારતમાં તેના પગને મજબૂત કરવા માટે હૈદરાબાદમાં તેનો પ્રથમ મેગા EV ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી દર વર્ષે 6 લાખ કારનું પ્રોડક્શન શક્ય બનશે.

જો BYD તેલંગાણામાં તેની ફેક્ટરી શરૂ કરે છે, તો તે ટેસ્લા માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ ઉપરાંત, કંપની યુરોપ, બ્રિટન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ ઝડપથી વિકાસ કરી રહી છે.

આજે, કંપની પાસે ચીનમાં સૌથી વધુ પ્લાન્ટ છે, પરંતુ કંપનીએ અન્ય ઘણા દેશોમાં મેન્યુફેક્ટરિંગ યુનિટ્સ અને એસેમ્બલી પ્લાન્ટ પણ સ્થાપ્યા છે. ચીનના શેન્ઝેન સહિત 7 શહેરોમાં BYDના પ્લાન્ટ છે. કંપનીમાં લગભગ 9 લાખ 68 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

આ સિવાય BYDનો ભારતમાં ચેન્નાઈ નજીક શ્રીપેરમ્બુદુરમાં એક પ્લાન્ટ છે જ્યાં હાલમાં ઇલેક્ટ્રિક બસો બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ પ્લાન્ટમાં કારનું પ્રોડક્શન પણ થશે. યુએસએ કેલિફોર્નિયામાં EV બસ પ્લાન્ટ છે. બ્રાઝિલમાં બેટરી અને ઇવી એસેમ્બલી પ્લાન્ટ છે. થાઈલેન્ડમાં EV પ્રોડક્શન પ્લાન્ટ છે. આ સિવાય ઘણા દેશોમાં પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

BYD કાર હવે 70થી વધુ દેશો અને 6 ખંડોમાં વેચાઈ રહી છે. એશિયામાં ભારત, ચીન, જાપાન, સિંગાપોર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સ તેમાંથી અગ્રણી છે.

યુરોપમાં નોર્વે, યુકે, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન. અમેરિકન ખંડમાં બ્રાઝિલ, મેક્સિકો, કોલંબિયા, ઉરુગ્વે, ચિલી. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ.

રિસર્ચ- રતન પ્રિયા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links