Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: 4 લાખની લોન લઈને શરૂ કર્યું ‘સ્ટારબક્સ’:આજે રૂ.3.18 લાખ કરોડની આવક, દુનિયાભરમાં 40,000 સ્ટોર્સ

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

શાનદાર લાઇટિંગ, એસ્થેટિક સિટિંગ વિસ્તાર, સુંદર પેઇન્ટિંગ્સ અને ગપસપ કરતા લોકો. અંદર આવતાં જ આવો માહોલ દેખાય છે, પોપ્યુલર કોફી ચેઇન સ્ટારબક્સના આઉટલેટ્સનો. સ્ટારબક્સના ભારત સહિત 80 દેશમાં 40,199થી વધુ સ્ટોર્સ છે. 11.19 લાખ કરોડની નેટવર્થ ધરાવતી કંપનીમ

.

અહીં તમને વિવિધ પ્રકારની કોફી મળશે. માત્ર કોફી જ નહીં, લોકોને સ્ટારબક્સ કોફીનું વાતાવરણ પણ ગમે છે.

હાલના દિવસોમાં કંપની 1100 કર્મચારીને બરતરફ કરવા અને મેનુમાંથી 13 ડ્રિંક્સ હટાવવા માટે ચર્ચામાં આવી છે.

આજે મેગા એમ્પાયરમાં કહાની સ્ટારબક્સની…

સ્ટારબક્સ તેના સિગ્નેચર એસ્પ્રેસો ડ્રિંક્સ, જેમ કે કેપેચીનો, અમેરિકનો, લેટ માટે જાણીતું છે. આ ઉપરાંત કાફે મોચા, જાવા ચિપ ફ્રેપ્પેચીનો, સિગ્નેચર હોટ ચોકલેટ અને કેરેમલ મટિયાટો માટે પણ લોકપ્રિય છે.

સ્ટારબક્સે 1971માં વોશિંગ્ટનના સિએટલ શહેરના ઐતિહાસિક પાઈક પ્લેસ માર્કેટમાં તેનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો. ભારતમાં ટાટા ગ્લોબલ બેવરેજીસ સાથે સ્ટારબક્સે ઓક્ટોબર 2012માં એન્ટ્રી કરી હતી.

કોફી પી રહેલા ત્રણ મિત્રને સ્ટારબક્સનો વિચાર આવ્યો

સ્ટારબક્સની શરૂઆતની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. 1970ની વાત છે. અમેરિકામાં ત્રણ મિત્રો- ગોર્ડન બોકર, ઝેવ શિએગેલ અને ગેરાલ્ડ બાલ્ડવિન કોફી શોપમાં બેસીને ગપસપ કરતા હતા. વાત કરતાં કરતાં ત્રણેયએ કોફી શોપ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો.

સ્ટારબક્સની શરૂઆત ગોર્ડન બોકર, ઝેવ શિએગેલ અને ગેરાલ્ડ બાલ્ડવિન દ્વારા કરવામાં આવી હતી.
સ્ટારબક્સની શરૂઆત ગોર્ડન બોકર, ઝેવ શિએગેલ અને ગેરાલ્ડ બાલ્ડવિન દ્વારા કરવામાં આવી હતી.

ત્રણેય મિત્રોએ શોપ ખોલવા માટે તેમની બચતમાંથી 1,350 ડોલર, એટલે કે 1 લાખ 17 હજાર રૂપિયા ભેગા કર્યા. 5,000 ડોલર એટલે કે 4 લાખ 35 હજારની બેંક લોન પણ લીધી હતી.

ત્રણેય મિત્રો ઈચ્છતા હતા કે બ્રાન્ડનું નામ અને લોગો એવો હોય કે તે અમેરિકા અને એની આસપાસના દેશો સાથે કનેક્શન પણ દર્શાવે તેમજ કોફી બીન્સ વેપારીઓની દરિયાઈ સફર સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ એમાં સામેલ હોય. આ માટે આર્ટિસ્ટ અને ડિઝાઇનર ટેરી હેકલરની મદદ લેવામાં આવી હતી.

ગોર્ડન બોકરે સૌપ્રથમ કંપનીના નામ માટે હર્મન મેલવિલેની નવલકથા 'મોબી-ડિક' પરથી 'પેક્વોડ' નામ સૂચવ્યું હતું. પેક્વોડ એ નવલકથામાં એક જહાજનું નામ હતું. ટેરીને આ નામ બહુ ગમ્યું નહીં. આ પછી કેટલાંક વધુ નામો વિશે ચર્ચા થઈ અને અંતે 'મોબી-ડિક' નવલકથાના એક પાત્ર સ્ટારબકનું નામ પસંદ કરવામાં આવ્યું. બાદમાં સ્ટારબકના અંતે એક વધારાનો S ઉમેરીને નામ સ્ટારબક્સ બની ગયું.

ટેરીએ સ્ટારબક્સ લોગો માટે બે પૂંછડીઓવાળી મરમેડ પસંદ કરી. ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, આ મરમેડ તેના મધુર અવાજથી સમુદ્રમાં મુસાફરી કરતા લોકોને આકર્ષિત કરતી હતી. સ્ટારબક્સ શરૂ કરનારા ત્રણ મિત્રનું માનવું હતું કે આ મરમેડ કોફી લવર્સને પોતાની તરફ આકર્ષશે.

અંતે, 30 માર્ચ, 1971ના રોજ ત્રણ મિત્રોએ સાથે મળીને સિએટલ શહેર, વોશિંગ્ટનમાં એક કોફી શોપ ખોલી. જોકે આ શોપમાં દુનિયાભરમાંથી લાવવામાં આવેલાં રોસ્ટેડ કોફી બીન્સ,ચા અને મસાલા વેચતા હતા.

વોશિંગ્ટનના સિએટલમાં સ્ટારબક્સની પહેલી કોફી શોપ.
વોશિંગ્ટનના સિએટલમાં સ્ટારબક્સની પહેલી કોફી શોપ.

હોવર્ડ શુલ્ટ્ઝે કોફી ચેઇન શરૂ કરવાની સલાહ આપી

સ્ટારબક્સના વર્તમાન ચેરમેન હોવર્ડ શુલ્ટ્ઝ 1982માં માર્કેટિંગ ડિરેક્ટર તરીકે કંપનીમાં જોડાયા હતા. એક વર્ષ સુધી કામ કર્યા પછી હોવર્ડે સ્ટારબક્સને વધુ સારું બનાવવા માગતા હતા. આ માટે તેઓ 1983માં ઈટાલી ગયા હતા. ત્યાં કોફી હાઉસ કલ્ચરનો અભ્યાસ કર્યો.

હાવર્ડ જ્યારે અમેરિકા પાછા ફર્યા ત્યારે તેમણે કંપનીના માલિકોને કહ્યું કે આપણે ફક્ત કોફી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કોફી હાઉસ જેવા આઉટલેટ ખોલવાની પણ વાત કરી.

હોવર્ડ એવી કોફી કાફે ચેઇન શરૂ કરવા માગતા હતા, જ્યાં લોકો આરામથી બેસીને કોફી પી શકે. કંપનીના માલિકોને આ પ્રસ્તાવ પસંદ ન આવ્યો. આ પછી હોવર્ડ સ્ટારબક્સની નોકરી છોડી દીધી.

હોવર્ડનો જન્મ 1953માં ન્યૂયોર્કના બ્રુકલિનમાં થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પિતા ટ્રક-ડ્રાઈવર હતા. હાવર્ડના પિતાનો એક અકસ્માતમાં પગ ભાંગી ગયો. જે બાદ ટ્રક-માલિકે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એ સમયે હોવર્ડ માત્ર સાત વર્ષના હતા. આ ઉંમરે તેમણે પરિવારને મદદ કરવા ન્યૂયોર્કમાં અખબારો વેચવાનું શરૂ કર્યું. ​

સ્ટારબક્સના ચેરમેન હોવર્ડ શુલ્ટ્ઝ.
સ્ટારબક્સના ચેરમેન હોવર્ડ શુલ્ટ્ઝ.

હોવર્ડે જેમ-તેમ સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું અને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સ્કોલરશિપ લઈને કૉલેજમાં એડમિશન લીધું. તે તેના પરિવારમાં કોલેજમાં જનારો પ્રથમ યુવક હતો.

સ્ટારબક્સમાં નોકરી છોડ્યા પછી હોવર્ડે ઇલ ગિયોર્નાલે નામની પોતાની કોફી શોપ ખોલી. 1987માં હોવર્ડે તેના રોકાણકારો સાથે મળીને સ્ટારબક્સ ખરીદી લીધી. કંપની પર કબજો મેળવતાંની સાથે જ હોવર્ડે કોફી બીન્સ સ્ટોરને કોફી શોપમાં ફેરવી દીધો.

શુલ્ટ્ઝે તેની પૂર્વ કોફી શોપ ઇલ ગિયોર્નાલેનું નામ પણ બદલીને સ્ટારબક્સ કરી દીધું. 1989માં હોવર્ડે શિકાગોમાં સિએટલની બહાર તેનો પ્રથમ સ્ટોર ખોલ્યો તેમજ અન્ય દેશોમાં સ્ટારબક્સ શરૂ કરવા પર કામ કરવાનું શરૂ કર્યું. 1996 સુધીમાં સ્ટારબક્સના યુએસમાં 165 આઉટલેટ્સ થઈ ગયા હતા.

ચીનમાં સ્ટારબક્સનું સાયલન્ટ કાફે.
ચીનમાં સ્ટારબક્સનું સાયલન્ટ કાફે.

કંપની તેના ગ્રાહકોને વધારવા માટે નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી રહી છે. વર્ષ 2012માં સ્ટારબક્સે કોફી કપ પર ગ્રાહકોનાં નામ લખીને આપવાનું શરૂ કર્યું. આ કારણે લોકોમાં સ્ટારબક્સની ચર્ચા થવા લાગી. વર્ષ 2020ની વાત છે. જ્યારે કંપનીએ એક ગ્રાહકનું નામ ખોટું લખ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ઘટના આ પછી કંપનીએ નામ ખોટી રીતે લખવાનો ટ્રેન્ડ શરૂ કર્યો. આનાથી કંપનીને ઘણો ફાયદો પણ થયો.

ચીનમાં સાયલન્ટ કાફે ખોલવામાં આવ્યું હતું

સ્ટારબક્સે 2019માં ચીનના ગુઆંગઝૂ શહેરમાં એક સાયલન્ટ કાફે ખોલ્યું. ચીનમાં આ પહેલું કાફે છે, જ્યાં ઈશારામાં ઓર્ડર આપવામાં આવે છે. આ કાફેમાં કુલ 30 કર્મચારી છે, જેમાં 14 લોકો એવા છે, જે સાંભળી શકતા નથી. અહીં લોકો સાંકેતિક ભાષામાં ઓર્ડર આપે છે. સ્ટારબક્સ મલેશિયા અને અમેરિકામાં પણ આવા કાફે ધરાવે છે.

ગ્રાહક અનુભવને બહેતર બનાવવા માટે મેનુમાંથી 13 ડ્રિંક્સ હટાવ્યાં

સ્ટારબક્સ 1 માર્ચ, 2025થી તેના મેનુમાંથી 13 ડ્રિંક્સ દૂર કરવા જઈ રહ્યું છે. એની બનાવવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે, જેના કારણે ગ્રાહકને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. માટે આ ડ્રિંક્સની માગ પણ ઘણી ઓછી છે.

2024માં સ્ટારબક્સનું વેચાણ ઘટ્યું

વર્ષ 2024માં સ્ટારબક્સના વેચાણમાં ઘટાડો થયો હતો, જેના કારણે કંપનીએ સીઈઓ લક્ષ્મણ નરસિમ્હનને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. સપ્ટેમ્બર 2024માં કંપનીએ કેલિફોર્નિયામાં રહેતા બ્રાયન નિકોલને નવા CEO બનાવવામાં આવ્યા હતા.

હાલમાં CEO નિકોલે કંપનીના રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. તેમણે 1100 કર્મચારીને કાઢી મૂક્યા છે. એમાં રોસ્ટિંગ, વેરહાઉસ, કંપની સ્ટોર્સમાં કામ કરતા બેરિસ્ટા કર્મચારીઓનો સમાવેશ થાય છે. સીઈઓએ એમ પણ કહ્યું છે કે કંપનીમાં સેંકડો ખાલી જગ્યાઓ પણ હટાવવામાં આવશે.

એના એક વર્ષ પહેલાં 2008-09માં સ્ટારબક્સે લગભગ 977 ખોટ કરતી કોફી શોપ બંધ કરી દીધી હતી અને 18,400 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

રિસર્ચ: વિશાખા કુમારી

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links