- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire: SpiceJet In Profit After 10 Years
મેગા એમ્પાયર: 10 વર્ષ બાદ સ્પાઈસજેટ પ્રોફિટમાં:એક સમયે પગાર કરવા માટે વિમાન વેચવા પડ્યા હતા, આજે 8 હજાર કરોડની આવક
- કૉપી લિંક

વર્ષ 2014ની વાત છે. સ્પાઈસ જેટ એરલાઈન્સ પાસે 30 વિમાન હતા. તે સમયે સ્પાઇસ જેટમાં લગભગ 7500 કર્મચારીઓ કામ કરતા હતા. કંપની એવી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી કે પગાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો હતો.
આ સંકટમાંથી બહાર આવવા માટે કંપનીએ તેના 5 વિમાન વેચી દીધા હતા. કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. જો કે, તે સમયે કંપનીએ કેટલા લોકોને છૂટા કર્યા હતા તે સ્પષ્ટ નથી.
10 વર્ષ પછી, 2024ના ત્રીજા ક્વાર્ટરમાં, સ્પાઇસજેટે પ્રથમ વખત 25 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. વર્ષ 2024માં કંપનીની આવક 8,497 કરોડ રૂપિયા હતી. હાલમાં કંપનીમાં 9 હજાર કર્મચારીઓ છે.
આજે મેગા એમ્પાયરમાં ભારતની લો કોસ્ટ એરલાઇન સ્પાઇસજેટની કહાની
41 વર્ષ પહેલા 9 ફેબ્રુઆરી 1984ના રોજ મોદી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક એસકે મોદીએ એક પ્રાઈવેટ એર ટેક્સી કંપની શરૂ કરી હતી. આ કંપની અંગત ઉપયોગ માટે નાના વિમાન ભાડે આપતી હતી.

તે સમયે કંપની જીનિયસ લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડના નામે નોંધાયેલી હતી. તે એક ખાનગી એર ટેક્સી કંપની હતી, તેથી તેનું ભાડું વધારે હતું.
તે સમયે એર ઈન્ડિયા અને વાયુદૂત એરલાઈન્સ જેવી કંપનીઓનો દબદબો હતો. જેના કારણે લોકોએ મોદી ગ્રુપની એર ટેક્સી કંપનીમાં વિશ્વાસ દર્શાવ્યો ન હતો.
કંપનીની કથળતી હાલત જોઈને એસકે મોદીએ તેને ખાનગી એર ટેક્સી કંપનીમાંથી ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીમાં બદલવાનો નિર્ણય કર્યો. 17 ફેબ્રુઆરી 1993ના રોજ કંપનીનું નામ એમજી એક્સપ્રેસ લિમિટેડ કરવામાં આવ્યું હતું.
હવે કંપનીએ સ્થાનિક એરલાઇન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે કંપની પાસે ત્રણ બોઇંગ 737-200 એડવાન્સ એરક્રાફ્ટ હતા.
જર્મન એરલાઇન કંપની લુફ્થાન્સા સાથે ટેકનિકલ પાર્ટનરશિપ
વર્ષ 1993માં જ, એસકે મોદીએ બહેતર ટેકનોલોજીના વિકાસના હેતુથી જર્મન એરલાઇન કંપની લુફ્થાન્સા સાથે પાર્ટનરશિપ કરી હતી.
આ સમજુતી બાદ જર્મન એરલાઈને એમજી એક્સપ્રેસ કંપનીના પાઈલટ સહિત તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપી. આ ઉપરાંત એમજી એક્સપ્રેસને 5 એરક્રાફ્ટ પણ લીઝ પર આપવામાં આવ્યા હતા. કંપનીએ આ એરક્રાફ્ટમાં ફર્સ્ટ ક્લાસ અને ઈકોનોમિક ક્લાસ સર્વિસ આપવાનું શરૂ કર્યું.
વર્ષ 1994 સુધીમાં, એમજી એક્સપ્રેસ લિમિટેડ ભારતમાં જાણીતું નામ બની ગયું હતું. SK મોદીએ સ્વિસએર, કેએલએમ-રોયલ ડચ એરલાઈન્સ, ક્વાંટાસ એરવેજ, એર કેનેડા જેવી ઈન્ટરનેશનલ એરલાઇન સાથે સમજુતી કરી હતી.
આ ઉપરાંત, કંપનીએ લગભગ 2.5 કરોડ ઇક્વિટી શેર જાહેર કર્યા હતા, જેનું મૂલ્ય રૂ. 24 કરોડ હતું. 12 એપ્રિલ, 1994ના રોજ, કંપનીનું નામ ફરી એકવાર બદલીને મોડિલુફ્ટ લિમિટેડ કરવામાં આવ્યું.

સપ્ટેમ્બર 1994માં, કંપનીએ એરક્રાફ્ટ ફ્યુઅલની વ્યવસ્થા કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે સમજુતી પર હસ્તાક્ષર કર્યા. તે સમયે મોદીલુફ્ટ એકમાત્ર એવી એરલાઇન હતી જેણે ભારતમાં દરરોજ ઓછામાં ઓછા 12 કલાક એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો.
23 નવેમ્બર, 1994ના રોજ, કંપનીને સુનિશ્ચિત એરલાઇન(જેના રૂટ અને સમય અગાઉથી નક્કી કરવામાં આવે છે)નો દરજ્જો મળ્યો. ઉપરાંત, કંપનીએ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)નું સભ્યપદ પણ મેળવ્યું.
1995માં, મોદીલુફ્ટની ઈન્ડિયન પાર્ટનર કંપનીએ લુફ્થાન્સા પર કરાર મુજબ ફંડ ન આપવાનો આરોપ લગાવ્યો. તેના પર જર્મન એરલાઇન્સે કહ્યું કે મોદીલુફ્ટે લીઝ પર લીધેલ લુફ્થાન્સાના ચાર વિમાનોનપં પેમેન્ટ સમયસર કરવામાં આવી નથી.

મે 1996માં, બંને કંપનીઓએ સમજુતી સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. સમજુતી સમાપ્ત થતાંની સાથે જ લુફ્થાન્સાના વિમાનોની ઉડાન પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે મોદીલુફ્ટ કંપનીને ઘણું નુકસાન થયું હતું. આ કારણે 1996માં કંપની બંધ થઈ ગઈ.
5 વર્ષ બાદ 2002માં ફરી એકવાર એરલાઇન કંપની શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વખતે નામ હતું રોયલ એરવેઝ લિમિટેડ. જો કે, તેને શરૂ કરવા માટે રોકાણકારો મળ્યા નહીં અને આ કંપની શરૂ પણ થઈ શકી નહીં.
2004માં રોયલ એરવેઝ લિમિટેડને બિઝનેસ ટાયકૂન અજય સિંહે ખરીદી લીધો હતો. અજય સિંહે એરલાઇનમાં ઓછા બજેટનું મોડલ અપનાવીને કંપનીને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી.
29 એપ્રિલ, 2005ના રોજ તેનું નામ બદલીને સ્પાઈસજેટ રાખવામાં આવ્યું. આ પહેલા કંપનીનું નામ ચાર વખત બદલવામાં આવ્યું હતું. સ્પાઇસજેટે 2005માં બે બોઇંગ એરક્રાફ્ટ 737-800 લીઝ પર લીધા હતા. સાથે જ બોઇંગ અને Q-400 કંપનીને 10 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો.

સ્પાઇસજેટ માટે બુકિંગ 18 મે 2005ના રોજ શરૂ થયું હતું અને કંપનીની દિલ્હી અને મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઈટે 24 મે 2005ના રોજ ઉડાન ભરી હતી. જુલાઈ 2008 સુધી માર્કેટ શેરની દ્રષ્ટિએ સ્પાઇસજેટ ભારતની ત્રીજી સૌથી મોટી ઓછી કિંમતની એરલાઇન બની.
જૂન 2010માં, અજય સિંહે સ્પાઈસ જેટનો 37.7% હિસ્સો સન ગ્રુપના માલિક કલાનિતિ મારનને રૂ. 750 કરોડમાં વેચ્યો હતો. એરલાઈને જુલાઈ 2010માં 30 બોઈંગ 737-8 એરક્રાફ્ટ અને ડિસેમ્બર 2010માં 15 બોમ્બાર્ડિયર Q4 ડૅશ શોર્ટ-હોલ એરક્રાફ્ટ ખરીદ્યા. આ કારણે કંપનીનું પ્રદર્શન ઘણું સારું થયું.
વર્ષ 2012માં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. જેના કારણે સ્પાઈસ જેટને 39 કરોડથી વધુનું નુકસાન થયું હતું. 2014 સુધીમાં કંપનીની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી.
કથળતા સમય અને નબળી કનેક્ટિવિટી જેવા ઘણા કારણોને લીધે લોકોએ સ્પાઇસજેટમાં મુસાફરી કરવાનું બંધ કરી દીધું. કંપની પર લગભગ 1500 કરોડ રૂપિયાનું દેવું હતું. પરિણામે 2014ના અંત સુધીમાં કંપની નાદારીના કગાર પર આવી ગઈ હતી.
ડિસેમ્બર 2014માં અજય સિંહે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી અને ટેમ્પરરી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. આ મુજબ, કંપની તેની લોન હપ્તામાં ચૂકવી શકતી હતી. આ પછી કંપનીનું રિસ્ટ્રક્ચર કરવા માટે, અજય સિંહે જાન્યુઆરી 2015માં સન ગ્રુપમાંથી તેમના શેર પાછા ખેંચી લીધા હતા.

આ સમયે સૌથી મોટી સમસ્યા ગ્રાહકો અને રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાનો હતો. ગ્રાહકો ટિકિટ બુક કરાવતા ન હતા, પાર્ટનર એરક્રાફ્ટ પરત કરવાની માંગ કરી રહ્યા હતા અને સરકાર લોન ચૂકવવા માટે એરલાઈન્સની પાછળ પડી ગઈ હતી.
મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને કર્મચારીઓને લાગ્યું કે તેમનું કોઈ ભવિષ્ય નથી. અજય સિંહે કોઈક રીતે પોતાના કર્મચારીઓને કામ કરતા અટકાવ્યા.
કંપનીને ટેકઓવર કરવા માટે, અજય સિંહે એરલાઇનના મૂળભૂત કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમ કે ફ્લાઇટ ટાઇમ મેનેજમેન્ટ ફિક્સ કરવું, વેબસાઇટના ઇન્ટરફેસમાં સુધારો કરવો અને એરપોર્ટ પર સુવિધાઓ પૂરી પાડવી.
આ સાથે, તેણે નાની પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરી દીધી અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઇટ્સનું સંચાલન કરવાનું શરૂ કર્યું. આ વર્ષે કંપનીએ રૂ. 238 કરોડનો નફો થયો.
સપ્ટેમ્બર 2017માં, એરલાઈને 25 નવા Q400 ટર્બોપ્રોપ એરક્રાફ્ટ ખરીદ્યા. 2019માં, સ્પાઇસજેટે જેટ એરવેઝના 30 ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ પણ ખરીદ્યા હતા.
વર્ષ 2020માં કંપનીની આવક 12 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. કંપનીના ઉત્કૃષ્ટ પ્રદર્શન વચ્ચે કોવિડની મહામારી આવી. જેના કારણે સ્પાઈસ જેટે તેની ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.
વર્ષ 2021માં કંપનીને અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ સિવાય સ્પાઈસ જેટના વિમાનમાં ખામીના કિસ્સા પણ પ્રકાશમાં આવવા લાગ્યા. જેના કારણે મે 2022માં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કંપનીના એરક્રાફ્ટની સુરક્ષા તપાસ શરૂ કરી.
જુલાઈ 2022માં, DGCAએ હાલની ફ્લાઇટના 50% સુધીની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કંપનીની સ્થિતિ સુધારવા માટે સ્પાઈસજેટે નાણાકીય કટોકટીનો સામનો કરવા માટે 3,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની પહેલ કરી.

હાલમાં, સ્પાઇસજેટ માર્કેટ શેરન દૃષ્ટિએ ભારતની ચોથી સૌથી મોટી સ્થાનિક એરલાઇન કંપની છે. હવે કંપની પાસે કુલ 65 એરક્રાફ્ટ છે. કંપની 38 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન અને 3 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન (સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત) માટે લગભગ 147 ડેઈલી ફ્લાઇટ્સ એપરેટ કરે છે.
પેસેન્જર ફ્લાઇટ ઉપરાંત, સ્પાઇસએક્સપ્રેસ નામની કંપની કાર્ગો સપ્લાયમાં પણ કામ કરે છે. સ્પાઇસએક્સપ્રેસ પાસે ભારતમાં 11,262 પોસ્ટલ કોડ છે.

રિસર્ચ- વિશાખા કુમારી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















