Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: 2 રૂમથી શરૂ થઈ સિક્યોરિટી કંપની SIS:સરકાર સામે આર્ટિકલ લખતાં જોબ ગુમાવી, પછી કંપની શરૂ કરી; 4 દેશમાં 2.5 લાખથી વધુ ગાર્ડ, 12,000 કરોડની આવક

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

તમે મોલ કે કોઈપણ ઓફિસની બહાર બ્લૂ યુનિફોર્મ પહેરેલા સિક્યોરિટી ગાર્ડને જોયા જ હશે. આમાંના મોટા ભાગના સિક્યોરિટી ગાર્ડ SIS કંપનીના કર્મચારીઓ છે. સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજેન્સ સર્વિસ કંપની SISએ હાલમાં બિહારના દરભંગા જિલ્લામાં 500થી વધુ બેરોજગાર યુવાનોને

.

SIS ભારતની સૌથી મોટી સિક્યોરિટી સર્વિસ કંપની છે. એની શરૂઆત 2 જાન્યુઆરી 1974ના રોજ એક નિવૃત્ત આર્મીમેન સાથે કરવામાં આવી હતી. આજે SIS કંપની પાસે 4 દેશમાં 2.85 લાખ ગાર્ડ અને કર્મચારીઓ છે તેમજ 22 હજાર કસ્ટમર છે.

મેગા એમ્પાયરમાં આજે કહાની 51 વર્ષ જૂની સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજેન્સ સર્વિસ કંપની SISની...

આરકે સિંહાએ 22 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી હતી

SIS કંપનીની શરૂઆતની કહાની ખૂબ જ રસપ્રદ છે. રવીન્દ્ર કિશોર સિન્હા ઉર્ફે આરકે સિંહાએ 22 વર્ષની ઉંમરે આ કંપની શરૂ કરી હતી. તેમનો જન્મ 22 સપ્ટેમ્બર 1951ના રોજ બિહારના બક્સર જિલ્લામાં થયો હતો. આરકે સિન્હાના પિતા પટનામાં કામ કરતા હતા, તેથી તેમણે પટનામાં જ અભ્યાસ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે આરકે સિંહાએ 20 વર્ષની ઉંમરે રિપોર્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. પત્રકારત્વમાં આવ્યા હતા.

સરકારના નિર્ણય સામે લેખ લખ્યો તો નોકરી ગુમાવી વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આરકે સિન્હાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'તત્કાલીન ઈન્દિરા સરકાર ડાબેરીઓના ઈશારે 1971ના યુદ્ધ મામલે નિર્ણયો લઈ રહી હતી. હું તેની જાણ કરતો હતો. મેં ઈન્દિરા ગાંધી સામે લખવાનું શરૂ કર્યું. નિર્ણયની ટીકા કરવાનું શરૂ કર્યું. એક દિવસ અખબારના માલિકે મને બોલાવ્યો અને નોકરીમાંથી કાઢી મૂક્યો. એ સમયે મારો માસિક પગાર 230 રૂપિયા હતો.

જેપીની સલાહ પર સિક્યોરિટી કંપની શરૂ કરી

એ જ સમયે બિહારમાં ઈન્દિરા સરકાર વિરુદ્ધ જેપી આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલનનું નેતૃત્વ જય પ્રકાશ નારાયણે કર્યું હતું. નોકરી ગુમાવ્યા બાદ આરકે સિંહા આ આંદોલનમાં જોડાયા હતા. આ દરમિયાન એકવાર તેઓ જયપ્રકાશ નારાયણને મળવા ગયા હતા.

SIS ભારતની સૌથી મોટી સુરક્ષા કંપની છે.
SIS ભારતની સૌથી મોટી સુરક્ષા કંપની છે.

જેપીએ આરકે સિંહાને કહ્યું હતું કે ભારતીય સેના ચાર લાખ સૈનિકને નિવૃત્ત કરી રહી છે. હવે તેમને રોજગાર માટે ભટકવું પડશે. જેપીએ આરકે સિંહાને સલાહ આપી કે બધા ઉદ્યોગપતિઓ તમને ઓળખે છે. તમે તેમની વચ્ચે સેતુનું કામ કરી શકો છો. તે ઉદ્યોગપતિઓને સારા કર્મચારીઓની જરૂર છે અને આ ગરીબ યુવાનોને નોકરીની જરૂર છે. થોડા દિવસો પછી આરકે સિન્હાના મિત્રએ કહ્યું કે એક સાઈટ પર સિક્યોરિટીની જરૂર છે.

આરકે સિન્હાએ આ વિશે કેટલાક નિવૃત્ત સૈનિકો સાથે વાત કરી હતી. જ્યારે તેઓ તૈયાર થયા, ત્યારે SIS કંપની 2 જાન્યુઆરી 1974ના રોજ પટના (બિહાર)માં 2 રૂમના ગેરેજમાંથી શરૂ કરવામાં આવી હતી.

SIS સિક્યોરિટી કંપનીની 343 બ્રાન્ચ ઓફિસ છે.
SIS સિક્યોરિટી કંપનીની 343 બ્રાન્ચ ઓફિસ છે.

10 વર્ષ માટે વોલંટિયર સિક્યોરિટી સર્વિસ પૂરી પાડી આરકે સિન્હાએ SISનો પાયો નાખ્યો હતો, પરંતુ એનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આગામી 10 વર્ષ સુધી SIS વોલંટિયર કાર્ય કરી રહી હતી અને એનાથી કંપનીને કોઈ આવક થઈ ન હતી.

થોડા સમય પછી જ્યાં પણ કંપની સિક્યોરિટી ગાર્ડ પૂરા પાડતી હતી ત્યાં લેબર ઈન્સ્પેક્ટર આવવા લાગ્યા. કંપનીઓને ચિંતા થવા લાગી. એ પછી તે કંપનીઓના માલિકોની વિનંતી પર આરકે સિંહાએ એક ફોર્મલ કંપની ખોલી. ત્યાર બાદ 1985માં એને પ્રાઈવેટ લિમિટેડ બનાવી દેવામાં આવી.

બીજી પેઢીએ કમાન સંભાળી આરકે સિંહાના પુત્ર ઋતુરાજ કિશોર સિન્હા 22 વર્ષની ઉંમરે એમબીએ પૂર્ણ કરીને લંડનથી પરત ફર્યા હતા. 2002માં ઋતુરાજે SIS કંપનીનું કામ જોવાનું શરૂ કર્યું. ઋતુરાજ કંપનીને સિક્યોરિટી સર્વિસની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ લઈ જવા માગતા હતા. ​​​​​​

આરકે સિન્હાના પુત્ર ઋતુરાજ સિંહાએ SIS કરતાં 7 ગણી મોટી કંપની ખરીદીને વિદેશમાં પોતાનું નામ બનાવ્યું.
આરકે સિન્હાના પુત્ર ઋતુરાજ સિંહાએ SIS કરતાં 7 ગણી મોટી કંપની ખરીદીને વિદેશમાં પોતાનું નામ બનાવ્યું.

ઋતુરાજે કંપનીને ભારતમાં કેશ લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં લાવવાની યોજના બનાવી હતી. આ માટે તેણે સુરક્ષાની દુનિયાની શ્રેષ્ઠ કંપની 'સિક્યોરિટાસ' સાથે પાર્ટનરશિપ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઋતુરાજ આ પ્રસ્તાવ લઈને 2005માં લંડન પહોંચ્યા હતા, પરંતુ 'સિક્યોરિટાસ'ના તત્કાલીન ચેરમેન અને સીઇઓ થોમસ બર્ગલન્ડે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ પછી પણ ઋતુરાજે એકલા હાથે 2006માં કેશ લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં SISની એન્ટ્રી કરાવી.

જોખમ ખેડીને કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડી વર્ષ 2008માં જ્યારે આખું વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, એ જ સમયે ઋતુરાજે કંપનીને અન્ય દેશોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી. આ માટે તેણે ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી કંપની 'ચબ ઓસ્ટ્રેલિયા'ને ખરીદવાની તૈયારી શરૂ કરી હતી. આ કંપની SIS કરતા 7 ગણી મોટી હતી, જેના કારણે ઋતુરાજને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જોકે SBI બેંકની મદદ મળ્યા બાદ ઋતુરાજ આમ કરવામાં સફળ રહ્યા હતા. તેમણે 238 મિલિયન ડોલર એટલે કે 2 હજાર કરોડ રૂપિયામાં યુએસ ગ્રુપ યુનાઈટેડ ટેક્નોલોજી કોર્પ પાસેથી 'ચબ ઓસ્ટ્રેલિયા' ખરીદી.

4 દેશમાં કંપનીની સિક્યોરિટી સર્વિસ

SIS પહેલાંથી જ ભારતમાં સૌથી મોટી સિક્યોરિટી સર્વિસ બની ગઈ હતી, હવે કંપની ઓસ્ટ્રેલિયામાં પણ નંબર વન બનવા જઈ રહી હતી. આ દરમિયાન ઋતુરાજે આ વિસ્તરણને આગળ વધાર્યું. ઓસ્ટ્રેલિયાની બે કંપનીએ ભારત, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડમાં પણ ઘણી સુરક્ષા કંપનીઓ ખરીદી છે. આજે SIS 4 દેશ (ભારત, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં સિક્યોરિટી સર્વિસ પૂરી પાડી રહી છે, જેમાં તે ભારત અને ઓસ્ટ્રેલિયામાં નંબર 1 સિક્યોરિટી કંપની, ન્યૂઝીલેન્ડમાં નંબર 3 તેમજ સિંગાપોરમાં નંબર 5 પર છે.

રિસર્ચ-આયુષ અગ્રવાલ

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links