- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire: Red Bull Was Started By A Drug Dealer
મેગા એમ્પાયર: દવા વેચનારે શરૂ કરી હતી રેડ બુલ:થાઈલેન્ડથી શરૂ થયેલી કંપની બની ગ્લોબલ બ્રાન્ડ; 178 દેશમાં બિઝનેસ, 1 લાખ કરોડની આવક
- કૉપી લિંક

ઉનાળાની ઋતુમાં ફ્રેશ રહેવા માટે ઘણા લોકો એનર્જી ડ્રિંક પીવે છે. આમાં સૌથી સામાન્ય રેડ બુલ છે. 1976માં થાઈલેન્ડથી શરૂ થયેલી રેડ બુલ કંપનીની આવક 1.07 લાખ કરોડ રૂપિયા છે. કંપનીમાં લગભગ 20 હજાર લોકો કામ કરે છે. તેનો બિઝનેસ 178 દેશોમાં ફેલાયેલો છે.
આજે મેગા એમ્પાયરમાં કહાની સતત ટ્રેન્ડિંગ એનર્જી ડ્રિંક રેડ બુલની...
થાઈલેન્ડના રહેવાસી ચાલેઓ યોવિડ્યાના માતા-પિતા ડક ફાર્મિંગ અને દવાઓનો નાનો બિઝનેસ કરતા હતા. તેમણે બાળપણથી જ આ ધંધાની સૂઝબૂઝ જાણી હતી. ધીમે ધીમે તેમણે દવાઓ પણ વેચવાનું શરૂ કર્યું.
બાદમાં, ચાલેઓએ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નોકરી પર હતા ત્યારે, ચાલેઓએ થાકેલા લોકોને એનર્જી ડ્રિંક પીતા જોયા. તે સમયે એનર્જી ડ્રિંક્સ દવાઓની બોટલોમાં મળતું હતું.

1956માં, ચાલેઓએ ટીસી ફાર્મા નામથી એક નાની ફાર્માસ્યુટિકલ કંપની શરૂ કરી. આ કંપની મેડિકલ પ્રોડક્ટ્સ અને ડ્રિંક્સનું ઉત્પાદન કરતી હતી. આ કામ કરતી વખતે ચાલેઓને એનર્જી ડ્રિંક્સનું બજાર જાણ્યું.
તે સમયે થાઈલેન્ડમાં જે એનર્જી ડ્રિંક્સ વેચાતાં હતાં તે વિદેશમાંથી આવતા હતા. પછી ચાલેઓએ એક એવું ડ્રિંક બનાવવાનું વિચાર્યું જે થાઈલેન્ડમાં બને અને લોકોને સરળતાથી મળી જાય.
1976માં ચાલેઓએ ક્રેટિંગ ડૈંગ નામનું એનર્જી ડ્રિંક લોન્ચ કર્યું. ચાલેઓનું એનર્જી ડ્રિંક થાઈલેન્ડમાં મજૂરો અને ટ્રક ડ્રાઈવરોમાં લોકપ્રિય બન્યું હતું.

1982માં, ઑસ્ટ્રિયન કોસ્મેટિક કંપનીના માર્કેટિંગ ડિરેક્ટર ડીટ્રીચ મેટેશિટ્ઝ એક બિઝનેસ ટ્રિપ માટે થાઇલેન્ડ ગયા હતા. ત્યાં તેણે ચાલેઓનું એનર્જી ડ્રિંક ક્રેટિંગ ડૈંગ પીધું. આ ડ્રિંકે તરત જ તેનો થાક ઉતારી દીધો, જેથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. પછી તેમણે વિચાર્યું કે પશ્ચિમી દેશોમાં એનર્જી ડ્રિંક્સનું માર્કેટ ઘણું મોટું હોઈ શકે છે.
1984માં, ડિટ્રિચ મેટેશિટ્ઝે ચાલેઓ યોવિડ્યાને મળ્યા અને તેમની સાથે 50-50ની પાર્ટનરશિપ કરી. ત્યારપછી તેઓએ ક્રેટિંગ ડૈંગને આંતરરાષ્ટ્રીય બજાર માટે રેડ બુલ (Red Bull) નામે રિ-બ્રાન્ડ કર્યું.

Red Bull GmbH કંપની શરૂ કર્યા પછી 3 વર્ષ સુધી ડિટ્રિચે એનર્જી ડ્રિંક્સ અંગે બજારમાં ઘણું રિસર્ચ કર્યું. રેડ બુલમાં કાર્બોહાઇડ્રેટ પાણી ઉમેર્યું, ખાંડનું સ્તર વધાર્યુ અને પેકેજિંગ પર કામ કર્યું. આ સાથે અન્ય દેશોમાં આ પીણું કેવી રીતે પહોંચાડવું તે અંગે પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું.

રેડ બુલ એનર્જી ડ્રિંકનું સૌ પ્રથમ ઓસ્ટ્રિયામાં 1987માં માર્કેટમાં આવ્યું હતું. મેટેશિટ્ઝે રેડ બુલને માત્ર એક ડ્રિંક નહીં પણ જીવનશૈલી બ્રાન્ડ તરીકે પ્રમોટ કર્યું. ડ્રિંક લોન્ચ કર્યા પછી કંપનીએ પ્રથમ વર્ષમાં જ રૂ.8.72 કરોડનો નફો કર્યો હતો.

રેડ બુલ સૌપ્રથમ ઓસ્ટ્રિયાની બહાર હંગેરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું
1992માં, રેડ બુલ પ્રથમ વખત ઑસ્ટ્રિયાની બહાર હંગેરીમાં શરૂ થયું. તેને હંગેરીમાં લોન્ચ કરવાનું કારણ એ હતું કે તે ઓસ્ટ્રિયાની નજીક હતું અને ત્યાં રેડ બુલની માંગ ઝડપથી વધી શકે છે. આ પછી, રેડ બુલે ધીમે ધીમે યુરોપના અન્ય દેશો અને પછી અમેરિકા અને એશિયન બજારોમાં પોતાનું સ્થાન બનાવ્યું.
રેડ બુલ 1994માં જર્મની, 1995માં યુકે, 1997માં યુએસએ અને 2000માં એશિયા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં પહોંચ્યું હતું.

ટેગલાઇન અને માર્કેટ સ્ટ્રેટેજીથી વિશ્વની સૌથી મોટી એનર્જી ડ્રિંક કંપની બની
રેડ બુલ તેની ટેગલાઈન ‘રેડ બુલ ગિવ્ઝ યુ વિંગ્સ’ને કારણે એડવેન્ચર સાથે સંકળાયેલું હતું. તેની જાહેરાતો પરંપરાગત જાહેરાતોથી તદ્દન અલગ છે, વિવિધ ઇવેન્ટ્સ સાથે અને સ્ટંટ સાથે પણ ડ્રિંકે પોતાની અલગ ઓળખ બનાવી.
રમતગમતમાં, રેડ બુલે F1, એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ, એર રેસિંગ અને ફૂટબોલ ક્લબને સ્પોન્સર કર્યા, જેના કારણે યુવાનોમાં તેની લોકપ્રિયતા વધી. કોલેજના વિદ્યાર્થીઓને રેડ બુલ અને યંગ પ્રોફેશનલ્સમાં તેને લોકપ્રિય બનાવવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં મફત સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું.
2012માં, રેડ બુલે એક સ્ટંટ કર્યો હતો જેણે તેની લોકપ્રિયતા ઝડપથી વધારી હતી. એક વ્યક્તિએ 39 ફૂટની ઊંચાઈથી કૂદકો માર્યો અને આ સ્ટંટ વર્લ્ડ રેકોર્ડ બની ગયો. આ સ્ટંટ રેડ બુલ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. આનાથી રેડ બુલની માંગમાં વધારો થયો અને તેના કારણે કંપનીએ 50 મિલિયન ડોલરનો નફો કર્યો.
રેડ બુલ હવે એનર્જી ડ્રિંકની એક ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના 178 દેશોમાં તેનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કંપનીના કો-ફાઉન્ડર મેટેસિટ્ઝનું 22 ઓક્ટોબર, 2022ના રોજ 78 વર્ષની વયે નિધન થયું હતું.

રિસર્ચ- રતન પ્રિયા અને બિપાશા તિવારી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















