Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયરઃ સાઇકલ રિપેરિંગની દુકાનથી શરૂ થઈ MG MOTOR:80 દેશમાં બિઝનેસ, આજે 40,000 કરોડ રૂપિયાની કંપની

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

JSW MG મોટર ઇન્ડિયાની લક્ઝરી બ્રાન્ડ ચેનલ MG સિલેક્ટ સાયબરસ્ટર સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી રહી છે. ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર સાયબરસ્ટર એ એમજી સિલેક્ટની પ્રથમ કાર છે. એમજી સિલેક્ટ ભારતનાં 12 શહેરમાં 12 એક્સક્લૂસિવ લક્ઝરી શોરૂમમાં પણ લોન્ચ કરશે.

.

વિશ્વની સૌથી મોટી કાર બ્રાન્ડ્સમાંની એક MG Motorsની શરૂઆત સાઈકલની દુકાનથી થઈ હતી. એ 1924માં સેસિલ કિમ્બરે મોરિસ ગેરેજમાંથી શરૂ કરવામાં આવી હતી. આજે એમજી મોટર 80થી વધુ દેશમાં બિઝનેસ કરી રહી છે. આજે મેગા એમ્પાયરમાં કહાની 100 વર્ષ જૂની MG મોટરની...

MG સિલેક્ટ સાયબરસ્ટર સ્પોર્ટ્સ કાર માર્ચ 2025 સુધીમાં લોન્ચ કરાશે.
MG સિલેક્ટ સાયબરસ્ટર સ્પોર્ટ્સ કાર માર્ચ 2025 સુધીમાં લોન્ચ કરાશે.

એમજી મોટરની સફળતા પાછળ બે મહત્ત્વનાં પાત્રો છે. એક વિલિયમ રિચર્ડ મોરિસ અને બીજા હતા સેસિલ કિમ્બર.

વિલિયમ રિચર્ડ મોરિસના પિતા ખેતરોમાં કામ કરતા હતા. મોરિસ મેડિસિનનો અભ્યાસ કરવા માગતા હતા, જોકે કૌટુંબિક સંજોગો અને પિતાની માંદગીને કારણે 15 વર્ષની ઉંમરે મોરિસ પર જવાબદારીઓ આવી ગઈ. મોરિસે તેના અભ્યાસનું સ્વપ્ન છોડી દીધું અને તેના ઘરની પાછળ સાઈકલ રિપેર કરવાની મોરિસ ગેરેજ નામના દુકાન શરૂ કરી. થોડા સમય પછી મોરિસે પણ ઓર્ડર પર સાઈકલ બનાવવાનું શરૂ કર્યું.

ધીરે ધીરે મોરિસે સાઈકલનો બિઝનેસ છોડીને મોટરસાઈકલ વેચવાનું શરૂ કર્યું અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્રવેશ કર્યો. 1903માં તેણે પોર્ટનરશિપ કરી, પરંતુ તેનું ગેરેજ નાદાર થઈ ગયું.

મોરિસે હાર ન માની અને 1904માં 50 પાઉન્ડ (રૂ. 5,016)ની લોન લીધી અને ગેરેજના બચેલા સામાન સાથે તેણે ફરીથી શરૂ કર્યું. વર્ષ 1913માં મોરિસની પ્રથમ બે સીટર કાર લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ મોરિસ-ઓક્સફોર્ડ હતું.

આ પછી મોરિસ ગેરેજ લોકોમાં પ્રખ્યાત થવા લાગ્યું. મોરિસે ઓછી કિંમતે નાની કાર બનાવીને ઈંગ્લેન્ડના ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં નવી શરૂઆત કરી. ધીરે ધીરે મોરિસ ગેરેજનો બિઝનેસ દોડવા લાગ્યો.

1913માં મોરિસે 2 સીટર કાર બનાવી.
1913માં મોરિસે 2 સીટર કાર બનાવી.

1921માં મોરિસ ગેરેજના મેનેજર બન્યા સિસેલ કિમ્બર

12 એપ્રિલ, 1888ના રોજ લંડનમાં જન્મેલા સેસિલ કિમ્બરને શરૂઆતથી જ મોટરસાઇકલમાં ખાસ રસ હતો. તેમના પિતા પ્રિન્ટિંગ એન્જિનિયર હતા.

સેસિલ કિમ્બરે સ્ટોકપોર્ટ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તેના પિતાની કંપનીમાં કામ જોવાનું શરૂ કર્યું. વર્ષ 1910માં કિમ્બરને એક અકસ્માત થયો, જેણે તેનું જીવન બદલી નાખ્યું. 1910માં કિમ્બરને બાઇક અકસ્માત થયો હતો અને તેના જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેથી તેણે મોટરસાઇકલ ચલાવવાની છોડી દેવી પડી અને પછી તેનું ધ્યાન ઓટોમોબાઇલ પર કેન્દ્રિત કર્યું, કારણ કે તે તેને વધુ સુરક્ષિત માનતા હતા. તેણે 1914માં ફેમિલી ફર્મ છોડી દીધી.

કિમ્બરે શેફિલ્ડ-સિમ્પ્લેક્સ અને એસી કાર્સ જેવી કંપનીઓમાં કામ કર્યું હતું. અહીં જ તેણે કાર ડિઝાઇન, માર્કેટિંગ અને કંપની મેનેજમેન્ટ શીખ્યા. 1921માં સિસેલ કિમ્બરને ઓક્સફોર્ડમાં મોરિસ ગેરેજના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા. કિમ્બરે મોરિસ ગેરેજને વિશ્વમાં એક નવી ઓળખ આપી. કિમ્બરની નિમણૂક એવા સમયે થઈ, જ્યારે મોરિસ ગેરેજનું વિસ્તરણ થઈ રહ્યું હતું.

સેસિલ કિમ્બરે એમજીની પ્રથમ સ્પોર્ટ્સ કાર બનાવી

1924માં સેસિલ કિમ્બરે સ્ટાન્ડર્ડ મોરિસ કારનું સ્પોર્ટી અને એસ્થેટિકલ મોડલ ડિઝાઇન કર્યું. અહીંથી 'MG એટલે કે મોરિસ ગેરેજ' બ્રાન્ડ નામથી કાર બનવાની શરૂઆત થઈ, આ પહેલાં બનેલી કાર 'મોરિસ'ના નામે હતી.

સેસિલ કિમ્બરે એમજી ઓલ્ડ નંબર વન ડિઝાઇન કર્યો છે. એ 1925માં લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 1929માં MGએ એક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, જેની ટેગલાઇન પીપલ્સ સ્પોર્ટ્સ કાર હતી. આ કારની સ્પીડ ઘણી વધારે હતી. આ ઈનોવેશનને કારણે એમજી ફેમસ થઈ.

MG કાર કંપનીની શરૂઆત 1928માં થઈ હતી, જે સ્પોર્ટ્સ કાર બનાવવામાં વિશેષતા ધરાવે છે. 1929માં કંપની ઓક્સફર્ડથી એબિંગ્ડનમાં ગઈ અને 1930માં કિમ્બર તેના મેનેજિંગ ડિરેક્ટર બન્યા.

વર્ષ 1931માં MGએ 100થી વધુ ઝડપે દોડતી પ્રથમ 750 cc કાર બનાવી, જેનું નામ EX 120 હતું, તેણે આજ સુધીના તમામ સ્પીડ રેકોર્ડ તોડી નાખ્યા. 1933માં MG K3 મેગ્નેટે દુનિયાની સૌથી અઘરી રેસ મિલે મિગ્લિયાના 1100cc સેગમેન્ટમાં જીત મેળવી હતી. એમજી આમ કરનારી પ્રથમ બિન-ઇટાલિયન બ્રાન્ડ બની.

MGની પહેલી 750 cc કાર.
MGની પહેલી 750 cc કાર.

અત્યારસુધી કંપનીના મુખ્ય માલિક વિલિયમ મોરિસ હતા. જેમની પાસે હવે બે કંપની હતી, પ્રથમ મોરિસ મોટર્સ અને બીજી એમજી કાર કંપની. 1935માં મોરિસે MG કાર કંપની મોરિસ મોટર્સને વેચી દીધી, જેના કારણે કિમ્બર ખૂબ જ પરેશાન થયા. તેમણે કંઈપણ કરવા માટે કંપનીના હેડક્વાર્ટરને પૂછવું પડતું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન MGએ કાર બનાવવાનું બંધ કરી દીધું અને સશસ્ત્ર દળો માટે સામાન બનાવવાનું શરૂ કર્યું. મતભેદને કારણે કિમ્બરે 1941માં કંપનીમાંથી રાજીનામું આપ્યું. બાદમાં તેમણે ચાર્લ્સવર્થ અને સ્પેશિયલલોઇડ જેવી કંપનીઓ સાથે કામ કર્યું.

અમેરિકામાં લોકોને બ્રિટિશ કાર ખૂબ ગમી

વર્ષ 1945માં કંપનીએ MG TC મોડલ લોન્ચ કર્યું. કંપનીએ આ મોડલની 2000 કાર વેચી હતી. અમેરિકન લોકોને પણ આ બ્રિટિશ કાર ઘણી પસંદ આવી હતી. આ પછી કંપનીએ કારનાં ઘણાં નવાં મોડલ બજારમાં ઉતાર્યા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા.

20મી સદીના અંતમાં બ્રાન્ડે ઈકોનોમિક ક્રાઈસીસ અને કોમ્પિટિશન સહિત અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. એના કારણે તેની માલિકી ઘણી વખત બદલાઈ અને અંતે એ બ્રિટિશ લેલેન્ડ ગ્રુપનો એક ભાગ બની ગઈ.

એમજી રોવર 2005માં નાદાર થઈ ગઈ

1980ના દાયકા સુધીમાં ગેરવહીવટ અને આર્થિક સંકટને કારણે એમજી મોટર્સે લોકપ્રિયતા ગુમાવી દીધી. 1990ના દાયકામાં આ બ્રાન્ડ BMW સહિત વિવિધ કંપનીઓને વેચવામાં આવી હતી. જ્યારે BMWએ 2000માં ફોનિક્સ કન્સોર્ટિયમને એમજી અને રોવર બ્રાન્ડ્સ વેચી. ફોનિક્સ કન્સોર્ટિયમે એમજી અને રોવરને મર્જ કરી એક બ્રાન્ડ બનાવી. 2005માં MG રોવરને નાદાર જાહેર કરવામાં આવી, જેનાથી MGની બ્રિટિશ માલિકીનો અંત આવ્યો.

એમજી મોટરના નવા યુગની શરૂઆત

2007માં ચાઈનીઝ ઓટોમેકર SAIC મોટર કોર્પોરેશને MG ખરીદી. આ કંપનીએ એકવાર એમજીને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. MG મોટરને ચાઈનીઝ ઈનોવેશન અને મેન્યુફેક્ચરિંગ કાર્યક્ષમતાથી ફાયદો થયો.

એમજી મોટરની ભારતમાં એન્ટ્રી

વર્ષ 2019માં MG મોટરે ભારતીય બજારમાં એન્ટ્રી કરી. કંપનીએ ભારતમાં પ્રથમ SUV કાર MG Hector સાથે પોતાની ઓળખ બનાવી. એમજી હેક્ટર બ્રાન્ડ માટે ગેમ-ચેન્જર બની ગઈ. આમાં, લોકોને સ્પર્ધાત્મક કિંમતે AI વૉઇસ કમાન્ડ, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પ્રીમિયમ ડિઝાઇન મળી.

વર્ષ 2023માં JSW ગ્રુપે SAIC સાથે મળીને JSW MG મોટર ઇન્ડિયા નામનું જોઈન્ટ વેન્ચર શરૂ કરી, જેમાં JSWનો 35% હિસ્સો હતો.

આ ભાગીદારીનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહન (EV) અને પ્રીમિયમ કાર સેગમેન્ટમાં એનું નામ મજબૂત કરવાનો હતો. JSW MG મોટર ઇન્ડિયાએ 'MG Select' નામની લક્ઝરી કાર બ્રાન્ડની જાહેરાત કરી છે, જે અંતર્ગત તેની આગામી બે વર્ષમાં ચાર નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે, જેમાં ઇલેક્ટ્રિક કાર, હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડનો સમાવેશ હશે. પહેલી પ્રીમિયમ કાર માર્ચ 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે.

રિસર્ચ સહયોગ- અદિતિ ઓઝા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links