Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: એક નાની દુકાનથી શરૂ થયું માલાબાર ગોલ્ડ:એક સમયે શાકભાજી, મસાલા અને નારિયેળ વેચતા, આજે 13 દેશમાં બિઝનેસ; 51,000 કરોડ રૂપિયાની આવક

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

આગામી નાણાકીય વર્ષના બજેટથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 7 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ રૂ.86 હજારને પાર કરી ગયો હતો. બજારમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામનો ભાવ 86,600 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

.

આ દરમિયાન, વિશ્વની છઠ્ઠી સૌથી મોટી ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ કંપની માલાબાર ન્યૂઝીલેન્ડમાં ત્રણ શોરૂમ ખોલશે. આ માટે કંપની હાલમાં રૂ. 37,257 કરોડનું રોકાણ કરશે.

માલાબાર ગોલ્ડ અને ડાયમંડનો સમગ્ર ઈન્ટરનેશનલ બિઝનેસ UAEમાં બનેલા માલાબારના ઈન્ટરનેશનલ હબથી થાય છે.

આજે મેગા એમ્પાયરમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની કહાની....

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ 13 દેશોમાં 375થી વધુ રિટેલ આઉટલેટ ધરાવે છે. 1993માં શરૂ થયેલી માલાબાર 51 હજાર કરોડ રૂપિયાની આવક સાથે દેશની સૌથી મોટી જ્વેલરી કંપની બની ગઈ છે. કંપનીમાં 21 હજાર કર્મચારીઓ છે.

1993માં મલબાર જ્વેલર્સનો પહેલો સ્ટોર ખોલ્યો હતો.
1993માં મલબાર જ્વેલર્સનો પહેલો સ્ટોર ખોલ્યો હતો.

લોકલ વેપારીઓને પાર્ટનર બનાવવાનું બિઝનેસ મોડલ

માલાબાર ગોલ્ડ અને ડાયમંડ્સનું બિઝનેસ મોડલ અનોખું છે. જ્યારે પણ કંપની નવો સ્ટોર ખોલે છે ત્યારે તે સ્થાનિક વેપારીઓને પાર્ટનર બનાવે છે. કેટલાક સ્ટોર્સ કંપની પોતે પણ ચલાવે છે. પરંતુ જ્યાં પાર્ટનરશિપ હોય ત્યાં કંપની ક્વોલિટી અને ઓપરેટિંગ પર સંપૂર્ણ કન્ટ્રોલ જાળવી રાખે છે.

કંપની નફાનો એક ભાગ તેના પાર્ટનરને આપે છે. આ ઉપરાંત 15% સુધીનું વ્યાજ પણ આપવામાં આવે છે. કંપની તેના સ્ટોર્સ ક્યારેય ભાડાની જગ્યા પર ખોલતી નથી, પરંતુ જમીન ખરીદીને બનાવે છે, જેના કારણે તેમની સંપત્તિની કિંમત સતત વધી રહી છે.

મસાલાના વેપારીએ માલબાર ગોલ્ડ અને ડાયમંડની શરૂઆત કરી હતી

કેરળના કરાયડ ગામમાં રહેતા 24 વર્ષના એમપી અહેમદે 1981માં પિતાના અવસાન બાદ કોઝિકોડમાં બિઝનેસ કરવાનું નક્કી કર્યું હતું. અહેમદના પિતા ખેડૂત હતા. શરૂઆતમાં અહેમદ શાકભાજી અને મસાલાનો વેપાર કરતા હતા, કારણ કે આ વિસ્તારમાં તેનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું. પછી તેણે કોપરા એટલે કે સૂકા નાળિયેરનો ધંધો શરૂ કર્યો. દેશમાં ઘણી જગ્યાએ અહેમદે નારિયેળ તેલ માટે કોપરા સપ્લાય કરવાનું શરૂ કર્યું.

અહેમદને મુંબઈની 'કોકોકેર' તરફથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ માટે તેમણે બેંકમાંથી લોન લીધી. કંપનીને કોપરા પણ સપ્લાય કર્યા, પરંતુ કોકોકેર કંપની નાદાર થઈ ગઈ. આ પ્રોજેક્ટમાં અહેમદના 17 લાખ રૂપિયા ફસાઈ ગયા. જે બાદ અહેમદે આ ધંધો બંધ કરવો પડ્યો હતો.

બાદમાં 'કોકોકેર'ને હિન્દુસ્તાન યુનિલિવરે 22 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જે કંપની અહેમદનું પેમેન્ટ ચૂકવી શકતી ન હતી તે 22 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ હતી. આ વાત અહેમદને હિટ કરી ગઈ. આનાથી તેને બ્રાન્ડની તાકાતનો અહેસાસ થયો. તેણે નક્કી કર્યું કે તે પોતાની બ્રાન્ડ બનાવશે.

2013માં કંપનીએ ગુરુગ્રામમાં એનો 100મો શોરૂમ ખોલ્યો હતો.
2013માં કંપનીએ ગુરુગ્રામમાં એનો 100મો શોરૂમ ખોલ્યો હતો.

માલાબાર ગોલ્ડની શરૂઆત 200 ચોરસ ફૂટની દુકાનથી થઈ હતી

ભારતમાં 1990ના દાયકામાં નાણાકીય સુધારાઓ થઈ રહ્યા હતા. રૂપિયાની કિંમત ઘટી રહી હતી. 1990માં 1 ડૉલરની કિંમત 17.5 રૂપિયા હતી. તે સમયે સોનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું. મિત્રોએ અહેમદને કહ્યું કે સોનાના ભાવ વધશે.

ત્યારબાદ અહેમદે જ્વેલરી શોપ ખોલવાનું વિચાર્યું. 1993માં એમપી અહેમદે કેરળના કોઝિકોડમાં 200 ચોરસ ફૂટની જ્વેલરી શોપ ખોલી. આ શોપ માટે તેણે પોતાનું ઘર ગીરવે મૂકીને બેંક લોન લીધી હતી. શોપમાં રોકાણકારો જોડાયા અને પોતાની 58%ની ભાગીદારી રાખી. તેના સંબંધીઓ પણ બિઝનેસમાં જોડાયા હતા.

માલાબાર ફેસ્ટિવલમાંથી કંપનીનું નામ પસંદ કરવામાં આવ્યું

કોઝિકોડના કલેક્ટર અમિતાભ કાંતે શહેરના વિકાસ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી હતી. આ માટે તેણે 'માલાબાર ફેસ્ટિવલ' શરૂ કર્યો. તેમાં શાસ્ત્રીય નૃત્ય, પરંપરાગત કલા અને સંગીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અમજદ અલી ખાન અને ઝાકિર હુસૈન જેવા દિગ્ગજ કલાકારોએ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તે સમયે 'માલાબાર' નામ ચર્ચામાં હતું. તેથી જ અહેમદે જ્વેલરી શોપનું નામ માલાબાર પસંદ કર્યું. અહીંથી જ 'માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ'ની શરૂઆત થઈ.

એમપી અહેમદ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ફાઉન્ડર છે.
એમપી અહેમદ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ફાઉન્ડર છે.

વિશ્વની છઠ્ઠી સૌથી મોટી જ્વેલરી કંપની

એમપી અહેમદની પ્રથમ શોપ સફળ રહી. અહેમદે 22 કેરેટ સોનાની ગેરંટી આપી હતી. તેમણે 'બાયબેક' અને 'લાઇફટાઇમ ફ્રી મેન્ટેનન્સ' જેવી ઑફર્સ આપવાનું શરૂ કર્યું. 1996માં તેણે તિરુરમાં બીજો શો-રૂમ ખોલ્યો. 2008માં, કંપનીએ UAEમાં તેનો 20મો શો-રૂમ ખોલ્યો. 2013માં ગુરુગ્રામમાં 100મો શો-રૂમ શરૂ કર્યો.

2013 અને 2018ની વચ્ચે શો-રૂમની સંખ્યા બમણી થઈ. હવે કંપની પાસે 4,000થી વધુ ઈન્વેસ્ટર છે. તેમની વચ્ચે 800 કર્મચારીઓ પણ છે. કંપની ફ્રેન્ચાઈઝી અને પોતાના સ્ટોર મોડલ બંને પર કામ કરે છે.

2024માં કંપનીની વાર્ષિક આવક 51,474 કરોડ રૂપિયા હતી. તે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી જ્વેલરી કંપની બની ગઈ છે. કંપની દર વર્ષે લગભગ 50 મેટ્રિક ટન સોનાનો કારોબાર કરે છે.

નવી જગ્યાઓ પર એક્સપાન્શનનો પ્લાન

હવે દક્ષિણ ભારત સિવાય, કંપની પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર ભારતમાં વિસ્તરણ કરી રહી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, કંપની તામિલનાડુમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. ઝારખંડ, ગોવા, આસામ અને ત્રિપુરામાં પણ શો-રૂમ ખોલવાનો પ્લાન છે. દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને તુર્કિયેમાં પણ બિઝનેસનું વિસ્તરણ કરશે.

કંપની 2026માં IPO લાવી શકે છે

હવે કંપની IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે 50થી વધુ કંપનીઓને મર્જ કરીને હોલ્ડિંગ કંપની બનાવવામાં આવશે. EY, Deloitte અને PWCને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. 2026 સુધીમાં લિસ્ટિંગનો પ્લાન છે. હવે કંપની ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં પણ એન્ટ્રી કરી રહી છે. કેરળમાં 'eHam ડિજિટલ' નામથી સ્ટોર ખોલવામાં આવ્યો છે.

​​​​​​માલાબાર ગ્રુપ વર્ટિકલ્સ

  • મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ
  • MGD Lifestyle Jewellery
  • માલાબાર ડેવલપર્સ
  • માલાબાર વોચેસ

રિસર્ચ: શ્રેયાંશ ગૌર, ગાંધર્વ ઝા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links