- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire: Chocolate Company Hershey's Started From A Candy Shop
મેગા એમ્પાયર: કેન્ડીની દુકાનથી શરૂ કરી ચોકલેટ કંપની હર્શેઝ:એક સમયે દુકાન માટે ઘર ગીરવી મૂક્યું હતું, આજે 85 દેશમાં બિઝનેસ; 95 હજાર કરોડની આવક
- કૉપી લિંક

કેડબરીની પેરન્ટ કંપની મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ, જે ચોકલેટ માટે પ્રખ્યાત છે, તે ચોકલેટ કંપની હર્શેઝ સાથે મર્જર કરવા અંગે વિચારી રહી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મોન્ડેલેઝે હર્શેઝને મર્જરની ઓફર કરી છે.
જો મર્જર થશે તો તે વિશ્વની સૌથી મોટી ચોકલેટ અને સ્વીટ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની બની જશે. હાલમાં, હર્શેઝના શેરના ભાવમાં 19%નો વધારો થયો હતો જ્યારે મોન્ડેલેઝ ઈન્ટરનેશનલના શેરના ભાવમાં 4%નો ઘટાડો થયો હતો.
આજે મેગા એમ્પાયરમાં કહાની 130 વર્ષ જૂની ચોકલેટ કંપની હર્શેઝની...
આ કંપની અમેરિકાના મિલ્ટન હર્શેઝે શરૂ કરી હતી, જેમણે 12 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો. આજે આ કંપની 85 દેશોમાં બિઝનેસ કરે છે અને વાર્ષિક 93 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
મિલ્ટન હર્શેઝે 13 વર્ષની ઉંમરે એક અખબારમાં નોકરી કરવાનું શરૂ કર્યું
મિલ્ટન હર્શેઝનો જન્મ 18 સપ્ટેમ્બર, 1937ના રોજ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં થયો હતો. જ્યારે તેમણે ભણવાનું છોડવાનું નક્કી કર્યું, ત્યારે તેના પિતાએ એક અખબારમાં તેની નોકરી વિશે વાત કરી. અહીં તેને 5 વર્ષ માટે ટ્રેઇની તરીકે નોકરી મળી. મિલ્ટનને આ કામ પસંદ નહોતું. તેથી જ તેઓ લાંબા સમય સુધી કરી શક્યા નહીં.

વર્ષ 1873માં જ્યારે મિલ્ટન 18 વર્ષના થયા, ત્યારે તેમણે ફરી એકવાર ટ્રેઈની તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ વખતે તેણે લેન્કેસ્ટરમાં એક કેન્ડી ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને કેન્ડી બનાવવાનું કામ ગમવા લાગ્યું.
ઉછીના પૈસા લઈને કેન્ડીની દુકાન ખોલી ચાર વર્ષ પછી 1877માં તેણે મીઠાઈની દુકાન ખોલવાનું નક્કી કર્યું. આ માટે કાકા-કાકી પાસેથી પૈસા ઉછીના લીધા. મિલ્ટને આ બિઝનેસને આગળ લઈ જવા માટે દિવસ-રાત મહેનત કરી. ઘણી વખત તે દુકાનના કાઉન્ટર પર જ સૂઈ જતા. મિલ્ટન આ બિઝનેસ માટે લીધેલા રૂપિયા શક્ય તેટલી વહેલી તકે ચૂકવવા માગતા હતા.
લોકોને આકર્ષવા માટે, મિલ્ટને કેન્ડીની સુગંધ શેરીમાં ફેલાવવાની વ્યવસ્થા કરી. જેના કારણે શેરીમાંથી આવતા લોકો ચોક્કસપણે દુકાને આવતા.
મિલ્ટન હર્શેઝ 1882માં નાદાર થઈ ગયા ધીમે-ધીમે કાચા માલના ભાવ વધવાને કારણે બનાવટનો ખર્ચ વધવા લાગ્યો. લોકો મોંઘી કેન્ડી ખરીદવા માંગતા ન હતા તેથી વેચાણ ઘટી ગયું. વર્ષ 1881માં મિલ્ટન હર્શેઝે તેમના વ્યવસાયને બચાવવા માટે તેમના પિતા પાસે મદદ માંગી.

પિતાએ કફ ડ્રોપ કેન્ડી અને મોટા ડિસ્પ્લેનો આઈડિયા આપ્યો, જેના કારણે કંપની પાસે ફંડની કમી થઈ ગઈ. મિલ્ટનને નાદાર જાહેર કરવામાં આવ્યા. 6 વર્ષની મહેનત વેડફાઈ ગઈ.
ન્યૂયોર્કમાં કેરેમલ કેન્ડી બનાવતા શીખ્યા જ્યારે કેન્ડીનો બિઝનેસ નિષ્ફળ ગયો, ત્યારે મિલ્ટન હર્શેઝ ન્યૂયોર્ક ગયા. ત્યાં એક મીઠાઈની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. મિલ્ટન કેરેમલ કેન્ડી બનાવવાની નવી રીત શીખ્યા. તેઓ કેરેમલ બનાવવા માટે તાજા દૂધનો ઉપયોગ કરતા હતા. આનાથી કેન્ડી લાંબા સમય સુધી સોફ્ટ અને ફ્રેશ રહેતી હતી.
ઉછીના પૈસા લઈને ન્યૂયોર્કમાં કેરેમલ કેન્ડીની દુકાન ખોલી ફરી એકવાર મિલ્ટને પૈસા ઉછીના લીધા અને ન્યૂયોર્કમાં દુકાન ખોલી. અહીં દૂધમાંથી બનેલી કેરેમલ કેન્ડી વેચવાનું શરૂ કર્યું. ન્યૂયોર્કના લોકોને તે ખૂબ જ ગમ્યું. ટૂંક સમયમાં તેના ગ્રાહકો વધવા લાગ્યા. સાથે સાથે સ્પર્ધા પણ વધવા લાગી. થોડા દિવસો પછી કાચા માલની કિંમત ફરી વધી.

આ માટે ન્યૂયોર્કથી આયાત કરેલું દૂધ વાપરવું પડતું હતું. જેના કારણે બનાવટનો ખર્ચ વધી ગયો. ફરી એકવાર મિલ્ટન દેવામાં ડૂબી ગયા. હવે મિલ્ટને પોતાના શહેરમાં કેરેમલ કેન્ડી વેચવાનું વિચાર્યું. પેન્સિલ્વેનિયામાં ડેરી ફાર્મ પુષ્કળ પ્રમાણમાં હતા. તેથી મિલ્ટને ડેરી મિલ્કમાંથી કેરેમલ કેન્ડી બનાવવાનું શરૂ કર્યું. આ કારણે ઉત્પાદન ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે.
મિલ્ટનના કાકીએ ઘર ગીરવી મૂકીને બેંકમાંથી લોન લીધી હતી સ્થાનિક સ્તરે કેરેમલ કેન્ડીની માંગ ઝડપથી વધી. જોકે મિલ્ટન પાસે વધતી માંગને પહોંચી વળવા માટે સંસાધનો નહોતાં. ત્યારબાદ તેણે તેની કાકીને મદદ માટે કહ્યું. કાકીએ ઘર ગીરવે મૂકીને 700 ડોલર (આજના હિસાબે લગભગ 60 હજાર રૂપિયા)ની લોન લીધી હતી. આ લોન 90 દિવસમાં ચૂકવવાની હતી.
90 દિવસ પૂરા થવાના હોવાથી મિલ્ટન પૈસાની વ્યવસ્થા કરી શક્યા ન હતા. ત્યારે ઈંગ્લેન્ડનો એક મોટો વેપારી તેની દુકાને આવ્યો. તેમને કેરેમલ કેન્ડી પસંદ આવી. તેમણે મિલ્ટનને મોટો ઓર્ડર આપ્યો. આ ડીલ માત્ર મિલ્ટનના બિઝનેસને બચાવી શકી નહીં પણ વિદેશમાં પણ કેરેમલ કેન્ડીને ઓળખ અપાવી.
1886માં મિલ્ટને લેન્કેસ્ટર કેરેમલ કંપની શરૂ કરી. ધીમે-ધીમે આ કેન્ડી માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેમસ થવા લાગી. બે વખત નિષ્ફળ ગયેલા મિલ્ટન હવે કેરેમલ કેન્ડી કિંગ બની ગયા હતા.

1893માં મિલ્ટન એક પ્રદર્શન માટે શિકાગો ગયા હતા. ત્યાં તેણે પહેલીવાર મશીન દ્વારા ચોકલેટ બનતી જોઈ. મિલ્ટનને આ ચોકલેટ ખૂબ જ ગમી. તે સમજી ગયા કે કેરેમલનો બિઝનેસ લાંબો સમય ચાલશે નહીં, ચોકલેટ જ ફ્યુચર છે. તેઓ લેન્કેસ્ટર પાછા ફર્યા અને 1894માં ધ હર્શેઝ કંપની શરૂ કરી.
હર્શેઝ કંપનીમાં તેમણે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો અને ચોકલેટ બનાવી. મિલ્ટને કેરેમલ બિઝનેસ છોડીને સંપૂર્ણપણે ચોકલેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. તેથી 1900માં તેમણે લેન્કેસ્ટર કેરેમલ કંપનીને 1 મિલિયન ડોલર (આજે લગભગ 35 મિલિયન ડોલર)માં વેચી દીધી.
કન્ડેન્સ્ડ મિલ્કમાંથી બનેલી સસ્તી મિલ્ક ચોકલેટ
મિલ્ટન હર્શેઝનું સંપૂર્ણ ધ્યાન દૂધ ચોકલેટ બનાવવા પર હતું. આ પહેલાં મિલ્ક ચોકલેટ માત્ર સ્વિટ્ઝર્લેન્ડમાં જ બનતી હતી અને તેથી તે ઘણી મોંઘી હતી. મિલ્ટને આ માટે ઘણા લોકોને રાખ્યા. આખરે તેમની ટીમમાંથી એક વ્યક્તિએ કન્ડેન્સ્ડ મિલ્કમાંથી મિલ્ક ચોકલેટ બનાવવાનું વિચાર્યું. આ વિચાર સફળ પણ થયો.

કન્ડેન્સ્ડ મિલ્કમાંથી બનેલી ચોકલેટનો સ્વાદ માત્ર અલગ જ નહોતો પરંતુ તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. લોકોને હર્શેઝની મિલ્ક ચોકલેટ ખૂબ જ પસંદ પડી હતી. તેની કિંમત ઘણી ઓછી હતી. ધીરે ધીરે આ ચોકલેટ બાર ફેમસ થવા લાગ્યા.
હર્શેઝના મિલ્ક ચોકલેટ બારનું વેચાણ પ્રથમ વર્ષમાં 1 મિલિયન ડોલરને પાર થઈ ગયું. આ પછી, હર્શેઝે 1907માં કિસેસ ચોકલેટ લોન્ચ કરી. આ નાની, શંકુ આકારની ચોકલેટ હતી, જે એલ્યુમિનિયમ ફોઇલમાં હાથથી લપેટેલી હતી. ચોકલેટ કંપની માટે આ એક મોટી સફળતા સાબિત થઈ.
આજે, કંપની દરરોજ 80 મિલિયન હર્શેઝ કિસેસ ચોકલેટ્સનું ઉત્પાદન કરે છે. આ ચોકલેટ બનાવવાના મશીનો 24 કલાક ચાલે છે. ધીરે ધીરે કંપની વિશ્વભરમાં ફેલાઈ ગઈ. હર્શેઝે 1973માં પેન્સિલ્વેનિયામાં ચોકલેટ વર્લ્ડ બનાવ્યું હતું. જ્યાં હર્શેઝનો સૌથી મોટો ચોકલેટ સ્ટોર છે. વર્ષ 2012માં હર્શેઝે ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં તેનો બિઝનેસ વિસ્તાર્યો.

વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન આર્મી માટે ચોકલેટ બનાવી હતી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ખાંડની અછત હતી. કંપનીઓ ચોકલેટની માંગને પહોંચી વળવા સક્ષમ ન હતી. ત્યારે હર્શેઝને મોટી તક મળી. તે સમયે હર્શેઝની ક્યુબામાં સુગર મિલ હતી. જેના કારણે ખાંડની કોઈ અછત નહોતી. હર્શેઝને યુએસ આર્મી તરફથી 2 મિલિયન ચોકલેટ બારનો ઓર્ડર મળ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઘણી કંપનીઓ નાદાર થઈ ગઈ, જ્યારે હર્શેઝનો બિઝનેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો હતો. કંપનીએ સેના માટે મિલિટરી ચોકલેટ બાર લોન્ચ કર્યો. આ ચોકલેટ લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સાથે તે ઝડપથી ઓગળતી પણ ન હતી.
હર્શેઝની ત્રણ બિઝનેસ વ્યૂહરચના
લોકોની માગ સમજી
હર્શેઝ હંમેશાં બજાર અને તેની બદલાતી માંગને સમજે છે અને તે મુજબ પોતાને ઢાળે છે. કંપનીની શરૂઆત કેન્ડીની દુકાનથી થઈ હતી, પછી કેરેમલ કંપની બની. પાછળથી, હર્શેઝ જામેલો બિઝનેસ છોડીને ચોકલેટના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
વધુ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ બનાવી અમીર લોકોને ટાર્ગેટ કરવાને બદલે હર્શેઝે સામાન્ય લોકો સુધી ચોકલેટ લાવવાનો વિચાર કર્યો. જેના કારણે તે મોટા કસ્ટમર બેઝ સુધી પહોંચી શકે. કંપનીએ જથ્થાના ચક્કરમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરી નથી.
સમય સમય પર નવી પ્રોડક્ટ લોન્ચ કરી આજે હર્શેઝ પાસે 90+ બ્રાન્ડ્સ છે. કંપનીએ શરૂઆતથી જ વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શરૂઆતમાં કંપનીએ 3 ચોકલેટ પ્રોડક્ટ્સ વેચી હતી. ત્યાર બાદ કંપનીએ બાળકોના લંચ ટાઈમથી લઈને સૈન્ય ટુકડીઓ સુધીના પ્રોડક્ટની વિવિધ વેરાઇટી લોન્ચ કરી.
માત્ર એક પ્રોડક્ટને વળગી રહેવાને બદલે, હર્શેઝ સમય જતાં બજારને ગમે તે વસ્તુ બનાવવાનું શરૂ કર્યું. આજે કંપની ચોકલેટ સીરપ, કેરેમલ, પીનટ બટર, કેક, કૂકીઝ જેવી ઘણી વસ્તુઓ વેચી રહી છે.

રિસર્ચ-પ્રેરણા સાગર
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















