Mon, Nov 16, 2026Updated 02:35 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: BSNL પાસે પગાર કરવાના પણ પૈસા નહોતા:17 વર્ષ પછી પ્રથમ વખત રૂ. 262 કરોડનો નફો; રેવન્યુ 21 હજાર કરોડ

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

વર્ષ 2019ની વાત છે. નવા વર્ષનો બીજો મહિનો જ હતો. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના લગભગ 1.76 લાખ કર્મચારી તેમના પગારની રાહ જોઈ રહ્યા હતા. સામાન્ય રીતે તેમને પહેલી તારીખે પગાર મળી જતો હતો, પરંતુ અઠવાડિયા અને દિવસો પછી પણ તેમના ખાતામાં પૈસા આવ્યા

.

અનુપ શ્રીવાસ્તવ એ સમયે BSNLના CMD એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ ખૂબ પરેશાન હતા. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે- 'કંપની દેવામાં ડૂબી ગઈ હતી. અમારી પાસે રોકડની અછત હતી. અમે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા એકઠા કરતા હતા. અહીં, અખબારોમાં સમાચાર પ્રકાશિત થઈ રહ્યા હતા કે BSNL કર્મચારીઓને 15 દિવસ વીતી ગયા પછી પણ પગાર મળ્યો નથી. જો આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો બેંકમાંથી લોન લેવી મુશ્કેલ બની ગઈ હોત.

વર્ષોથી ખોટમાં રહેલી BSNL 17 વર્ષ બાદ નફામાં આવી છે. કંપનીએ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 262 કરોડનો નફો કર્યો છે. હાલમાં BSNLની આવક 21 હજાર કરોડ રૂપિયા છે. સમગ્ર દેશમાં તેના 9 કરોડથી વધુ ગ્રાહકો છે.

આજે મેગા એમ્પાયરમાં કહાની ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNLની…

દિલ્હીમાં આવેલી BSNL ઓફિસ. BSNLની શરૂઆત સપ્ટેમ્બર 2000માં થઈ હતી.
દિલ્હીમાં આવેલી BSNL ઓફિસ. BSNLની શરૂઆત સપ્ટેમ્બર 2000માં થઈ હતી.

ભારતમાં કોમ્યુનિકેશન નેટવર્કનો પાયો અંગ્રેજોએ 19મી સદીમાં નાખ્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1851માં ટેલિગ્રાફ લાઈનની શરૂઆત કરી હતી. આ ટેલિગ્રાફ લાઇન કલકત્તાને બોમ્બે એટલે કે હાલના મુંબઈને જોડતી હતી.

3 વર્ષ પછી એટલે કે 1854માં, બ્રિટિશ સરકારે ટેલિગ્રાફને ટેકઓવર કરી લીધી. ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1881માં ઘડવામાં આવ્યો હતો અને તે પછીના વર્ષે એટલે કે 1882માં ટેલિફોન નેટવર્કની શરૂઆત થઈ. ત્યારે તે કલકત્તા એટલે કે કોલકાતા, બોમ્બે એટલે કે મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈ જેવાં શહેરો માટે હતું.

1947માં આઝાદી પછી, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ભારત સરકારના નિયંત્રણ હેઠળ આવી. પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગની શરૂઆત 1951માં કરવામાં આવી હતી. એટલે કે પોસ્ટ અને ટેલિફોન બંને સેવાઓ એક જ વિભાગ દ્વારા જોવામાં આવતી હતી. 1986માં, દૂરસંચારને એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો.

BSNL એ ઇનકમિંગ કોલ્સ ફ્રી કર્યા, લોકો સિમ ખરીદવા માટે ભલામણો કરવા લાગ્યા

ઓક્ટોબર 2000માં દેશમાં એનડીએની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. સરકારે ટેલિકમ્યુનિકેશન વિભાગને એક સરકારી કંપની તરીકે બદલવાનો નિર્ણય લેવાયો હતો. નામ ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL રાખવામાં આવ્યું હતું. આમાં સરકારનો હિસ્સો 100% રાખવામાં આવ્યો હતો.

આ તે સમયગાળો હતો જ્યારે દેશમાં કેટલીક ખાનગી કંપનીઓએ મોબાઇલ સેવાઓ શરૂ કરી હતી, પરંતુ માત્ર થોડા લોકો તેનો ઉપયોગ કરી શકતા હતા. ત્યારે આઉટગોઈંગ કોલ માટે 16 રૂપિયા પ્રતિ મિનિટ અને ઇનકમિંગ કોલ માટે 8 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડતા હતા.

2002માં BSNLએ પણ મોબાઈલ સેવાઓ શરૂ કરી હતી. આઉટગોઇંગ કોલનો ખર્ચ 1.5 રૂપિયા પ્રતિ મિનિટ અને ઇનકમિંગ કોલ ફ્રી. ખાનગી કંપનીઓ માટે આ ઝટકાથી ઓછું ન હતું. BSNL સિમ ખરીદવા લોકોમાં દોડધામ જોવા મળી હતી. BSNL સિમ માટે પણ ભલામણની જરૂર પડવા લાગી, પરંતુ પછી એવો સમયગાળો આવ્યો જ્યારે આ સરકારી કંપનીને ખોટ થવા લાગી.

19 ઓક્ટોબર 2002ના રોજ લખનઉમાં BSNL મોબાઇલ સેવા શરૂ કરાવતા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી.
19 ઓક્ટોબર 2002ના રોજ લખનઉમાં BSNL મોબાઇલ સેવા શરૂ કરાવતા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી.

સરકાર પર કૌભાંડનો આરોપ, ખાનગી ભાવે શેર ખરીદાયા, કંપનીને નુકસાન થયું

એક રિપોર્ટ અનુસાર, 2006માં, BSNL પાસે ભારતમાં લગભગ 24 કરોડ મોબાઈલ કનેક્શન હતા અને તેનો માર્કેટ શેર 22% હતો. કંપનીએ 93 મિલિયન લાઇન ક્ષમતા વધારવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કોઈ ને કોઈ કારણસર તેનો અમલ કરવામાં મહિનાઓ લાગી ગયા હતા. આ દરમિયાન સરકાર પર 2જી કૌભાંડ જેવા ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. કંપનીના બજારનો હિસ્સો ઘટ્યો અને ખાનગી કંપનીઓ આગળ નીકળી ગઈ.

3G સ્પેક્ટ્રમની હરાજી 2010માં થઈ હતી. BSNL સરકારી કંપની હોવાને કારણે તેમાં ભાગ લીધો ન હતો. હરાજીમાં ખાનગી કંપનીઓએ જે ભાવે સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા, BSNLને સમાન ભાવ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ હરાજીમાં BSNLએ લગભગ 18 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા, જેના કારણે તેની તિજોરી ખાલી થઈ ગઈ.

જેનો ફાયદો પ્રાઈવેટ કંપનીઓને થયો હતો. એરટેલે ભારતીય બજારનો મોટો હિસ્સો કબજે કર્યો. વોડાફોન અને આઈડિયા જેવી કંપનીઓએ પણ પોતાની ધાક જમાવવાનું શરૂ કર્યું. ખાનગી કંપનીઓ વાયર લાઇન સેવા, Wi-Fi, 2G, 3G, 4G સેવાઓ સાથે BSNL કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. 2017માં 13 કરોડ યુઝર્સ સાથે Jio ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બની.

BSNLને 2018-19માં લગભગ 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં કંપનીને લગભગ 19 હજાર કરોડ રૂપિયા ઓછી આવક મળી હતી.

​​​BSNL સતત ખોટમાં કેમ છે, જાણો 7 પોઈન્ટ્સમાં:

  • વર્ષ 2000માં, BSNL અધિકારીઓ ખાનગી ઓપરેટરોને પડકારવા માટે શક્ય તેટલી વહેલી તકે મોબાઇલ સેવા શરૂ કરવા માંગતા હતા, પરંતુ તેમને જરૂરી સરકારી સંમતિ મળી ન હતી.
  • જ્યારે 2006-12ની વચ્ચે BSNLની ક્ષમતામાં નજીવો વધારો થયો હતો, ત્યારે ખાનગી ઓપરેટરો વધુ આગળ વધ્યા હતા.
  • નેટવર્કની ભીડ અને અન્ય સમસ્યાઓના કારણે લોકો BSNL છોડીને ખાનગી કંપનીઓ તરફ વળ્યા હતા.
  • 2010માં જ્યારે 3G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી ત્યારે BSNLએ ભાગ લીધો ન હતો કારણ કે તે સરકારી કંપની હતી. બાદમાં BSNLને એ જ ભાવે સ્પેક્ટ્રમ મળ્યું જે ભાવે ખાનગી કંપનીઓને મળ્યું હતું.
  • BSNLને બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ એટલે કે WiMAX ટેક્નોલોજી પર આધારિત BWA સ્પેક્ટ્રમ માટે પણ મોટી રકમ ચૂકવવી પડી હતી. જેની સીધી અસર BSNLની આર્થિક સ્થિતિ પર પડી હતી.
  • દેશમાં જેમ જેમ મોબાઈલ ક્રાંતિએ વેગ પકડ્યો તેમ તેમ લેન્ડલાઈન કનેક્શનમાં ઝડપથી ઘટાડો થયો. 2006-07માં, BSNL પાસે 3.8 કરોડ લેન્ડલાઈન ગ્રાહકો હતા, જે 2014-15માં ઘટીને 1.6 કરોડ થઈ ગયા.
  • BSNLને પણ 4જી સ્પેક્ટ્રમની હરાજીમાંથી બહાર રાખવામાં આવી હતી. આ વિલંબને કારણે, ખાનગી કંપનીઓએ 5G શરૂ કર્યું છે, પરંતુ BSNL 4G પર અટવાયેલી રહી.

રિસર્ચ: વિશાખા કુમારી

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links