- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire ₹1.8 Lakh To One Lakh Crore In 11 Years
મેગા એમ્પાયરઃ 11 વર્ષમાં જ 1 લાખ કરોડનો બિઝનેસ:ગ્રોફર્સથી બ્લિંકિટ બનવાની કહાની; ખોટ કરતી કંપની કેવી રીતે નફાકારક બની?
- કૉપી લિંક

2010ની વાત છે. પંજાબનો રહેવાસી અલબિંદર ઢીંડસા અમેરિકામાં હતો. તે એક લોજિસ્ટિક કંપનીમાં જોબ કરતો હતો. ત્યાં તેની મુલાકાત આઇઆઇટી બોમ્બેમાં ભણેલા સૌરભ કુમાર સાથે થઈ. બંને પોતાના કામથી ખુશ નહોતા.
એક દિવસ બંનેએ વિચાર્યું કે ભારત પાછા જઈને કંઈક કરવું જોઈએ. પછી વર્ષ 2013 પસાર થઈ રહ્યું હતું. અલબિંદર અને સૌરભ ભારત આવ્યા. બંનેએ જોયું કે લોકો રેસ્ટોરન્ટમાંથી તેમના ઘરે ખાવાનો ઓર્ડર આપી રહ્યા છે. લોકો ક્યાંક ફરવા માટે કેબ બુક કરાવી રહ્યા છીએ, પરંતુ ચોખા-લોટ, દૂધ-દહીં, શાકભાજી જેવી રોજિંદી વસ્તુઓ પહોંચાડવા માટે કોઈ પ્લેટફોર્મ નથી.
આ સમસ્યામાંથી 'વન-નંબર'નો જન્મ થયો, જે થોડા મહિના પછી 'ગ્રોફર્સ' અને પછી 'બ્લિંકિટ' બની ગયું.
આજે બ્લિંકિટ તેની 'ક્વિક સર્વિસ' માટે જાણીતું છે. તે 10થી 15 મિનિટમાં ખાદ્ય ચીજો, શાકભાજી, ડેરી પ્રોડક્ટ, કિચનની ચીજવસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સુધીની તમામ પ્રકારની વસ્તુઓની માગ પર ડિલિવરી માટે પ્રખ્યાત છે. 2023-24માં બ્લિંકિટની વાર્ષિક આવક રૂ. 769 કરોડ સુધી પહોંચી ગઈ છે. કંપનીનું મૂલ્ય 13 અબજ ડોલર એટલે કે એક લાખ કરોડ છે.
તો આજે મેગા એમ્પાયરમાં આપણે ક્વિક સર્વિસમાં સૌથી વધુ પ્રોફિટેબલ કંપની બ્લિંકિટ વિશે વાત કરીશું…

આજથી 19 વર્ષ પહેલાંની વાત છે. અલબિંદર ઢીંડસા આઈઆઈટી દિલ્હીમાંથી પાસ આઉટ થયા હતા. બેચલરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ એન્જિનિયરિંગ અને ડિઝાઇનક્ષેત્રે કામ કરતી કેલિફોર્નિયાની કંપની 'URS કોર્પોરેશન'માં જોડાયા હતા.
બરાબર બે વર્ષ પછી 2007માં અલબિંદર આ કંપની છોડીને ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં કામ કરતી અમેરિકન કંપની કેમ્બ્રિજ સિસ્ટમેટિક્સમાં સિનિયર એસોસિએટ તરીકે જોડાયા હતા.
આ તરફ સૌરભ કુમારે ઓસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એડમિશન લીધું. થોડા સમય પછી સૌરભ લોજિસ્ટિક્સ સર્વિસ પૂરી પાડતી કંપની 'કેમ્બ્રિજ સિસ્ટમેટિક્સ'માં પણ જોડાયા હતા, જ્યાં અલબિંદર સિનિયર એનાલિસ્ટ તરીકે જોડાયા હતા. બંનેની અહીં પહેલીવાર મુલાકાત થઈ હતી.
આ પહેલાં અલબિંદર અને સૌરભ બંને એકબીજાને ઓળખતા નહોતા. બાદમાં અલબિંદરે તેની નોકરી છોડી દીધી અને કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં MBAમાં એડમિશન લીધું હતું.
એમબીએ પૂરું કર્યા પછી અલબિંદરને લાગ્યું કે તેણે ભારત પરત ફરીને કોઈ બિઝનેસ કરવો જોઈએ. તેઓ ભારત પાછા આવ્યા. એ સમયે ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoની શરૂઆત થઈ હતી. ભારત આવતાંની સાથે જ તેઓ 'ઝોમેટો' સાથે જોડાયા, જેથી બિઝનેસની મૂળભૂત બાબતોને સમજવામાં સરળતા રહે.
થોડા સમય પછી સૌરભ પણ 'કેમ્બ્રિજ સિસ્ટેમેટિક્સ'ની નોકરી છોડીને ભારત પાછા ફર્યા. હવે બંનેએ સાથે મળીને કંઈક કરવાનું નક્કી કર્યું.

આ 2012-13ની વાત છે. ભારતમાં દરેક જગ્યાએ સ્માર્ટફોન અને ઇન્ટરનેટની પહોંચ વધી રહી હતી. કેબ અને ફૂડ ડિલિવરી સેવાઓ ઉપરાંત એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પણ આવી ગઈ હતી.
જોકે હજુ સુધી ગ્રોસરી સેગમેન્ટમાં કોઈ કંપની આવી નહોતી. જ્યારે અલબિંદર અને સૌરભે જોયું કે દરેક જરૂરિયાત ઓનલાઈન પૂરી થઈ રહી છે, પરંતુ ગ્રોસરી સેગમેન્ટમાં કોઈ ખેલાડી નથી.
પછી અલબિંદરે ઝોમેટોની નોકરી છોડી દીધી અને સૌરભ સાથે મળીને એક ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કંપની વિશે વિચારવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી 2013માં બંનેએ એક ડિલિવરી કંપની 'વન-નંબર' શરૂ કરી, જેઓ ડિમાન્ડ સર્વિંસ પૂરી પાડે છે.
ગ્રાહકો કરિયાણા, કોસ્મેટિક, રેસ્ટોરન્ટ અને ફાર્મસી ઉત્પાદનોને તેમની રેન્જ મુજબ 'વન-નંબર' પરથી ઓર્ડર આપતા હતા. ડિલિવરી બોય ચાર કિલોમીટરની રેન્જમાં નજીકની દુકાનોમાંથી પ્રોડક્ટ લઈને પહોંચાડતો હતો.
થોડા મહિનાઓ પછી સૌરભ અને અલબિંદરે જોયું કે ગ્રાહકોની માગ કરિયાણાના ક્ષેત્રમાં સૌથી વધુ છે, જ્યારે લોકો રેસ્ટોરન્ટ અને કોસ્મેટિક્સમાં ઓછા ઓર્ડર આપી રહ્યા છે. બંનેએ અન્ય સેવાઓ બંધ કરી દીધી અને કરિયાણા અને ફાર્મસી પર જ ફોક્સ કરવાનું શરૂ કર્યું.
'વન નંબર'ને હાઇપર-લોકલ લોજિસ્ટિક્સ કંપની ગ્રોફર્સ તરીકે રી-બ્રાંડ કરવામાં આવી, જે પાછળથી બ્લિંકિટ બની. શરૂઆતમાં ગ્રોફર્સે 90 મિનિટમાં ઑનલાઇન કરિયાણાની વસ્તુઓની ડિલિવરી કરવાનું શરૂ કર્યું. પ્રથમ વર્ષમાં કંપનીની આવક રૂ. 1.8 લાખ હતી, જ્યારે રૂ. 2.8 લાખની ખોટ થઈ હતી. પછીના વર્ષે એટલે કે 2014-15માં આ આવક વધીને રૂ. 86 લાખ થઈ, પરંતુ નુકસાન રૂ. 4 કરોડ થયું હતું.
હવે ગ્રોફર્સને ખોટ પૂરી કરવા અને કંપની ચલાવવા માટે ભંડોળની જરૂર હતી. અરબિંદર અને સૌરભે ફંડિંગના પ્રથમ રાઉન્ડ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. 2015માં કંપની શરૂ કર્યાનાં બે વર્ષ પછી ગ્રોફર્સને પ્રથમ રાઉન્ડમાં રૂ. 305 કરોડનું ભંડોળ મળ્યું. એ જ વર્ષના નવેમ્બરમાં બીજા રાઉન્ડના ભંડોળમાં 120 મિલિયન ડોલર એટલે કે આજની તારીખ પ્રમાણે એક હજાર કરોડ રૂપિયા ભંડોળ મળ્યું હતું.

ભંડોળ મેળવ્યા પછી બે વર્ષમાં ગ્રોફર્સ નેટવર્ક 25 શહેરમાં ફેલાઈ ગયું. 30 હજારથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી હતી. એની વધતી માગને જોતાં ગ્રોફર્સે 2014માં સ્માર્ટફોન આધારિત ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ ‘My Green Box’ને હસ્તગત કર્યું.
જોકે 2014માં કંપનીને 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, 2015માં આ આંકડો વધીને 225 કરોડ રૂપિયા થઈ ગયો હતો. કંપનીની આવક માત્ર 86 લાખ રૂપિયા હતી. વધતી ખોટને જોઈને કંપનીએ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. એ બાદ 2016માં કંપનીની આવક 14 કરોડ રૂપિયા થઈ હતી.
એમ છતાં કંપની ખોટ સહન કરતી હતી. કરોડોનું નુકસાન થયું હતું. હવે અરબિંદર અને સૌરભ સામે ગ્રોફર્સને આગળ લઈ જવાનો પડકાર હતો. આ બંનેનું બેકગ્રાઉન્ડ લોજિસ્ટિક્સનું હતું. થોડા સમય પછી તેમણે વિચાર્યું કે જો વેરહાઉસ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં સુધારો કરવામાં આવે તો કદાચ નુકસાન ઓછું થઈ શકે. ખરેખરમાં ગ્રોસરી કંપનીને થઈ રહેલા નુકસાનનું આ સૌથી મોટું કારણ છે.
બંનેએ દિલ્હી, ગુરુગ્રામ અને બેંગલુરુમાં 60 હજાર સ્ક્વેર ફૂટનું વેરહાઉસ બનાવ્યું. જ્યારે હૈદરાબાદ, ચેન્નઈ અને જયપુરમાં 20 હજાર સ્ક્વેર ફૂટનું વેરહાઉસ બનાવાયું હતું.
આ બિઝનેસ ફંડ ગ્રોફર્સ માટે લાઈફલાઈન સાબિત થયું. 2017માં કંપનીની સરેરાશ ઓર્ડર વેલ્યુ 700 રૂપિયાથી વધીને 1300 રૂપિયા થઈ ગઈ હતી. આવક રૂ. 34 કરોડ સુધી પહોંચી.
ઝેપ્ટોના આગમન પછી ગ્રોફર્સે એનું નામ બદલીને બ્લિંકિટ રાખ્યું
2019-20 સુધીમાં ગ્રોફર્સે પેપર ટૅપ અને લોકલ બનિયા જેવી ગ્રોસરી ડિલિવરી કંપનીઓને પાછળ ધકેલી દીધી હતી, પરંતુ જેવી બીજી ગ્રોસરી ડિલિવરી કંપની બિગ બાસ્કેટ માર્કેટમાં આવી, ગ્રોફર્સ માટે ખરાબ દિવસો આવ્યા.
આ દરમિયાન 2020માં કોરોના ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કંપનીઓ માટે વરદાન સાબિત થયો હતો. બિગ બાસ્કેટની આવક 8 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી, જ્યારે ગ્રોફર્સ હજુ પણ 2700 કરોડ રૂપિયાની આવક પર અટવાયેલી છે. બિગ બાસ્કેટની આવક ગ્રોફર્સ કરતાં 3 ગણી થઈ ગઈ હતી.
એ દરમિયાન અન્ય કંપનીએ ગ્રોસરી માર્કેટમાં એન્ટ્રી કરી- Zepto. ઝેપ્ટો ક્વિક કોમર્સનો કોન્સેપ્ટ લઈને આવ્યો. કોઈપણ ગ્રોસરીની વસ્તુઓ માત્ર 10 મિનિટમાં. હવે તે ગ્રોફર્સ માટે કરો યા મરો જેવી સ્થિતિ બની હતી, કારણ કે તે 45 મિનિટથી 90 મિનિટમાં પ્રોડક્ટની ડિલિવરી કરી રહ્યું હતું.
ક્વિક કોમર્સ માર્કેટમાં ઊથલપાથલ જોવા મળી હતી. 2021 સુધીમાં સૌરભ કુમારે કંપનીમાંથી રાજીનામું આપી દીધું. હવે અલબિંદર ઢીંડસાએ રાતોરાત એક નિર્ણય લઈ લીધો. ગ્રોફર્સે પણ હવે 10-મિનિટ ડિલિવરી મોડલ અપનાવ્યું હતું. એ તમામ સ્થળોએ સર્વિસ બંધ કરી દીધી, જ્યાં 10 મિનિટની અંદર પ્રોડક્ટની ડિલિવરૂ કરવાનું મુશ્કેલ હતું.
હવે કંપનીને રી-બ્રાન્ડ કરવાની જરૂર હતી. કંપનીએ એનું નામ Grofersથી બદલીને Blinkit કર્યું અને ટેગ લાઇન આપી - ચાલો Blinkit. હવે બ્લિંકિટ માટે સારા દિવસો આવવા લાગ્યા. પહેલા તેણે 10 શહેરમાં 10 મિનિટમાં કરિયાણાની વસ્તુઓ પહોંચાડવાની સેવા શરૂ કરી, પછી 2021ના અંત સુધીમાં આ કંપનીએ 30થી વધુ શહેરોમાં સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું. દરરોજ 1 લાખ 25 હજાર ઓર્ડર આપવાનું શરૂ કર્યું.

બધી ક્વિક સર્વિસ કંપનીઓ ખોટમાં છે, તો પછી બ્લિંકિટ કેવી રીતે નફાકારક બની?
2022માં જ્યારે ઝોમેટોએ બ્લિંકિટ ખરીદી ત્યારે કંપનીને ઓર્ડરદીઠ રૂ. 84નું નુકસાન થઈ રહ્યું હતું. વાર્ષિક આવક 236 કરોડ રૂપિયા હતી, જ્યારે માત્ર એક વર્ષ પહેલાં તેની આવક 2700 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. અહીં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની વાર્ષિક આવક 47 હજાર મિલિયન રૂપિયા એટલે કે 4 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
ઝોમેટોએ અગાઉ 9.3 ટકા હિસ્સાના બદલામાં ગ્રોફર્સમાં રૂ. 839 કરોડનું રોકાણ કર્યું હતું. એ પછી ઝોમેટોએ તેની ઇન-હાઉસ ગ્રોસરી ડિલિવરી સેવા બંધ કરી દીધી.
બાદમાં ઝોમેટોના એમડી દીપેન્દ્ર ગોયલે બ્લિંકિટનો હિસ્સો વેચી દીધો અને બંને કંપનીને મર્જ કરી દીધી. કંપનીને નવેસરથી શરૂ કરવા માટે 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને કંપનીને 4400 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
ખરેખર ગ્રોસરી ઈન્ડસ્ટ્રીનું બજાર ફૂડ ઈન્ડસ્ટ્રી કરતાં મોટું છે. ઝોમેટોના શેરમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘટાડો થઈ રહ્યો હતો. બ્લિંકિટ સંભાળ્યા બાદ દીપેન્દ્ર ગોયલે પોતાની યુક્તિ આજમાવી. તેમણે નોંધ્યું કે ક્વિક કોમર્સ માર્કેટમાં માત્ર ગ્રોસરી એટલે કે ચોખા, કઠોળ, દૂધ અને દહીં જેવી જ વસ્તુઓ જ નથી. એમાં પંખા, કૂલર, વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ છે, જે ગ્રાહકને 10 મિનિટમાં મળી જાય તો એ આવકનું મોટું મોડેલ બની શકે છે.
કંપનીએ જોયું કે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે, જો તેઓ કોઈપણ વિલંબ કર્યા વિના પ્રોડક્ટનું વધુ ને વધુ કલેક્શન સમયસર મળી જાય. આ પછી બ્લિંકિટની એવરેજ ઓર્ડર વેલ્યુ વધવા લાગી. ખરેખર ત્યાં સુધી કોઈપણ કંપનીની એવરેજ ઓર્ડર વેલ્યુ 500 રૂપિયાથી વધુ ન હતી. કંપની માટે નફો મેળવવો મુશ્કેલ છે. 2023માં બ્લિંકિટની ઓર્ડર વેલ્યુ 635 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ક્વિક કોમર્સ કંપનીઓનું બિઝનેસ મોડલ
- ગ્રોસરીને સ્ટોર કરવા માટે ડાર્ક સ્ટોરના સેટઅપ કરવા માટે 25થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
- ડાર્ક સ્ટોરની સાઈઝ 2 હજાર સ્કવેર ફૂટથી લઈને 2500 સ્ક્વેર ફૂટ સુધીની હોય છે. એમાં 34 જેટલા સ્ટાફ કામ કરે છે.
- 2022માં ક્વિક કોમર્સ કંપનીઓની સરેરાશ ઓર્ડર કિંમત 350-400 રૂપિયાની વચ્ચે હતી. આમાં ગ્રોસ માર્જિન 15-20 ટકા સુધી હતું.
- ધારો કે કોઈ કંપનીએ 400 રૂપિયાનો માલ વેચ્યો અને એના પર 20% એટલે કે 80 રૂપિયાનું ગ્રોસ માર્જિન હતું, તો કંપનીએ સામાન અને સેવાઓ પર 320 રૂપિયાનો ખર્ચ કર્યો.
- હવે જો આપણે ડિલિવરી બોયને ચૂકવવામાં આવતો પગાર રૂ. 80ના ગ્રોસ માર્જિનમાંથી કાઢી નાખીએ તો કંપની પાસે માંડ રૂ. 40 બચશે.
- હવે જો કોઈ કંપની દરરોજ 600 ઓર્ડર એટલે કે દર મહિને 18 હજાર ઓર્ડર ડિલિવરી કરતી હોય તો તેને 72 લાખ રૂપિયાની આવક થશે.
- એમાં સ્ટાફનો પગાર, જગ્યાનું ભાડું, ઇલેક્ટ્રિક બિલ અને ઇન્વેન્ટરી ખર્ચનો સમાવેશ થાય છે, જે આવક કરતાં વધુ હશે, જેના કારણે આ કંપનીઓ ખોટમાં રહે છે.
ક્વિક કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ મોટા પડકારો…
1. એવરેજ ઓર્ડર વેલ્યુ રૂ. 300થી રૂ. 400ની વચ્ચે હોવી જોઈએ.
2. ગ્રોસ માર્જિન 20 ટકા કરતાં ઓછું હોવું.
3. ગ્રોસ માર્જિનનો અડધો કે ત્રીજો ભાગ માત્ર ડિલિવરી પર જ ખર્ચવામાં આવે.
તેથી જો એવરેજ ઓર્ડર વેલ્યુ વધે છે, એટલે કે એ 500થી ઉપર જાય છે, તો જ કંપની નફો કરી શકે છે. બ્લિંકિટે આ મોડલને ક્રેક કર્યું. આજે તેની એવરેજ ઓર્ડર વેલ્યુ 635 રૂપિયા છે.
બ્લિંકિટના ડાર્ક સ્ટોર્સને સેન્ટ્રલાઈઝ કરવાનો કોન્સેપ્ટ
જ્યારે ઝોમેટોએ બ્લિંકિટને ટેકઓર કરી, ત્યારે તેણે સૌપ્રથમ ડાર્ક સ્ટોર્સને સેન્ટ્રલાઈઝ કરવાના કોન્સેપ્ટ પર કામ કર્યું, એટલે કે શહેરમાં 2-3 કિલોમીટરની રેન્જમાં ડાર્ક સ્ટોર, જ્યાં તમામ પ્રકારની ગ્રોસરીની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે.
જો શહેરમાં 5 ડાર્ક સ્ટોર્સ છે, તો તમામ સ્ટોર્સ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. શું થાય છે કે જો કોઈ ગ્રાહકને કૂલર જોઈતું હોય તો ઓર્ડર આપતાંની સાથે જ જ્યાં એ ઉપલબ્ધ છે એ સ્ટોરને નોટિફિકેશન મળે છે અને ગ્રાહકને પ્રોડક્ટ ડિલિવરી કરવામાં આવે છે. એમાં મોટે ભાગે નોન પેરિશેબલ વસ્તુઓ હોય છે.
2022 બાદથી બ્લિંકિટે કોસ્મેટિક, ઇલેક્ટ્રોનિક-ગેજેટ્સ, ટોયઝ સહિત તમામ પ્રકારના નોન પેરિશેબલ સેગમેન્ટની પ્રોડકટની ડિલિવરી પણ શરૂ કરી. આ કારણે એની આવક વધવા લાગી, કારણ કે એમાં કોઈ ખોટ નથી. પ્રોડકટ ખરાબ થવાની શક્યતા ઓછી છે. પેરિશેબલ વસ્તુઓમાં કંપનીને જે નુકસાન થાય છે એની ભરપાઈ નોન પેરિશેબલ વસ્તુઓના સેલ દ્વારા થાય છે.
અન્ય ગ્રોસરી ડિલિવરી કંપનીઓમાં આ સૌથી મોટી સમસ્યા છે, જે અગાઉ ગ્રોફર્સ સાથે પણ હતી. મોટા ભાગની ગ્રોસરીની ડિલિવરી કંપનીઓના વેરહાઉસ સેન્ટ્રલાઈઝ નથી. તેઓ માત્ર ગ્રોસરી સેગમેન્ટમાં જ ડિલિવરી કરે છે. આમાં નુકસાન સૌથી વધુ છે.

ક્વિક કોમર્સનું રેવન્યુ મોડલ આ 3 બાબત પર આધારિત છે…
એડવર્ટાઈઝનિંગ આવક જ્યારે બ્લિંકિટની ઑર્ડર વેલ્યુ 635 રૂપિયા પર પહોંચી ત્યારે ગ્રોસરી સહિત અન્ય કંપનીઓએ એને વધુ એડ આપવાનું શરૂ કર્યું. ડિસેમ્બર 2023 સુધીમાં બ્લિંકિટની એડવર્ટાઈઝનિંગ આવક 220% વધીને રૂ. 3,542 કરોડ થઈ અને એડ આપતી કંપનીઓની સંખ્યા વધીને 550 થઈ ગઈ.
ખરેખર બ્લિંકિટ એડ આપતી કંપનીઓ અને પ્રોડક્ટ વેચતી કંપનીઓને સબ-કેટેગરી વિકલ્પો આપે છે. આનાથી કંપની કેટેગરીઝ અનુસાર તેની પ્રોડક્ટ સાથે સંબંધિત એડ આપવાનું સરળ બનાવે છે અને યુઝર તેમના સુધી પહોંચી શકે છે. હાલમાં બ્લિંકિટ ગ્રોસરી સેગમેન્ટમાં 7 હજારથી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે.
માર્જિન ફ્રોમ બ્રાન્ડ બ્લિંકિટ તેના પ્લેટફોર્મ પર સૌથી વધુ સંખ્યામાં પેટા-કેટેગરીઝ ધરાવે છે, જેમ કે બ્યૂટી, કોસ્મેટિક, ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, ગ્રોસરી, ગિફ્ટ… બ્રાન્ડ્સ એ મુજબ ક્વિક કોમર્સ કંપનીને પૈસા ચૂકવે છે. નવી-નવી બ્રાન્ડ બ્લિંકિટમાં જોડાતી રહે છે. એનાથી તેમની આવક વધે છે.
ડિલિવરી ફ્રી અન્ય પ્લેટફોર્મ યુઝર્સને આકર્ષવા માટે ફ્રી ડિલિવરી ઓફર કરે છે, જેથી વધુ ને વધુ યુઝર્સ તેમના પ્લેટફોર્મ પર આવે અને ફ્રી ડિલિવરી અથવા કેશ કૂપનને કારણે ઓર્ડર આપે, જેના કારણે કંપનીને નુકસાન થાય છે. તેમણે પૈસા ખર્ચવા પડશે, પરંતુ બ્લિંકિટ એવું કરતું નથી. એનાથી તેની રોકડ ખર્ચાતી નથી.
હવે બ્લિંકિટનું લક્ષ્ય 2000 ડાર્ક સ્ટોર્સ છે બ્લિંકિટ 2025 સુધીમાં એક હજાર ડાર્ક સ્ટોર્સ અને 2026 સુધીમાં 2 હજાર ડાર્ક સ્ટોર્સ બનાવવા પર કામ કરી રહી છે. છેલ્લા ક્વાર્ટરમાં કંપનીએ 113 નવા ડાર્ક સ્ટોર્સ જોડ્યા છે. આ સાથે હાલમાં કંપનીના ડાર્ક સ્ટોર્સની સંખ્યા વધીને 639 થઈ ગઈ છે. દરરોજ 6 લાખથી વધુ ઓર્ડર ડિલિવરી કરે છે.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















