Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

આવતીકાલથી વાંચો નવી સિરીઝ, ‘માયાજાળ’:ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થયેલા ખોફનાક ક્રાઇમની સત્યકથાઓ

11 મહિનો પેહલા
  • કૉપી લિંક

કહે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અત્યારના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે નિર્દોષ લોકો ઠગાઈ જાય છે, તે વિશે તમે ક્યારેય વિચાર્યું છે? વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાતમાં પણ અંધવિશ્વાસને કારણે અવારનવાર કેટલાય

.

આવતીકાલે સોમવારથી શરૂ થતી આ પાંચ એપિસોડની સિરીઝમાં દરરોજ સવારે છ વાગ્યે એક નવી સત્યઘટના સામે આવશે. આ એવા ગુનાઓની વાત છે જ્યાં અંધશ્રદ્ધાને હથિયાર બનાવીને નિર્દોષ લોકો સાથે અન્યાય થયો, પરિવારો તબાહ થયા અને સમાજમાં ભય ફેલાયો. ક્યાંક કોઈ નિર્દોષ યુવતીએ પોતાની આબરૂ ગુમાવી, કોઇએ પૈસા તો કોઈએ જીવ ગુમાવ્યા, તો કોઈએ પોતાની જાતની જ બલિ ચડાવી દીધી.

આ સિરીઝ માત્ર સનસનાટી ફેલાવવા માટે નથી, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવા માટે છે. દરેક એપિસોડમાં પોલીસ તપાસ, કોર્ટના ચુકાદા અને પીડિતોની દર્દભરી વાત સાથે આ ગુનાઓની સંપૂર્ણ સત્યકથા રજૂ થશે. તમે જાણી શકશો કે કેવી રીતે સામાન્ય દેખાતા લોકો અંધશ્રદ્ધાના નામે ભયંકર અપરાધો આચરે છે.

આ સિરીઝનો હેતુ એ છે કે સમાજમાંથી અંધવિશ્વાસને દૂર કરવામાં આવે અને લોકો જાગૃત બને. તર્કબુદ્ધિ અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન મળે તે માટે આવી સત્યકથાઓ સાંભળવી જરૂરી છે.

જો તમે પણ માનો છો કે સમાજમાંથી અંધશ્રદ્ધાને જડમૂળથી ઉખાડવી જોઈએ, અને સત્યની શક્તિમાં વિશ્વાસ રાખો છો, તો સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે છ વાગ્યે 'માયાજાળ' વાંચવા-જોવાનું ચૂકશો નહીં. આ છે સત્યને સામે લાવવાનો સંકલ્પ!

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links