- Gujarati News
- Bhaskar khaas
- Luxury life
- Luxury Life: Gautam Gambhir's 20 Crore House
લક્ઝરી લાઈફ: ગૌતમ ગંભીરનું 20 કરોડનું ઘર:5 લાખની ઘડિયાળ પહેરે છે, સ્વિટ્ઝર્લેન્ડમાં મનાવે છે વેકેશન; દિવસનો ખર્ચ 5 લાખ
- કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકામાં છે. આ વર્લ્ડ કપની સમાપ્તિ સાથે, ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. BCCI નવા હેડ કોચની શોધમાં છે, ચર્ચા છે કે આ રેસમાં પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીર વૈભવી જીવન જીવે છે અને આ વાત સ્વીકારે છે. તેઓ 205 કરોડની સંપત્તિના માલિક છે.
20 કરોડની કિંમતના આલીશાન મકાનમાં રહે છે ગંભીરના પિતા દીપક કાપડના વેપારી છે અને માતા સીમા ગૃહિણી છે. તેમની પત્ની નતાશા જૈન બિઝનેસ ફેમિલીમાંથી છે. તેમને બે દીકરીઓ છે જેનું નામ આઝીન અને અનાઇઝા છે. આખો પરિવાર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં સાથે રહે છે. તેમણે 2013માં રાજેન્દ્ર નગરમાં આ ઘર ખરીદ્યું હતું. તે સમયે ઘરની કિંમત ઓછી હતી, આજે તેની કિંમત 20 કરોડ રૂપિયાની આસપાસ છે.

ગંભીર અને નતાશાએ તેમની જરૂરિયાત મુજબ દિલ્હીના ઘરનું નવીનીકરણ કર્યું છે. ઘરના ઈન્ટિરિયરમાં મોટાભાગે પેસ્ટલ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીવાલોનો બેઝ રાખવામાં આવ્યો છે, તથા ફ્લોર પર ટાઇલ્સ સાથે માર્બલ ફ્લોરિંગ છે.
લિવિંગ રૂમને સ્પેસિયસ રાખવા માટે વધારે સામાન રાખવામાં આવ્યો નથી. એક આરામદાયક ગ્રે રંગનો સોફા સેટ અને મોટી ફ્લેટ ટીવી સ્ક્રીન છે. આ ઘરનો કાર્પેટ એરિયા 11 હજાર 266 સ્ક્વેર ફૂટ છે, જેમાંથી માત્ર 1,300 સ્ક્વેર ફૂટની ટેરેસ છે.

ગંભીરના આ ઘરમાં તેની દીકરીઓ આઝીન અને અનાઇઝા માટે કિડ્સ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં બાળકો માટે જરૂરી તમામ વસ્તુઓ છે. તે અવારનવાર પોતાની દીકરીઓ સાથેની અંગત પળોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

ઓલ્ડ રાજેન્દ્ર નગર સિવાય ગંભીરની પાસે દિલ્હીના કરોલ બાગમાં 15 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.
મોંઘી ઘડિયાળોના શોખીન ગંભીરને લક્ઝરી ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે 5 લાખની કિંમતની પનેરાઈ લ્યુમિનોર મરિના નામની ઘડિયાળ છે, જેમાં 300 મીટર પાણીની અંદર સુધી કોઈ ખરાબી આવતી નથી.
પનેરાઈ એ ઈટાલિયન લક્ઝરી ઘડિયાળ બનાવતી કંપની છે. આ કંપની 1860થી ઘડિયાળો બનાવી રહી છે. તે વિશ્વભરમાં 300થી વધુ વિતરણ કેન્દ્રો ધરાવે છે.
તેની પાસે 5 લાખ રૂપિયાની બીજી ઘડિયાળ પણ છે. રીઝર્વાયર પોપાય ક્રિકેટ એનાલોગ વોચ નામની આ ઘડિયાળ ખાસ 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ માટે બનાવવામાં આવી હતી. આ લિમિટેડ એડિશન ઘડિયાળના ડાયલમાં 'પોપાયઃ ધ સેઇલર' નામના પ્રખ્યાત કાર્ટૂન પાત્રને ક્રિકેટ સ્ટેડિયમમાં બેટિંગ કરતા દર્શાવવામાં આવ્યું છે.

સ્વિટ્ઝર્લૅન્ડ-માલદીવ્સમાં મનાવે છે વેકેશન, એક દિવસનો ખર્ચ 5 લાખ રૂપિયા સુધીનો કામ સિવાય ગૌતમ ગંભીરને ફરવાનું પસંદ છે. તે દરેક ટુર્નામેન્ટ બાદ પરિવાર સાથે વેકેશન પર જાય છે. તાજેતરમાં, IPL 2024માં KKRની જીત પછી ગંભીરે 'આગળ શું છે' પ્રશ્ન પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે પરિવાર સાથે વેકેશન પર જશે. હાલમાં જ તે પોતાના પરિવાર સાથે માલદીવ્સ વેકેશન પર ગયા હતા.
સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ગૌતમ ગંભીરના ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. જ્યારે પણ તે વેકેશન પર સ્વિટ્ઝરલેન્ડ જાય છે, ત્યારે તે Hotel Gstaad Palaceમાં રોકાય છે. આ પ્રેસિડેન્શિયલ સ્વીટમાં એક દિવસના રોકાણની કિંમત 4થી 5 લાખ રૂપિયાની વચ્ચે છે.

માલદીવ્સ વેકેશન પર ગંભીર પરિવાર સાથે રોયલ આઇલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પામાં પરિવાર સાથે વેકેશન મનાવ્યું હતું. આ રિસોર્ટ માલદીવ્સના સૌથી મોંઘા રિસોર્ટમાંથી એક છે. અહીં પ્રેસિડેન્શિયલ સ્યુટમાં એક દિવસના રોકાણનો ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયા છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઉપરાંત ગંભીરને ભારતમાં ઉદયપુર જવાનું પસંદ છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તે જ્યારે પણ ઉદયપુર જાય છે ત્યારે તે 'ઉદય વિલાસ પેલેસ'માં જ રહે છે. આ હોટલમાં એક દિવસના રોકાણનું ભાડું 20 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 20 રૂપિયા સુધી છે. જો તમે પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રહેવા માંગતા હોવ તો તમારે એક દિવસના રોકાણ માટે અંદાજે 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

કોમેન્ટ્રી-બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી કરે છે કરોડોની કમાઈ ક્રિકેટ કોમેન્ટ્રી ગંભીર માટે આવકનો મહત્ત્વનો સ્ત્રોત છે. IPLમાં મેન્ટર બનતા પહેલાં તે IPL અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીર IPLની એક સિઝનમાં કોમેન્ટ્રી માટે લગભગ 3 કરોડ રૂપિયા લે છે.

ગંભીર ઘણી મોટી બ્રાન્ડ્સનો ચહેરો છે. તે ઘણી જાહેરાત કરે છે. તે ફૅન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મ Cricplay, Redcliff Labs જેવી બ્રાન્ડ્સ માટે એન્ડોર્સમેન્ટ કરીને પણ પૈસા કમાય છે. એક અંદાજ મુજબ આ બ્રાન્ડ સાથે જોડાવા માટે લગભગ 1થી 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
1.5 કરોડ રૂપિયાની મર્સિડીઝ ચલાવે છે ગંભીર ગૌતમ ગંભીરના કાર કલેક્શનમાં અનેક લક્ઝરી અને વિન્ટેજ વાહનો છે. તેમની પાસે મર્સિડીઝ GLS 350 લક્ઝરી કાર છે, જેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય ઓડી Q5, BMW 530D, ટોયોટા કોરોલા, મહિન્દ્રા બોલેરો સ્ટિંગર જેવી લક્ઝરી અને વિન્ટેજ કાર તેમના ગેરેજમાં પાર્ક કરેલી છે.

રિયલ એસ્ટેટ અને સ્ટાર્ટઅપ બિઝનેસમાં રોકાણ ચર્ચા છે કે ગંભીરે રિયલ એસ્ટેટમાં લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રૂ. 75 કરોડનું રોકાણ વિવિધ બિઝનેસમાં છે.
GQ ઈન્ડિયાના અહેવાલ મુજબ તેમણે HDFC ઈક્વિટી ફંડમાં રૂ. 10 લાખ અને કોટક મહિન્દ્રા ગ્રૂપની 7 અલગ-અલગ કેટેગરીમાં આશરે રૂ. 2.5 કરોડનું રોકાણ કર્યું છે. આ સિવાય તેમણે 3 અલગ-અલગ કેટેગરીમાં ICICI પ્રુડેન્શિયલ ફંડમાં 2.21 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
IPLમાં એક સિઝનનો પગાર 25 કરોડ રૂપિયા ગૌતમ ગંભીરે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે તે IPLમાં મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. IPL 2024માં KKR સાથે જોડાવા બદલ ગંભીરને 25 કરોડ રૂપિયા મળ્યા હતા.

KKR પહેલાં તેમણે લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર હતા. તેમની મેન્ટરશિપ દરમિયાન લખનઉની ટીમ બે વખત આઈપીએલ પ્લેઓફમાં પહોંચી હતી. જોકે, બંને વખત તે ક્વોલિફાયર રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.
-------------------------
ગ્રાફિક્સ- અજિત સિંહ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















