- Gujarati News
- Bhaskar khaas
- Laal ishq
- New Series 'Lal Ishq' From Tomorrow
આવતીકાલથી નવી સિરીઝ ‘લાલ ઇશ્ક’:ગુજરાતની લોહિયાળ લવ સ્ટોરીઝ; જ્યારે પ્રેમ બન્યો ઝનૂન, સંબંધો બન્યા સ્મશાન
- કૉપી લિંક

પ્રેમ એ જીવનની સૌથી સુંદર લાગણી છે, પરંતુ જ્યારે પ્રેમ સામાજિક બંધનો અને મર્યાદાઓ ઓળંગી જાય અને ઝનૂનમાં ફેરવાઈ જાય ત્યારે? આવા સંબંધોનું પરિણામ લોહિયાળ ટ્રેજેડીમાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં બનેલા આવા જ ગુનાઓ પર પ્રકાશ પાડતી સિરીઝ 'લાલ ઇશ્ક'
આ સિરીઝ માત્ર સનસનાટીભર્યા બનાવો રજૂ કરવા માટે નથી, પરંતુ સમાજમાં ઊંડે ઊંડે ધરબાઇને બેઠેલી સમસ્યાઓ સામે પ્રશ્નાર્થચિહ્ન પણ ઊભું કરવા માટે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હિંસા, સગા સંબંધીઓ વચ્ચેના અનૈતિક સંબંધો, જાતિગત ભેદભાવને કારણે થતાં ઑનર કિલિંગ અને બદલાની ભાવના, આ બધી એવી સામાજિક વિકૃતિઓ છે જેને આપણે નકારી ન શકીએ.
આવતીકાલથી દરરોજ સવારે છ વાગ્યે પ્રકાશિત થનારા દરેક એપિસોડમાં પીડિતોના સ્વમુખેથી તેમની વીતક કથાઓ, પ્રેમ કઈ રીતે પાંગર્યો, ક્રાઇમની મોડસ ઓપરેન્ડી, પોલીસ ઇન્વેસ્ટિગેશન, ગુનેગારોને મળેલી સજા સહિત તમામ પાસાં દર્શાવવામાં આવશે. આ સિરીઝનો મુખ્ય સંદેશ છે: કોઈ પણ પરિસ્થિતિમાં હિંસા કે હત્યાને ન્યાયી ઠેરવી શકાય નહીં.
'લાલ ઇશ્ક' દર્શકોને યાદ અપાવશે કે પ્રેમ હંમેશાં આદર, સમજણ, જતું કરવાની ભાવના અને અહિંસા પર આધારિત હોવો જોઈએ. જાતિગત ભેદભાવ, પારિવારિક ‘ઇજ્જત’, ‘આબરૂ’ અને ‘વટ’ના ખોટા ખ્યાલ અને માલિકીની ભાવના, આ બધું આજના યુગમાં બદલવું જરૂરી છે.
સોમવારથી શુક્રવાર સુધી 'લાલ ઇશ્ક' જોઈને સમાજમાં એક ટકો પણ પરિવર્તન આવશે તો અમારો આ પ્રયાસ સફળ થશે, કારણ કે જ્યાં હિંસા છે, ત્યાં પ્રેમ નથી.
તો આવતીકાલથી દરરોજ સવારે 6 વાગ્યે વાંચવા-જોવાનું ચૂકશો નહીં, નવી સિરીઝ ‘લાલ ઇશ્ક’.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















