- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Personal Story: Selling Books On The Street For 24 Years
ખુદ્દાર કહાની: 24 વર્ષથી રસ્તા પર પુસ્તકો વેચું છું:પુત્ર ડોક્ટર, પુત્રી ઇન્સ્પેક્ટર, જમાઈ IPS છતાં આત્મસન્માન માટે આ કામ કરું છું
- કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો જોઉં છું, એમાં એક મહિલા ફૂટપાથ પર પુસ્તક વેચી રહી છે. ખબર પડી કે તે મહિલાનું નામ સંજના તિવારી છે. તેમના પતિ લેખક છે, જેમની 10-12 બુક્સ પબ્લિશ થઈ ચૂકી છે. તેમનો પુત્ર ડોક્ટર છે અને પુત્રી CISFમાં ઇન્સ્પ
જ્યારે ઘરે બધું બરાબર છે, તો ફૂટપાથ પર બુક્સ કેમ વેચી રહ્યાં છે. મેં વિચાર્યું કે આનું સત્ય જાણવા માટે તેમને મળવું પડશે.
બપોરે અંદાજે 3 વાગી રહ્યા છે. હું દિલ્હીના મંડી હાઉસ વિસ્તારમાં છું. શ્રીરામ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (SRCPA)ના ગેટની ઠીક સામે એક 50 વર્ષનાં સંજના રોજ બુક્સની દુકાન ખોલીને બેસે છે.
સંજના જે ફોલ્ડિંગ પર બેસે છે એના પર કેટલાંય પુસ્તકો રાખ્યાં છે. નાટક જોવા માટે આવનારા લોકો, રંગમંચના સ્ટુડન્ટ્સ, એક્ટર...આવતા-જતા લોકો પુસ્તકો જુએ છે અને ખરીદે પણ છે.

સંજનાને મેં પોતાનો પરિચય આપ્યો, તેઓ કહે છે, 'હું મંડી હાઉસની પુસ્તકવાળી આંટી છું. અમુક બાળકો મને દીદી કહીને બોલાવે છે. આ બાળકોનો પ્રેમ અને સન્માનના કારણે મને લાગે છે કે હું બે નહીં, પરંતુ આ બધાં બાળકોની માતા છું.'
સંજના જે જોશ સાથે બુક્સ વેચી રહ્યાં છે...અને મારી સાથે વાતો પણ કરી રહ્યાં છે. એવું લાગતું નથી કે તેઓ કોઈ મજબૂરીમાં આ કામ કરી રહ્યાં છે.

હું તેમને ફૂટપાથ પર આ પુસ્તકો વેચવાનું કારણ પૂછું છું.
તેઓ કહે છે, 'મહિલાની દરેક લડાઈ ભૂખ, પૈસા અને શોષણની નથી હોતી. આત્મસન્માનની લડાઈ જરૂરી છે. હું આ કામ પોતાના આત્મસન્માન માટે કરું છું. પુસ્તકો સાથે પ્રેમ છે, એટલે પણ આ કામ કરી રહી છું.'
તો તમે દિલ્હીથી જ છો?
'નહીં નહીં, આ તો મારી કર્મભૂમિ છે. બાકી મૂળ તો હું બિહારના સિવાન જિલ્લાની છું.'
વિસ્તારમાં પૂછવા પર સંજના પોતાના હાથમાં રહેલા એક પુસ્તકને બાજુમાં રાખીને કહે છે, 'બિહારમાં એક મોટો પરિવાર છે. કાકા-ફુઆ બધા જ સરકારી નોકરીમાં છે. બસ, મારા પપ્પા જ ખેડૂત હતા.
મને બાળપણથી જ પુસ્તકોથી લગાવ હતો. વાંચવાનો શોખ હતો, પરંતુ નસીબ એવું કે હું માત્ર 10મા ધોરણ સુધી જ ભણી શકી. એના પછી મારાં લગ્ન થઈ ગયાં, પણ મેં પોતાની જાતને કોઈ દિવસ ઓછી આંકી નથી, જેમ સમાજ અન્ય મહિલાઓને ઓછી આંકે છે.
મને આજે પણ યાદ છે- મારા કાકી કહેતાં હતાં- લગ્નની ઉંમર થઈ ગઈ છે, ઘરનાં કામકાજ અને જમવાનું શીખી જા, લગ્ન માટે બરાબર રહેશે, બાકી સાસરિયાંમાં ઘણા પ્રોબ્લેમ થશે.
તેમની વાતોની મારા પર કોઈ અસર ન થઈ. ત્યારે મેં વિચાર્યું હતું કે ભણી-ગણી લઈશ, તો આ બધું કામ પણ શીખી જઈશ. ખાવાનું બનાવવાનું મોટી વાત નથી. મહિલાઓ કંઈ આવાં કામ માટે જન્મ થોડી લે છે.'

આગળ સંજના વધુમાં કહે છે, 'મારા વિસ્તારમાં નાની ઉંમરમાં જ છોકરીઓનાં લગ્ન થઈ જતાં, હજુ આજે પણ આવું જ થાય છે, જોકે મારાં માતા-પિતાઓ મને કોઈ દિવસ બોજ ગણી નથી.
1988માં મારાં લગ્ન થયાં એટલે મારું ભણતર 10મા ધોરણ સુધી જ સીમિત રહ્યું. આગળ વધુ ભણવાની ઇચ્છા હતી. એ વખતે શક્ય ન બન્યું અને 16-17 વર્ષની ઉંમરે જ લગ્ન કરીને સાસરે આવી ગઈ. ત્રણ વર્ષ સાસરીમાં રહી.'
તમારા પતિ?
'હું હજુ તેમના પર જ આવતી હતી. મારા પતિ પત્રકાર છે. તેઓ અત્યારસુધીમાં 10-12 પુસ્તકો લખી ચૂક્યા છે. મોટી-મોટી મીડિયાની સંસ્થાઓમાં કામ કરી ચૂક્યા છે. 1994ની આસપાસ પતિ સાથે દિલ્હી આવી.
સાચું કહું તો દિલ્હી ભણવા માટે જ આવી હતી અને આગળનું ભણવાનું શરૂ પણ કર્યું. આ બધા વચ્ચે મેં પુત્રીને જન્મ આપ્યો. એક મહિલા અનેક જવાબદારીઓ સાથે રહે છે. એક માતાની પણ અને એક પત્નીની પણ...'
આ બધી વાતચીત વચ્ચે હું જોઉં છું કે મંડી હાઉસમાં જેટલા પણ રંગમંચના સ્ટુડન્ટ્સ આવે છે તેઓ સંજનાને પગે લાગીને પ્રણામ કરે છે. હાલચાલ પૂછે છે. સંજના તેમના તરફ ઈશારો કરતાં જણાવે છે, 'જો હું મંડી હાઉસ ન આવત, તો શું આ પ્રેમ મળત, જે આજે મળી રહ્યો છે. '
'દિલ્હી આવ્યા પછી મારા મનમાં એવું થતું હતું કે મારે કંઈક તો કરવું છે. હું એવું માનું છું કે દરેકે પોતાના મનની વાત સાંભળવી જોઈએ. એક વખતે હું થિયેટરમાં નાટક જોવા આવી હતી. ત્યાંથી જ મને નાટક જોતાં-જોતાં નાટકનાં પુસ્તકો વાંચવાનો ચસકો લાગ્યો.
મેં અમુક વર્ષો સુધી બાળકોને ભણાવ્યાં. હું ભણાવતી હતી, પરંતુ મને લાગતું કે હું આ શું કરી રહી છું. મારે કંઈક બીજું કરવું હતું.
શરૂઆતમાં મેં થિયેટર કેમ્પસની અંદર બુક સ્ટોલ ખોલ્યો હતો. દરરોજ બસથી અહીં આવતી. એ વખતે મેટ્રોની સુવિધા નહોતી. ઘણા કિલોમીટર ચાલીને જતી.'

કોઈએ કામ કરતાં રોક્યાં નહીં?
'મેં સંકલ્પ જ એવો કરી લીધો હતો કે કોઈ રોકી શકે એમ જ નહોતું. મારા પતિ, ઘરવાળા, સાસરિયાંમાં પણ બધાને ખબર હતી કે હું કોઈના કહેવાથી આ કામ રોકી દઈશ. જે મારું દિલ ઇચ્છશે એ હું કરીશ.
જ્યારે થિયેટર કેમ્પસની દુકાન બંધ થઈ ગઈ, તો મેં ગેટની સામે ઝાડની નીચે સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. તડકો હોય, વરસાદ હોય કે ઠંડી હોય, હું તમને દરરોજ અહીં જ મળીશ. આજે આ કામ કરતાં 24 વર્ષ થઈ ગયાં
હું તો કહું છું કે બુક્સ જ મારું જીવન છે. આના વગર હું રહી જ શકતી નથી. મારા ઘરે પણ તમે આવશો, તો મારા બેડના એક ભાગમાં તમને પુસ્તકો જ નજર આવશે.'

તમારાં બાળકો?
સંજના તેમના મોબાઈલમાં વ્હોટ્સએપ ખોલે છે અને તેમનું પ્રોફાઈલ પિક્ચર બતાવે છે. એમાં ત્રણ લોકો દેખાય છે.
તેઓ કહે છે, 'આ તસવીરમાં એક દીકરી, જમાઈ અને દીકરો છે. મારાં બંને બાળકો નાનાં હતાં ત્યારે હું તાળું મારીને ઘરે આવતી. મારી દીકરી થોડી મોટી થઈ ગઈ હતી એટલે ભણવાની સાથે સાથે મારી ગેરહાજરીમાં ઘર પણ સંભાળતી.
સારી વાત એ હતી કે હું જીવનમાં સારા લોકોને મળી. મને મારા પતિ તરફથી મારાં બાળકોનો બહુ સહકાર મળ્યો. અન્ય માતા-પિતાને ડર છે કે જો તેઓ તેમનાં બાળકો માટે સમય નહીં ફાળવે તો તેઓ બગડી જશે. મારી સાથે આવું ક્યારેય બન્યું નથી. મને હજુ પણ યાદ છે કે હું દરરોજ 11 વાગે મંડી હાઉસ આવતી અને રાત્રે 9 વાગે નીકળતી.
મારાં બંને બાળકો જાગતાં. હું તેમની સાથે 2-3 કલાક પસાર કરતી હતી. એ પછી હું પણ જાતે ભણતી. મેં 2020માં જ મારું માસ્ટર પૂરું કર્યું છે. મારાં બાળકો મોટાં થઈને શું બનશે એની ચિંતા ક્યારેય કરતી નહીં.
આજે જુઓ, હવે દીકરો MBBS કરીને MD કરી રહ્યો છે. દીકરીને CISFમાં ઇન્સ્પેક્ટરની નોકરી મળી. હવે તે નોકરી છોડીને Phd કરી રહી છે. મારે પણ Phd કરવું છે.'
તમારી દીકરીનાં લગ્ન ક્યારે થયાં?
'અમે અમારી દીકરીનાં લગ્ન 2019માં કરાવ્યાં. જમાઈ રાજસ્થાન કેડરમાં IPS છે. જ્યારે તે દિલ્હી આવે છે ત્યારે તેઓ સૌથી પહેલા મને મળવા મંડી હાઉસ આવે છે.
આજે આ બધું થયું ને? હું બે દાયકા કરતાં વધુ સમયથી પુસ્તકો વેચું છું. હવે મારું જીવન જે છે તે હું કેવી રીતે છોડી શકું? મારી દૃષ્ટિએ કોઈપણ કામ ખરેખર મોટું કે નાનું હોતું નથી.'

ડઝનબંધ પુસ્તકો વચ્ચે સંજના એક પુસ્તક બહાર કાઢે છે. આ પુસ્તક તેમના પ્રકાશનમાંથી પ્રકાશિત થયું છે. તેઓ કહે છે, 'અત્યારસુધી મેં 100થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. મારા નામે એક પબ્લિકેશન હાઉસ છે.
કેટલાક મિત્રો અને સંબંધીઓ દુકાન ખોલવાની સલાહ આપે છે. મને ક્યારેય મોટી દુકાનમાં બેસવામાં રસ નહોતો. આખું મંડી હાઉસ એક દુકાન છે. અહીંનાં બાળકો મારા ગ્રાહકો છે.'
સંજના એક ઘટના જણાવે છે, 'તાજેતરમાં મારી સર્જરી થઈ. હું લગભગ 2 મહિના ઘરે હતી, પરંતુ આ દુકાન ચાલતી હતી. હવે તમે પૂછશો કે કોણ ચલાવતું હતું? જવાબ છે- અહીંનાં બાળકો.
કાલની જ વાત લઈ લો. મારો એક નાનો અકસ્માત થયો. બાળકોને આ વાતની જાણ થઈ. આજે હું આવી ત્યારે બધાં બાળકો કહેવા લાગ્યાં કે તમે કેમ આવ્યાં છો, અમે દુકાન લગાવી શક્યા હોત. મારે શું કરવું જોઈએ? મને આ જગ્યા અને પુસ્તકનું એવું વ્યસન છે કે એ છૂટતું નથી. હવે આ જ મારું અસ્તિત્વ છે.'
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















