- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Personal Story: I Have Been Living In Dharavi For 40 Years
ખુદ્દાર કહાની: 40 વર્ષથી ધારાવીની જીવાદોરી છું:મોત અને ભૂખ સામે લડીને જીત્યો; ટ્રેનનું ભાડું લઈને ગામડેથી મુંબઈ આવ્યો હતો
- કૉપી લિંક

'2020ની આસપાસની વાત છે. કોવિડનો અવાજ સંભળાતો હતો. અમારી સામે ચીનની ભયાનક તસવીરો હતી. વીડિયોમાં જોઈ રહ્યો હતો કે પીપી કીટ પહેરેલા લોકો ઉભા-ઉભા નીચે પડી રહ્યા હતા. આંખના પલકારામાં મોત થાય છે.
દ્રશ્ય એવું હતું કે આત્મા ધ્રૂજી રહ્યો હતો. અમે ગભરાઈ ગયા હતા. સૂતાં-જાગતા, ઉઠતા-બેઠતા વિચારતો કે જો આ મહામારી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈના ધારાવી સુધી પહોંચી ગઈ તો આપણે શું કરીશું. બધા ડરમાં જીવતા હતા.
ત્યારે ધારાવીમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો. તે દિવસોમાં એ વ્યક્તિ દિલ્હી તબલીગી જમાતમાંથી આવ્યો હતો. ધારાવીમાં હાહાકાર મચી ગઈ. બધા કહેવા લાગ્યા કે હવે અહીં કોઈ નહીં બચે. બધા મરી જશે. ત્રણ દિવસ પછી એ દર્દીનું મૃત્યુ થયું. તેના મૃત્યુએ ધારાવીને બીમાર કરી નાખી. બધા વિચારવા લાગ્યા કે હવે ધારાવી નહીં બચે.'
ઝૂંપડપટ્ટી, ચાલી અને સાંકડી ગલીઓમાંથી પસાર થઈને હું ધારાવીની કોર્પોરેટ ઓફિસમાં બેઠી છું. સામે બેઠેલા બિઝનેસમેન બબ્બુ ખાન આ બધું કહી રહ્યા છે. અટકતી વખતે તેમના મોઢામાંથી એક વાક્ય નીકળે છે, 'અમે મોતસામે લડ્યા, ભૂખ સામે લડ્યા, બેરોજગારી સામે લડ્યા...પણ અમે જીતી ગયા.'

હકીકતમાં બબ્બુ ખાન કોવિડ દરમિયાન ધારાવીની લાઈફલાઈન બન્યા હતા. તેમના કામનો ઉલ્લેખ 'લંડન ટાઈમ્સ'માં થયો હતો.
પૂછવા પર બબ્બુ ખાન કહે છે, 'હું 40 વર્ષથી ધારાવીમાં રહું છું. આ જ મારું જીવન છે. મેં લોકોને મૃત્યુ અને ભૂખથી તડપતા જોયા છે. હું આ બધું જોઈ શકતો નથી. હું મારા પાડોશીને પરેશાન જોઈ શકતો નથી. કોરોના દરમિયાન દિવસ-રાત હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરીને મોત સામે લડી રહ્યો હતો.
જ્યારે બાલિકા નગરમાં ધારાવીનો પહેલો કેસ આવ્યો ત્યારે મારી સામે ચીનના વીડિયો આવવા લાગ્યા. મેં તેમને ધારાવીની સાયન હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. પછી હિન્દુજા અને પછી રાહેજા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. કમનસીબે તે વ્યક્તિનું ત્રીજા દિવસે મૃત્યુ થયું.
ધારાવીમાં ભય ચરમસીમાએ હતો. બધા ઇચ્છતા હતા કે તે જીવત રહે. મુંબઈનો આ એ વિસ્તાર છે જે કોવિડથી ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. એક કોર્પોરેટર અને સામાજીક કાર્યકર તરીકે હું જોઈ રહ્યો હતો કે જે લોકો એક ક્ષણ માટે પણ એકબીજાથી વિખૂટા પડતા નહોતા, તેઓ એકબીજાને મળવા તૈયાર નહોતા.
ભાઈ-ભાઈની મદદ કરવા તૈયાર નથી. માતા મૃત્યુ પામે તો પુત્રને કોઈ પરવા નથી, પુત્ર લાશ લેવા તૈયાર નથી. મને યાદ છે કે રાજુ શેખ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે તેને શરદી-ઉધરસ છે. હું તેને કેઈએમ હોસ્પિટલમાં દાખલ કરાવવા માગતો હતો, પરંતુ ત્યાં કોઈ બેડ ઉપલબ્ધ નહોતો. પછી જેમ તેમ કરીને સાયન હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.
સવારના 4 વાગ્યાની વાત છે. જાણવા મળ્યું કે તે કોવિડ પોઝિટિવ છે. બપોરે તેમણે મને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે સવારથી મારી બંને બાજુ કાળા પ્લાસ્ટિકની થેલીઓમાં પાંચ-પાંચ મૃતદેહ રાખવામાં આવ્યા છે, હું અહીં મરી જઈશ, મને અહીંથી બહાર કાઢો. મેં હોસ્પિટલમાં ડોક્ટરને કોલ કર્યો અને તેમને સમગ્ર પરિસ્થિતિ જણાવી.
ત્યાંથી ડેડ બોડીને હટાવી દીધી, પણ થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે રાજુ શેઠનું મૃત્યુ થયું છે. સાંભળતાં જ હું મૂર્તિ બની ગયો. મતલબ કે ચારેબાજુ માત્ર લાશ જ...લાશ.
જે દિવસે રાજુ શેખનું મોત થયું તે મારા માટે સૌથી ડરામણો દિવસ હતો. હું દરરોજ મારી સામે ડઝનેક મોત જોઈ રહ્યો હતો. એક પરિચિતને કોરોનાને કારણે દાખલ કરવામાં આવ્યો, તે થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગયો, પરંતુ જ્યારે તેની પત્નીને કોવિડ થયો, તો દાખલ થયાના થોડા દિવસો પછી તેનું મૃત્યુ થયું.'

બબ્બુ ખાને આવી જ રીતે કોવિડ દરમિયાન ઘણા લોકોની મદદ કરી છે. તેઓ કહે છે, 'વિચારો કે આપણે 10x10 રૂમમાં કેવું જીવન જીવતા હોઈશું. અમે સમાચાર અને પરિસ્થિતિ માટે ટીવી જોતા હતા. ચારેય બાજુ ધારાવી, ધારાવી, ધારાવી થઈ રહ્યુ હતું. અમે વધુ ડરી જતા હતા.
બીજી તરફ પોલીસ અમને ઘરની બહાર જવા દેતી નહોતી. ઘરની અંદર ભૂખ અને ઘરની બહાર મોત. ધારાવીના લોકો ભૂખથી તડપી રહ્યા હતા. અમે તેમના ભોજનની વ્યવસ્થા કરવા લાગ્યા. દરરોજ 10 હજારથી વધુ લોકો ભોજન લેતા હતા. લોકોને થોડી રાહત મળે તે માટે કાચા રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.
કોરોનાના વધતા કેસોને કારણે હું મારી જાતથી એકલો થઈ ગયો હતો. મને હજી પણ યાદ છે - પાછળની બાજુથી ઘરે ગયા પછી હું સીધો બાથરૂમમાં જતો હતો, જેથી મારા કારણે બીજા કોઈને ચેપ ન લાગે. હું દિવસ-રાત કોરોનાની વચ્ચે જીવી રહ્યો હતો.
એક રાત્રે હું ઘરની બારીમાંથી નીચે રસ્તા પર જોઈ રહ્યો હતો. પછી મને ખૂબ ચક્કર આવ્યા અને નીચે પડી ગયો. હું વિચારવા લાગ્યો કે આ મારી છેલ્લી ક્ષણ તો નથી ને, હું પણ એ જ રીતે મરી જઈશ. પરંતુ થોડીવાર પછી ઉઠ્યો અને પલંગ પર જઈને પડ્યો, પરંતુ બીજા દિવસે ફરીથી કોવિડ પીડિતોની મદદ કરવામાં વ્યસ્ત થઈ ગયો.
અગાઉ પણ મેં કહ્યું કે ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ મોત હતી, તેથી ઘરમાં મરવા કરતાં લોકોને મદદ કરીને મરવું સારું રહેશે.'

આ બધું તો તમારું આજ છે, તમારા આવતી કાલ વિશે જણાવો, તમે મુંબઈના જ છો? બબ્બુ ખાન કહે છે કે, 'હું અત્યારે 54 વર્ષનો છું, 40 વર્ષ અગાઉ બદાયુંથી મુંબઈ આવ્યો હતો. નાનપણથી જ હું જોતો હતો કે અમારા ગામના લોકો જે મુંબઈથી કમાઈને આવતા હતા, તેમની પાસે સામાન હતો. જેમ કે- ટેપરેકૉર્ડર, પરફ્યૂમ, કપડાં વગેરે.
તેમને જોયા પછી હું ખૂબ જ લલચાઈ જતો હતો. હંમેશા વિચારતો કે એક દિવસ હું પણ પૈસા કમાવા મુંબઈ જઈશ, મારી પાસે પણ વિદેશી સામાન હશે.'
પછી તમે મુંબઈ આવીને સ્થાયી થયા? 'ના..ના. ગામમાંથી નીકળીને મુંબઈ આવવું એટલું સરળ નહોતું. ગામડામાંથી જે પણ મુંબઈ આવે, હું તેમને ઘણા બધા પ્રશ્નો પૂછતો, જેમ કે - તમને આ સામાન ક્યાંથી લીધો, મુંબઈના કયા વિસ્તારમાં તમારી દુકાન છે, કેટલામાં મળશે.... તેમની પાસેથી બધી માહિતી લીધા પછી, હું આ બધું ક્યારે મેળવીશ તેના સપના જોવા લાગ્યો. મારા એક કઝીન મુંબઈમાં કમાતા હતા. મને ખબર પડી કે તે ગામમાં આવ્યો છે અને પરત જતો રહ્યો છે, હું પણ તેની સાથે મુંબઈ ફરવા આવી ગયો.
પછી પરત ગામમાં ગયા કે નહીં? 'તે વખતે નહોતો ગયો. મેં ખુબ ફર્યો. પોતાની આંખે જોયું કે કયા વિસ્તારમાં અને કઈ દુકાન પર મારી મનપસંદ વસ્તુઓ ઉપલબ્ધ છે. એ પછી મેં હવે ગામ ન જવાનું નક્કી કર્યું. હું અહીં કમાઈશ અને બધું ખરીદીશ. મેં મારા પિતરાઈ ભાઈને આ વાતો કહી. તેણે કહ્યું કે જઈશ નહીં અને મારી સાથે કામ કર. મેં તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેનો રેડીમેડ ફ્રોકનો બિઝનેસ હતો. આખો દિવસ કામ કર્યા પછી હું રાત્રે તેની ફેક્ટરીમાં સૂઈ જતો. આ બધું થોડા દિવસો સુધી ચાલ્યું અને પછી તેણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો.'
કેમ? ‘થોડા મહિના પછી હું એક ફિલ્મ જોવા ગયો હતો. આ વાત તેને જણાવી નહીં. જો મેં તેને કહ્યું હોત તો મને રજા ન આપી હોત. પરત આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે તારે મૂવી જોવી હોય તો પોતાનો સામાન ઉપાડીને બીજે ક્યાંક જા. મારી સાથે કામ કરવાની જરૂર નથી. આ રીતે હું રસ્તા પર આવી ગયો.'
તમારે મુંબઈના રસ્તા પર રહેવું પડ્યું, પછી બીજી જોબ ક્યારે મળી? 'થોડા કલાકો પહેલા ફિલ્મ જોયા પછી હું ખુશ હતો. થોડા કલાકો પછી, છત અને નોકરી વિના. સમજાતું નહોતું કે શું કરવું? મને જાણનાર કોઈ નહોતું. પછી મને યાદ આવ્યું કે અમારી ફેક્ટરીમાં એક સેલ્સમેન હતો. મારી તેની સાથે સારી મિત્રતા હતી. હું તેની પાસે ગયો. બધી વાત કહી. એ પણ કહ્યું કે મારી પાસે ખાવાના પૈસા પણ નથી. તેણે કહ્યું- એક કામ કરો, મારી પાસે કેટલાક ફ્રોક્સ છે. તમે તેને વેચવાનું કામ કરો. જે પૈસા આવે તેનાથી કોઈ અન્ય કામ શરૂ કરી દેજો. એ મિત્રની મદદને લીધે આજે હું તમારી સામે બેઠો છું. ક્યારેક હું વિચારું છું કે જો મારા પિતરાઈ ભાઈએ મને કામ પરથી ન કાઢ્યો હોત તો આજે હું અહીં ન હોત. અન્યની મદદ ન કરી શકતો.'
કામ તો મળી ગયું રહેવાનું શું? 'આવી જ એક વ્યક્તિ મળી જેણે કહ્યું કે રાત્રે મારી ફેક્ટરીમાં સૂઈ જાઓ અને બદલામાં પૈસા આપી દેજો. હું દિવસે ફ્રોક્સ વેચતો અને રાત્રે ફેક્ટરીના મશીનોમાં મચ્છરો વચ્ચે જમીન પર સૂઈ જતો. પછી હું કોઈની પાસેથી ફ્રોક કટિંગ શીખ્યો. એક મશીનથી કપડાંનો બિઝનેસ શરૂ કર્યો. હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મારા ખિસ્સામાં માત્ર ટ્રેનનું ભાડું હતું. આજે પોતાની મહેનતના કારણે વાર્ષિક ટર્નઓવર 5 કરોડ રૂપિયા છે.'
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















