- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Madhya Pradesh Divyang Nurse Bulbul Panjre Inspiring Story | Indore News Khuddar Kahani Bhaskar Story
ખુદ્દાર કહાની- લોકો કહેતા આ તો ભીખ માગીને ખાશે:ડોક્ટર્સને ડર લાગતો કે ક્યાંક દર્દીઓના જીવ ના જતા રહે, આજે ભારતની પહેલી મૂક-બધિર નર્સ
- કૉપી લિંક

અત્યારે સુધીમાં મેં જેટલી પણ સ્ટોરી કરી છે, તેમાં સાંભળી અથવા બોલનારા લોકોની સ્ટોરીઝ રહી છે. આજે પહેલીવાર એક એવી છોકરીને મળીને નીકળ્યો છું, જે ન બોલી શકે છે અને ન સાંભળી શકે છે. હકીકતમાં મને જાણવા મળ્યું કે ઈન્દોરમાં ઈન્ડિયાની પહેલી મૂક-બધિર નર્સ રહે
બપોરે 2 વાગી રહ્યા હતા. ઈન્દોરના શેલ્બી બોસ્પિટલમાં કામ કરનારી બુલબુલ પાંજરે એક પેશન્ટની સારવાર કરી રહી છે. હું તેને કામ કરતા દૂરથી જોઈ રહ્યો છું. નજીક જઈને મેં તેને મારો પરિચય આપ્યો. અહીં આવતા પહેલા મેં તેમની સાથે મેસેજથી વાત કરી હતી. મેં પોતાના ફોટા સાથે અહીં આવવા વિશે જણાવ્યું. આ જ કારણે તેણે પહેલીવારમાં જ મને ઓળખી લીધો હતો.
હું બુલબુલની વાતોને સમજી શકતો નહોતો. તે ઈશારાતી કંઈક કહી રહી હતી. જો કે બાજુમાં જ રહેલી નર્સ તેની વાતોને સમજ શકતી હતી. તે હસી પડી.

ત્યારે જ શેલ્બીના કીમો ડિપાર્ટમેન્ટની હેડ નર્સ શીલા થોમસ આવે છે. તેઓ મને કહે છે કે, 'આ જણાવે છે કે નર્સની ડિગ્રી લેવા અને ઈન્ડિયાની પહેલી મૂક-બધિર નર્સ બન્યા પછી હું અહીં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું. પેશન્ટ અને ડોક્ટર બન્નેની હેલ્પ કરી રહી છું.'
થોમસને હું બુલબુલ વિશે પૂછું છું. તેની સાથે કામ કરવાનો અનુભવ એક બોસ તરીકે કેવો છે તે વિશે કહેવાનું પૂછું છું.
થોમસ જણાવે છે, 'ઠીક બે વર્ષ પહેલાં મેનેજમેન્ટે બુલબુલને મને સોંપીને કહી દીધું હતું કે આજથી આ તમારી સાથે કામ કરશે. પહેલીવાર જ્યારે હું તેને મળી તો ચોંકી ગઈ આ છોકરી કામ કેવી રીતે કરશે. કારણ કે ન તો તે સાંભળી શકે છે અને ન તો તે બોલી શકે છે.'
'તે વખતે મારા મનમાં એ ડર હતો કે ક્યારેક આના કારણે કોઈ પેશન્ટનો જીવ જતો રહેશે તો હું શું જવાબ આપીશ. જો આને પેશન્ટની વાત સમજમાં ન આવી તો શું થશે. જો કે આજ સુધી આમાંથી એકપણ વસ્તુ થઈ શકશે નહીં. બુલબુલને હું લખી-લખીને કહું છું અને તે ધીરે-ધીરે બધું જ શીખી ગઈ. ખૂબ જ સમજદાર છે...!'

આ વચ્ચે બુલબુલના પતિ શુભમ આવે છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમુક વર્ષો સુધી જોબ કર્યા પછી પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. શુભમ એકદમ નોર્મલ છે.
મેં તેમને પૂછ્યું કે સામાન્ય રીતે લોકો અચકાતા હોય છે પણ તમે અલગ છોકરી સાથે લગ્ન કેમ કર્યા? આના પર તેઓ કહે છે 'અહીં જે બાકી સિસ્ટર્સ કામ કરે છે, તે જ કામ બુલબુલ કરે છે. તો એ કેવી રીતે અલગ થઈ ગઈ? 2021માં ઘરવાળીની મરજીથી જ અમારા લગ્ન થયા છે. જો કે અમારા લગ્નની વાતચીત 2017થી જ શરૂ થઈ ગઈ હતી.'
'છેલ્લા 5 વર્ષથી અમે લોકો વાત કરીએ છીએ. શરૂઆતના એક વર્ષ તો કોઈ વાતચીત થઈ નઈ. પછી વોટ્સએપ ચેટ પર અમારા બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ. ધીરે-ધીરે હું પણ બુલબુલની વાતોને સમજવા લાગ્યો. આજે જોવો તો આખું જગત તેને જાણે છે, મારા જેવા નોર્મલ વ્યક્તિને કોણ જાણે છે?'
હવે મારી ઉત્સુક્તા બુલબુલની જર્ની જાણવા માટે વધી રહી હતી. શુભમ કહે છે, 'ચાલો હું તમને બુલબુલના પિયરે લઈ જઉં.'

હોસ્પિટલથી 20 કિલોમીટર દૂર વિજ્ઞાન નગર અમે લોકો પહોંચીએ છીએ.
અમે બન્ને બુલબુલની માતાના ઘરે પહોંચીએ છીએ. દૂરથી બુલબુલની માતા સંગીતા પાંજરે આવે છે. વાતચીતની શરૂઆતમાં જ તેઓ ભાવુક થઈ જાય છે. કહે છે, 'લોકો કહેતા હતા કે આવી છોકરીને જન્મ આપ્યો, મોટી થઈને ભીખ માગશે... અને આજો જુઓ...'
સંગીતા કહે છે, 'મૂળ અમે ખારગોનના છીએ. જ્યારે આના (બુલબુલના પિતા) પિતા 13-14 વર્ષના ત્યારે જ ઈન્દોર આવી ગયા. બસ તે વખતેથી જ અહીંના જ છીએ.'
'હું 10 વર્ષની હતી ત્યારે જ માનું અવસાન થયું હતું. અમે 10 ભાઈ-બહેન, 6 બહેન અને 4 ભાઈઓ છે. સૌથી નાની હતી. જ્યારે માનું અવસાન થયું, તે પછી મોટી બહેન જ મને મોટી કરી છે. ભણાવી છે. ઘરમાં દીકરીઓને ભણાવવાનું ચલણ નહોતું. હું એકમાત્ર દીકરી છું, જે લગ્નની પહેલા 12મા ધોરણ સુધી ભણી. અને તેના પછી મારા લગ્ન થયા. લગ્નના 2 વર્ષ પછી 1993માં પુત્ર અનુરાગનો જન્મ થયો.'
સીડીઓથી અનુરાગ નીચે આવે છે. બેગ જોઈને લાગ્યું કે તે જિમ જઈ રહ્યો છે. સામેથી આવીને તે હાથ મિલાવે છે. સંગીતા ઈશારામાં કહે છે, 'આ પણ બોલી કે સાંભળી શકતો નથી. જ્યારે બન્ને બાળકોને આવું થયું, તો હું સ્પેશિયલ ટીચરનું ભણી. જેથી કરીને હું મારા બાળકોની વાતો સમજીને તેમને યોગ્ય રીતે મોટા કરી શકું.
'પછી મુંબઈ આવીને આની સારવાર કરાવી. ઘણા અઠવાડિયા સુધી રહી. જ્યારે ડોક્ટરે જણાવ્યું કે તમે કેટલા પણ પૈસા ખર્ચશો, પણ આ ક્યારેય ઠીક થઈ શકશે નહીં. આ સાંભળીને અમારા પગે તળેથી જમની સરકી ગઈ. ક્યારેય આવું જોયું નહોતું ને...
આ પછી અહીં તો ઘરવાળાનો વ્યવહાર જ બદલાઈ ગયો. ડોક્ટરે અમારું કાઉન્સેલિંગ કર્યું. હજુ આજે પણ એવું લાગે છે કે કંઈક રહી ગયું છે.
જ્યારે આ નાનો હતો, તો અમે 50 હજાર રૂપિયાની લોન લઈને હિયરિંગ મશીન મંગાવી હતી, પરંતુ થોડા મહિનાઓ પછી તે મશીન પડીને ભાંગી ગઈ. તે વખતે અમારી પાસે એટલા પૈસા નહોતા.'

બુલબુલના પિતા ઈન્દોર યુનિવર્સિટીમાં જોબ કરે છે. ઑફિસેથી આવ્યા પછી તેઓ પણ સામે બેસી જાય છે.
પછી આ બુલબુલ..?
સંગીતા કહે છે કે '5 વર્ષ પછી બુલબુલનો જન્મ થયો. જ્યારે તે એક વર્ષની થઈ, તો તે પણ ન સાંભલી શકે અને ન તો બોલી શકે, તેના વિશે જાણ થઈ. જે સ્કુલમાં અનુરાગ ભણતો હતો, તે જ સ્કુલમાં બુલબુલને લઈને જતી હતી. કોના ભરોસે છોડી દઉં..? આમના જેવા બાળકોને આજે પણ આપણો સમાજ ઉપેક્ષા કરે છે, તો આ તો વર્ષ 2000ની વાત છે.
જે સ્કુલમાં અનુરાગ ભણતો હતો, તો અમુક મહિના તો હું બહાર આખો દિવસ બેઠી રહેતી. પછી મેં પણ ભણવાનું શરૂ કર્યું, જેથી સમય ક્યાં જતો રહેતો તે ખબર જ નહોતી પડતી. પછી જ્યારે બુલબુલને પણ આ બિમારી થઈ, તો મેં સ્પેશિયલ ટ્રેનિંગ લીધી.'
બુલબુલના પિતા નરેન્દ્ર પાંજરે જણાવે છે કે તેમને મ્યૂઝિકથી પારિવારિક લગાવ છે. તેમણે સંગીતના પાઠ પણ લીધા છે.
ત્યાં સુધીમાં તો બુલબુલ પણ હોસ્પિટલથી આવી જાય છે. સંગીતા કહે છે 'જાતે જ ડ્રાઇવ કરીને હોસ્પિટલ આવ-જા કરે છે. શરૂઆતમાં હું આ બન્નેના દોસ્તોને ઘરે બોલાવતી. જેથી કરીને બન્નેને બહાર રમવા જવું ન પડે. લોકો તો ગમે તેવું બોલતા. તેમને ટોર્ચર કરતા.
બુલબુલને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ હતો. તે ઈશારામાં કહેતી- મા હું ડોક્ટર બનીશ. 12મા ધોરણ પછી માંડ-માંડ નર્સિંગ કોર્સમાં એડમિશન થયું.'

કેમ માંડ-માંડ એડમિશન થયું?
'મને યાદ છે કે એક નર્સિંગ કોલેજમાં એડમિશન માટે અમે ગયા હતા. તે સંસ્થાએ અમને ખરું-ખોટું સંભળાવીને ભગાડી દીધા હતા. કહેવા લાગ્યા કે જ્યારે આ મુંગી-બહેરી છે, તો પેશન્ટની સારવાર કઈ રીતે કરશે. આ તે તેનો જીવ લઈ લેશે. હું રડતી-રડતી ઘરે આવી ગઈ. એક માના દિલ વિશે તો તમે જાણો જ છો...
આ પછી એક ઓળખીતાએ આને એડમિશન અપાવ્યું. કોલેજમાં ટૉપ કર્યું. નર્સિંગની ડિગ્રી લીધા પછી હવે આ જોબ કરે છે. આમાં પણ તંત્રએ મદદ કરી. તેમણે જ આની નોકરી શેલ્બી હોસ્પિટલમાં અપાવી, બાકી કોઈ જોબ આપવા માટે તૈયાર નહોતું.'
સંગીત એક ઘટનાને યાદ કરે છે. કહે છે, 'જ્યારે આ કોલેજમાં ભણતી હતી, તો એકવાર આની સાથે કોઈએ છેડતી કરી. વાત એમ છે કે ટ્રેનિંગ વખતે અમુક છોકરાને ખબર પડી કે આ બોલી કે સાંભળી શકતી નથી, તો આની સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ મેં આને શરૂઆતથી જ ગુડ ટચ અને બેડ ટચ વિશે જણાવ્યું છે. ઘર આવીને તેણે બધી વાત જણાવી, પરંતુ અમે તેને ક્યારેય બહાર જતા રોકી નહોતી. રોકી દેતી, તો લડી ન શકત અને શીખી પણ ન શકત.'
અમારે વાત થતી જ હતી, ત્યાં જ દિવાલ પર બુલબુલની લાગેલી તસ્વીર નીચે પડી. આમાં પાર્લિયામેન્ટ હાઉસમાં ડાન્સથી લઈને PM મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથેની તસ્વીરો હતી.
સંગીતા કહે છે, 'બુલબુલ કથક ડાન્સર છે. તમે આના ડાન્સને કહી નહીં શકો કે આ કોઈ સ્પેશિયલ બાળક ડાન્સ કરી રહ્યું છે. શરૂઆતમાં બુલબુલે રિયાલિટી શોમાં પણ પાર્ટિસિપેટ કર્યો હતો. પછી 2019માં દિલ્હીથી તેડું આવ્યું. રાષ્ટ્રપતિની વેલકમ પ્રસ્તુતિ માટે બુલબુલની પસંદગી થઈ હતી.'
આજે જો ખૂબ મોટેથી બોલાવવામાં આવે તો બુલબુલ વસ્તુઓ સાંભળી શકે છે અને તેની પોતાની ભાષામાં જવાબ પણ આપી શકે છે. કેવી રીતે? સંગીતા કહે છે, 'તેણે 2009માં કોકલિયર ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. આમાં કાનના પાછળના ભાગમાં એક મશીન લગાવવામાં આવે છે, જેની મદદથી સાંભળવાની ક્ષમતા વધે છે.

આની પણ એક લાંબી કહાની છે. ઈમ્પ્લાન્ટ 5 વર્ષની ઉંમર સુધીમાં થઈ જવું જોઈતું હતું, પરંતુ અમારી પાસે પૈસા નહોતા. 2009માં, ડોક્ટરે બુલબુલને ઈમ્પ્લાન્ટ કરાવવાની સલાહ આપી, કારણ કે તેમાં સુધારો થવાની સંભાવના વધારે હતી. તમે માનશો નહીં કે તેનું IQ લેવેલ 150થી વધુ છે.
જેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. મિત્રો, સંબંધીઓ, યુનિવર્સિટી સ્ટાફ... મેં બધાને વિનંતી કરી અને તેની સારવાર કરાવી. હું 2015 સુધી લોન ચુકવી રહ્યો હતો, પરંતુ હવે તમામ દુ:ખ અને દર્દ ઓછા થઈ ગયા છે. એવું લાગે છે કે લોકો અને દુનિયા અમને અમારા બાળકોના કારણે ઓળખે છે.
લોકો કહે છે- આ બુલબુલના માતા-પિતા છે...
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















