Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

ખુદ્દાર કહાની- 21 વર્ષની ઉંમરે પિતાનું મોત:8 વર્લ્ડ રેકોર્ડ, ફ્લુઇડ આર્ટિસ્ટ બન્યો; એક પેઇન્ટિંગની કિંમત 7 લાખ

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

પહેલા કેટલીક તસવીર જુઓ…

.

ઈન્દોર રહેવાસી અનમોલ માથુરે આ પેઇન્ટિંગ બનાવ્યું છે. તેઓ દુનિયાના પહેલા ફ્લુઇડ ડિજિટલ આર્ટિસ્ટ છે.

ફ્લુઇડ ડિજિટલ આર્ટિસ્ટ તે છે, જેમણે બનાવેલું પેઇન્ટિંગ અને તસવીર નદીની જેમ વહેતું દેખાય છે.

અનમોલ દ્વારા બનાવેલું એક પેઇન્ટિંગ તાજેતરમાં મારી નજર સામેથી પસાર થયું. આ પછી મને લાગ્યું કે મારે અનમોલ માથુરની સંપૂર્ણ કહાની જાણવી જોઈએ.

કોલ કર્યો તો તેમનો પહેલો જવાબ હતો- લોકો પૂછે છે કે તમારી જર્ની કેવી રહી. જ્યારે 21 વર્ષનો હતો, તો પિતાનું મોત થઈ ગયું. આ પેઇન્ટિંગ માટે મારી આખી જિંદગી સમર્પિત કરી, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ખાવાનાં પણ ફાંફાં છે.

અનમોલને મળવા હું ઈન્દોર પહોંચું છું. સવારે લગભગ 9 વાગ્યા હશે. એક રૂમ, હોલ અને કિચનવાળા ઘરમાં રહે છે. અનમોલને હું પૂછું છું, ઘરમાં કોણ-કોણ રહે છે.

અનમોલ કહે છે- હું અને મારી માતા.

અનમોલ માથુર તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે.
અનમોલ માથુર તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે.

સામે રસોડામાંથી વૃદ્ધ માતા બહાર આવે છે. બાજુમાં નાનું સ્ટડી ટેબલ અને કેટલાંક પેઇન્ટિંગ છે. અનમોલ હાથમાં પેઇન્ટિંગ ઉપાડીને કહે છે, ‘8 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છું. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ છે, પરંતુ મારી પરિસ્થિતિ સુધરી નથી’

અનમોલના હાથમાં બ્રશ છે. બાજુમાં કેટલાક શેમ્પૂનાં પેકેટ અને પાઉડર છે. ફેસ ક્રીમ પણ છે. હું આશ્ચર્યચકિત થઈને પૂછું છું કે આનાથી પણ પેઇન્ટ કરો છો. અનમોલ હસીને કહે છે કે જરૂરી નથી કે કલરથી જ પેઇન્ટ થાય. હું દરેક વસ્તુથી પેઇન્ટ કરું છું.

વાતચીત દરમિયાન મારી નજર એક તસવીર પર જાય છે. લગભગ તે અનમોલનાં મમ્મી-પપ્પાનાં લગ્નના દિવસની તસવીર છે. પૂછવા પર તેઓ કહે છે, ‘અમે લોકો તો રાયપુર, છત્તીસગઢથી છીએ.’

પિતા મિલમાં કામ કરતા હતા. તેઓ કપડાંની મિલના સુરક્ષા અધિકારી હતા. જ્યારે હું બે વર્ષનો હતો, પિતાની જોબ ઈન્દોર ટ્રાન્સફર થઈ. ત્યાર પછી ઈન્દોરનો જ થઈને રહી ગયો. મને યાદ છે- જ્યારે હું શાળામાં હતો ત્યારે સૌથી વધુ મજા પેઇન્ટિંગ ક્લાસમાં આવતી.

ધીમે-ધીમે મારો ઈન્ટરેસ્ટ પેઇન્ટિંગ અને કોમિક્સની તરફ વધવા લાગ્યો. એનો નશો મારા પર એટલી હદે ચડ્યો કે પેઇન્ટિંગમાં જ કરિયર બનાવવાનું વિચારી લીધું. પરિવારને લાગ્યું કે આ તો હજુ બાળક છે, પેઇન્ટિંગ કરી રહ્યો છે, મોટો થશે ત્યારે જાતે જ વસ્તુઓને સમજવા લાગશે કે શું કરવું છે.

ત્યાર પછી અમે લોકો ઈન્દોર શિફ્ટ થઈ ગયા. ભાડાના મકાનમાં રહેતા હતા. મારા ઘણા સંબંધીઓ અહીં રહે છે. મારી ઉંમર લગભગ 21 વર્ષની હશે, જ્યારે પિતાને કિડનીમાં ઇન્ફેક્શનની ફરિયાદ થઈ.

હું એ સમયે ભણી રહ્યો હતો, સાથે નોકરી પણ કરી રહ્યો હતો. એક દિવસ અચાનકથી દુખાવો થયો અને એક ઝટકામાં તેમને ગુમાવી દીધા.

અમારી વાતચીત વચ્ચે અનમોલની માતા આવીને બેસે છે. એક જ નજરે તે વાતોને સાંભળે છે. અનમોલ કહે છે, મારો જીવ તો પેઇન્ટિંગમાં જ છે. હવે પિતા પણ નથી રહ્યા અને ઘર પણ ચલાવવાનું છે. એકલો છું. બધી જવાબદારી માથે આવી ગઈ છે.

સંબંધીઓએ મદદ કરી, પરંતુ પૈસા અને નોકરીમાં કોઈએ સપોર્ટ નથી કર્યો. માતાને એક હજાર રૂપિયા પેન્શન મળે છે. આનાથી શું થશે.

આ તસવીર અનમોલના માતા-પિતાના લગ્નની છે.
આ તસવીર અનમોલના માતા-પિતાના લગ્નની છે.

તમે પોતાને દુનિયાના પહેલા ફ્લુઇડ ડિજિટલ આર્ટિસ્ટ કહો છો?

જવાબ આપતાં પહેલાં અનમોલ મને એક બોક્સ બતાવે છે. કોઈએ તેને ઈટાલીથી આ બોક્સ મોકલ્યું છે. એમાં પેઇન્ટિંગની તમામ વસ્તુઓ રાખવામાં આવી છે. તેઓ કહે છે, 'પિતાના ગુજરી ગયા પછી ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, પણ મેં મારો જુસ્સો છોડ્યો નહીં.

હું ભૂખ્યો હોઉં કે તરસ્યો હોઉં તોપણ જો કોઈ મને પેઇન્ટિંગ બનાવવા બેસાડે તો હું એકવાર પણ પીઠ નહીં કરું. પેઇન્ટિંગની સામે મારા જીવનની દરેક વસ્તુ નિસ્તેજ થઈ જાય છે.

એક લેપટોપ બતાવું, જે પિતાની છેલ્લી કમાણીથી ખરીદ્યુ હતું. મારા એડમિશન પહેલાં તેમણે આ પૈસા રાખેલા હતા. તેમના ગુજરી ગયા પછી માતાએ આ લેપટોપ ખરીદીને મને આપ્યું હતું, જેના પર હું ડિજિટલ પેઇન્ટિંગ બનાવું છું

આ પેઇન્ટિંગ જોયા પછી તમને એવું નહીં લાગે કે એને ડિજિટલી બનાવવામાં આવ્યું છે. એ બરાબર એવું જ દેખાશે કે જેમ કોઈએ રંગ, બ્રશ, કેનવાસથી બનાવ્યું હોય. આ મારી કળા છે.

8 વર્લ્ડ રેકોર્ડ?

અનમોલ હસવા લાગે છે. તેઓ કહે છે, 'મારી શારીરિક સ્થિતિ જોઈને લોકો માની શકતા નથી કે મારા નામે 8 વર્લ્ડ રેકોર્ડ છે. તાજેતરમાં જ મારું એક પેઇન્ટિંગ રૂ. 7 લાખમાં વેચાઈ હતું,, પરંતુ આવું દરેક વખતે કે દર મહિને કે વર્ષે થતું નથી.

ચાલો… હું તમને એક પછી એક વર્લ્ડ રેકોર્ડના નામ કહું. 2022-23માં યોજાનારા મેક્સિકો વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત મેં વર્લ્ડ લાર્જેસ્ટ સેલ્ફ ડિફેન્સ રેકોર્ડ, વર્લ્ડ લાર્જેસ્ટ વર્ચ્યુઅલ આર્ટ ગેલરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ લાર્જેસ્ટ બબલ રેપ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મારું નામ નોંધાવ્યું છે.

એટલું જ નહીં, 2020માં આયોજિત વર્લ્ડ લાર્જેસ્ટ ડેનિમ આર્ટમાં મેં 600 જીન્સ ક્લિપિંગ્સમાંથી પેઇન્ટિંગ બનાવ્યું હતું. વિશ્વના સૌથી મોટા 1 મિલિયન ગ્રેવસ્ટોન ફોટામાં ભાગ લેનાર હું ભારતનો એકમાત્ર કલાકાર હતો.

આ લેપટોપ અનમોલને તેમના પિતાએ આપ્યું હતું. પિતાએ આપેલી આ છેલ્લી ભેટ છે.
આ લેપટોપ અનમોલને તેમના પિતાએ આપ્યું હતું. પિતાએ આપેલી આ છેલ્લી ભેટ છે.

તમને કોઈએ કહ્યું નથી કે પેઇન્ટિંગ છોડીને બીજું કંઈક કરો?

'ઘરની પરિસ્થિતિ બગડતાં માતાએ મને નોકરી કરવાનું કહ્યું. પેઇન્ટિંગ દ્વારા શું થવાનું છે? ક્યારેક એ વેચાય છે, ક્યારેક નહીં. મેં પણ થોડાં વર્ષો કામ કર્યું, પણ મન ન લાગ્યું.

મેં ફરીથી મારી નોકરી છોડી અને પેઇન્ટિંગ શરૂ કર્યું. સમસ્યા એ છે કે જો હું અન્ય કોઈ ક્ષેત્રમાં હોત તો મને ફિક્સ પગાર મળત. તમે પણ જાણો છો કે ભારતમાં કલાકારનું કેટલું મૂલ્ય છે. લોકો ઇચ્છે છે કે તેમને મફતમાં પેઇન્ટિંગ મળી જાય.

આ બધા સંજોગોનો સામનો કર્યા પછી પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું પેઇન્ટિંગ છોડીને જીવી શકીશ. મને લાગે છે કે એક દિવસ મારા દિવસો પણ બદલાશે...'

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links