Sat, Nov 28, 2026Updated 07:10 AM IST
Google Preferred Source CTA

ગુજરાત એક્સપ્લેનર
ગુજરાતની 2 કરોડ મહિલાઓને સતત થાક કેમ લાગે છે:સરકારનો ચોંકાવનારો રિપોર્ટ; ROના પાણીનો કોઈ રોલ નથી, આ બે રસ્તાથી આવશે એનર્જી

1 કલાક પેહલાલેખક: યશપાલ બક્ષી
  • કૉપી લિંક

ભારત સરકારની હેલ્થ મિનિસ્ટ્રીનો રિપોર્ટ આવ્યો છે. તેમાં દરેક રાજ્યના એનિમિયાના આંકડા છે. સૌથી વધારે એનિમિયા હોય તેવા રાજ્યોમાં ગુજરાતની મહિલાઓ સામેલ છે. એનિમિયા એટલે હિમોગ્લોબિન ઓછું હોવું… ગુજરાતની મહિલાઓમાં એનિમિયા કેમ વધારે જોવા મળે છે? તેના ઉપાય

.

સવાલ-1 : પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે વીડિયોમાં શું કહ્યું?

જવાબ : કોંગ્રેસના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને હમણાં જાણકારી આપી. તેમણે વીડિચો રિલિઝ કરીને કહ્યું કે, ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સામે આવેલી બાબતો ગુજરાતીઓ માટે ચિંતાજનક છે.

અલગ અલગ ઉંમર મુજબ એનિમિયા એટલે રક્ત ક્ષીણતા અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ. તેના માટે 35 રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોના લાખો લોકોના લોહીના નમૂના લીધા પછી રિપોર્ટ તૈયાર થયો છે. 2023થી 2025 સુધીમાં જે નમૂના લેવામાં આવ્યા તેમાં મહિલાઓમાં 60%થી વધારે એનિમિયા જોવા મળ્યો છે.

કેરલમમાં સૌથી ઓછી એનિમિક મહિલાઓ છે. શક્તિસિંહે ગુજરાત સરકારને ટોણો માર્યો કે, ઉદ્યોગપતિઓ માટે વાઈબ્રન્ટ નહીં બનો તો ચાલશે પણ લોકોના સ્વાસ્થ્ય માટે ભાજપની સરકાર ચિંતિત બને તે જરૂરી છે.

સરકારના રિપોર્ટ તો ઘણા આવતા રહે છે પણ તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી. એનિમિયા પરના હેલ્થ રિપોર્ટ તરફ પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ધ્યાન દોર્યું છે.

એનિમિયા અંગેના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2023 થી 2025 દરમિયાન ગુજરાતમાં 10થી 19 વર્ષની 61.4% કિશોરીઓ, 20થી 59 વર્ષની 63.8% વયસ્ક મહિલાઓ અને ગર્ભધારણ કરી શકવા સક્ષમ હોય તેવી 66.2% મહિલાઓમાં એનિમિયા (રક્ત ક્ષીણતા) છે. ગુજરાત આવી પરિસ્થિતિમાં હોય તે ચિંતાનો વિષય છે. ખાસ કરીને નાના બાળકો જેમની ઉંમર 1 થી 4 વર્ષની છે તેમનામાં 56.5% એનિમિયા છે.

બાળકોમાં એનિમિયા હોવો તે તેમના શારીરિક અને માનસિક વિકાસ તેમજ ભવિષ્યની શૈક્ષણિક ક્ષમતા પર નેગેટિવ અસર કરે છે. મહિલાઓમાં એનિમિયા હોય તો ગર્ભાવસ્થામાં તકલીફ, તબિયતની સમસ્યાઓ અને સતત થાક લાગવો, શ્વાસ ચડવા જેવા પ્રોબ્લેમ થાય છે.

કેરલમ રાજ્યમાં 1 થી 4 વર્ષના બાળકોમાં એનિમિયાનું પ્રમાણ માત્ર 14.5% છે. જેની સરખામણીએ ગુજરાતમાં આ જ વયજૂથના બાળકોમાં એનિમિયા 56.5% હોવો ખૂબ જ ચિંતાનો વિષય છે. મહિલાઓના વિવિધ વયજૂથોમાં જ્યાં ગુજરાતમાં 61.4%, 63.8% અને 66.2% એનિમિયા જોવા મળ્યો છે તેની સામે કેરલમમાં આ પ્રમાણ અનુક્રમે માત્ર 21.4%, 28% અને 29.1% છે.

આ આંકડા જાહેર થયા, ખૂણે ખાંચરે સમાચાર છપાયા ને ગુજરાતના લોકોએ ક્યાંક વાંચી લીધા. પણ એનિમિયા કેટલો ગંભીર છે, કેટલો ખતરનાક છે તેના વિશે કોઈ મનોમંથન કરતું નથી. અલબત્ત, ઘણાને તો અનિમિયાની વ્યાખ્યા જ ખબર નથી.

સવાલ-2 : એનિમિયા છે શું?

જવાબ : એનિમિયા એટલે લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોવું. બીજો સવાલ એ થાય કે હિમોગ્લોબિન એટલે શું? તો લોહી લાલ કલરનું છે તે હિમોગ્લોબિનના કારણે જ છે. હિમોગ્લોબિન લોહીમાં દોડતું અગત્યનું તત્વ છે. તે આયર્ન, વિટામીન B-12 અને ફોલિક એસિડથી બનેલું પ્રોટીન છે. હિમોગ્લોબિનનું કામ સમજી લો… શરીરમાં શ્વાસ લઈએ તે ફેફસાંમાં જાય. હિમોગ્લોબિન ફેફસાંમાંથી ઓક્સિજન લઈને લોહીમાં ભેળવી દે છે. લોહી આખા શરીરમાં ફરતું ફરતું બધા અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે.

શરીરમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય એટલે એનિમિયા થયો કહેવાય. હિમોગ્લોબિન ઓછું થવાના કેટલાક કારણો છે. જેમ કે, વિટામીન B-12 ઓછું થઈ જવું, આયર્ન ઘટી જવું, ફોલિક એસિડ ઘટી જવું. નિયમિત સારો ને સાત્વિક ખોરાક ન મળે એટલે આ તત્વો ઘટી જાય. સાથે સાથે હિમોગ્લોબિન ઘટી જાય.

ગુજરાતના આંકડા ચિંતાજનક છે. મોટાભાગના ગુજરાતઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘણું ઓછું છે.

હિમોગ્લોબિનનું કામ એ છે કે તે ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના બીજા અંગો સુધી પહોંચાડે છે.
હિમોગ્લોબિનનું કામ એ છે કે તે ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના બીજા અંગો સુધી પહોંચાડે છે.

સવાલ-3 : ગુજરાતમાં મોટા પ્રમાણમાં એનિમિયા વધુ હોવાના કારણો શું છે?

જવાબ : ગુજરાત માટે ચિંતાજનક વાત એ છે કે મહિલાઓમાં, કિશોરીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બહુ ઓછું છે. અલબત્ત, ટીનએજર્સ બોય્સમાં પણ હિમોગ્લોબિન ખાસ્સું ઓછું છે. ટીન એજ છોકરાઓમાં હિમોગ્લોબિન ઓછું ન હોવું જોઈએ. શેલ્બી હોસ્પિટલના હેમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ ડો. ઐશ્વર્યા રાજ કહે છે, મારી પાસે એવા એવા બોય્સ પેશન્ટ આવે છે કે જેનું હિમોગ્લોબિન 2 ગ્રામ, 4 ગ્રામ જ હોય.

ડો. ઐશ્વર્યા કહે છે, હું ઝારખંડમાં, આસામમાં પ્રેકિટ્સ કરી ચૂકી છું. પણ ત્યાં મેં આટલું ઓછું હિમોગ્લોબિન ઓછું નથી જોયું. ગુજરાતના લોકોમાં હિમોગ્લોબિન ઓછું હોવાનું સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગના ગુજરાતીઓ શાકાહારી છે. કારણ કે હિમોગ્લોબિનને પોષણ મળવું જોઈએ તે ઈંડા અને નોનવેજથી મળે છે. ગુજરાતીઓ ઈંડા કે નોનવેજથી દૂર રહે છે. ઈંડા, મચ્છી, નોનવેજમાંથી વિટામીન B-12 અને આયર્ન મળે છે. જે શાકભાજીમાંથી જોઈએ તેટલા નથી મળતા. એટલે વિટામીન B-12, આયર્નની કેપ્સ્યૂલ, ટેબલેટ લઈ શકાય.

40 વર્ષ વટાવી ગયા પછી વર્ષમાં એકવાર હિમોગ્લોબિન અને વિટામિન્સના રિપોર્ટ કરાવી લેવા જોઈએ.
40 વર્ષ વટાવી ગયા પછી વર્ષમાં એકવાર હિમોગ્લોબિન અને વિટામિન્સના રિપોર્ટ કરાવી લેવા જોઈએ.

ડો. ઐશ્વર્યાએ કહ્યું કે અત્યારે મોટાભાગના લોકો એક મોટી ભુલ કરે છે. ખાસ કરીને મહિલાઓ. તે થોડોક પણ થાક લાગે તો વિટામીન B-12ના ઈંજેક્શન લઈ લે છે. લોકો મન પડે ત્યારે આપમેળે ઈન્જેક્શન લેવા લાગ્યા છે. આ પણ ખોટી રીત છે. તમને થાક લાગે છે, સુસ્તી લાગે છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. કોઈ કામમાં મન નથી લાગતું તો સમજી લેવું કે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હશે. તેના માટે રિપોર્ટ કરાવ્યા પછી ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય કે હિમોગ્લોબિન ઓછું કેમ થયું.

જો રિપોર્ટમાં એવું આવે કે B-12 ઓછું છે તો ડોક્ટરની સલાહ મુજબ ઈન્જેક્શન લેવાય. બાકી, તેની ટેબલેટ પણ આવે છે. ઘણીવાર આયર્ન ઘટી જવાથી પણ હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે. એટલે લેબ રિપોર્ટમાં આયર્ન ટેસ્ટ કરાવીને જાણી શકાય. આયર્ન ઓછું હોય તો તેના પણ ઈન્જેક્શન અપાય છે પણ એની સાઈડ ઈફેક્ટ થઈ શકે. એટલે ડોક્ટરની સલાહ વગર આયર્ન વધારે લેવું નહીં. આયર્નની ટેબલેટ અને કેપસ્યુલ પણ મળે છે. એ પણ ડોક્ટરની સલાહથી જ લેવાય. આપણે મેળે-મેળે નક્કી ન કરાય કે આપણા શરીરમાં B-12 ઓછું હશે કે આયર્ન ઓછું હશે.

એક ફેક્ટર બૉન મેરો પણ છે. શરીરમાં લોહી બનાવવાની ફેક્ટરી બૉન મેરો છે. બૉન મેરો એટલે હાડકાંની વચ્ચે રહેલો મુલાયમ માવા જેવો પદાર્થ. ઉંમર થતી જાય તેમ તેમ બૉન મેરો નબળો પડતો જાય. ખાસ કરીને 50 થી 60 વર્ષ આસપાસના લોકોને બૉન મેરો બનવામાં તકલીફ શરૂ થાય છે અને તેના કારણે લોહી પણ ઓછું બને છે. લોહી ઓછું બને એટલે હિમોગ્લોબિન ઘટે છે.

હિમોગ્લોબિન ઓછું થાય એટલે શરીરના દરેક અંગો પર લોડ પડે. કારણ કે હૃદય, મગજ, લીવર, આંતરડાં દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. હિમોગ્લોબિનની બે સૌથી મોટી તાકાત છે. વિટામીન B-12 અને આયર્ન.

સવાલ-4 : વિટામીન B-12 અને આયર્ન વધારવા શું કરવું?

જવાબ : ગુજરાતીઓ વેજિટેરિયન છે એટલે B-12ની સમસ્યા રહેવાની જ. કારણ કે ઈંડા, મચ્છી, નોનવેજ ફૂડમાંથી સૌથી વધારે વિટામીન B-12 મળે. આયર્ન પણ હિમોગ્લોબિન માટે અગત્યનું ફેક્ટર છે. ઘણીવાર આપણે જોઈએ કે ઘણા લોકો એકદમ ગુલાબી હોય, સ્ફૂર્તિલું શરીર હોય. તે સારા હિમોગ્લોબિનની નિશાની છે. ઘણા લોકો દુર્બળ હોય, આળસુ વૃત્તિ થઈ ગઈ હોય ને નાનું અમથું કામ કરવામાં થાક લાગી જતો હોય તો તેનામાં હિમોગ્લોબિન ઓછું હોઈ શકે. હિમોગ્લોબિન સારું રહે તેના માટે વિટામીન B-12 અને આયર્ન સારા હોવા જોઈએ. બંને વિશે થોડું વિસ્તારથી સમજીએ...

હિમોગ્લોબિન સારું રાખવા વિટામીન B-12 કેવી રીતે મળે

વિટામિન B-12 શરીરની નર્વસ સિસ્ટમ એક્ટિવ રાખે છે. તે શરીરનાં રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, સારા ફૂડથી વિટામિન B-12 મેળવી શકાય છે. શરીરને દરરોજ લગભગ 2.4 mcg વિટામિન B-12ની જરૂર હોય છે. ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે બળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય તેમને તેની વધુ જરૂર હોય છે.

ઉંમર પ્રમાણે બાળકોમાં વિટામિન B-12ની માત્રા અલગ-અલગ હોય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી, હાથ-પગમાં સુન્નતા આવવી, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં અને ચીઝ જેવા દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણા વિટામિન્સ અને ખનિજો માટે સારા સોર્સ છે. એક કપ દૂધમાં 240 મિલી વિટામિન B-12 હોય છે, જે રોજની જરૂરિયાતનાં 46 ટકા છે. ચીઝ એ વિટામિન B-12નો બેસ્ટ સોર્સ છે. વિટામિન B-12ની જરૂરિયાતનો લગભગ 28 ટકા હિસ્સો 22 ગ્રામ ચીઝમાં મળી રહે છે.

ઘણા લોકો એવું માને છે કે ROનું પાણી પીવાથી વિટામીન B-12 ઓછું થઈ જાય છે. તો આ ભ્રામક માન્યતા છે. સાયન્ટિફિકલી પુરવાર થયું નથી કે વોટર પ્યુરિફાયરનું પાણી પીવાથી વિટામીન B-12 ઘટે છે. હા, એટલું ખરું કે ROમાંથી પાણી ગળાઈને આવે તો કેટલાક એવા ખનીજ તત્વો નાશ પામે છે. જે શરીરમાં વિટામીન B-12 બનવામાં મદદ કરે છે. એટલે તેની આંશિક અસર થઈ શકે. બાકી, ROનું પાણી પીવાથી વિટામીન B-12 સંપૂર્ણ ઘટી જ જાય એવું નથી. તે ભાગ નથી ભજવતું.

હિમોગ્લોબિનને હેલ્ધી રાખવા આયર્ન કેવી રીતે બનાવી શકાય

આયર્નની ખામી એ એનીમિયા છે કે નહીં તેનું નિદાન કે તેની સારવાર જાતે ન કરવી જોઈએ. ઘણી વાર એક જેવાં લક્ષણો બીજી માંદગી તરફ ઇશારો કરતાં હોય તેવું બની શકે, તેમજ પોતાના શરીરને વધુ પડતી માત્રામાં આયર્ન આપવાથી કે તેની વધુ માત્રા શરીરમાં જમા થવાથી લીવર અને અન્ય મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.

આયર્ન ઓછું હોય તો માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, જીભમાં દુ:ખાવો કે સોજો, વાળ ખરવાની સમસ્યામાં વધારો, ભોજન ન હોય તેવી વસ્તુઓ ખાવાની ઇચ્છા થવી, જેમ કે કાગળ, માટી, ચોક વગેરે. ઓછા આયર્નના કારણે રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ- એક એવો ડિસઓર્ડર જેમાં પગ હલાવવાની તીવ્ર ઇચ્છા થાય.

વિટામીન B-12ની જેમ આયર્ન પણ ઈંડા, મચ્છી કે નોનવેજ ફૂડમાંથી વધારે મળે છે. પણ વેજિટેરિયનની વાત કરીએ તો પાલક, ફુલાવર, બ્રોકલી જેવા શાકમાંથી આયર્ન સારું મળે છે. બીજું, અત્યારે ઘણા ઘરોમાં રસોઈ લોખંડના વાસણોમાં બનતી બંધ થઈ ગઈ છે. પણ એકાદ શાક કે દાળ લોખંડના વાસણમાં બનાવવી જોઈએ. લોખંડમાં બનેલી રસોઈ મારફત આયર્ન શરીરમાં જાય છે. હા, એ વાત યાદ રાખો કે બધી રસોઈ લોખંડમાં બનાવવી પણ સારી નહીં. આયર્નની માત્રા વધારે પણ ન થઈ જવી જોઈએ.

ડો. ઐશ્વર્યા રાજ કહે છે, શરીરમાં આયર્નની ઉણપ થવાનું મોટું કારણ છે ખોરાક સાથે ચા-કોફી લેવા. જેમ કે આપણે ત્યાં ચા-ગાંઠિયા, ચા-થેપલાંનો ટ્રેન્ડ છે. એટલે ચા કે કોફી સાથે કોઈ ખોરાક લેવાય નહીં. કારણ કે ચા-કોફી સાથે કોઈ ખોરાક લો તો પેટમાં બનેલું આયર્ન લોહીમાં ભળતું નથી. વારંવાર એસીડીટીની ગોળી પણ ન લેવી જોઈએ. ઘણા લોકો થોડીક એસીડીટી થાય તો ગોળી લઈ લે છે. એસીડીટીની ગોળીઓ લેવાથી શરીરમાં આયર્ન ઘટે છે. કારણ કે આયર્નને જીવવા માટે એસિડિક તત્વો જોઈએ. શરીરમાં આયર્ન વધારવા માટે ઘણા સપ્લીમેન્ટ્સ મળે છે પણ તે દોઢડાહ્યા થઈને મેળે લેવા હિતાવહ નથી.

યાદ રાખો, જો હિમોગ્લોબિન ઓછું આવે તો દાડમનો રસ, બીટ, ખજૂર, જવારાનો રસ, કાળા તલની ચીકી, કરચિયું ખાવાનું શરૂ કરી દો.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links