- Gujarati News
- Bhaskar khaas
- Digital daaku
- Gujarat Cyber Fraud Exposed: Digital Daku Series Uncovers Scams
આવતીકાલથી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’:એક ક્લિકમાં એકાઉન્ટ સફાચટ કરતા સાયબર ચોરટાઓનાં કારસ્તાનના થશે પર્દાફાશ
- કૉપી લિંક

આજના યુગમાં તમારો સ્માર્ટફોન માત્ર એક ડિવાઇસ નથી, તે તમારી બેંક, તમારું વોલેટ અને તમારી આખી જિંદગી છે. પણ શું તમે જાણો છો કે આ જ સ્માર્ટફોન કેવી રીતે તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે? દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થતી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ ત
દિવસે ને દિવસે વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓ સામે લડવા માટે આપણી સાવચેતી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. બીજાની ભૂલમાંથી શીખીએ અને આપણે સાવચેત રહીએ તેમાં જ આપણી સલામતી છે. દિવ્ય ભાસ્કરની આ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’માં તમને આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એક નવા ફ્રોડની શૉકિંગ સત્યકથા કહેવામાં આવશે. જેમાં ભોગ બનનાર ખુદ પોતાની આપવીતી કહેશે અને પોલીસ અધિકારીઓ આવા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જણાવશે. એટલું જ નહીં, ન કરે નારાયણ અને આપણી સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય, તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી અને તેમાં ગુમાવેલાં નાણાં પરત મળે કે કેમ તેની માહિતી પણ આ સિરીઝમાં આપવામાં આવશે.
આ માત્ર એક સિરીઝ નથી, આપણા અને આપણા પ્રિયજનોની સુરક્ષા માટેનું જરૂરી એજ્યુકેશન છે. કારણ કે, આગામી ભોગ બનનાર તમે પણ બની શકો છો! સાવધાન રહો, સુરક્ષિત રહો. જુઓ ‘ડિજિટલ ડાકુ’, જેની દરેક સ્ટોરી તમને સાવચેત બનાવશે! આવતીકાલથી વાંચવાનું ચૂકશો નહીં.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















