- Gujarati News
- Bhaskar khaas
- Chhutachheda
- New Series On Divorce Cases In Gujarat Starting From Monday
સેક્સ, અફેર, હિંસા કે સોશિયલ મીડિયા?:વર્ષે 60 હજાર ગુજરાતીઓ શા માટે લઈ રહ્યા છે ડિવોર્સ? દિવ્ય ભાસ્કર એપ પર સોમવારથી વાંચો નવી સિરીઝ ‘છૂટાછેડા’માં
- કૉપી લિંક

છૂટાછેડા, ડિવોર્સ, તલ્લાક... આ શબ્દો હજુ થોડા સમય પહેલાં સુધી આપણા સમાજમાં સૂગ, કલંક અને ઘૃણાની નજરે જોવામાં આવતા. પરંતુ હવે આપણા આધુનિક ગણાતા ગુજરાતમાં છૂટાછેડાના કેસો એ હદે વધ્યા છે કે ફેમિલી કોર્ટો તેનાથી ઊભરાઈ રહી છે. આંકડા કહે છે કે ગયા વર્ષે ગુ
આવું શા માટે થાય છે? શું કામ દંપતીઓ અલગ પડી રહ્યાં છે? શું ગુજરાતમાં લગ્નસંસ્થાના પાયા નબળા પડી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કર એપ પર 10 નવેમ્બર, સોમવારથી શરૂ થઈ રહી છે એક નવી ડેઇલી સિરીઝ ‘છૂટાછેડા’.
આ સિરીઝમાં આપણે ગુજરાતના જાણીતા, સિનિયર ડિવોર્સ લૉયર્સને મળીને જાણીશું કે તેમની પાસે કેવા કેવા કારણો લઇને લોકો ડિવોર્સ માગવા આવે છે. આમાં જાતીય અસંતોષ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડોમેસ્ટિક વાયોલન્સ જેવા જાણીતાં કારણોથી લઇને લિવ ઇન, કોન્ટ્રાક્ટ અને ઓપન મેરેજ ઉપરાંત દાદા-દાદીની ઉંમરે લેવાતા ‘ગ્રે ડિવોર્સ’ સુદ્ધાંની વાતો હશે. પ્લસ, આવું શા માટે થઈ રહ્યું છે, લોકોનાં માનસમાં એવાં તે કયા બદલાવ આવી રહ્યા છે, તે જાણવા માટે મનોચિકિત્સકને પણ પૂછીશું.
રોજેરોજ ભારે ઇન્ટરેસ્ટિંગ એવો એકેએક એપિસોડ વાંચવાનું ચૂકશો નહીં.
10 નવેમ્બર, સોમવારે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર એપ પર વાંચો નવી સિરીઝ ‘છૂટાછેડા’. દરરોજ નવો એપિસોડ પ્રકાશિત થશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















