- Gujarati News
- Bhaskar khaas
- Bhaskar explainer
- Budget 2024 Impact: Why Market Crashed? 5 Key Reasons Explained
આજનું એક્સપ્લેનર:સામાન્ય લોકો માટે નીરસ કેમ રહ્યું બજેટ, ભાષણ પછી કેવી રીતે ક્રેશ થયું શેરબજાર; જાણો 5 મોટાં કારણ
- કૉપી લિંક

નાણામંત્રી નિર્મલા સીતારમણના 85 મિનિટના બજેટ ભાષણમાં ટેક્સ કે સામાન્ય માણસ સંબંધિત કોઈ મોટી જાહેરાતો નથી. ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા માટે કોઈ સ્પષ્ટ રોડમેપ નહોતો. એની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી. બજાર બંધ થતાં સુધીમાં સેન્સેક્સ 1546 પોઈન્ટ એટલે -
આ બજેટને સામાન્ય માણસ માટે નીરસ અને બિનફાયદાકારક કેમ કહેવામાં આવી રહ્યું છે? બજેટના દિવસે શેરબજાર રેકોર્ડ નીચા સ્તરે પહોંચવાનાં પાંચ મુખ્ય કારણો શું છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં...
સવાલ-1 : બજેટને નીરસ અને સામાન્ય લોકો માટે બિનફાયદાકારક કેમ કહેવાય છે? જવાબ : નાણામંત્રીએ તેમના બજેટ ભાષણની શરૂઆતમાં ઘણી વખત રિફોર્મ એક્સપ્રેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જોકે બજેટમાં સામાન્ય માણસને લગતી કોઈ નવી જાહેરાતો કરવામાં આવી નથી...
- ઈન્કમટેક્સ સ્લેબમાં કે ટેક્સ છૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, મધ્યમવર્ગને ટેક્સ બચતનો લાભ મળ્યો નથી.
- રોજબરોજની વસ્તુઓ- જેમ કે દાળ, તેલ અને દવાઓ પર GST દર ઘટાડવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેને ફુગાવામાં કોઈ રાહત ન મળવાના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું.
- બજેટમાં મિડલ કે લોઅર મિડલ ક્લાસ માટે કોઈ ચોક્કસ સ્કીમ કે સબસિડી જેવી જાહેરાત કરવામાં આવી નથી.
- રોજગાર, જોબ ક્રિએશન અથવા ઉદ્યોગો સંબંધિત કોઈ મોટી નવી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
- ખેડૂતોની આવક વધારવાની વાત કરવામાં આવી હતી, પરંતુ MSP કે ખેડૂતોને ધિરાણ જેવી કોઈ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી નથી.
- ટ્રમ્પના ટેરિફના પ્રેશરનો સામનો કરવા માટે બજેટમાં ડિટેઈલ ફ્રેમવર્ક કે પ્લાન દેખાતો નથી.
સરકાર પોતાના ખર્ચ પર કંટ્રોલ રાખીને દેવું ઘટાડવા માગે છે, તેથી બજેટમાં જનતા માટે ટેક્સમાં રાહત કે નવી યોજનાઓ પર ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં સરકારની ફિસ્કલ ડિફેસિટ એટલે કે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત GDPના 4.4% છે. સરકાર આ ખાધને ઘટાડીને 4.3% કરવા માગે છે, તેથી સરકાર નવી યોજનાઓ રજૂ કરીને તેનું દેવું વધારવા માગતી નથી.
પાછલા નાણાકીય વર્ષ 2025-26માં સરકારની કુલ આવક ₹34 લાખ કરોડ હતી, જ્યારે કુલ ખર્ચ ₹49.6 લાખ કરોડ હતો. 2026-27 માં કુલ આવક ₹36.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે કુલ ખર્ચ આશરે ₹53.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
વધુમાં સરકારે 2030-31 સુધીમાં દેશનાં કુલ દેવાંને GDPના 50% (±1) એટલે કે 49થી 51% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ દેવું 2025-26માં 56.1% હતું, જે હવે 2026-27માં ઘટીને 55.6% થવાની ધારણા છે.
રિટેલર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સીઈઓ કુમાર રાજગોપાલન કહે છે, "બજેટ સરકારના ખજાનાને મજબૂત બનાવવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા, MSMEને ટેકો આપવા અને સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરાયું છે. રિટેલ ક્ષેત્રમાં સુધારો કરવા માટે આપણે નીતિઓ કરતાં સપ્લાય ચેઇન અને માગને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેની ધીમે ધીમે અસર થશે."
દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે X પોસ્ટ પર લખ્યું, "આ એક ફેક બજેટ છે, જેના કારણે શેરબજાર તૂટી ગયું છે. તેનાં જ ગાણાં ગાવામાં આવ્યાં હતાં, પરંતુ 90 મિનિટનું બજેટ ભાષણ સાબિત કરે છે કે એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું."

જોકે મહિન્દ્રા ગ્રુપના સીઈઓ અનીસ શાહ, DBS બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અર્થશાસ્ત્રી રાધિકા રાવ અને હીરો ફિનકોર્પના એમડી અને સીઈઓ અભિમન્યુ મુંજાલ સહિત ઘણા લોકો કહે છે કે આ બજેટ ફક્ત જનતાને ખુશ કરવાને બદલે દૂરંદેશી છે. તે માઈનિંગ, એન્જિનિયરિંગ, કેમિકલ અને રિન્યુઅલ એનર્જી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં અત્યારસુધી વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી.
સવાલ-2: બજેટના દિવસે શેરબજારમાં કેટલો મોટો ઘટાડો થયો હતો? જવાબ: સવારે 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 457 પોઈન્ટ વધીને 82,726 પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 120 પોઈન્ટ વધીને 25,440 પર પહોંચી ગયો હતો. બજેટ ભાષણના અંત સુધીમાં શેરબજારમાં ઘટાડો શરૂ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો. 2020ની શરૂઆતમાં બજેટના દિવસે, સેન્સેક્સ 2.43% ઘટીને 40,000 ની નીચે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 3.26% ઘટીને 11,643 પર બંધ થયો હતો.


આગળ જાણીએ બજેટના દિવસે શેર માર્કેટમાં ક્રેશનાં 5 મોટાં કારણો...
ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર ટેક્સ વધ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો કરવાની જાહેરાત કરી.
ફ્યુચર્સ પર STT 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો, જ્યારે ઓપ્શન્સ પર STT 0.0625% થી વધારીને 0.1% કરવામાં આવ્યો. સરકારે સટ્ટો ઘટાડવા અને આવક વધારવા માટે આ પગલું ભર્યું.
હકીકતે ફ્યુચર્સ અને ઓપ્શન્સ હેઠળ શેર ખરેખર શેર ખરીદવામાં કે વેચવામાં આવતા નથી. તેમાં ફક્ત ભવિષ્યમાં શેરની કિંમત વધશે કે ઘટશે તેના પર શરત અથવા કરારનો સમાવેશ થાય છે. જો આગાહી સાચી હોય તો નફો થાય છે, અન્યથા નુકસાન થાય છે. STT એ F&O ટ્રેડિંગ વ્યવહારો પર લાદવામાં આવતો ડાયરેક્ટ ટેક્સ છે. જો તમને નુકસાન થાય તો પણ તમારે આ ટેક્સ ચૂકવવો પડશે. આ તમારા ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર સીધો કાપવામાં આવે છે અને સ્ટોક એક્સચેન્જ તેને સરકારમાં જમા કરે છે.
શું અસર થઈ?
- STTમાં વધારાથી ઉચ્ચ જોખમ ધરાવતા F&O ટ્રેડિંગ વધુ ખર્ચાળ બનશે. આનાથી બજારમાં વેપારીઓની સંખ્યા અને ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ શકે છે. આની સીધી અસર F&O બિઝનેસ પર પડશે. કોટક સિક્યોરિટીઝના MD શ્રીપાલ શાહ કહે છે કે STTમાં વધારાથી વેપારીઓ અને હેજર્સ માટે ખર્ચ વધશે. આનાથી ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થશે.
- બજેટમાં STTમાં વધારાની જાહેરાત બાદ ભયનું વાતાવરણ સર્જાયું અને ઘણી મોટી બ્રોકરેજ કંપનીઓના શેર ઘટ્યા. BSE સહિત એન્જલ વન અને ગ્રોવ જેવી બ્રોકરેજ કંપનીઓના શેર 9% સુધી ઘટ્યા.
2024ની શરૂઆતમાં ફ્યુચર્સ પર STT 0.0125% થી વધારીને 0.02% અને ઓપ્શન્સ પર 0.0625%થી 0.1% કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે F&O ટ્રેડિંગ પરનો ટેક્સ ત્રણ વર્ષમાં લગભગ ત્રણ ગણો વધી ગયો છે.
ડિફેન્સ સેક્ટરમાં કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી નથી
બજેટ 2026માં સંરક્ષણ માટે ₹7.85 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે ₹6.81 લાખ કરોડ હતા. જોકે અપેક્ષાઓથી વિપરીત આ વખતે સંરક્ષણ બજેટમાં કોઈ મોટા રિફોર્મની જાહેરાત કરવામાં આવી નથી.
હકીકતે પાકિસ્તાન અને ચીન સાથે સરહદી તણાવ અને ગ્લોબલ આર્મસ રેસ વચ્ચે રોકાણકારો સંરક્ષણક્ષેત્રમાં મોટી જાહેરાતોની અપેક્ષા રાખતા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સંરક્ષણ ખાનગીકરણ, નવી PLI યોજના અથવા નિકાસ પ્રોત્સાહન અંગે મોટી જાહેરાતો કરવામાં આવશે.
PLI એ એક સરકારી યોજના છે જેનો હેતુ દેશમાં ઉત્પાદન વધારવા, રોજગારીનું સર્જન કરવા અને નિકાસને મજબૂત બનાવવાનો છે. આમાં સરકાર કંપનીઓને તેમના ઉત્પાદન અથવા વેચાણમાં વધારો કરવા માટે ચોક્કસ ટકાવારીના હિસાબે નાણાં પૂરા પાડે છે જેથી તેઓ ભારતમાં કારખાનાઓ સ્થાપી શકે અને ઉત્પાદન વધારી શકે.
શું અસર થઈ?
- ડિફેન્સ સેક્ટરમાં કોઈ મોટી જાહેરાતોના અભાવે આ ક્ષેત્રની મોટી કંપનીઓમાં વેચવાલી જોવા મળી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ભારત ડાયનેમિક્સ અને ડેટા પેટર્ન્સના શેર 8% સુધી ઘટ્યા.
- રોકાણકારો સંરક્ષણ બજેટ ફાળવણીમાં 20% વધારો અને નવા રોડમેપ અંગે મોટી જાહેરાતોની અપેક્ષા રાખતા હતા. આ અપેક્ષાને કારણે બજેટ જાહેરાત પહેલા જ સંરક્ષણ ક્ષેત્રના શેરમાં વધારો થયો હતો. જોકે, "બિઝનેસ એઝ યુઝ્અલ" થવાથી રોકાણકારો નિરાશ થયા અને વેચવાલી શરૂ થઈ.
મેટલ સેક્ટરમાં યુએસ ટેરિફનો સામનો કરવાની કોઈ યોજના નથી
બજેટમાં સોલાર ગ્લાસ અને રેર અર્થ એલિમેન્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી હતી. આનાથી સોલાર કંપનીઓ અને ગ્રીન એનર્જી સેક્ટરને રાહત મળી. જોકે, સ્ટીલ, કોપર જેવા મેટલ્સ નિકાસ માટે કોઈ ટેક્સ કાપ કે પ્રોટેક્શન આપવામાં આવ્યું નહોતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે યુએસ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવશે અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે, પરંતુ ખાસ કરીને મેટલ નિકાસ કંપનીઓ પર યુએસ ટેરિફની અસર ઘટાડવા માટે કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી.
શું અસર થઈ?
- ભારતીય મેટલ એક્સપોર્ટ કંપનીઓ પહેલેથી જ સસ્તા ચીની માલના ડમ્પિંગનો સામનો કરી રહી છે. દુનિયામાં મેટલની ડિમાન્ડમાં ઉતાર-ચડાવ ચાલુ છે. આવી સ્થિતિમાં વિદેશી ધાતુઓ પર આયાત જકાત વધારવા અથવા ભારતીય ધાતુઓ પર નિકાસ જકાત ઘટાડવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.
- મેટલ કંપનીઓ ઓછી માંગ અને ચીની સ્પર્ધા જેવા મુદ્દાઓને ઉકેલવા માટે સરકારી સહાયની અપેક્ષા રાખતી હતી પરંતુ આ સમર્થનના અભાવે રોકાણકારોને નિરાશ કર્યા અને વેચવાલી તરફ દોરી ગઈ.
- ટાટા સ્ટીલના શેર 4% અને હિન્દુસ્તાન કોપરના શેર 12.63% ઘટ્યા. JSW સ્ટીલના શેર 1.89%, હિન્દુસ્તાન ઝિંકના શેર 9.29% અને વેદાંતાના શેર 3.87% ઘટ્યા.

વાર્ષિક ખર્ચ (CAPEX)માં ફક્ત ₹1 લાખ કરોડનો વધારો થયો
બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે જાહેર મૂડીખર્ચ અથવા સરકારી CAPEX, નાણાકીય વર્ષ 2026-27 માટે વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવી રહ્યો છે. આ 2025-26 માં ₹1.2 લાખ કરોડ કરતાં લગભગ 9% વધુ છે.
હકીકતમાં વાર્ષિક મૂડીખર્ચ લાંબા ગાળાના સરકારી ખર્ચનો ઉલ્લેખ કરે છે, જેમ કે માળખાંગત સુવિધાઓ, નવા વિકાસ પ્રોજેક્ટ્સ, વીજળી, રિન્યૂએબલ એનર્જી વગેરે. આ ખર્ચ વેપાર, નોકરીઓ અને વિકાસ વધારે છે.
શું અસર થઈ?
- શેરબજાર અને બજેટ એનાલિસ્ટ CAPEXમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખતા હતા. ભારતીય ગ્લોબલ એનાલિસીસ ફર્મ CRISIL અનુસાર, આ વધારો જરૂરી કરતાં ઓછો છે. તેનાથી વૃદ્ધિ વેગ મળશે નહીં અને ખાનગી ક્ષેત્ર પર રોકાણનો બોજ વધશે.
- સરકારી પ્રોજેક્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને ઓછા ઓર્ડર મળશે. ફાયનાન્સિયલ સર્વિસ પૂરી પાડતી કંપની આનંદ રાઠી ગ્રુપના ચેરમેન આનંદ રાઠીએ જણાવ્યું હતું કે CAPEXમાં ઓછામાં ઓછો 13% અથવા ₹12.6 લાખ કરોડનો વધારો અપેક્ષિત હતો.
- CAPEXમાં અપેક્ષા કરતાં ઓછો વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ, ખરીદી અને બાંધકામમાં સંકળાયેલી કંપનીઓના શેર પર સીધી અસર કરશે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શેરમાં 3%નો ઘટાડો થયો. તેવી જ રીતે અદાણી પોર્ટ્સ, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને NBCC જેવી કંપનીઓના શેરમાં પણ 1 થી 5%નો ઘટાડો થયો.
GST અંગે કોઈ મોટા ફેરફારો કે જાહેરાતો કરવામાં આવી નથી
બજેટ ભાષણમાં નાણામંત્રીએ જાન્યુઆરી 2026 માટે GST કલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026 માં GST કલેક્શન ₹1.93 લાખ કરોડ હતું. આ ગયા વર્ષના જાન્યુઆરી કરતા આશરે 6.2% નો વધારો દર્શાવે છે, જોકે એક નજીવો વધારો છે.
2026-27 માટે કુલ અંદાજિત GST કલેક્શન ₹11 લાખ કરોડ છે. જોકે, GST દરોમાં કોઈ ઘટાડો, જૂના GST માટે માફી અથવા છૂટછાટો અથવા કોઈપણ નવા GST સ્લેબ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શું અસર થઈ?
- માર્કેટને આશા હતી કે બજેટમાં GST દરોમાં વધુ ઘટાડો થશે. ખાસ કરીને કઠોળ અને તેલ જેવી આવશ્યક ખાદ્ય ચીજો પર. એવી પણ અપેક્ષા હતી કે GST વસૂલાતના આંકડા ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે, જેના કારણે સરકાર કર રાહત આપી શકે છે.
- FMCG સેક્ટરની કંપનીઓ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડસ - જેમ કે સાબુ, તેલ, બિસ્કિટ, ચા, પેસ્ટ વગેરે જેવા ડાયરેક્ટ કંઝપ્શન નિર્ભર હોતી છે. ઓછા GST કલેક્શનનો અર્થ એ છે કે વેચાણમાં અપેક્ષા મુજબ વધારો થયો નથી.
- બજેટમાં GST રાહતની જાહેરાતોના અભાવે કંઝપ્શનને બૂસ્ટ આશાઓ ઠંડક પામી, જેની અસર FMCG કંપનીઓ પર પડી. આના કારણે હિન્દુસ્તાન યુનિલિવર અને ITC જેવા શેરોમાં ઘટાડો થયો, FMCG ક્ષેત્રમાં સરેરાશ 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















