Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

આવતીકાલથી નવી સિરીઝ ‘બંદીવાન’:સાબરમતી જેલમાં સજા કાપતા કેદીઓની સળગતી સત્યકથાઓ, તેમની પોતાની જુબાની

10 મહિનો પેહલા
  • કૉપી લિંક

એક ક્ષણનો ગુસ્સો, એક ખોટો નિર્ણય અને પછી આખું જીવન જેલની ચાર દીવાલમાં કેદ. શું ક્યારેય વિચાર્યું છે કે જે માણસો જનમટીપ જેવી લાંબી સજા કાપી રહ્યા છે, તેમનાં મનમાં શું ચાલતું હશે? તેઓ પોતાનાં કૃત્યો અંગે શું વિચારતા હશે? શું તેમને પોતે કરેલા ગુનાનો પસ્

.

આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ગુજરાતની સૌથી મોટી એવી સાબરમતી જેલમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે જનમટીપ સહિતની સજા ભોગવી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ કર્યા. આ ઇન્ટરવ્યૂઝ આધારિત નવી સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તેનું નામ છેઃ ‘બંદીવાન’. આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ‘બંદીવાન’ સિરીઝનો એક નવો એપિસોડ પ્રકાશિત થશે.

આ સિરીઝમાં કેદીઓ પોતાના શબ્દોમાં કહેશે કે કેવી રીતે એક ક્ષણમાં તેમનું જીવન અંધકારમય બની ગયું. કેવી પરિસ્થિતિમાં તેઓએ ગુનો કર્યો, જેલની કઠોર જીવનશૈલીમાં તેઓ કેવી રીતે ટકી રહ્યા છે, અને હવે તેમને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે... આ બધું જ તમે સાંભળશો તેમની જ જુબાનીમાં. રોજેરોજ એવી સત્યકથાઓ રજૂ થશે, જે તમને હચમચાવી નાખશે.

જેલના સળિયાઓ પાછળ જીવતા આ માણસોની વાસ્તવિક કહાનીઓ આપણને સૌને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે એક ખોટો નિર્ણય વ્યક્તિનું પોતાનું અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સમાજ, કાયદો અને માનવતા વચ્ચેના સંબંધોને સમજવા માટે આ સિરીઝ જરૂર જુઓ.

‘બંદીવાન’, જેલના સળિયા પાછળની સળગતી સત્યકથાઓ. આવતીકાલ સોમવારથી શુક્રવાર દરરોજ વાંચવાનું ચૂકશો નહીં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links