Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

ગ્રાઉન્ડ રિપોર્ટ
અયોધ્યામાં ભગવાન રામની 15 સખી:રામના નામનું સિંદૂર, ગાળ પણ રામ માટે, રામને બનેવી માને છે સખી સમુદાય

અયોધ્યા3 વર્ષ પેહલાલેખક: દેવાંશુ તિવારી
  • કૉપી લિંક

'સવારે 5 વાગ્યે જાગી જાઉં છું. સ્નાન કરીને ઠાકુરજીની પૂજા કરું છું. પછી તેમના નામનું સિંદૂર લગાવું છું. મારા જેવી બીજી સખીઓ પણ છે, તેઓ રામજી માટે શણગાર કરે છે. અમે તેમની સાળી છીએ, તેથી અમે તેમના માટે જ શણગાર કરીએ છીએ. શણગાર નહીં કરીએ તો બનેવીને ખરાબ

.

આ સરસ્વતી શરણ છે. ઉંમર - 50 વર્ષ. ઓળખ- રામની સખી. સરસ્વતી શરણ 30 વર્ષથી અયોધ્યામાં છે. અમેઠી જિલ્લાના જગદીશપુર શહેરમાં રહેતાં હતાં. નાની ઉંમરમાં જ ઘરેથી ભાગીને અયોધ્યા આવી ગયાં. અહીં તેમણે એક ગુરુજી પાસેથી દીક્ષા લીધી અને તેમની સાથે રહેવા લાગ્યાં. હાલમાં કનક મહેલ પાસે ભાડાના રૂમમાં રહે છે.

સરસ્વતી શરણ અયોધ્યાના સખી સમુદાયનો એક ભાગ છે. આ સમુદાય માટે બે માન્યતાઓ છે,

પ્રથમ: રામ વનવાસમાંથી પરત ફરતી વખતે તેમને અયોધ્યા લાવ્યા હતા.

બીજી: સીતાના લગ્ન પછી તેમની સાથે મિથિલાથી અયોધ્યા આવી હતી.

આ સ્ત્રીઓ હતી કે કિન્નર, પુરાણ અને દંતકથાઓમાં આનો કોઈ ચોક્કસ પુરાવો નથી, પરંતુ આજે પણ સખી સમુદાય રામ અને સીતાની સેવામાં વ્યસ્ત છે.

આ સમુદાય વિશે બહુ ઓછા લોકો જાણે છે. હા... જેમણે અયોધ્યામાં કનક મંદિરની મુલાકાત લીધી છે તેમણે તેમના આશીર્વાદ લીધા જ હશે.

દરરોજ સાંજે 4 વાગ્યે સખી અયોધ્યાના કનક મહેલમાં ભેગી થાય છે. નાચવા-ગાવાનું કરે છે. એવું માનવામાં આવે છે કે આ મહેલ રાણી કૈકેયીએ રામ અને સીતાને તેમના લગ્ન પછી ભેટમાં આપ્યો હતો.
દરરોજ સાંજે 4 વાગ્યે સખી અયોધ્યાના કનક મહેલમાં ભેગી થાય છે. નાચવા-ગાવાનું કરે છે. એવું માનવામાં આવે છે કે આ મહેલ રાણી કૈકેયીએ રામ અને સીતાને તેમના લગ્ન પછી ભેટમાં આપ્યો હતો.

આ સખી માતા સીતાને પોતાની બહેન માને છે, તેથી રામ તેમના બનેવી છે. આ સંબંધને કારણે તેઓ ભગવાનની છેડતી કરે છે અને પ્રેમથી ગાળ આપે છે. તેમના માટે નૃત્ય કરે છે, તેમના આશીર્વાદ લે છે.

હનુમાન ગઢી હોય કે કનક મહેલ, સખી સમુદાયના લોકો આ સ્થાનોને પોતાની અંતિમ ભૂમિ માને છે. હાલમાં અયોધ્યામાં માત્ર 15 સખીઓ છે.

આ શોભા છે. 50 વર્ષથી અયોધ્યામાં રહે છે. શોભા સખી સમુદાયની સૌથી જૂની સભ્ય છે.
આ શોભા છે. 50 વર્ષથી અયોધ્યામાં રહે છે. શોભા સખી સમુદાયની સૌથી જૂની સભ્ય છે.

આ સખી કોણ છે, તેઓ ક્યાંથી આવે છે, શું કરે છે, તેમની વાર્તા શું છે તે જાણવા ભાસ્કર કનક મહેલ પહોંચ્યું. કનક મહેલ કારણ કે સખી સમુદાય અયોધ્યામાં જ સેવા આપે છે. આ જગ્યા રામમંદિરથી 100 ડગલાં દૂર છે.

સાંજ પડતાંની સાથે જ કનક મહેલ મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. ત્યારે એક ગીત સંભળાય છે – બડા પ્યારા લાગે રઘુબીર મોરી સજની… આ ગીત ફક્ત સખીઓ જ ગાય છે. સખીઓ તેમના હાથમાં લાલ બંગડીઓ અને પાતળી પિત્તળની બંગડીઓ સાથે તેજસ્વી રંગની સાડી પહેરે છે.

મંદિરમાં લોકોની ભીડ વધતી જતી હતી. ભક્તો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા, તો બીજી તરફ સખી તેજ અને ભારે અવાજમાં ભગવાનની મજાક ઉડાવતા ગાળથી ભરેલાં ગીતો ગાઈ રહી છે. દર્શન કરીને પરત ફરતી મહિલાઓ સખીઓ પાસે જાય છે અને દક્ષિણા આપે છે. બદલામાં સખી તેમને આશીર્વાદ આપે છે. તેમની ઓળખ મંદિરમાં હાજર બાકીના લોકો કરતાં અલગ છે.

સખી સમુદાય આખો દિવસ અયોધ્યાના મંદિરોની આસપાસ ફરે છે, પરંતુ સાંજે 4 વાગ્યે કનક મહેલમાં પહોંચી જાય છે. આ તે સમય છે જ્યારે કનક મહેલના દરવાજા ખૂલે છે. અહીં તેઓ બનેવી એટલે કે ભગવાન રામની છેડતી કરે છે.

સખી સમુદાયમાં રામ માટે ગારી ગાવાનો રિવાજ છે. ગારીનો અર્થ ગાળ થાય છે, પરંતુ આ અપમાનજનક શબ્દ નથી. આ સાળીઓ પોતાની બનેવીની છેડતી માટે બોલે છે. જેમકે 'ગારી ગાવત રાજદુલારી…જીવત રામજી લલા'. આ ગારી શ્રી રામના લાંબા આયુષ્ય માટે ગવાય છે.

હવે કેટલીક સખીઓની વાત... 50 વર્ષ પહેલાં ઘર છોડ્યું, શોભનાથમાંથી શોભા બની ગઈ કનક મહેલમાં અમે 66 વર્ષનાં શોભાનાથ અથવા શોભા જોયાં. ગીતો ગાતાં ગાતાં નૃત્ય કરતાં હતાં. સુલતાનપુરનાં રહેવાસી શોભાનાથ 50 વર્ષ પહેલાં ઘર છોડીને અયોધ્યા આવ્યાં હતાં. અહીં દયાવતીએ તેમને આશ્રય આપ્યો. દયાવતી ત્યારે અયોધ્યાના સખી સમુદાયના પ્રમુખ હતાં.

દયાવતીએ શોભાનાથને દીક્ષા આપી અને તેમને નવું નામ મળ્યું - શોભા. ત્યારથી શોભા સખી સમુદાયનો એક ભાગ છે. તે આ સમુદાયની સૌથી જૂની સભ્ય છે.

કનક મહેલથી હનુમાન ગઢી જવાના રસ્તે સાંકડી શેરીઓમાંથી પસાર થઈને અમે શોભાના ઘરે પહોંચ્યા. એક નાનકડો રૂમ જ્યાં શોભા એકલી રહે છે. રૂમના એક ખૂણામાં રસોઈની જગ્યા છે. બીજી બાજુ એક પલંગ છે. વચ્ચે ભગવાન શંકરની તસવીર છે.

શોભા આ 10x10 ફૂટના ઘરમાં રહે છે. રૂમમાં એક વ્યક્તિ યોગ્ય રીતે ઊભા રહી શકે તેટલી જ જગ્યા છે.
શોભા આ 10x10 ફૂટના ઘરમાં રહે છે. રૂમમાં એક વ્યક્તિ યોગ્ય રીતે ઊભા રહી શકે તેટલી જ જગ્યા છે.

શોભા ભારે અવાજે કહે છે, 'અમે સુલતાનપુરના રહેવાસી છીએ. બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું. ખાવા માટે પણ પૈસા નહોતા. 3 ભાઈ હતા, જેમાં અમે થોડા અલગ હતા, તેથી અમને ઘરમાં રહેવાની મંજૂરી નહોતી. માતા ઈચ્છતી હતી કે અમે ઘરે રહીએ, પરંતુ પિતાએ ના પાડી દીધી. જ્યારે તેઓ દીક્ષા લેવા અયોધ્યા આવ્યા ત્યારે તેમની ઉંમર 15 વર્ષની હતી. અમારી સખી ગુરુ દયાવતીએ 30 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા. ત્યારબાદ અમે હનુમાન ગઢી પાસે ભાડાના રૂમમાં રહેવા લાગ્યા. હવે આ ઓરડામાં રહીએ છે. તેનું 1000 રૂપિયા પ્રતિ માસ ભાડું આપીએ છીએ.'

'પિતા અહરવાદીન હવે નથી રહ્યા. તેમના મૃત્યુ પછી ક્યારેક ભાઈઓને મળવા ઘરે જાય છે. પણ રોકાતા નથી. જો લાંબા સમય સુધી રામથી દૂર રહીશું તો તેઓ તેમનાથી નારાજ થઈ જશે.'

રામ માટે 14 વર્ષ રાહ જોઈ, વનવાસ પછી તેઓ અયોધ્યા લઈને આવ્યાં શોભા ભગવાન રામ અને સખી સમુદાય સાથે સંબંધિત વાર્તા સંભળાવે છે. આ વાર્તા તેમને તેમના શિક્ષક દ્વારા કહેવામાં આવી હતી. તે કહે છે કે, રામ 14 વર્ષ સુધી વનવાસ ભોગવીને અયોધ્યા છોડીને જતા રહ્યા હતા. આખા નગરે તેમને જતા જોયા. બધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ રામ રોકાયા નહીં. ભરત અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમને રામના વનમાં જવાની ખબર પડી.

તેઓ તરત જ તેમને શોધવા નીકળ્યા. તેમની સાથે માતા કૌશલ્યા અને દશરથની બે નાની રાણીઓ હતી. અયોધ્યાના રહેવાસીઓ પણ હતા જેઓ રામને જોવા ઇચ્છતા હતા. આમાંના જ કેટલાક કિન્નર હતા.

ભગવાન રામે જ્યારે માતાઓ અને લોકોને ભરત સાથે જોયા તો તેઓ નિરાશ થઈ ગયા. તેમણે બધા પુરુષો, સ્ત્રીઓ અને માતાઓને પરત ફરવા માટે મનાવ્યા. કિન્નર ન તો પુરુષ હતા કે ન તો સ્ત્રી, તેઓ ત્યાં જ રહ્યા કારણ કે તેમના માટે કોઈ સ્પષ્ટ આદેશ નહોતો. તેમણે 14 વર્ષ સુધી રામની રાહ જોઈ.

રામ રાવણનો વધ કરીને લંકાથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં કિન્નરો જોયા. રામે તેમને ત્યાં રોકાવાનું કારણ પૂછ્યું તો બધાએ તેમને આખી વાત જણાવી. કિન્નરોની વાત સાંભળીને રામ ભાવુક થઈ ગયા અને કહ્યું- તમે બધા મારી સાથે અયોધ્યા આવો અને ત્યાં ખુશીથી રહેજો. ત્યારથી સખી સમુદાય અયોધ્યામાં રામની સેવા કરી રહ્યો છે.

રામના નામનું સિંદૂર, તેમના માટે શણગાર શોભાના ઘરથી થોડે આગળ ઉડુપ્પી મંદિર છે. અહીં સરસ્વતી શરણ મળ્યા. તે કહે છે, 'અયોધ્યા આવ્યા બાદ 2 વર્ષ સુધી ગુરુજી સાથે રહી. ઘરે ઘરે જઈને પૈસા માગતી હતી. પછી શોભા દીદીને મળી. તેમણે કનક મહેલ પાસે 2000 રૂપિયામાં રૂમ અપાવ્યો. હવે હું પણ તેમની જેવી સખી બની ગઈ છું.

સરસ્વતી શરણ દરરોજ પોતાને રામ માટે શણગારે છે. તેમનું ઘર કનક મહેલ પાસે છે.
સરસ્વતી શરણ દરરોજ પોતાને રામ માટે શણગારે છે. તેમનું ઘર કનક મહેલ પાસે છે.

સરસ્વતીના રૂમમાં રાજેશ્વરી અને રામસખી પણ રહે છે. આ બધાએ નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. હાલમાં અયોધ્યામાં 15 સખીઓ છે, જેઓ દરરોજ મંદિરમાં નૃત્ય કરે છે. ભગવાનની છેડતી માટે ગાળ આપે છે. મંદિરોમાંથી મળતી દક્ષિણા જ તેમની કમાણી છે.

રહેવા માટે કોઈ ઘર નથી આપતું, જાહેર શૌચાલયમાં અટકાવે છે રામ માટે ગાતી, નાચતી અને હસતી સખીઓ ખૂબ ખુશ દેખાય છે. જો કે, તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ છે. પરિવાર તેમને અપનાવતો નથી અને સમાજ તેમને સાથે રાખવા પર નિયંત્રણો લાદે છે. મોટાભાગની સખીઓ અન્ય જિલ્લામાંથી આવી છે અને અયોધ્યામાં રહી છે. જેના કારણે તેમને રાશન, વીજળી અને નિર્વાહ ભથ્થું જેવી સરકારી સુવિધાઓ મળતી નથી.

સરસ્વતી કહે છે, 'અમારી પાસે ન તો રેશનકાર્ડ છે કે ન તો કોઈ કાયમી સરનામું. તેથી અમને કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નથી. શહેરમાં સરળતાથી રૂમ આપવા કોઈ તૈયાર નથી. ઘાટ પર અને શહેરમાં જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા અટકાવવામાં આવે છે. કોઈક રીતે જૂનાં મંદિરોમાં રહેવાની જગ્યા મળી છે. હવે અમે અમારું આખું જીવન અહીં વિતાવીશું.'

સખીઓને જૂનાં મંદિરો અને ઘરોમાં રહેવાની સગવડ મળે છે. અહીં તેઓ સમુદાયના અન્ય સભ્યો સાથે રહે છે.
સખીઓને જૂનાં મંદિરો અને ઘરોમાં રહેવાની સગવડ મળે છે. અહીં તેઓ સમુદાયના અન્ય સભ્યો સાથે રહે છે.

જો કોઈ સખી મૃત્યુ પામે છે, ત્યારે તમે લોકો શું કરો છો? આ સવાલના જવાબમાં સરસ્વતી કહે છે, 'અમે 24 કલાક તેના પરિવારની રાહ જોઈએ છે. જાણ કરવા છતાં કોઈ ન આવે તો અમે બધા મળીને સરયૂ ઘાટ પર અંતિમ સંસ્કાર કરીએ છીએ.'

સંતે બોલ્યા- પુરુષ-સ્ત્રી અને કિન્નર બધાં સખી બની શકે છે આખરે સખી સમુદાય શું છે? કયા લોકો સખી બને છે? અયોધ્યામાં કેટલી સખીઓ છે? આ પ્રશ્નોના જવાબો જાણવા અમે અયોધ્યાના સૌથી જૂના મઠ-ગુરુકુલ સાકેત ભવન પહોંચ્યા.

અહીં અમે આચાર્ય સ્વામી ડો.શ્રીધરાચાર્યને મળ્યા. તેઓ કહે છે, 'વૈષ્ણવ સમાજમાં ઘણાં મંદિરો છે જ્યાં સખી પરંપરાને માન્યતા છે. દિવ્ય કલા, જેઓ લક્ષ્મણ કિલા મંદિરમાં શિક્ષિત છે, તેઓ પોતાને ભગવાનની સખી માને છે. તેના આધારે તેમની સવાપૂજા હોય છે. જાનકીજીને તેઓ પોતાની બહેન અને રામજીને બનેવી માને છે. એટલા માટે તેઓ ભગવાન પ્રત્યે જિદ્દી છે. તેમની છેડતી કરે છે અને ગાળ આપે છે.'

‘સખી પરંપરામાં નપુંસક, પુરુષ કે સ્ત્રી કોઈપણ સામેલ થઈ શકે છે. એકવાર દીક્ષા લીધા પછી તમારે જીવનભર સખી તરીકે પૂજા કરવી પડશે. 70-80 વર્ષ પહેલાં અયોધ્યાના લક્ષ્મણ કિલ્લા, સરયૂ સદન, દિવ્ય કલા, રૂપ કલા મંદિરના મહંતો પોતાને ભગવાનની સખી માનતા હતા. એટલા માટે તમે કનક મહેલમાં જે લોકોને નાચતા જુઓ છો તે પુરુષ અને કિન્નર બંને હોઈ શકે છે. તેમની પૂજા કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે સ્ત્રીની જેમ શણગાર કરવો અને ઠાકુરજી માટે ગીત-નૃત્ય કરે.'

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ સખીઓ અયોધ્યા આવે છે અયોધ્યામાં કેટલી સખીઓ છે? આ પ્રશ્ન પર શ્રીધરાચાર્ય કહે છે, 'અહીં સખીઓની ખાસ ગણતરી નથી, પરંતુ ભગવાનની જન્મજયંતી, દિવાળી અને દશેરા પર દેશભરમાંથી સખીઓ અયોધ્યા આવે છે. જેમાં વૃંદાવન, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સખીઓ હોય છે. તે બધા પોતાને ભાગ્યશાળી માને છે કે તેમને ભગવાનના જન્મદિવસ પર અયોધ્યા આવવાની તક મળી.'

'અયોધ્યામાં કેટલીક સખીઓ એવી છે કે જેઓ એવી રીતે વેશ ધારણ કરે છે કે કોઈ એમ ન કહી શકે કે તેઓ સ્ત્રી નથી. અહીં કેટલાક મહાત્માઓ છે જેમની મૂછ છે, લાંબી દાઢી છે, છતાં નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી છે. જ્યાં ભગવાનના ભજન-કીર્તન હોય ત્યાં જઈને નાચવા-ગાવા લાગે છે. તેઓ પ્રસાદ લે છે અને આશીર્વાદ આપે છે. આ લાગણી તેમના હૃદયમાં ઘર કરી ગઈ છે કે તેઓ ભગવાનની સખી છે અને આ સ્વરૂપમાં તેઓ તેમનું આખું જીવન પસાર કરશે.'

રાજા જનકે સીતા માટે મિથિલાથી દાસીઓને અયોધ્યા મોકલી હતી વેદાંતી મંદિરના આચાર્ય જ્ઞાનેશ્વર દાસ કહે છે, 'ત્રેતાયુગમાં જ્યારે પણ રાજાઓ અને સમ્રાટો તેમની દીકરીઓનાં લગ્ન કરાવતા ત્યારે તેમની વિદાયના ભાગરૂપે તેમની સેવા કરવા માટે દાસીઓને મોકલવામાં આવતી. આ દાસીઓ રાજકુમારીને ઘરના કામ અને શણગારથી લઈને અંગત કામમાં મદદ કરતી હતી.'

રામ અને સીતાનાં લગ્ન પછી રાજા જનકે મિથિલાથી રથ, હાથી, ઘોડા, દાસી અને અસંખ્ય રત્નો અયોધ્યા મોકલ્યા હતા. આજે અયોધ્યામાં સખી સમુદાયના લોકો છે, તેઓ પોતાને મિથિલાના માને છે. ભલેને તેઓ ક્યારેય મિથિલા ન ગયા હોય.'

આચાર્ય જ્ઞાનેશ્વર દાસ કહે છે, ગોસ્વામી તુલસીદાસે પણ રામાયણમાં લખ્યું છે- માનહી સબ હી રામ કે નાતે, એટલે કે જે રામજી સાથે જોડાય છે, રામજી પણ તેની સાથે એ જ ભાવનાથી જોડાય છે. કોઈ રામને જગતના પિતા માને છે, કોઈ બહેન-બનેવી અને કોઈ ભગવાન માને છે. તેવી જ રીતે સખી સમુદાય તેમને પોતાના બનેવી માને છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links