Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

અયોધ્યા ગાઇડ
પાર્ટ 1: 5000 સંત અને 7000 મંદિરનું આ શહેર:અયોધ્યા વિશે એ બધું જ જે તમે જાણવા માગો છો, બૌદ્ધ-જૈનો માટે પણ પવિત્ર

અયોધ્યા3 વર્ષ પેહલાલેખક: દેવાંશુ તિવારી
  • કૉપી લિંક

અયોધ્યા બધાનું છે. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ 7મી સદીમાં આવ્યો ત્યારે તેણે અહીં 20 બૌદ્ધ મંદિરો જોયાં. જૈનો માને છે કે તેમના પાંચ તીર્થંકરનો જન્મ અહીં થયો હતો. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, અયોધ્યા એ શહેર છે, જે શિવના ત્રિશૂલ અને વિષ્ણુના સુદ

.

સ્કંદપુરાણમાં એક વાર્તા છે, જે મુજબ મનુએ એક શહેર બનાવવાનું વિચાર્યું, જે સ્વર્ગ જેવું હોય. જ્યારે તેઓ બ્રહ્મા પાસે પહોંચ્યા, તેમણે મનુને વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુએ પસંદ કરેલું સ્થાન સાકેતધામ હતું, એટલે કે આજનું અયોધ્યા. આ શહેરની સ્થાપના વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠ દ્વારા સરયૂના કિનારે કરવામાં આવી હતી. આજે અયોધ્યાની ગલીઓમાં ભીડ છે. ઉજવણીનો માહોલ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024એ થવાની છે.

રામ, એટલે કે અયોધ્યાના રાજા. સદીઓ જૂની અયોધ્યા નગરીમાં રાજાઓ બદલાતા રહ્યા અને સામ્રાજ્ય પણ બદલાતાં રહ્યાં, પરંતુ અયોધ્યા એ જ રહી. મંદિરો અને મસ્જિદો બનાવવામાં આવ્યાં અને તોડી પાડવામાં આવ્યાં, વિવાદો થયા, પરંતુ અયોધ્યા હવે સ્માર્ટ સિટી બનવાના માર્ગ પર છે. રામલલ્લાનાં દર્શન કરવા આવતા લાખો લોકોના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.

7,000 મંદિર અને મઠોની આ નગરીના કોઈપણ ભાગમાં શ્રીરામથી જોડાયેલી કોઈ ને કોઈ કહાની જરૂર છે. 4 કહાનીની આ સિરીઝમાં 'દિવ્ય ભાસ્કર' તમારા માટે આજથી અયોધ્યા સાથે જોડાયેલી દરેક વસ્તુ વિશે જણાવીશું. આજે પહેલા એપિસોડમાં વાંચો કે અયોધ્યા હોવાનો મતલબ શું છે...

અયોધ્યા એટલે શું... અયોધ્યા શું છે...આને સમજવા માટે અમે એ જગ્યાએ પહોંચ્યા, જેને આ શહેરની ધરી માનવામાં આવે છે, એટલે કે રામલલ્લાની પાસે. અહીં અમારી મુલાકાત મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ સાથે થઈ. 83 વર્ષના સત્યેન્દ્ર દાસ 32 વર્ષથી રામલલ્લાની સેવા કરી રહ્યા છે. પૂજારી બન્યા પહેલાં તેઓ એક શિક્ષક હતા. યુપીના સંત કબીરનગર જિલ્લાના સત્યેન્દ્ર દાસ 8 ફેબ્રુઆરી, 1958એ ભણવા માટે અયોધ્યા આવ્યા, તેઓ ફરી ક્યારેય ઘરે પરત ગયા જ નહીં.

અયોધ્યા વિશે તેઓ કહે છે, 'ન યેતો સતત: જાસા અયોધ્યા', મતલબ કે તેઓ નગરી છે, જેને ક્યારેય જીતી શકાશે નહીં. ભગવાને જ આને બનાવી છે અને તેઓ જ અહીંના રાજા છે. તેમની જ પરવાનગીથી જ અહીં દરેક કામ થાય છે. એવું કહેવાય છે અયોધ્યા સ્વયં ભગવાનનું રૂપ છે.'

સત્યેન્દ્ર દાસ આગળ વધુમાં કહે છે, 'સરયૂ નદીના કિનારે વસેલી અયોધ્યા નગરીને પુરાણોમાં અષ્ટકમલનો આકાર કહેવામાં આવે છે. એ વાલ્મીકિ રામાયણના બાલકાંડમાં લખેલું છે, જ્યારે મનુ અને શતરૂપાએ અયોધ્યાની સ્થાપના કરી ત્યારે એ 12 યોજન લાંબી અને ત્રણ યોજન પહોળી હતી. એક યોજન 13-16 કિમી જેટલી હોય છે.'

પુસ્તકોમાં અયોધ્યાનો ઈતિહાસ 2200 વર્ષ જૂનો પૌરાણિક માન્યતાઓથી અલગ અમે અયોધ્યાનો પ્રામાણિક ઈતિહાસ જાણ્યો. અમે અયોધ્યા પર 20 વર્ષથી રિસર્ચ કરી રહેલા ઈતિહાસકાર લલિત મિશ્રા પાસે પહોંચ્યા.

લલિત મિશ્રા જણાવે છે કે 'મોડર્ન હિસ્ટ્રીમાં અયોધ્યાનો 2200 વર્ષ જૂનો ઈતિહાસ જોવા મળે છે. અહીં મગધ સમ્રાટ પુષ્યમિત્ર શુંગ અહીં શાસન કરતા હતા. શ્રીરામ પછી તેમણે જ અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. એ સમયના સિક્કા પણ અહીં મળી આવ્યા છે. શુંગ પછી અયોધ્યાની સત્તા ઉજ્જૈનના મહારાજ વિક્રમાદિત્ય પાસે ગઈ.'

'વિક્રમાદિત્ય પછી કનિષ્કની સેનાએ અયોધ્યા પર હુમલો કર્યો, પરંતુ તેમણે એના પર શાસન કર્યું નહીં. અયોધ્યાનું નવું નિર્માણ રાજા ગોવિંદ ચંદ્ર દેવના શાસન હેઠળ મધ્યકાલીન સમયગાળામાં થયું હતું. તેમનો એક શિલાલેખ પણ ખોદકામમાં મળી આવ્યો છે. આ પછી લગભગ 500 વર્ષ પહેલાં બાબરે અયોધ્યા નગરી જીતી હતી.'

'બાબર પછી બંગાળના નવાબ અલીવર્દી ખાને અયોધ્યામાં સત્તા સંભાળી. તેમના પછી નવાબ સઆદત ખાન આવ્યા, જેમણે ફૈઝાબાદનો પાયો નાખ્યો. તેમના ઉત્તરાધિકારી શુજાઉદ્દૌલાએ ફૈઝાબાદને અવધની રાજધાની બનાવી. મુઘલ સામ્રાજ્યએ 200 વર્ષ પહેલાં અયોધ્યા નગરીને છોડી દીધી હતી. તેમણે અહીંની ગાદી રાજા દર્શન સિંહને સોંપી. ત્યારથી આ રાજવી પરિવાર અયોધ્યામાં સત્તા પર છે.'

ચાલો... હવે આજની અયોધ્યા નગરીમાં લટાર મારીએ... 108 કુંડ અને 60 મંદિરનું રિડેવલપમેન્ટ ચાલે છે અયોધ્યામાં રામપથ પર હનુમાનગઢી મંદિર છે. અહીં દરરોજ 50 હજારથી વધુ લોકો દર્શન માટે આવે છે. આ અયોધ્યાના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. એક માન્યતા પ્રમાણે ભગવાન હનુમાન આજે પણ આ મંદિરમાં સાક્ષાત્ રૂપમાં બિરાજે છે અને પૂરી અયોધ્યા નગરીની અહીંથી રક્ષા કરે છે.

અમે અયોધ્યાનાં મઠ-મંદિરો પર હનુમાનગઢીના પૂજારી આશિષ દાસ સાથે વાત કરી. તેઓ જણાવે છે, 'સ્કંદપુરાણથી લઈને બ્રિટિશ દસ્તાવેજો સુધી જોઈ લો, અયોધ્યામાં કુલ 6થી 7 હજાર મંદિર હોવાની વાત દરેક જગ્યાએ નોંધાઈ છે. અહીં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનાં પણ મંદિર છે.'

અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટી મુજબ, અહીં અત્યારે નિર્મોહી, દિગંબર અને અની અખાડામાં 5000થી વધુ સાધુ-સંતો રહે છે. શહેરમાં કુલ 60 વોર્ડ છે, જેમાં 24.7 લાખ લોકો રહે છે. એમાં 12.6 લાખ પુરુષ અને 12.1 લાખ મહિલા રહે છે.

નિર્વાણ અની અખાડાના પ્રમુખ સંત સ્વામી સીતારામ દાસ જણાવે છે, 'પર્યટન વિભાગે અયોધ્યામાં 60 મંદિરની પસંદગી કરી, જેનું નવેસરથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સીતા તળાવ, શુક્ર કુંડ સહિત 108 તળાવને પણ ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.'

1272 ગામની લાઇફલાઇન સરયૂ અયોધ્યાની યાત્રા પર આવેલા લોકો સરયૂ નદી પર અચૂક જાય છે. રોજ સાંજે 6 વાગ્યે સરયૂના નવા ઘાટ પર ભવ્ય આરતી થાય છે. ઘાટના કિનારે રિવર ફ્રન્ટ અને ગ્રીન ફિલ્ડની તૈયારી થઈ રહી છે, જોકે સરયૂ નદી માત્ર ટૂરિસ્ટ સ્પોર્ટ નહીં, પરંતુ અયોધ્યાનાં 1272 ગામની લાઇફલાઇન પણ છે. સરયૂ કિનારે કુલ 14 પ્રમુખ ઘાટ છે. એમાં ગુપ્તાર ઘાટ, લક્ષ્મણ ઘાટ, કૈકઈ ઘાટ, પાપમોચન ઘાટ, ઋણમોચન ઘાટ, કૌશલ્ય ઘાટ, અહિલ્યાબાઈ ઘાટ, જાનકી ઘાટ, જટાયુ ઘાટ અને નયા ઘાટ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઘાટોમાંથી અડધા હજુ પૂરી રીતે બનવાના બાકી છે. આને બનાવવા માટે સરકાર 39 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે.

અયોધ્યા પર્યટન વિભાગ નયા ઘાટથી લઈને ગુપ્તાર ઘાટ સુધી યુપીના સૌથી લાંબા ઘાટ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. એમાં અંદાજે 232 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આની લંબાઈ 6 કિમી હશે. ડિસેમ્બર 2020માં સિંચાઈ વિભાગે સરકારને આનું પ્રપોઝલ મોકલ્યું હતું.

અયોધ્યાનાં આ 3 મંદિર સુંદરતા અને ભવ્યતા માટે જાણીતાં આમ તો અયોધ્યામાં 7000 મંદિર છે, પરંતુ 3 મંદિર સુંદરતા અને ભવ્યતા માટે જાણીતાં છે. એમાં સૌથી પહેલા આવે છે કનક ભવન, પછી હનુમાનગઢી અને અંતમાં દશરથ મહેલ. આ ત્રણેય મંદિર રામજન્મભૂમિના 1 કિલોમીટરની અંદર જ આવે છે. અયોધ્યામાં ફરવાલાયક સ્થળોમાં સીતા રસોઈ, ઠાકુર મંદિર, તુલસી સ્મારક ભવન, બહુ બેગમનો મકબરો, રામકથા પાર્ક, નયા ઘાટ, ગુપ્તાર ઘાટ અને મોતી મહેલ છે.

હવે અયોધ્યામાં થઈ રહેલા ડેવલપમેન્ટ વિશે જાણી લો... અયોધ્યામાં 50 મેગા પ્રોજેક્ટ પૂરા, બાકીના ફાઇનલ સ્ટેજમાં રામમંદિરના ઉદઘાટનની પહેલાં અયોધ્યાને ભવ્ય બનાવવા માટે સરકારે એરપોર્ટ, અયોધ્યા ધામ સ્ટેશન ફેઝ-1, નયા ઘાટ સુધી સ્પાઇન રોડ જેવા 50 મેગા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આના પર અંદાજે 4100 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

અયોધ્યાના રીજનલ ટૂરિઝમ ઑફિસર આરપી યાદવ કહે છે, 'મેગા પ્રોજેક્ટ ઉપરાંત અયોધ્યામાં નવી ટાઉનશિપ માટે ઉત્તરપ્રદેશ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ કામ કરી રહ્યું છે. 1200 એકરમાં બનનારા આ પ્રોજેક્ટમાં પાવર સ્ટેશન, યાત્રી સુવિધા કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કિંગ અને ઘણી હોટલ્સ બનાવવામાં આવી રહી છે. આ બધા જ પ્રોજેક્ટ્સનું કામ ફાઈનલ સ્ટેજમાં છે.'

આરપી યાદવ વધુમાં જણાવે છે કે 'અયોધ્યામાં 30 મોટી હોટલ્સને મંજૂરી મળી હતી. એમાંથી ત્રણ શરૂ થઈ ગઈ છે. બાકીનાનું કામ ચાલી રહ્યું છે. અમને 400 નવી હોટલ્સ બનાવવાનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં જ તાજ ગ્રુપે અયોધ્યામાં 5 સ્ટાર હોટલ માટે અપ્લાય કર્યું છે.'

ડેવલપમેન્ટ થયું, તો જમીનના રેટ 20 ગણા વધ્યા 2020માં રામમંદિરના ભૂમિપૂજન પછી અયોધ્યામાં જમીનના રેટ 12થી 20 ગણા વધી ગયા છે. અયોધ્યાના સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, 14 કોસી પરિક્રમાની આસપાસ 1,350 ચોરસફૂટ જમીનની કિંમત 4 લાખ રૂપિયાથી વધીને લગભગ 65 લાખ રૂપિયા થઈ ગઈ છે. એમાં પણ રામજન્મભૂમિપથ, ભક્તિપથ, રામપથ કોરિડોર પાસે ખાલી પડેલી જમીનોના ભાવ પણ આસમાને છે. ટૂંકમાં, તમે મંદિરની જેટલી નજીક જશો, જમીન એટલી મોંઘી થશે.

મંદિરના ઉદઘાટન પહેલાં હોટલોનાં ભાડાં પણ વધી ગયાં છે. અયોધ્યામાં 80% હોટલોમાં રૂમ ખાલી નથી. મંદિરની નજીક બનેલી હોટલોમાં એક રાતનું ભાડું 2000 રૂપિયાથી વધીને 3500 રૂપિયા થઈ ગયું છે. હોમ સ્ટેના માલિકોએ પણ તેમના રેટમાં વધારો કર્યો છે. સસ્તી હોટલમાં એક રાત રોકાણનો સૌથી ઓછો ચાર્જ 1200 રૂપિયા સુધીનો છે.

હવે બધાની નજર રામમંદિર પર 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. મંદિરનો પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે. સિંહ દ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડપ અને ગર્ભગૃહમાં કોતરકામનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય કહે છે, 'રામલલ્લાનાં દર્શન કરવા દેશભરમાંથી આવતા લોકોએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે મંદિરનું સૂત્ર છે- 'સબકે રામ.'

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થશે. અહીં બની રહેલા ત્રણ માળના રામમંદિરના પહેલા માળનું કામ લગભગ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થશે. અહીં બની રહેલા ત્રણ માળના રામમંદિરના પહેલા માળનું કામ લગભગ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે.

અંતમાં... ભગવાન રામની પંક્તિઓ, જે તેમણે અયોધ્યા માટે કહી હતી...

अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥

આનો મતલબ થાય છે કે... હે લક્ષ્મણ, સોનાની લંકા મને સારી નથી લાગતી, પણ મારા માટે માતા અને જન્મભૂમિ અયોધ્યા સ્વર્ગથી પણ વધારે સારી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links