- Gujarati News
- Ayodhya ram mandir
- Episode 1... When Was Ayodhya Finally Inhabited?
રામજન્મભૂમિનો ઈતિહાસએપિસોડ-1: આખરે ક્યારે વસી હતી અયોધ્યા?:અથર્વવેદમાં અયોધ્યાનો પહેલો ઉલ્લેખ... પણ આયુષ્ય કેટલું તે કોઈ નથી જાણતું
- કૉપી લિંક

રામ નામની ગુંજ આજે અયોધ્યાથી નીકળીને આખા દેશમાં ફેલાઈ છે, પણ રામ પહેલાં અયોધ્યા કેવી હતી? કોણે વસાવી હતી અયોધ્યાને? શા માટે આ સ્થાન ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ હતું?
અયોધ્યા, રામ અને રામમંદિરનો ઈતિહાસ ઉજાગર કરતી ભાસ્કરની ખાસ સિરીઝ 'રામ જન્મભૂમિનો ઈતિહાસ'ના પહેલા એપિસોડમાં જાણો, ઈતિહાસમાં અયોધ્યાનો ઉલ્લેખ ક્યાં-ક્યાં મળે છે.
રામનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ સિવાય બીજે ક્યાંય મળે છે કે નહીં... શું હતી રામના અવતારની કહાની...




ઈતિહાસકાર કહે છે કે અયોધ્યા 3000 વર્ષ જૂની છે... વૈદિક જાણકારો કહે છે- આ ગણતરી ખોટી
વેદ-પુરાણ, ઉપનિષદ અને વાલ્મિકી રામાયણમાં અયોધ્યાનો ઉલ્લેખ તો છે, પણ આ ગ્રંથોના આધારે અયોધ્યાનું આયુષ્ય નક્કી કરવું અસંભવ જ લાગે છે.
ઈતિહાસકાર એ.એલ.બાશમના જણાવ્યા અનુસાર, સરયૂનો ઉલ્લેખ કરનારા ઋગ્વેદનું સંકલન લગભગ 3500 વર્ષ પહેલાં થયું હતું. જો કે અયોધ્યાનો ઉલ્લેખ જે અથર્વવેદમાં મળે છે, તેનું સંકલન 3000 વર્ષ પહેલાં પૂરું થયું હશે.
તેના કારણે કેટલાક ઈતિહાસકાર એવો તર્ક આપે છે કે અયોધ્યાનું આયુષ્ય અથર્વવેદ જેટલું જ હશે. ડો. યાકોબી મેકડોનાલ્ડથી લઈને મોનિયર વિલિયમ્સ જેવા ઈતિહાસકાર માને છે કે રામનો જન્મ આજથી 2500થી 3000 વર્ષ પહેલાં થયો હતો.
જે વેદો અને પુરાણો મુજબ ગણતરી કરે છે તે આની સાથે સહમત નથી. એવું મનાય છે કે વેદોનું અસ્તિત્વ તેના સંકલનથી બહુ પહેલાંનું છે અને આ શ્રુતિ પરંપરામાં ચાલતું હતું.
એટલે તેને લખવા કરતાં બોલીને પછીની પેઢીને શીખવવામાં આવતું હતું. અથર્વવેદના સંકલનની બહુ પહેલાં, અયોધ્યાનો ઉલ્લેખ શ્રુતિ પરંપરામાં હતો અને એ હિસાબે તેનું અસ્તિત્વ પણ તેની બહુ પહેલાં હતું.
ઉજ્જૈનના વિક્રમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ બી.કે.શર્મા કહે છે કે રામનો જન્મ ત્રેતાયુગની શરૂઆતમાં થયો હતો. દરેક યુગના સમયને જોડીએ તો રામનો જન્મ આજથી લગભગ 8.70 લાખ વર્ષ પહેલાં થયો હશે.
હવે જુઓ, ઈતિહાસના દસ્તાવેજોમાં અયોધ્યાના ઉલ્લેખ ક્યાં ક્યાં મળે છે...



રામના જન્મ અને તેના અવતાર પર પણ ઈતિહાસ તો મૌન જ છે.
જુઓ, પૌરાણિક માન્યતાઓમાં શું છે રામની કહાની...



(ગ્રાફિક્સ: કુણાલ શર્મા, સ્કેચ: સંદીપ પાલ)
















