Mon, Nov 16, 2026Updated 01:58 PM IST
Google Preferred Source CTA

શક્તિશાળી માતાઓની યાદીમાં સોનિયા ગાંધી, ઇન્દ્રા નૂયી

14 વર્ષ પેહલા
  • કૉપી લિંક
વિશ્વની સૌથી શક્તિશાળી એવી ૨૦ માતાઓની યાદીમાં યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી છઠ્ઠા સ્થાન પર છે. મધર્સ ડેના અવસરે ફોબ્ર્સ મેગેઝિને શક્તિશાળી કે સશકત માતાઓની યાદી બહાર પાડી હતી.ભારતીય મૂળની ઇન્દ્રા નૂયી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન(૬૪ વર્ષ)પ્રથમ સ્થાન પર છે.બીજા સ્થાન પર બ્રાઝીલના રાષ્ટ્રપતિ ડિલમા રોસેફ(૬૪ વર્ષ)છે.શાસન, વ્યવસાય, મનોરંજન અને પરોપકાર જેવાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારી દિગ્ગજ માતાઓની પસંદગી કરીને આ યાદી તૈયાર કરવામાં આવી છે. -શક્તિશાળી માતાઓની યાદીમાં સોનિયા ગાંધી, ઇન્દ્રા નૂયી -હિલેરી ક્લિન્ટન યાદીમાં ટોચના સ્થાને -મિશેલ ઓબામા છઠ્ઠા સ્થાન પર પેપ્સિકોના અધ્યક્ષ અને બે બાળકના માતા એવા ૫૬ વર્ષના ઇન્દ્રા નૂયી કહે છે કે જો તેમનાં બાળકો કોઇ મિટિંગ ચાલતી હોય અને ત્યારે પણ ફોન કરે તો હું ચાલુ મિટિંગમાં પણ તેમની સાથે વાતચીત કરું છું.આ યાદીમાં સોનિયા ગાંધીની સાથે અમેરિકાના ‘ફસ્ટ લેડી’ મિશેલ ઓબામા પણ છઠ્ઠા સ્થાન પર છે.યાદીમાં સૌથી છેલ્લા ક્રમાંક પર મ્યાનમારમાં લોકતંત્રનો ચહેરો બની ગયેલાં આંગ સાન સૂને આપવામાં આવ્યો છે.બિલ એન્ડ મિલિંડા ગેટ્સના સહસંસ્થાપક મિલિંડા ગેટ્સે, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોશના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લગાર્ડ અને ફેસબુકના સીઓઓ શેરલ સેન્ડબર્ગ પણ આ યાદીમાં સામેલ છે.
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links