Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

આજે સોનું 2328 રૂપિયા મોંઘું, ₹1.44 લાખે પહોંચ્યું:ચાંદી 1749 રૂપિયા વધીને 1.88 લાખે પહોંચી; જાણો તમારા શહેરના ભાવ

નવી દિલ્હી11 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ધનતેરસના એક દિવસ પહેલાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 2,328 રૂપિયા વધીને લગભગ 1.44 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.

Loading advertisement...

આ પહેલાં 4 નવેમ્બરે તેનો ભાવ 1.42 લાખ રૂપિયા હતો. એક કિલો ચાંદી 1,749 રૂપિયા વધીને 1.88 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે બુધવારે 1.86 લાખ રૂપિયા હતી.

અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો

Loading advertisement...
  • ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા: એક શહેરથી બીજા શહેરમાં સોનું લઈ જવામાં ઈંધણ અને સુરક્ષાનો ખર્ચ જોડાય છે, જેના કારણે અંતર વધે તેમ ભાવ પણ વધે છે.
  • ખરીદીનો જથ્થો: દક્ષિણ ભારતમાં વધુ વપરાશ (લગભગ 40%)ને કારણે જ્વેલર્સ મોટી ખરીદી કરે છે, પરંતુ ડિસ્કાઉન્ટનો લાભ મર્યાદિત રહે છે.
  • સ્થાનિક જ્વેલરી એસોસિયેશન: રાજ્ય અને શહેરના જ્વેલરી એસોસિયેશન સ્થાનિક માંગ-પુરવઠાના આધારે દર નક્કી કરે છે.
  • જૂનો સ્ટોક અને ખરીદી કિંમત: જ્વેલર્સે જે દરે ખરીદી કરી હોય તે નક્કી કરે છે કે તેઓ ગ્રાહકોને કેટલી કિંમતે વેચશે.

આ વર્ષે સોનું 11 હજાર રૂપિયા મોંઘું અને ચાંદી ₹43 હજાર ઘટી

આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું 10,755 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ચાંદી 42,538 રૂપિયા સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે હવે 1.44 લાખ રૂપિયા થઈ ગયો છે.

જ્યારે, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે ઘટીને 1.88 લાખ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઈ પહોંચી હતી.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 વાતોનું ધ્યાન રાખો

  • પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નું હૉલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હૉલમાર્કિંગથી જાણવા મળે છે કે સોનું કેટલા કેરેટનું છે.
  • કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો

  • મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
  • આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
  • સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાં તાંબા જેવી ગંધ આવે છે.
  • ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો ડાઘ પડે તો તે અસલી છે.

--------------------------------------

આ સમાચાર પણ વાંચો...

ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુનું સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ

ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડૉલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડૉલર એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાના કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક અહેવાલ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.

.
Loading advertisement...